Tari Dhunma - 4 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 4 - તારો સાથ છે તો....

વિધિ ઘરનો દરવાજો ખોલે છે.
સારંગ : હજી સુધી તૈયાર નથી થઈ??
વિધિ : તું પહેલા અંદર તો આવ.
સારંગ અંદર આવે છે અને યાદો ના દરિયામાં તરતું તેના અને વિધિ ના બાળપણનું ઘર જોવા લાગે છે.
ત્યાં સુધી માં વિધિ ટ્રે માં બે કપ ચા અને સારંગ માટે એક ગ્લાસ પાણી લઈ બહાર આવે છે.
સારંગ : આની શું જરૂર હતી??
વિધિ : મારે પીવડાવી હતી.
તે સારંગ ની બાજુમાં લિવિંગ રૂમના પલંગ પર બેસતા કહે છે.
સારંગ : સાથે પાણી તારા માટે લાવી છે કે મારા માટે??
સારંગ મજાક કરતા પૂછે છે.
વિધિ : હું ચા માં ખાંડ નાખવાનું ભૂલી ગઈ.
તે પોતાની કપ અને ચા ભરેલી રકાબી પાછી ટ્રે માં મૂકતા કહે છે.
વિધિ : ઉભો રહે હું....
સારંગ : બેસી રહે....
મને કોઈ વાંધો નથી.
તે વિધિ નો હાથ પકડી તેને રોકતા કહે છે.
વિધિ અટકી જાય છે.
સારંગ : હું આમ પણ ઓછી ગળી ચા પીવું છું.
અરે....પણ તને ખાંડ જોઈતી હોય તો તું....
સારંગ નું એના પહેલા બોલેલા શબ્દો પર ધ્યાન જાય છે.
વિધિ : નથી જોઈતી.
સારંગ : મે ના કહી એટલે કઈ તું પણ....
વિધિ : મને ચાલશે.
આટલા વખત ડયુટી પર રહીને બધુ ચલાવી લેવાની અને ભાવતું કરવાની આદત થઈ ગઈ છે.
સારંગ : પણ હવે એવું શું કામ કરવાનું??
હવેથી તો તારી પાસે બધી છૂટ છે.
કહેતા સારંગ ઉભો થઈ રસોડામાં જતો રહે છે.
વિધિ : મને ખરેખર ચાલશે.
સારંગ : પણ મને નહી.
તે રસોડામાં જઈ ખાંડ નો ડબ્બો અને ચમચી લઈ આવે છે.
વિધિ : તને હજી સુધી ઘરની બધી વસ્તુની જગ્યા યાદ છે??
સારંગ : કઈ રીતે ભૂલી શકું??
કહેતા તે ફરી પલંગ પર વિધિની બાજુમાં બેસી જાય છે.
વિધિ તેની ચા માં 1 ચમચી ખાંડ નાખે છે.
સારંગ : ચા પીને ફટાફટ તૈયાર થઈ જા.
વિધિ : મારે એની નથી જરૂર.
તે હલકું હસતાં કહે છે.
સારંગ : કેમ નથી??
વિધિ : બસ નથી.
સારંગ : તો પણ મારે અપાવવો હોય તો??
વિધિ : મને ક્યાં વાપરતા આવડે છે??
સારંગ : સાવ સહેલું છે.
હું શીખવાડી દઈશ.
વિધિ : પણ....
સારંગ : એક વાર લઈ તો લે.
વિધિ : પછી શું??
સારંગ : મજા આવશે.
વિધિ : એ તો....
સારંગ : એ મજા જુદી આવશે.
વિધિ : તું નહી માને ને??
સારંગ : તું માને છે??
હવે વિધિ પાસે સામે કહેવા માટે કઈ બચતું નથી.
સારંગ : તૈયાર થઈ જા.

* * * *

ગાડીમાં

વિધિ : 30,000....!!
સારંગ : આટલા નો તો આવે જ ને.
વિધિ : તે મને પહેલા ભાવ કેમ નહી કહ્યો??
સારંગ : તને જે ગમે એ લેવાનો જ હતો.
નક્કી હતુ પછી તેમાં ભાવ શું જોવાનો હોય??
વિધિ : પણ આ મોંઘો છે.
સારંગ : નથી એટલો મોંઘો.
હવે સારામાંનો મોબાઈલ લેવો હોય તો આટલા નો તો આવે જ.
વિધિ : પણ સારંગ....
સારંગ : તારે ક્યાં પૈસા ની ફિકર કરવાની છે??
તારે મને થોડી પૈસા પાછા આપવાના છે.
કે નથી તારે ફોનનું બિલ ભરવાનું.
બરાબર??
વિધિ : હંમ.
સારંગ : ચાલ, કશે જમીને ઘરે જઈએ.
વિધિ : ઢોસા ખાવા જઈએ??
સારંગ : ચાલો.

* * * *

સારંગ ના ઘરે

વિધિ : સમજાય ગયુ.
સારંગ વિધિ ને સ્માર્ટ ફોન કેવી રીતે વાપરવાનો તે શીખવાડી રહ્યો હોય છે.
સારંગ : બધુ બરાબર??
વિધિ : હા.
સારંગ : એકદમ??
વિધિ : એકદમ.
સારંગ : તો ચાલો, હવે આપણે તારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીએ.
વિધિ : નહી.
મારે નથી બનાવવું.
સારંગ : મને ફોલો કરવા તો બનાવ.
વિધિ : તું વાપરે છે??
સારંગ : વાપરવું જ પડે ને આ જમાનામાં તો.
વિધિ : એટલું જરૂરી છે??
સારંગ : આપણે એકાઉન્ટ બનાવીએ.
નહી બહુ ફાવે તો નહી વાપરતી.
વિધિ : સારું.

* * * *

રાતે

સારંગ : ક્લાસ પતી ગયા પણ જમવાનું બનાવવાનો કંટાળો આવે છે.
વિધિ : હું બનાવી દઉં....
મસાલા ભાત અને કઢી??
સારંગ : બનાવી દે.

જમ્યા બાદ

વિધિ : આજે પાન ખાવાનું મન થાય છે.
સારંગ : તને ગાડી ચલાવતા આવડે છે??
વિધિ : હા.
સારંગ : તો તું જ પોતાની જાતને પાન ખાઈ, મારી સાથે ચક્કર માર્યા પછી ઘરે મૂકી દેજે.
ત્યાંથી પછી હું જાતે ચલાવીને ઘરે આવી જઈશ.
વિધિ : ઓકે.
તે હસીને કહે છે.
સારંગ : અચ્છા, તું તારી પાસે આ ઘરની એક ચાવી રાખી મૂક.
તે વિધિ ને પોતાના ઘરની ચાવી આપતા કહે છે.
સારંગ : ક્યારેક હું નહી હોવ અને તારે વહેલા ઘરે આવી જવું હોય કે ક્લાસ નો સમય થઈ જતો હોય તો છોકરાઓને ઘર ખુલ્લું મળે.
વિધિ : ઓકે.
તે ચાવી લઈ લે છે.

ગાડીમાં

સારંગ : બહાર કેટલો સરસ પવન આવે છે.
વિધિ : તારે ચા પીવી છે??
સારંગ : પછી પાન....
વિધિ : હું પાન ખાઈશ.
તું ચા પીજે.
સારંગ : સારું.
એમ રાખીએ.
વિધિ મુસ્કાય છે.

વિધિ : પાન લઈ લીધું.
હવે ચા....
સારંગ : અહીંયાંથી જમણી....
વિધિ : જમણી બાજુ ટર્ન લેવાનો છે.
પછી થોડું સીધા જવાનું, ડાબી બાજુ ટર્ન લેવાનો ફરી જરા સીધા જવાનું.
એટલે આવી જાય ગોપાલ ટી સ્ટોલ.
સારંગ : બરાબર.
વિધિ : હવે એવું થઈ ગયુ છે ને કે એક વાર રસ્તો જોઈ લઉં કે મગજમાં એનો નકશો તૈયાર જ થઈ જાય.
સારંગ : સારી વાત છે.

ગોપાલ ટી સ્ટોલ આવી જાય છે.
સારંગ : હમેશાં વાળી એક ચાય.
ભૈયાજી : જી સાહેબ.
ને તે તરત સારંગ ને તેની ચા આવી ને આપી જાય છે.
વિધિ : ચા ની સુગંધ સરસ આવે છે.
તે પોતાના પાનનું પડીકું ખોલતા કહે છે.
સારંગ : ચા છે પણ એટલી જ સરસ.
તે ચા ની પહેલી ચૂસકી લેતા કહે છે.
વિધિ : સારંગ....
મારે તારી સાથે એક વાત કરવી છે.
સારંગ : કર....
વિધિ : પરમ દિવસે આપણે મળ્યા પછી રાત્રે મને ખૂબ અફસોસ થયો.
સારંગ : શેનો અફસોસ??
વિધિ : તારે તારી જીંદગી ના 30 વર્ષ આમ અચોક્કસતામાં વિતાવવા પડ્યા.
કેટલું બધું તું કરી શક્યો અને કેટલું બધું તું નહી કરી શક્યો આના લીધે.
અને તને ક્યાં ખબર હતી કે હું પાછી આવીશ કે નહી.
જીવતી છું કે નહી??
સારંગ : એ ખબર હતી.
જેટલી વખત તારો કે તારી ટીમનો ફોટો પેપરમાં આવ્યો છે એ બધું મે સાચવી રાખ્યું છે.
અને ટીવી પર પણ જોઈ છે તને.
સારંગ ખુશ થતા કહે છે.
વિધિ : પણ તો પણ કોઈ ચોક્કસતા નહી.
સારંગ : મને એની કોઈ ફરિયાદ નથી.
વિધિ : જાણું છું.
પણ તારી અડધી જીંદગી તે એકલા વિતાવી.
વિધિ ની આંખો ભીની થઈ આવે છે.
સારંગ : હા, તું નહી હતી એનો ખાલીપો જરૂર હતો પણ મારી સાથે મારું સંગીત, આપણો પરિવાર અને મારા નવા - જુના મિત્રો હતા અને છે.
આમાં તારે અફસોસ કરવાની કોઈ જરૂર નથી.
નહી કે રડવાની.
તે વિધિ ના આંસુ લૂછે છે.
વિધિ હલકું મુસ્કાય છે.
વિધિ : આ બધુ તારા કહ્યા વિના પણ હું સારી રીતે જાણું છું પણ તે દિવસે હું મારી જાતને રોકી જ નહી શકી.
મે મારી જાતને પણ પછી સમજાવી પણ એ રાત્રે મારા આંસુ અટક્યા જ નહી.
અને એટલે જ તને મારી આંખો સૂજેલી લાગતી હતી.
સારંગ : કઈ વાંધો નહી.
તે વિધિ ના ખભા પર હાથ પોતાનો હાથ મૂકે છે.
વિધિ ધીમે રહીને સારંગ ના ખભા પર પોતાનું માથું મૂકી દે છે અને હસતાં હસતાં સારંગ વિધિ અને ધીમી લહેરાતી ઠંડી હવા સાથે પોતાની મનપસંદ ચા નો ચાંદની રાતમાં આનંદ માણે છે.

* * * *


~ By Writer_shuchi_.