Tari Dhunma - 6 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 6 - યાદો ની નગરી ના સફરે....

9:30am

સારંગ બાલ્કની માં છોડવાઓને ગીતો ગાતા ગાતા પાણી આપી રહ્યો હોય છે ત્યાં તેને ચાવીથી ઘરનો દરવાજો ખુલાવાનો અવાજ આવે છે.
તેની નજર દરવાજા તરફ ફરે છે.
પોતાની ખનકતી મુસ્કાન સાથે વિધિ અંદર પ્રવેશે છે.
તેને જોઈ સારંગ ના ચહેરા પર પણ મુસ્કાન આવી જાય છે.
સાઈડ પર પોતાની ચપ્પલ કાઢી
ચાવીને ટીવી ટેબલ પર મૂકી તે સારંગ સામે જુએ છે.
વિધિ : ગુડ મોર્નિંગ.
સારંગ : સુપ્રભાત.
કહેતા તે બાલ્કની માંથી લિવિંગ રૂમમાં આવે છે.
વિધિ : કેવો છે આજનો દિવસ??
સારંગ : તને શું લાગે છે??
વિધિ હલકું મુસ્કાય છે.
વિધિ : આજે નથી જવાનો સ્ટુડિયો??
તે રસોડામાં આવતા પૂછે છે.
સારંગ : ગઈ કાલે આખી રાત જુની યાદો વાગોળતાં ઉંઘ જ ના આવી.
વિધિ : આખી રાત??
તે સારંગ સામે જોતા પૂછે છે.
સારંગ : તે બર્થ ડે ગીફ્ટ જ એવી આપી દીધી પછી....
સારંગ મજાક કરતા હલકું હસે છે.
વિધિ : વાંચી લીધી બધી ચિઠ્ઠી....
સારંગ : રહેવાયું જ નહી.
વિધિ ની બાજુમાં ઉભો સારંગ હસી પડે છે.
સારંગ : હવે મારે એ 30 વર્ષ સુધી જે દર વર્ષે મારી બર્થ ડે પર લખાય છે એ 30 ચિઠ્ઠીઓ નો જવાબ લખવો પડશે.
વિધિ : જવાબ મને મળી ગયા છે.
સારંગ : લે....!!
તે મને તો એ કીધું જ નહી!!
ક્યારે?? ક્યાં મળી ગયા??
વિધિ : તારા લખેલા કાવ્ય પુસ્તકમાં થી મને બધા જવાબ મળી ગયા.
વિધિ ફરી મુસ્કાય છે.
સારંગ : ચા કે કોફી??
વિધિ : તું શું પીવાનો છે??
સારંગ : તારે શું પીવું છે??
વિધિ : ચા.
સારંગ : ઓકે.
તે વાંકો વળી ખાનામાંથી એક તપેલી કાઢે છે.
વિધિ : હું બનાવું??
સારંગ : તું સોફા પર જઈને બેસ.
વિધિ : નાસ્તા માટે....
સારંગ : ગઈ કાલના રોટલા પડ્યા છે.
વિધિ : હું ચા ના કપ કાઢી લઉં.
તે કપ લેવા આગળ વધે જ છે કે સારંગ ફરી તેને રોકી દે છે.
સારંગ : મે કહ્યુ ને તું બહાર જઈ બેસ.
વિધિ : મને કામ કરવા દે ને.
સવાર સવારમાં કોણ બેસી રહે.
સારંગ : તું ચા ને રોટલો ખાવાનું કામ કરજે.
વિધિ : સારું.
પણ મને તારી સાથે અહીં ઉભી તો રહેવા દે.
સારંગ : નહી ઉભી રહેવા દઉં તો શું કરીશ??
વિધિ : તું એક સોલ્જર ને એવું પૂછે છે
" શું કરી લઈશ?? "
સારંગ : કારણ કે સામે વળી સેના સિવાય એક હું જ છું જે મારી સોલ્જર ને આ સવાલ પૂછી શકું છું.
તે વિધિ સામે જોતા કહે છે અને બંને હસી પડે છે.

આજે જાણે જુની યાદો વાગોળતાં વાગોળતાં બંને ખરેખર ફરી એ સમય માં પહોંચી ગયેલા.

વિધિ : ક્યારેક લાગે જીંદગી કેટલી ક્રૂર છે.
અને કેટલીક વાર એજ જીંદગી કોઈ આશીર્વાદથી ઓછી ના લાગે.
સારંગ : હંમ.
વિધિ : આજે મારા પપ્પાની પુણ્યતિથિ છે.
દોઢ વર્ષથી ઘરે નહોતી આવી.
મમ્મી પપ્પા બંને મને બહુ યાદ કરતા હતા.
એક વાર ફક્ત તેમને માટે રજા માંગી પણ ખરી.
પણ નહી મળી.
4 મહિના વીતી ગયા.
એક દિવસ ફોઈ નો ફોન આવ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે.
પણ ત્યારે હું હાજર નહોતી.
મારા દોસ્ત રણજીત એ વાત કરેલી.
સાંજે જ્યારે હું અને મારા બીજા 5 સાથી પાછા ફર્યા ત્યારે મને ખબર પડી કે પપ્પાને હું છેલ્લી વખત મળી પણ ના શકી.
આ બધુ કહેતા વિધિ નો જરા પણ ડગમગાતો તો નથી એ વાત સારંગ ધ્યાનમાં લે છે.
વિધિ : પછી આગલા દિવસે વહેલી સવારે અમારી સેના પર હુમલો થયો અને લડતા લડતા રણજીત પણ શહીદ થઈ ગયો.
24 કલાકથી ઓછા સમયમાં મારી બે નજીક ની વ્યક્તિઓ મે ગુમાવી.
પણ રણજીત પર મને આજે પણ ગર્વ છે.
તેને બે ગોળીઓ વાગવા છતાં પણ તે તેના છેલ્લા ધબકારા સુધી સામનો કરતો રહ્યો.
અને એક જીવનનો સૌથી મોટો અફસોસ આજે પણ છે કે....
હવે વિધિ નો અવાજ ભીનો થવા લાગે છે.
ચા પીતા પીતા સારંગ તેની સામે જુએ છે.
વિધિ : જ્યારે મમ્મી ને તેની દીકરીની સૌથી વધારે જરૂર હતી ત્યારે પણ તે નહી આવી શકી.
પપ્પાના ગુજાર્યા ના 1 મહિના બાદ હું ઘરે આવી શકી હતી અને....
સારંગ : જાણું છું.
ક્યારની બાલ્કની સામે જોઈ વાત કરી રહેલી વિધિ સારંગ તરફ જુએ છે.
સારંગ : તારા પપ્પાના અગ્નિ સંસ્કાર મે જ કર્યા હતા.
વિધિ : 10 વર્ષ થઈ ગયા આજે.
2 વર્ષ પહેલા તો મમ્મી પણ....
સારંગ : ત્યારે હું US ની ટુર પર હતો.
વિધિ : કેટલાક લોકો કહે છે : પથ્થર દિલ બની ને કઈ થોડું જીવાય??
અમારા માટે એ ઊંધું લાગુ પડે છે.
આ ધડકતા હ્રદય ને અમારે ઘણી વાર શરીર ને ચલાવતું એક મશીન બનાવવું પડે છે.
જેમાં લાગણીઓનો સોફ્ટવેર અનેબલ કરાયો હોય છે.
સમય સંજોગો ની પરવાનગી લીધા વિના એ સોફ્ટવેર એનું કામ નથી કરતો.
આજે બહુ યાદ આવી રહી છે બધા મારા ત્યાંના સાથીઓ મિત્રો ની.
મમ્મી પપ્પાની.
કાશ, તેઓ અત્યારે આપણી સાથે બેઠા હોત.
હું કોઈ પણ રીતે તેમને થોડો વધારે સમય આપી શકી હોત.
પણ પછી વિચારું તો કદાચ....
અમારા જીવનમાં આવું થોડું વધારે બનતું હશે પણ આવું કઈ ને કઈ તો રોજ કેટલા ના જીવનમાં બને છે અને ઘણી લાગણીઓ શબ્દોને મળતા પહેલા જ ખોવાઈ જાય છે.
બાળકો અમેરિકા હોય અને અહીંયા તેમના પરિવારમાં કોઈ....
તો ક્યાંક રસ્તામાં....

વિધિ : અચ્છા ચાલ, આપણે કોઈ બીજી વાતો કરીએ.
તે સ્વસ્થ થતા કહે છે.
સારંગ : તે મ્યુઝિક ક્લાસ ના છોકરાઓને આપણા વિશે કહ્યુ??
વિધિ : થોડું.
તેમને તેમના સર વિશે આ બધુ જાણીને નવાઈ લાગી.
સારંગ હલકું મુસ્કાય છે.
સારંગ : હું તને કેટલો યાદ કરતો હતો એ ખાલી તને અને મને જ ખબર છે.
વર્ષો પછી ચા પીવાનો આટલો આનંદ આવી રહ્યો છે.
વિધિ : ક્યારેક મને એવો પણ ડર લાગતો કે જો મારા પાછા આવતા પહેલા તને કઈ થઈ ગયુ તો??
પછી પોતાની જાતને સમજાવી લેતી કે તને કઈ નહી થશે.
સારંગ : આમ પણ નહી થતે.
વિધિ : એટલે જ ભગવાન છે ધ્યાન રાખવા વાળા.
સારંગ : હંમ.
વિધિ : આજે રીક્ષામાં અહીં આવતા આવતા રસ્તામાં રેડિયો પર મે તારું ગાયેલું ગીત " રોશની " સાંભળ્યું.
સારંગ : રોશની ઉમ્મીદોં કી....
સારંગ ચા નાસ્તા ના ખાલી વાસણ ઉંચકતા એ ગીત ગાવા લાગે છે.

* * * *


~ By Writer Shuchi.