Khoff - 7 books and stories free download online pdf in Gujarati

ખોફ - 7

મીનુ: સમીર મારો પતિ છે. તે રોજ દારૂ પીને આવે છે અને રોજ મને ઢોરની માફક માર મારે છે. પરંતુ હવે મારાથી તેનો માર સહન થતો નથી અને માટે જ મેં પાંચમે માળેથી કૂદીને આપઘાત કર્યો છે.

ડૉક્ટર સાહેબ: તું ક્યાં રહેતી હતી?

મીનુ: સગુન પ્લાઝા બિલ્ડિંગમાં ભાડે રહેતી હતી.

ડૉક્ટર સાહેબ: તો આ વાત તે કોઈને કરી કેમ નહીં?

મારું પોતાનું કોઈ હતું જ નહીં. હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ચૂકી હતી પિતાજીને દારૂ પીવાની આદત હતી તેથી આખો દિવસ મજૂરી કરીને જે પૈસા લાવતા તેમાંથી થોડા ઘણાં મને ઘર ચલાવવા આપતા અને બીજા તે દારૂ પીવામાં ઉડાડી દેતા. મને પણ તેમણે પૈસા માટે જ સમીરને વેચી દીધી હતી અને મેં ઘણી ના પાડી છતાં સમીર સાથે મારા લગ્ન કરાવી દીધાં.

લગ્નના થોડા વર્ષો બધું બરાબર ચાલ્યું મેં એક સુંદર દીકરીને જન્મ પણ આપ્યો પણ તેને ઓળી અછબડા નીકળ્યા અને અમે તેની દવા ન કરી શક્યા અને તે બે વર્ષની હતી અને મૃત્યુ પામી ત્યારબાદ તેણે દારૂ પીવાનું ચાલુ કરી દીધું અને પછી તો તે ખૂબ દારૂ પીવા લાગ્યો અને મને માર મારવા લાગ્યો હું તેનો માર ખાઈ ખાઈને થાકી ગઈ હતી અને એક દિવસ તો તેણે હદ જ કરી નાંખી મને ખૂબ મારી ખૂબ મારી અને એ દિવસે મેં નક્કી કરી લીધું કે મારે હવે જીવવું નથી મરી જ જવું છે અને હું પાંચમે માળેથી નીચે કૂદી પડી.

અને મીનુ ખૂબજ રડવા લાગી ખૂબજ રડવા લાગી. ડૉક્ટર સાહેબે મીનુને પાણી પીવડાવ્યું અને તેને વર્તમાન તરફ પાછી લાવવા માટે તેને થોડો સમય આપ્યો.

બરાબર પંદર મિનિટ પછી ડૉક્ટર સાહેબે મીનુની મમ્મીને મીનુની સામે બેસાડી અને પૂછ્યું કે, "આ કોણ છે?

મીનુ હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. તેણે જવાબ આપ્યો કે, "મારી મમ્મી છે. અને આ જવાબ સાંભળીને ડૉક્ટર સાહેબને થોડી શાંતિ થઈ.

ડૉક્ટર સાહેબે મીનુને સમજાવતાં કહ્યું કે, "તારું નામ શું છે એ તને ખબર છે?"

મીનુએ માથું ધુણાવ્યું અને બોલી કે,"મીનુ"

ડૉક્ટર સાહેબ: આ તારા મમ્મી-પપ્પા છે તને ખબર છે ને?

મીનુએ તેમાં પણ "હા" ભણી

ત્યારબાદ ડૉક્ટર સાહેબે મીનુને સમજાવ્યું કે, " મીનુ આ તે જે વાતો કરી ને એ તારા પાછલા જન્મની હતી, અત્યારે તું કોઈ સમીર નામના માણસની પત્ની નથી અત્યારે તું આમની દીકરી છે અને એ તને ખૂબજ પ્રેમ કરે છે હવે તું બીજે જન્મ લઈ ચૂકી છે તેથી તારી સાથે વીતી ગયેલું એ બધુજ તારે ભૂલી જવું પડશે બેટા અને આ તારા મમ્મી-પપ્પા છે એમની સાથે તારે નવેસરથી જિંદગીની શરૂઆત કરવી પડશે માટે તું એ બધી વાતો ભૂલી જા અને તારા મમ્મી-પપ્પાની સાથે ખૂબ શાંતિથી સરસ રીતે તારું જીવન પસાર કર.

અને ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાને સમજાવ્યા કે મીનુની થોડો સમય દવા કરવી પડશે અને એ દવાની મદદથી તેમજ તમારે તેની સાથે ખૂબજ પ્રેમથી વર્તન કરવું પડશે અને આમ કરવાથી તે થોડા સમયમાં બરાબર થઈ જશે.

અને મીનુના મમ્મી-પપ્પાએ ડૉક્ટર સાહેબનો ખૂબ આભાર માન્યો અને થોડી માનસિક શાંતિ અનુભવી.

અને ડૉક્ટર સાહેબે મીનુને પોતાના કેબિનની બહાર બેસવા માટે કહ્યું અને એના મમ્મી-પપ્પાને સમજાવ્યું કે, આપણે મીનુની બરાબર દવા કરવી પડશે જેથી મીનુ આ બધીજ વાતો ધીમે ધીમે ભૂલી શકશે અને પહેલા જેવી નોર્મલ થઈ જશે.

આ દવાઓથી મીનુને થોડી ઉંઘ વધારે આવશે એટલે તમે ચિંતા કરશો નહીં.

અને ડૉક્ટર સાહેબે મીનુની દવા ચાલુ કરી દીધી. બરાબર છ મહિના પછી મીનુની તબિયત એકદમ બરાબર થઈ ગઈ અને તે પોતાના મમ્મી-પપ્પા સાથે ડૉક્ટર સાહેબને મળવા માટે આવી. મીનુએ પોતાના પાછલા જન્મની દર્દભરી વેદનામાંથી મુક્તિ મેળવી અને તેના મમ્મી-પપ્પાએ ખૂબજ રાહત અનુભવી અને તેઓ મીનુની બિમારીનું કારણ શોધી કાઢી તેનું નિવારણ કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર 🙏 માન્યો.

સેલ્યુટ છે આવા ડૉક્ટર વર્ગને 🙏

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/11/2021