The Lock of Nilumbuge books and stories free download online pdf in Gujarati

ધ લોક ઓફ નિલમબાગ

*આજે પણ ભાવનગરનાં કબ્રસ્તાનમાં જોવા મળે છે :he lock of Nilambaug
એક ઊંચા પડછંદ અને ખુમારી વાળી આંખ અને ગામડાના ડુંગરમાં બકરીઓ ચરાવતો યુવાન પોતાના મહારાજાને જોઈને આદરથી પ્રણામ કરીને બોલે છે ---- " અન્નદાતા - જય માતાજી! "

ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે, તેમ ભાવનગરના મહારાજા એ પહેલી નજરમાં જ આ યુવાનને પારખી લીધો, અને પૂછ્યું :
" શું નામ છે તારું? "
" મુબારક, અન્નદાતા...."
" ભાવનગર માટે કામ કરીશ? "
" જરૂર અન્નદાતા.... "
" તો ચાલ, બેસીજા બગીમાં...."
" માફ કરજો મહારાજા, અત્યારે બીજાની બકરીઓ ચરાવું છું, તેમના માલિકને સોંપીને આવું.... "
" હું નિલમબાગ ના દરવાજા પાસે તારી રાહ જોઇશ "

પછી મહારાજા ત્યાંથી પોતાની શાહી બગીમાં નિલમબાગ તરફ ચાલી નીકળ્યા.

અઢાર સો પાદરના ધણી એક મુસ્લિમ યુવકની રાહ જોતા નિલમબાગ દરવાજા પાસે ઉભા.

ત્યાં મુબારક આવ્યો.

" હુકમ, મહારાજા.... "
" આ નિલમબાગ ની રખેવાળી કરી શકીશ? "
" જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી મહારાજા "

નિલમબાગ ની રખેવાળીનું કામ મુબારક ને સોંપાયું.
થોડાક જ મહિનાઓમાં મુબારક ની મહેનત અને ઈમાનદારી એવી પ્રસરી ગઈ કે મુબારકની ઇજાજત વગર પાંદડું પણ ના હલે.

તેનું કામ અને ઈમાનદારી જોઈને મહારાજાએ તિજોરીની ચાવીઓ મુબારક ને સોંપી અને તિજોરીની જવાબદારીઓ સોંપી. રાણી ને પણ ઘરેણાં જોઈતા હોય તો મુબારક દ્વારા જ લઇ શકે.

ઘણા મહિનાઓ વિત્યા.

એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિંમતી હારની જરૂર પડી, આથી મુબારક ને બોલાવ્યો અને હાર મંગાવ્યો.
મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યા અને હાર ગળામાં જ રહી ગયો. પણ એ રાત્રે મહારાણી ને નીંદર ના આવતી હોવાથી તેમણે એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. રાતના ૩ વાગ્યા. મહારાણી ની આંખો ઘેરાવા લાગી આથી ગળામાં પહેરેલો હાર તે પુસ્તકમાં રાખી, પુસ્તક બાજુમાં પડેલા કબાટમાં મૂકી સૂઈ ગયા.

ઘણો સમય વીત્યો.

મહારાણી ને કોઈ પ્રસંગોપાત ફરી વખત એ હાર ની જરૂરિયાત ઊભી થઈ. મુબારક પાસે હાર મંગાવ્યો. પણ તે હાર તિજોરીમાંથી નીકળ્યો નહિ.

મહારાણીએ મહારાજા ને હાર તિજોરીમાં ન હોવા બાબતે જણાવ્યું.

મહારાજાએ તુરંતજ મુબારક ને બોલાવ્યો.
" મુબારક, તે ચાવીઓ કોઈને આપી હતી? "
" મહારાજા, હું મારા પ્રાણ આપી શકું પરંતુ તિજોરીની ચાવીઓ કોઈ ને કેમ આપી શકું? "
" મહારાણી નો હાર ક્યાં? તે લીધો છે? "

તેજ ઘડીએ મુબારક તેના ખભા પર રહેલો રૂમાલ જમીન પર પાથરે છે અને તેના પર ઊભો રહે છે અને હાથ જોડીને બોલે છે કે, " મહારાજ, મને હાર વિશે કંઈ પણ ખબર નથી."

મહારાજા એ આશ્ચર્ય સાથે પૂછ્યું, તું આ વાત આમનેં આમ પણ કરી શકતો હતો, તો રૂમાલ ઉપર કેમ?

" હું આ રૂમાલ દિવસમાં ૫ વખત પાથરું છું અને ખુદાને બંદગી કરું છું." -- મે આ હાર નથી લીધો તેનો આ પુરાવો છે.
" મુબારક મહારાજા નો વિશ્વાસુ હતો,, મહારાજા ને ખાતરી હતી કે તે ખોટું બોલી રહ્યો નથી."

થોડાક દિવસો વીત્યા.

મહારાણી ને ઓચિંતું યાદ આવ્યું કે હાર તો તેણે પુસ્તકમાં રાખ્યું છે. મહારાણી એ મહારાજા ને જાણ કરી.
મહારાજા એ તુરંત મુબારક ને બોલાવ્યો અને કહ્યું,-----
" અમને માફ કરજે મુબારક,, હાર મળી ગયો છે."

મુબારકે તિજોરીની ચાવી નો જુડો કાઢ્યો અને મહારાજા સામે ધર્યો અને કીધું કે મહારાજા સાહેબ હું આ હાર ને લીધે જ અહીંયા હતો,, જો આ હાર મળ્યા પહેલાં વયો ગયો હોત તો તમને મારા પરજ શંકા જાત.

મહારાજા બોલ્યા કે ---- બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારક ને ના મુકાય!!!! અને મુબારકે જિંદગીના અંતિમ શ્વાસ સુધી મહારાજા ની સેવા કરી અને નિલમબાગ ની ચાકરી કરી.

એક વાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ નિલમબાગ ના દરવાજે મુબારક ને જોયો નહિ,, આથી ત્યાં હાજર રહેલા બીજા સેવક ને પૂછ્યું કે મુબારક ક્યાં છે???? કેમ આજે દેખાતો નથી????

" મહારાજા હવે મુબારક ક્યારેય નહી દેખાય,, તે હવે આ દુનિયામાં રહ્યો નથી."

મહારાજા તેજ ઘડીએ પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા, " આજે દરબાર નહિ ભરાઈ અને રાણી ને કહી દેજો કે આજ હું મહેલમાં જમવા નહિ આવું."
આજે મારે મુબારક ના જનાજા ને કાંધ આપવા જાવું છે."

મહારાજા જનાજા ની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નીકળ્યો. મહારાજા એ હુકમ કર્યો કે તપાસ કરો કે જનાજો કેમ ના નીકળ્યો??

" મહારાજા, મુબારક ના ઘરે એક ખૂણામાં મુબારકની બીબી રડે છે અને બીજા ખૂણામાં તેમના બાળકો.
તે લોકો પાસે કફન લેવાના પૈસા નથી. કફન વગર જનાજો કેમ નીકળે??"

કેમ?? ભાવનગર પગાર તો આપતું હતું? શું એને કોઈ વ્યસન હતું??

હા, મહારાજા એને વ્યસન હતું. જ્યારે ઘરે જાય રસ્તામાં સાધુ સંતો ફકીરો મળે એમને થોડું થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યારે એક પાઈ પણ ના વધી હોય.

આ સાંભળી કૃષ્ણકુમારસિંહજી ની આખો મા આસું આવી ગયા. અને મહારાજા એ જનાજા ની તૈયારી કરાવી.
મહારાજાએ પોતાની પાઘડી ઉતારી અને માથે રૂમાલ બાંધ્યો અને તેમના પરિવારને પ્રાર્થના કરી કે ઇસ્લામ ના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહો છો, પણ આજે મારી તમને વિનંતી છે કે તમે આજે ત્રણ કાંધ બદલજો પણ એક કાંધ હું તમને નહિ બદલવા દઉ.
અને મહારાજા એ છેક કબ્રસ્તાન સુધી મુબારક ના જનાજા ને કાંધ આપી.

અંતે દફનાવતી વખતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના હાથમાંથી ધૂળ અને આંખમાંથી આસું પડતા રહ્યા.

૨૦ એપ્રિલ,૧૯૪૦ ના રોજ મુબારક અલ્લાહ ને પ્યારા થયા હતા.

આજે ભાવનગરની કબ્રસ્તાનમાં એક કબર આરસ ની જોવા મળશે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ તેમના પર લખાવ્યું હતું : The lock of Nilambaug

*તુષાર પટેલની કલમે........*