bahadur aaryna majedar kissa - 8 books and stories free download online pdf in Gujarati

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 8

આર્ય ની અજીબ અજીબ બર્થ ડે ડિમાન્ડ્સ સાંભળી એના પિતા આશ્ચર્યમાં પડી ગયા પણ એની સાથે સહમત થયા વીના કોઈ છૂટકો નહોતો.

બર્થ ડે માં હવે ચાર દિવસો જ બાકી હતા, અને આર્ય પૂરજોશમાં કામે લાગી ગયો. સૌ પ્રથમ તો આર્યએ ગિફ્ટના ત્રણ અલગ અલગ લીસ્ટ બનાવ્યા, પૂરો એક દિવસ લાગ્યો આર્યને એ લીસ્ટ બનાવતા. ફાઈનલ લીસ્ટ જોતા જ આર્ય ખુશી થી ઝૂમી ઉઠ્યો. લીસ્ટ તો બની ગયું હવે એ લીસ્ટ બધા સુધી પહોંચાડવાનું કામ કરવાનું હતું.

લીસ્ટ લઇ આર્ય એના પપ્પા પાસે પહોંચી ગયો.
પપ્પા આલો લીસ્ટ, આર્ય એ પપ્પાના હાથમાં બનાવેલા બે લીસ્ટ થમાવતા કહ્યું.

લીસ્ટ ખોલી એના પપ્પા વાંચવા લાગ્યા અને એકવાર ફરી અચંબામાં પડી ગયા, અને બોલ્યા અરે આ બધુ શું છે? આટલી બધી વસ્તઓને તારે શું કરવું છે?

અરે પપ્પા ભૂલી ગયા? આમાંથી એક લીસ્ટ મારી બર્થ ડે પાર્ટી ના મેનુ નું છે અને બીજું લીસ્ટ મારી બર્થ ડે પાર્ટીમાં તમે જે ગેસ્ટ ને બોલાવો, એ બધાને આમાંથી જ કોઈ ગિફ્ટ મારા માટે લાવવા માટે કહેવાનું છે.

અરે પણ દીકરા આ બધી વસ્તુઓનું તું શું કરીશ?

પપ્પા બસ તમને કહ્યું ને, તમે એમ કરો, પ્લીઝ યાર તમે બઉ સવાલો કરો છો.

સારું સારું બેટા, હવે તું પણ તારા બધા ફ્રેન્ડસને જઈને ઇન્વિટેશન આપી આવજે.

હા પપ્પા હવે એ કામ માટે જ જવું છું બોલતો આર્ય ઘરની બહાર દોડ્યો.
આર્ય ને જતા જોઈ એના પિતા વિચારી રહ્યા ન જાણે શું ચાલી રહ્યું છે આ ના દિમાગમાં???

રોહિત ના ઘરે બધા મિત્રો ભેગા થયા હતા, ને આર્ય ની રાહ જોઈ રહ્યા હતા.
આ આર્ય એ કેમ આજે બધાને સાંજના સમયે બોલાવ્યા હશે? રાહુલ બોલ્યો.

શી ખબર યાર એતો આર્ય આવે પછી જ ખબર પડે. પણ આ આર્ય ક્યાં છે? ચિન્ટુ બોલ્યો.

તુમને પુકારા ઔર હમ ચલે આયે..
જાન હથેલી પર લે આયે....

ફિલ્મી અંદાજમાં ગાતો ગાતો આર્ય આવી પહોંચ્યો.

અરે આર્ય આવી ગયો લેટ લતીફ... બધા આર્યને ઘેરી વળ્યા.
અરે યાર અમને બધાને બોલાવી તું પોતે જ લેટ આવે એમ ચાલે. રાહુલ અને રોહિત બંને એક સાથે બોલી પડ્યાં.

જલ્દી બોલ હવે આર્ય, કેમ બોલાવ્યા અમને?
અરે ધીમા પડો ભાઈઓ ધીમા પડો કહું તમને બધાને.

આ જુઓ પહેલા, આર્ય એ હાથમાં રહેલું લીસ્ટ બતાવતા કહ્યું??
રાહુલે આર્ય ના હાથ માંથી તરત લીસ્ટ લઇ જોવા લાગ્યો, વાંચતાજ આશ્ચર્ય થી બોલી ઉઠ્યો અરે આ શું છે?
અને એક પછી એક બધા મિત્રોએ વારાફરથી લીસ્ટ વાંચ્યું?
બધાના મો પર આશ્ચર્યનો ભાવ જોઈ આર્ય બોલ્યો..

અરે આ સન્ડે મારી બર્થ ડે પાર્ટી છે એમાં તમારે બધાએ આવવાનું છે, સાંજે હોટેલ રેમ્સોન માં.

અરે વાહ આર્ય, બઉ મોટી પાર્ટી ઉજવવાનો છે ને તું, રોહિત બોલ્યો.

હા પણ આ લીસ્ટ માં આ બધું શું છે એતો બોલ?? રાહુલ બોલ્યો.

અરે યાર મને બોલવાનો મોકો તો આપો, તો બોલીશ ને.
જુઓ આ લીસ્ટ માં જે પણ વસ્તુનું નામ લખ્યું છે, એમાંથી જ તમારે લોકોએ મારા માટે ગિફ્ટ લઇ આવવાની મારી પાર્ટી માં??

સુઉંઉઉઉ.........બધા એકી સાથે આર્ય સામે જોઈ બોલી ઉઠ્યા.

અલા આતો ખરું કર્યું, આમ કોઈ પોતાની જ બર્થ ડે ગિફ્ટ સામેથી થોડી માંગે, અને એ પણ આવી બધી ગિફ્ટ??

***************************

એવું તો શું માંગ્યું હતું આર્ય એ ગિફ્ટ માં બધાની પાસે?
શું છે આર્ય નો અનોખો વિચાર???

જાણવા માટે તમારે આર્ય ની અનોખી પાર્ટી માં આવવું પડશે, પાર્ટી માટે તૈયાર થઈ જજો હો...