Tari Dhunma - 3 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 3 - ખુશી

3:00pm

વિધિ : સાથે બેસી શકીએ એટલે જરા જલ્દી આવી ગઈ.
સારંગ : તારે કારણ આપવાની કોઈ જરૂર નથી.
એ પણ મને.
સારંગ હલકું હસતાં કહે છે.
સારંગ : તારી આંખો કેમ સુજેલી દેખાય રહી છે??
વિધિ : એ તો કાલે આઈ લાઈનર કરી હતી ને એટલે ખબર નહી પડી.
સારંગ : નહી.
મને બરાબર યાદ છે.
કાલે તારી આંખો આટલી સુજેલી નહોતી લાગી રહી.
વિધિ : તારું ધ્યાન આજે ગયુ.
વિધિ કહેવા નથી માંગતી એમ વિચારીને સારંગ એના વિશે વધારે પૂછવાનું રહેવા દે છે.
વિધિ : શું કરી રહ્યો હતો??
સારંગ : 2:30 વાગ્યે જ આવ્યો સ્ટુડિયો પરથી.
રેકોર્ડીંગ હતુ.
વિધિ : અચ્છા.
એ હા, હું કાલે તારો નંબર લેવાનું ભૂલી ગયેલી.
તે પોતાની કુર્તિ ના ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે.
સારંગ : તને કાલે મારા ઘરનું સરનામું કઈ રીતે મળ્યું??
વિધિ : તને મેહુલ કાકા ની એકદમ નાની નાની પેલી ટી શોપ યાદ છે??
જે આપણી શેરી ની સામેની દુકાનોની લાઈન માં છે??
સારંગ : હા.
એ હજી પણ ત્યાં છે??
કાલે મે તો જોઈ જ નહી.
વિધિ : હા છે.
મેહુલ કાકા હજી ત્યાં બેસે છે.
હું 2 દિવસ પહેલા આવી ત્યારે સૌથી પહેલી એમની સાથે મુલાકાત થઈ હતી અને એમણે જ મને તારા વિશે બધુ કહ્યુ હતુ.
અને એકદમ ખુશ થઈને એવું પણ કહેલું કે તું હવે એમના દીકરા કિરણ ની રેસ્ટોરન્ટમાં પણ જાય છે ક્યારેક ક્યારેક.
સારંગ : એટલે તને મારા ઘરનું સરનામું કિરણ પાસેથી મળ્યું??
વિધિ : કાકા એ મારી સામે જ કિરણ ને ફોન કરી સરનામું પૂછી લીધુ.
કાકા 87 ની ઉંમરે પણ એકદમ ફીટ છે હો.
સારંગ : તું ક્યારેક ક્યારેક આવતી તો હશે ને પહેલા તારા ઘરે??
તે વિધિ સામે જોતા પૂછે છે.
વિધિ : હા.
તને મળવાનું મન પણ થતું.
આવતી ત્યારે પણ પછી રોકી લેતી પોતાની જાતને.
સારંગ : મે ના કહેલી એટલે??
વિધિ : હંમ.
સારંગ : કહેવું પડે.
વિધિ : હું જાણતી હતી તે આવું શા માટે કહ્યુ.
નહિતર તો તને પહેલા જ શોધી કાઢ્યો હોત.
તે મુસ્કાય છે.
સારંગ : એટલે કાલે રાત્રે ગાડીમાં મારી પરીક્ષા લેવાય રહી હતી??
વિધિ : ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યુ હતુ.
તે હસે છે.
સારંગ : અચ્છા....!!
હજી સુધી થાક્યા નથી તમે.
કહેતા તે ઉભો થઈ રસોડામાં આવે છે તો વિધિ પણ તેની ત્યાં આવી જાય છે.
સારંગ : મારા હાથની ચા પીશો??
વિધિ : જરૂર.
તારી કવિતાઓ ગમી મને.
સારંગ : ચા પીતા પીતા જ લખી છે.
હું જ્યારે પણ લખવા બેસું ને
મને ચા જોઈએ જ.
વિધિ : તારું જમવાનું??
સારંગ : ઉષા બેન આવે છે બનાવવા.
બંને ટાઈમનું સાથે બનાવી જાય.
પણ શું થાય ખબર છે??
કેટલા બધા દિવસ હું વહેલી સવારથી સ્ટુડિયો જતો રહુ પછી સીધો ક્લાસ ના ટાઈમ એ જ ઘરે આવું.
એટલે પછી ક્યાં તો કલાસ પતાવીને બહાર ખાવા જતો રહું.
ક્યાં તો ખીચડી કે કઈ જાતે બનાવી લઉં.
વિધિ : હંમ.
સારંગ : ને આ ચા તૈયાર.
તે ચા નો કપ વિધિ ને આપતા રસોડાની વોલ ક્લોકમાં સમય જુએ છે.
સારંગ : 3:40.
વિધિ : આ તારો રોજનો સમય લાગે છે ચા પીવાનો.
સારંગ : હા.
આવ, લિવિંગ રૂમમાં બેસીને પીએ.
બંને લિવિંગ રૂમમાં આવે છે.
સારંગ : ક્લાસ પતે પછી તને લેપટોપમાં બધા ફોટા બતાવું.
આટલા વર્ષોમાં હું તારી યાદ લઈને ક્યાં ક્યાં ફરી આવ્યો એના.
વિધિ : સારું.
સારંગ ને વિધિ નું વર્તન ગઈકાલ કરતા આજે થોડું જુદું જણાય રહ્યુ હોય છે.

* * * *

સારંગ : આજથી મ્યુઝિક ક્લાસમાં આપણે સાથે એક નવા સ્ટુડન્ટ જોડાય રહ્યા છે.
વિધિ : હેલ્લો, મારું નામ વિધિ ભટ્ટ છે.
ક્લાસ : હેલ્લો....
નિશા : વેલકમ આન્ટી.
સંજુ : વેલકમ.
વિધિ : થેન્કયુ.
તે મુસ્કાય છે.
સારંગ : પાનાં નંબર 2.
પહેલો અલંકાર....
કહેતા સારંગ તેની હાર્મોનિયમ વગાડવા લાગે છે અને વિધિ સાથે બધા સ્ટુડન્ટ્સ તેમની બૂક ખોલે છે.

ક્લાસ : સા....રે....ગ....મ....પ....ધ....ની....સા....
સા....ની....ધ....પ....મ....ગ....રે....સા
સારંગ : 2 વખત....
ક્લાસ : સાસા....રેરે....ગગ.... મમ....પપ....ધધ....નીની....સાસા....
સાસા....નીની....ધધ....પપ....મમ....ગગ....રેરે....સાસા....


* * * *

8:30pm

છેલ્લા બેચ ના સ્ટુડન્ટ્સ પણ તેમનો ક્લાસ પતાવી ઘરે જતા રહ્યા હોય છે.
સારંગ પોતાની હાર્મોનિયમ અને તાનપૂરો સરખા મૂકી રહ્યો હોય છે.
વિધિ : મજા આવી આજે.
બીજા બધાને સાંભળવાની પણ.
તેણે બધા ક્લાસ બેસી ને એટેન્ડન્ટ કર્યા હોય છે.
વિધિ : ઘણુ સારું લાગી રહ્યુ છે અત્યારે.
તે ઉભી થઈ ટીવી પાસે તાનપૂરો મૂકી રહ્યા સારંગ પાસે આવે છે.
સારંગ તેની સામે જોઈ મુસ્કાય છે.
સારંગ ના દિલની ખુશી જાણે વિધિ ના ચહેરા પર દેખાય રહી હતી.
સારંગ : હવે તો રોજ હું આ મુસ્કાન જોઈ શકીશ.
હેં ને??
વિધિ : હું પણ.
બંને ફરી મુસ્કાય છે.
વિધિ : તારો મૂડ નહી હોય તો જમવાનું હું બનાવી દઉં??
સારંગ : તને આવડે છે??
સારંગ પહેલા ની જેમ વિધિ ની ખેંચતા કહે છે.
વિધિ : સારંગ....!!
સારંગ : કિરણ ની રેસ્ટોરન્ટ પર જવું છે??
વિધિ : તારે જવું હોય તો જઈએ....
સારંગ : હું તારી ઈચ્છા પૂછું છું.
તે પોતાના હાથ ધોતાં કહે છે.
વિધિ : કઈ પણ ચાલશે.
સારંગ : તું કહે તેમ કરીએ....
તે હાથ લૂછતા કહે છે.
વિધિ : આજે ઘરે બનાવી લઈએ.
બહાર પછી ક્યારેક જઈશું.
સારંગ : ઓકે.
વિધિ : મને જરા કહી દે....
ક્યાં ક્યાં શું મૂક્યું છે.
સારંગ અને વિધિ કિચનમાં આવે છે.
વિધિ : હજી પણ બધુ આમ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો છો.
વિધિ ખુશ થતા કહે છે.
સારંગ : ટ્રેનિંગ કોણે આપી હતી.
તે વિધિ સામે જોતા કહે છે.
વિધિ : ખરેખર.
સારંગ : તો પછી....

* * * *

જમતા જમતા સારંગ વિધિ ને પોતાના અને તેણે આટલા વર્ષ શું શું કર્યું, જીવનમાં શું શું બન્યું એના ફોટોઝ બતાવે છે.

વિધિ : Congratulations.
અત્યાર સુધી તને જેટલા પણ એવોર્ડસ મળ્યા એના માટે.
સારંગ : મને તો બસ 1 જ વસ્તુ જોઈએ છે.
વિધિ : શું??
સારંગ : ગરમા ગરમ ચા.
વિધિ : જમ્યા ને અડધો કલાક તો થવા દે.
લાવ....તારી થાળી.
હું વાસણ ધોઈ આવું.
તે ખુરશી પરથી ઉભી થતા કહે છે.
સારંગ : સવારે કામ વાળા માસી આવે છે.
એ ધોઈ લેશે.
વિધિ : સારું.
મૂકી ને આવું.
તે રૂમની બહાર નીકળી જાય છે.
સારંગ : હું પણ બહાર જ આવું છું.
આપણે બહાર બેસીએ.
કહી સારંગ કમ્પ્યુટર અને રૂમના લાઈટ પંખા બંધ કરી બહાર આવી જાય છે.
બંને લિવિંગ રૂમના સોફા પર બાજુ બાજુમાં બેસે છે.
સારંગ : કઈ થયું છે કાલે રાતે મારા ત્યાંથી ગયા પછી??
તે ધીમે રહીને વિધિ ને પૂછે છે.
વિધિ : ક્યાંથી ગયા પછી??
સારંગ : તારા ઘરેથી....
વિધિ નજર આમ તેમ ફરવા લાગે છે.
સારંગ તે જુએ છે.
સારંગ : વિધિ....
વિધિ : કઈ નહી.
સારંગ : કઈ થયું છે.
વિધિ : શું થાય સારંગ??
તે સારંગ સામે જુએ છે.
સારંગ : એ જ હું પૂછું છું.
વિધિ ની નજર નીચી થઈ જાય છે.
સારંગ વિધિ ના ખભા પર હાથ મૂકે છે.
વિધિ : કઈ નહી.
સારંગ : ચાલ, તો તને ઘરે મૂકી જાવ.
વિધિ : હા.
બંને ઉભા થાય છે અને સારંગ જેકેટ પહેરી ગાડીની ચાવી લઈ લે છે.
બંને હલકી ફૂલકી વાતો કરતા બિલ્ડીંગ માં ની ઉતરે છે અને વિધિ ના ઘરે પહોંચી જાય છે.

વિધિ : કાલે મળીએ.
કહેતા વિધિ ગાડીનો દરવાજો ખોલે છે.
સારંગ : હા.
અને સાંભળ....
કાલે 4 વાગ્યે જ આવજે.
મારું સ્ટુડિયો પર 3:30 વાગ્યા સુધી રેકોર્ડિંગ ચાલશે.
વિધિ : સારું.
ગુડ નાઈટ.
સારંગ : ગુડ નાઈટ.

સારંગ પાછો ઘરે આવતો રહે છે.

* * * *


~ By Writer Shuchi.