Dashing Superstar - 53 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-53


(આયાન કિઆરાને મળવા આવ્યો તેણે કિઆરાને એક ડ્રેસ ગિફ્ટ કર્યો.અહીં નમિતાએ જાણીજોઈને કિઆરાને ફિટ અને અંગપ્રદર્શિત થાય તેવો ડ્રેસ પહેરવા આપ્યો.જાનકીવિલાના સભ્યો પાર્ટીમાં અાવી ગયાં.નમિતા કોઇને છુપાઇને મળી.)

નમિતા જેને ગળે મળી તે અકીરા હતી.જે દિવસે કિઆરા સેટ પર આવી હતી તે દિવસે તેણે પોતાની સ્પિચમાં નમીતા અને અકીરાનું અપમાન કર્યું હતું.
અકીરા ફિલ્મની હિરોઈન હતી જ્યારે નમિતા ડ્રેસ ડિઝાઇનર.નમિતા અકીરાને તૈયાર કરી રહી હતી નેક્સ્ટ શોટ માટે.અકીરા ખૂબજ ગુસ્સામાં હતી,જે નમિતાને અકીરાના હાવભાવ પરથી ખબર પડી ગઇ.

"શું થયું ?એલ્વિસની ગર્લફ્રેન્ડે કરેલા અપમાનથી ધુંધવાયેલી છે?"નમિતાએ પૂછ્યું.

જવાબમાં તીખી નજરો સાથે તેણે નમિતા સામે જોયું.જે જોઇને નમિતા હસી પડી.
"ચલ,કઇંક એવું કરીએ કે જે ઇન્ડસ્ટ્રીના લોકો સામે આપણું અપમાન કરીને તે મહાન બની છેને.તે જ ઇન્ડસ્ટ્રીના લોકો સામે તેની ઇજ્જતના ધજાગરા ઉડાડીયે.કઇંક એવું કરીએ કે એલ્વિસ પણ તેનો સાથ ના આપે."નમિતાએ કહ્યું.

"તું કેમ આટલી ડેસ્પરેટ છે?તારા વિશે તો કઇ એવું નથી બોલ્યું તેણે?"અકીરાએ પૂછ્યું.

"અ‍ાઇ લવ એલ્વિસ,મને એલ્વિસ ગમે છે.તે મારો ખૂબજ સારો દોસ્ત હતો.મને વિશ્વાસ હતો કે જો કિઆરા ના આવી હોત તો એલ્વિસના જીવનમાં હું હોત."નમિતાની વાત પર કિઆરા હસી પડી.
"સારું લેટ્સ શેક હેન્ડસ.પણ આપણે શું કરીશું?"અકીરાએ પૂછ્યું.

"હું એલ્વિસને મજબૂર કરીશ કે તે પાર્ટી આપે.તે પાર્ટીમાં તેને હું એવો ડ્રેસ આપીશ કે જે પહેરીને તે એટલી ભદ્દી લાગશે કે ચારેય તરફ તેની મજાક ઉડે.તે ડ્રેસ જે હું તેને આપીશ તે ડ્રેસમાં અમુક જ મોડેલ્સ સારી લાગે.ડ્રેસ ખૂબજ સરસ છે પણ કિઆરા માટે તે પરફેક્ટ નથી."નમિતાએ કહ્યું.

"મારે શું કરવાનું છે?"અકીરાએ પૂછ્યું.

"પાર્ટીમાં તેની યોગ્ય રીતે મજાક ઉડે તે જોવાની જવાબદારી તારી."નમિતાએ કહ્યું.અકીરાએ હસીને થમ્સઅપ બતાવીને જવાબ આપી દીધો.

અત્યારે ...
"અકીરા,તે ગમે તે સમયે નીચે આવશે.તું ધ્યાન રાખજે કે પાર્ટીમાં તે એક મજાક બનીને રહી જાય."

બરાબર તે જ સમયે નમિતાને એલ્વિસનો ફોન આવ્યો,જેણે તેને ઉપર બોલાવી.નમિતા ઉપર એલ્વિસના બેડરૂમમાં ગઇ.તેણે જોયું કે કિઆરા ખૂબજ ગુસ્સામાં હતી.તેણે બાથરોબ પહેરેલો હતો.એલ્વિસ માથું પકડીને સોફાચેયર પર બેસેલો હતો.

"વોટ હેપન?"નમિતાએ પૂછ્યું.

જવાબમાં કિઆરાએ નમિતાનો ડ્રેસ જોરથી બંને હાથ વળે પકડીને તેને એક લાફો મારી દીધો.તેની આ હરકત પર નમિતા અને એલ્વિસ બંને ભડક્યાં.

"યુ **** હાઉ ડેર યુ?મને મારવાની તારી હિંમત કેવીરીતે થઇ?"નમિતાએ ગુસ્સામાં સામે તેને મારવાની કોશિશ કરી.કિઆરાએ તેનો હાથ પકડી લીધો.

"તારી બધી ગાળો તારા માથે જ છે.તારી હિંમત કેવીરીતે થઇ મને આવો ડ્રેસ આપવાની.આ તો સારું છે કે હું નીચે ના આવી નહીંતર મારી ઇજ્જતના બધાં સામે ધજાગરા ઉડી જતાં."આટલું કહીને કિઆરાએ બાથરોબ ખોલ્યો.તેનો ડ્રેસ સાઇડમાંથી ફાટી ગયો હતો.
"તે જાણીજોઇને મને આટલો ફીટ અને ટુંકો ડ્રેસ આપ્યો."કિઆરા બોલી.

"એલ,આઇ એમ સોરી ટુ સે.પણ તારી ગર્લફ્રેન્ડ નાના છોકરાઓ જેવું ઇમમેચ્યોર બિહેવ કરે છે.એલ,તે મને જે ટ્રેડીશનલ ડ્રેસ બતાવ્યો હતો.તે આ પાર્ટીમાં અને તારી ઇમેજ સાથે મેચ નહતો થતો તો મે સ્પેશિયલી જાતે આ ડ્રેસ ડિઝાઇન કરી આખી રાત જાગીને બનાવ્યો.તું મને કહે શું ખોટું અને ખરાબ છે આ ડ્રેસમાં?નીચે જો પાર્ટીમાં જઇને આનાથી લેડિઝ આનાથી પણ ટુંકા અને અંગપ્રદર્શન થાય તેવા ડ્રેસ પહેરીને આવી છે.

એલ્વિસ,આપણી ઇન્ડસ્ટ્રીમાં આ જ ચાલે છે.તું તેને આપણી ઇન્ડસ્ટ્રીની રીતભાત કેમ નથી શીખવતો?જોયું તે તેનામાં તો મેનર્સ પણ નથી.વાત કરવાની જગ્યાએ જંગલીની જેમ હાથ ઉપાડે છે.હા,તું તો તેની જ સાઇડ લઈશ.તારી પ્રેમિકા છેને."નમિતાએ પોતાની વાતોમાં એલ્વિસને ફસાવ્યો.

"કિઆરા,સે સોરી.તું આવીરીતે મારા મિત્રોને મારી ના શકે.હું માનું છું કે તારો ડ્રેસ ફાટી ગયો પણ તેમા નમિતાનો વાંક નથી."

"એલ્વિસ,ડ્રેસ એટલે ફાટ્યો કેમકે તેનું વજન વધી ગયું છે.તેનું ફિગર પરફેક્ટ નથી."નમિતાએ મોઢું ચઢાવીને કહ્યું.

"કિઆરા,નમિતાને સોરી કહે.તે મારી ખૂબજ સારી મિત્ર છે.તે આવું ના કરી શકે.બની શકે તું જાડી થઇ હોય અને રહી વાત કપડાંની તો અહીં બધા આવા જ કપડાં પહેરે છે.નમિતા,તારી પાસે બીજો કોઇ ડ્રેસ છે?"એલ્વિસે પૂછ્યું.

"હા,પણ તે આવો જ ટુંકો છે."નમિતાએ કહ્યું .

કિઆરા એલ્વિસના વર્તનથી થોડી નારાજ હતી.
"નો થેંક્સ હું મારી રીતે તૈયાર થઇ જઇશ.નમિતાજી આઇ એમ સોરી.ઓ.કે એલ્વિસ?મને પંદર મિનિટ આપો હું તૈયાર થઇને આવું."કિઆરાએ કહ્યું.

એલ્વિસ અને નમિતા નીચે ગયાં.કિઆરાને એલ્વિસની વાતનું થોડુંક ખરાબ લાગ્યું.તેણે આયાને આપેલો ડ્રેસ લીધો અને તે પહેરી લીધો.તે એક ગુલાબી રંગનો સિલ્કનો લહેરિયાવાળી ડિઝાઇનનો અનારકલી ડ્રેસ હતો.

"સોરી એલ,આ ડ્રેસ તમારી પાર્ટી અને ઈમેજ સાથે મેચ નથી થતો પણ મારી પાસે બીજું કોઇ ઓપ્શન નથી."કિઆરા નીચે ગઇ.તેને જોઇને બધાં દંગ રહી ગયા.તે ખૂબજ સુંદર લાગી રહી હતી.તેના કોઇપણ હેરસ્ટાઇલ કર્યા વગરના ખુલ્લા વાળ,હળવો મેકઅપ,આંખોમાં કાજળ અને ગુલાબી લિપ્સ્ટિક.એલ્વિસ પણ કિઆરાની સુંદરતામાં ખોવાઇ ગયો.આયાન માટે આ એક સુખદ આશ્ચર્ય હતું કે એલ્વિસ અને કિઆરાની ખાસ પાર્ટીમાં કિઆરા પોતાનો ગિફ્ટ કરેલો ડ્રેસ પહેરશે.

નમિતા અને અકીરાએ એકબીજા સામે જોઇને ઇશારો કર્યો.અકીરાએ એક જણના કાનમાં કહ્યું,"કિઆરાનો તો ડ્રેસ તો જો.પાર્ટી સાથે અને એલ્વિસની ઇમેજ સાથે મેચ નથી થતો.કોઇ ડ્રેસિંગ સેન્સ જ નથી."અકીરા એક કાનથી બીજા કાન સુધી આ વાત એવીરીતે પહોંચાડી રહી હતી કે તેના પર કોઇનું ધ્યાન પણ ના જાય અને વાત પણ ફેલાય.ધીમેધીમે પાર્ટીમાં આ વાત ફેલાઇ રહી હતી.

એલ્વિસે કિઆરાને બધાની સામે ગળે લગાવી.

"વાઉ!તું કોઇ પરી જેટલી સુંદર લાગે છે.ચલ હું તારી ઓળખ આપું બધાને."એલ્વિસ આટલું કહીને કિઆરાને સ્પેશિયલ તેમના માટે બનાવેલા સ્ટેજ પર લઇ ગયો.કિઆરાના પરિવારના સભ્યો,તેના મિત્રો અને વિન્સેન્ટ અને હર્ષવદનજી સ્ટેજ પર આવ્યાં.

કિઆરા અને એલ્વિસે કેક કટ કરી અને એકબીજાને ખવડાવી.એલ્વિસે ગિફટમાં કિઆરાને ડાયમંડ રિંગ પહેરાવી.કિઆરાએ એલ્વિસને 'K❤E' લખેલું રિયલ ડાયમંડનું બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું.તે બંનેએ જાનકીદેવી,દાદુ,નાની,હર્ષવદન અને શિવાનીના આશિર્વાદ લીધાં.કિઆરાની સુંદરતા,સંસ્કાર અને તેની સભ્યતાના ચારેય તરફ વખાણ થતાં હતાં.એલ્વિસ કિઆરાને પર્સનલી બધાને મળાવતો હતો.કિઆરા બધાને ખૂબજ પ્રેમથી અને હસીને મળી રહી હતી.

અહીં અકીરાનો ઉપાય પણ કામ કરી રહ્યો હતો.કિઆરાની ડ્રેસિંગ સેન્સ પર લેડિઝ ગોસિપ કરી રહી હતી.તે વાત પર અહાના અને વિન્સેન્ટનું ધ્યાન ગયું.અહાના કિઆરા વિરુદ્ધ સાંભળી ના શકી.
" એક્સક્યુઝ મી મેડમ,શું વાંધો છે આ ડ્રેસમાં?"અહાના ગુસ્સામાં બોલી.

"વાંધો કિઆરાના ડ્રેસમાં નહીં પણ તેમની વિચારસરણીમાં છે અહાના.તે લોકો કિઆરાની કુદરતી સુંદરતાથી બળે છે કેમકે તેમની સુંદરતા તો મેકઅપની દેન છેને.જે પણ કિઆરાના ડ્રેસ અને તેની પાર્ટી સેન્સ વિરુદ્ધ બોલે તે બધા માટે અા વાત જ લાગું પડે."વિન્સેન્ટની વાત સાંભળીને ગોસિપ કરતી લેડિઝ ચુપ થઇ ગઇ.અહાનાએ વિન્સેન્ટને તાળી આપી.અહાનાને આટલી ખુશ જોઇને વિન્સેન્ટ પણ ખુશ થઇ ગયો.

આયાન સાતમાં આકાશ પર હતો.પોતે આટલી મહેનત કરીને શોધેલો અને પ્રેમથી કિઆરા માટે લીધેલો ડ્રેસ તેણે પહેર્યો તે વાત તેના માટે ખૂબજ મોટી હતી.કિઆરા તેની નથી તે ખબર હોવા છતા તે કિઆરા તરફનું ખેંચાણ રોકી શકતો નહતો.તેના ઈરાદા દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા હતાં.

તે કિઆરા પાસે ગયો.તે જ્યુસનો ગ્લાસ લઇને એકલી ઊભી હતી.
"થેંક યુ કિઆરા.મારો લાવેલો ડ્રેસ પહેરવા."આયાને કિઆરાને ગળે લગાવતા કહ્યું.

આ વાત એલ્વિસ સાંભળી ગયો.તેને થોડુંક ખરાબ લાગ્યું પણ પાર્ટી ખરાબ થતાં બચી ગઇ હતી.તે વાતની તેને ખુશી હતી.
અકીરા અને નમિતાનો પ્લાન નિષ્ફળ રહ્યો.હવે અકીરાએ નમિતાની મદદ લીધાં વગર કઇંક કરવાનું વિચાર્યું.તે એલ્વિસ અને કિઆરા પાસે ગઇ.તેણે તે બંનેને એકદમ મોંઘી બ્રાન્ડેડ કપલ વોચ આપી.

"મારા ભૂતકાળના વર્તન માટે સોરી અને તમારા સંબંધની આ શરૂઆત માટે અભિનંદન.શું આપણે પાછલી વાતો ભુલાવીને આપણા સંબંધો સામાન્ય કરી શકીએ?"અકીરાએ ખૂબજ પ્રેમ અને વિનયપૂર્વક પૂછ્યું.એલ્વિસ અને કિઆરા સાથે તે સમયે હર્ષવદન,વિન્સેન્ટ,ડાયરેક્ટ,આયાન,તેના પિતા અને અન્ય બે ત્રણ જણા ઊભા હતાં.

એલ્વિસ અને કિઆરાએ એકબીજાની સામે જોયું.કિઆરાએ ગિફ્ટ સ્વીકારી અને અકીરાના ગળે લાગી.કોઇનું પણ ધ્યાનના જાય તે રીતે તેના કાનમાં બોલી,"જો તે કઇપણ ગડબડ કરી કે અમારા વચ્ચે આવવાની કોશિશ કરી તો લાસ્ટ ટાઇમ ટકલી થઇ હતી આ વખતે લુલી અને લંગડી પણ થઇ જઇશ."

કિઆરા અને અકીરા એકબીજાથી અળગા થયા અને એકબીજાને નકલી સ્માઇલ આપ્યું.
"એલ્વિસ સર,તમે અને કિઆરા ડાન્સ કેમ નથી કરતા.તમે બંને એકબીજાની સાથે કેટલા સુંદર લાગો છો?તમને ડાન્સ કરતા જોવા તે અમારા માટે એક સુંદર ભેંટ સમાન હશે."અકીરા પ્રેમથી બોલી.

"અરે અકીરા કેવી વાત કરે છે?એલ્વિસ ડાનસમાં ચેમ્પીયન છે પણ કિઆરાને તો ડાન્સનો ડિ પણ નહીં આવડતો હોય.કિઆરા,મને ખોટી ના સમજતી પણ દરેક વ્યક્તિને બધું જ આવડે તે જરૂરી નથી."નમિતાએ ત્યાં આવતા કહ્યું.

કિઆરા અકીરાની ચાલ સમજી ગઈ હતી.તે કઇ બોલે તે પહેલા અહાના બોલી,"વાત તો સાચી છે કિઆરા તને ક્યારેય ડાન્સ કરતા નથી જોઇ."

બધાં ચુપ થઇ ગયા.વાત તો તેમની સાવ ખોટી નહતી કે કિઆરાએ આજ પહેલા આ રીતે ડાન્સ નહતો કર્યો.તેના ચહેરાના હાવભાવ જોઇને બધાનો તે જ સ્વર હતો.
"ઇટ્સ ઓ.કે કિઆરા જરૂરી નથી કે દરેકને ડાન્સ આવડે.તે અઘરી કલા છે."

"હા મને નથી લાગતું કે ડાન્સ કરવો એ સારો આઇડિયા રહેશે.કિઆરા ડાન્સ નહીં કરિ શકે."એલ્વિસ પણ હળવાશ સાથે બોલ્યો.
અંતે અકીરા ખુશ થઇ તેણે કિઆરાને નીચું દેખાડવા જે નાટક કર્યું તે સફળ રહ્યું.કિઆરા થોડીક ગુસ્સામાં આવીને ક્યાંક જતી રહી.

લગભગ અડધો કલાક થઇ ગયો.એલ્વિસ,વિન્સેન્ટ,અહાના,આયાન કિઆરાને શોધી રહ્યા હતાં.છેલ્લા અડધા કલાકથી કિઆરા ગાયબ હતી.અચાનક લાઇટસ ઓફ થઇ ગઇ.જે સ્પેશિયલ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું ત્યાં સ્પોટ લાઇટ પડી.કિઆરા કોઇ છોકરાનો હાથ પકડીને ઊભી હતી.

એલ્વિસે પહેલા આસપાસ જોયું,આયાન તો બાજુમાં જ હતો તો આ કોણ હતું જે કિઆરા સાથે સ્ટેજ પર હતું?

કોણ હશે સ્ટેજ પર કિઆરા સાથે?
આયાનનું કિઆરા તરફનું ખેંચાણ આગળ તેમના માટે શું મુશ્કેલી સર્જશે?
અકીરા અને નમિતાના કારનામા બધા સામે આવશે?
જાણવા વાંચતા રહો.