Tari Dhunma - 2 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 2 - અડધી અડધી ચા

ડિનર કરી લીધા પછી

સારંગ : એક જગ્યાએ ચા બહુ સરસ મળે છે.
વિધિ : અત્યારે??
સારંગ : અડધી અડધી પીએ.
વિધિ : તું જરાય નથી બદલાયો લાગતો.
સારંગ : તારા માટે નથી બદલાયો.
જઈએ ને ચા પીવા??
વિધિ : હંમ.
સારંગ ગાડીના કાચ ખોલી દે છે અને ઠંડી હવા તેમની આ મુલાકાતની સાક્ષી બનતી જાય છે.

સારંગ : ઠંડી હવા અને ગરમ ગરમ ચા.
બીજું શું જોઈએ??
વિધિ : તું રોજ પીએ છે ને??
સારંગ : હંમ.
તું પીને.
વિધિ : ઠંડી થાય પછી.
સારંગ : 30 વર્ષે પણ આનો જવાબ મને નહી મળશે.
ચા ને આમ ગરમ ગરમ પીવાની હોય તો અમુક જણા એને ઠંડી કરીને શું કામ પીએ છે.
બંને હસે છે.
વિધિ : તને યાદ છે ને હું પહેલાં ચા નહોતી પીતી??
સારંગ : હા.
મને કંપની આપવા જ્યારે હું ચા પીતો ત્યારે તું તારા માટે પહેલા પાણીનો ગ્લાસ લઈને બેસતી.
પછી હું તને કહેતો કે એક ઘૂંટ તો ચા પી.
વિધિ : અને હું પણ પછી રોજ રાતે તારી સાથે ચા પીવા લાગી.
તારે લીધે....
તે હસતાં હસતાં કહે છે.
સારંગ : હા, બધુ મારે લીધે જ તો છે.
તે પણ હસતાં હસતાં કહે છે.
વિધિ : નહી પૂછવાની હતી....
પણ તે કઈ રીતે રહી લીધું આટલા વર્ષ સુધી??
સારંગ : જે રીતે તે રહી લીધું.
વિધિ : મારી પાસે તો....
સારંગ : મારી પાસે પણ એ જ હતુ.
વિધિ : તું આટલો ખુશ કઈ રીતે રહી લે છે??
સારંગ : સંગીત એટલા માટે જ જાદુઈ છે.
તે તમને હિંમત આપે છે સાથે ખુશી પણ એટલી જ આપે છે.
અને ધીરે ધીરે કઈ પૂછ્યા કહ્યા વગર એ તમારા જીવનના ને હ્રદયના ગમે એટલા ઉંડા ઘા ભલે હોય.
બધા ભરી દે છે અને જીવનમાં નવા ઉત્સાહ - ઉમંગ નું રોપણ કરે છે.
વિધિ મુસ્કાય છે.
એમ આપણી દોસ્તી ને તો 40 વર્ષ થયા કહેવાય.
10માં ધોરણથી તું મારી સ્કૂલમાં આવ્યો હતો.
સારંગ : ત્યારથી જ તને રસ હતો મિલિટ્રીમાં.
અને સ્કૂલ પૂરી થાય ત્યાં સુધીમાં તો તમે નક્કી કરી દીધું હતુ કે મારે તો દેશની સેવા જ કરવી છે.
લોકોને જે કહેવું હોય તે કહે.
હું તો આર્મીમાં જ જવાની અને પોતાના ઘરેથી લડીને પણ તું આર્મીમાં જ ગઈ.
બધુ યાદ કરતા બંને હલકું હસે છે.
વિધિ : મારી ટ્રેનિંગ દરમ્યાન પણ હું જ્યારે આવતી આપણે મળતા.
પણ મારા જવાના દિવસે તું મને મળવા ના આવ્યો અને ચિઠ્ઠી મોકલી તેમાં લખી દીધું કે

" હવે જેટલા વર્ષ સુધી તું તારી ડ્યુટી પર હોય આપણે નહી મળીશું.
નહી એકબીજાને ચિઠ્ઠી મોકલીશું.
નહી એકબીજાનો સંપર્ક સાધવાની કોશિશ કરીશું.
મને તારા પર વિશ્વાસ છે કે તું આપણા તિરંગા નું માન સંભાળવા માટે બધુ કરીશ.
અને એ વાત નો મને ખૂબ ગર્વ પણ છે કે તું તારી મહેનત, લગન અને નિષ્ઠાથી તારી ફરજ બજાવવા જઈ રહી છે.
તો એના માટે તને દિલ થી ઓલ ધ બેસ્ટ.
હું તારા અને તારા સાથીઓ માટે પ્રાર્થના કરીશ.
અને છેક સુધી તારી રાહ જોઈશ.
મારી ફિકર નહી કરતી.
તું બસ, પૂરા દિલ થી તારી ફરજ બજાવજે. "

વિધિ : તે એ દિવસે એવું શા માટે કર્યું??
સારંગ : મને લાગતુ હતુ કે આપણે એકબીજાની સામે આવીશું તો બંને નબળા પડી જઈશું.
અને જો એકબીજાના ટચ માં રહ્યા તો વધુ મુશ્કેલી થશે.
કારણ કે ત્યારે આપણે સતત 10 વર્ષથી સાથે હતા.
બધુ સાથે કરતા હતા.
વિધિ : તને ખાતરી હતી કે એવું જ થશે??
સારંગ : નહી.
પણ આપણે મળીશું એની ખાતરી હતી.
વિધિ : બસ, તારી ગણતરી કરતા હું 5 વર્ષ વહેલી તારી પાસે આવી ગઈ.
સારંગ : પીવાય ગઈ ચા??
વિધિ : હંમ.
સારંગ : ભૈયાજી....
તે લારી વાળા ભાઈને ખાલી કપ અને પૈસા લેવા બોલાવે છે.

સારંગ : હવે....??
તે ફરી ગાડી સ્ટાર્ટ કરતા પૂછે છે.
વિધિ : કેટલા વાગ્યા??
સારંગ : છોડને હવે....
ટાઈમનું શું કરવું છે જાણીને.
આપણે બે જ તો છીએ એકબીજાની સાથે.
આટલા વર્ષે મળ્યા છીએ તો....
વિધિ : હંમ.
સારંગ : તારે પાછા જવાની એ તો નથી ને??
વિધિ : નહી તો.
તારું ઘર બદલાય ગયુ પણ....
સારંગ : પણ....??
વિધિ : પણ....
શું કહેવાય....
હું તારા ઘરમાં અંદર આવી તો મને એવું જ લાગ્યું જાણે હું આપણા બાળપણના આપણા જુના એ જ ઘરમાં આવી છું અને પછી મે તારો તાનપૂરો જોયો....
એ આજે પણ ટીવી ની બાજુમાં એ જ રીતે મૂકવામાં આવે છે.
સારંગ મુસ્કાય છે.

સહેજ વાર બંને વચ્ચે હવા રમતી રહે છે.
સારંગ : તું અત્યારે ક્યાં રહે છે??
વિધિ ને સારંગ ના આ સવાલ પૂછવા પર થોડી નવાઈ લાગે છે.
વિધિ : ત્યાંજ.
સારંગ : ત્યાંજ??
વિધિ : હા.
સારંગ : હવે એ ઘરો બહુ નાના નથી લાગતા??
વિધિ : હા, પણ......
સારંગ : હંમ.
તો તને ત્યાં મૂકી જાઉં??
વિધિ : હા.
સારંગ : હું તો કેટલા સમયથી એ એરિયામાં જ નથી ગયો.
વિધિ મુસ્કાય છે.
સારંગ : તું ગઈ પછી ના 5 વર્ષ સુધી અમે ત્યાં રહ્યા.
વિધિ : તને કોઈ કઈ પુછતું નહોતું??
સારંગ : જે લોકો આપણને ઓળખતા હતા એ બધા એ પણ જાણતા હતા કે આ બંને....
વિધિ : સદાય માટે એકબીજાના છે.
વિધિના આ વાકય બોલતાની સાથે બંને ની નજરો મળે છે અને 30 વર્ષથી રાહ જોઈ રહેલા તેમના પ્રેમ ને આખરે રાહત મળે છે.

* * * *


~ By Writer Shuchi.