The eighth color of love books and stories free download online pdf in Gujarati

પ્રેમનો આઠમો રંગ

વિશાળ હોલમાં વિશાળ ઝુમ્મર અને સાથે વિશાળ આંખો વાળી પ્રિયા.
પણ ...
પ્રિયાની આંખોમાં આંસુઓની વણઝાર હતી.
મને થોડો સમય એકલી મૂકી દો ના નિર્ણય સાથે પ્રિયાને એકલી મૂકી.
નીચે લગ્ન સભારંભ ના ભવ્ય હોલમાં દરેક જણ પ્રિયા ની રાહ જોતા હોય છે.
એક બાજુ પ્રિતેશ ના જીવનમાં હવે હું નથી એના અહેસાસનું દુઃખ ...
અને બીજી બાજુ એને એટલે કે પ્રિયાને જીગર ના જીવન માં પ્રવેશવું ન હતું તેનું દુઃખ.
અચાનક પ્રિયા પોતાનો મેકઅપ જાતે જ અસ્તવ્યસ્ત કરી નાખે છે.
વેર વિખેર કપડા સાથે પ્રિયા વ્યથિત મને પ્રિતેશ ને યાદ કરે છે.
બાજુમાં આવીને કોઈક ઊભું રહ્યું છે એવો ભીનો અહેસાસ પ્રિયાને થાય છે અને આ શું?
પ્રિતશ ???
તું અને અહીં?????
પ્રિતેશ ને જોઈને પ્રિયા અવાચક બની જાય છે.
આટલા હજારો કિલોમીટર દૂર ગોવામાં પ્રિતેશ આવ્યો કઈ રીતે ?
હજી પ્રિયા એને કંઈ પૂછવા જાય એ પહેલા પ્રિતેશ એને આંગળીના ઈશારે ચૂપ રહેવા કહે છે.
બન્નેની વચ્ચે આંખોથી જ સંવાદ સધાય છે.
આ મુક સંવાદ પરાકાષ્ઠાએ પહોંચે તે પહેલા પ્રિયાની સહેલી રિયા ત્યાં આવી પહોંચે છે.
દુઃખી મને આવેલી રિયા પ્રિયાને કંઈક કહેવા આવી હોય છે પણ પ્રિતેશ ને જોઈને એ પણ અસંમજસમાં અટવાઈ જાય છે.
આ અસમંજસ ને વધારે ન્યાય આપવા તે પોતાની સહેલી વંદનાને ફોન કરે છે કે જે છે હાલ અત્યારે રાજસ્થાનમાં.
ફોનમાં વંદના સાથેની વાતચીત જાણ્યા પછી રિયા લગભગ બેભાન હાલતમાં આવી જાય છે.
રિયા શા માટે બેભાન થઈ તે જાણવા પહેલા પ્રિયા અને પ્રિતેશ ને જાણી લઈએ.
આ બાજુ પ્રિયા દુઃખના કાળા વાદળમાં અટવાતી અટવાતી....
...
પહોંચી ગઈ ભૂતકાળના ભવ્ય વારસા તરફ.
પ્રિતેશ અને પ્રિયા બંનેને જાણે ભગવાને એકબીજા માટે જ સર્જ્યા હતા.
તેમના પ્રેમ પ્રકરણ રાજસ્થાનની લગભગ દરેક ધરા પર ફરી ચુક્યા હતા દરેક ગલીઓમાં પ્રવેશીને ખુશીઓની પ્રેમની અલૌકિક પળ માણી ચૂક્યા હતા.
દરેક બાગ દરેક રેસ્ટોરન્ટ તેમના પ્રેમની સુગંધને મહેકાવી ચૂક્યા હતા.
અને આ સુગંધ પહોંચી ગઈ બંનેના ઘર સુધી.
પ્રિયા ના પપ્પા આ જાણીને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને સાંજે પ્રિયા આવે તેની રાહ જોવા લાગ્યા.

સાંજે પ્રિયા ઘરે આવે છે.
અને શું બને છે?

સાંજે પ્રિયા ઘરમાં આવતા જ પ્રિયાના પપ્પાએ તેના રિફ્રેશ થવાની પણ રાહ ન જોઈ અને સીધા જ તેના પર તાડૂકી ઉઠયા પ્રિયા પ્રિતેશ સાથેના તારા સબંધ પર હું મંજૂરીની મહોર મારીશ એ તું ભૂલી જજે.
અને પ્રિયા આ વાતને તારણ સુધી પહોંચે કે કંઈક સમજે એ પહેલા એક સણસણતો તમાચો પ્રિયા ના ગાલ પર પડી પણ ગયો.
પ્રિયા શું બોલવું તેની ફિકરમાં દાદર ચડીને પોતાના રૂમ માં પહોચી ગઈ.
બીજે દિવસથી પ્રિયા પર પાબંધી આવી ગઈ.
તેણે ક્યાંય પણ બહાર જવું હોય તો પોતાના મમ્મી અથવા ભાભી સાથે જ જવું.
આ હુકમ સંભળાવીને પ્રિયાના પપ્પા કામ અર્થે બહારગામ જતા રહે છે.
પ્રિયા પ્રિતેશ વગર રહી જ ના શકે એવી પ્રિયા ની હાલત બગડતી જાય છે ખાવાપીવાનું છોડી ને પ્રિયા પ્રિતેશ ની યાદ માં તરફડતી માછલીની જેમ તરફડતી હોય છે
આ બાજુ પ્રિતેશ ની હાલત પ્રિયા કરતાં પણ ખરાબ હતી.
તે કોઈપણ રીતે રિયા દ્વારા પ્રિયા નો સંપર્ક કરે છે અને નક્કી થયેલા દિવસે પ્રિયા ને મળવાનો પ્લાન પણ ઘડે છે.
નક્કી થયેલા સમય મુજબ કોઈપણ પ્રકારે પ્રિયા ત્યાં પહોંચી જાય છે.
બંને જણા ઘણા દિવસ પછી મળ્યા હોવાથી વાતોને શબ્દોનો અવકાશ આપતા નથી.
તેમનું મધુરુ આલિંગન પ્રેમ ની પરાકાષ્ઠાએ પહોંચે છે.
પ્રિતેશ વગર અધુરી પ્રિયા ...
ઘરે જવાની ના પાડે છે.
પ્રિતેશ ! હવે મારે તારી પાસે જ રહેવું છે.
પણ પ્રિયા યોગ્ય સમય આવવા દે...
આપણે સાથે જ હોઈશું...
આપણે બંને એક થશું
તું ચિંતા ના કર.....
પણ પ્રિયા એકની બે ન થઈ.
તેને પ્રિતેશ પાસેથી હવે જવું જ ન હતું.
ઘણા દિવસ પછી નું આ મિલન હવે એકાંત શોધતું હતું.
મિલન માટેની જગ્યા તો મળી ગઈ પણ.

પણ..
સમય પોતાની જગ્યા કરી આગળ વધી રહ્યો હતો.
બપોરની વેળાથી આગળ વધેલી સાંજ...
અને સાંજ જે રંગીન રંગોમાં આગળ પ્રસરી રહી હતી.
પ્રસરતી એ સાંજ જોઈને લાગતું ન હતું કે..
પ્રિયા અને પ્રિતેશ બંને એકબીજાથી દૂર થશે.
પણ સમય ને માન આપી બંને કંઈક નક્કી કરી ભીની આંખે છુટા પડે છે.


સમય ને માન આપી પ્રિયા પ્રિતેશ બંને કંઈક નક્કી કરી ભીની આંખે છુટા પડે છે.
પ્રિયા લપાતી... છુપાતી ...ઝાડીમાંથી આગળ વધતી ...
ઘર તરફ જવા માટે મેઇન રોડ પર આવે છે.
ત્યાં જ તેનો ભેટો રજત સાથે થાય છે.
રજત નજીકના સંબંધી નો છોકરો અને સાથે પ્રિયા નો મિત્ર.
પ્રિયા અને પ્રિતેશ ના પ્રેમની ઝલકીથી રજત અજાણ ન જ હતો.
તો પણ અજાણ બની પ્રિયાની ઉલટ તપાસ કરે છે.
રજત પ્રિયાનો નાનપણનો મિત્ર હતો.
એટલે રજત સાથે પ્રિતેશની વાત કરતા કરતા...
પ્રિયા થોડી ભાવુક થઈ જાય છે.
પ્રિયા અને પ્રીતેશ બંને એકબીજા માટે ખૂબ સંવેદનશીલ છે. એ જાણ્યા પછી
રજત બંને પ્રેમી પંખીડાને સાથ આપશે .. એવું નક્કી કરે છે અને....
એવો વિશ્વાસ અપાવીને રજત પ્રિયા નો વિશ્વાસ સંપાદન કરી લે છે.
પ્રિયા અને પ્રિતેશ એ બંનેએ આગલી પળની મુલાકાતમાં જે નક્કી કર્યું હોય છે.
એ આયોજન શબ્દશઃ રજતને જણાવી દે છે.
બંને નું આયોજન સાંભળી રજત થોડો ચોંકી ઊઠે છે.
પ્રિયાને આ પગલું ન ભરવા માટે સમજાવે છે.
પણ પ્રિયા નો જવાબ સાંભળી રજત નમતું મૂકે છે.
રજત આ મારો અંતિમ નિર્ણય છે.
અને એ નિર્ણયથી હું ફરીશ નહીં.
તારી મદદ વગર પણ હું મારી આ મક્કમતા ની રાહ પર એકલી આગળ વધીશ...
તેથી મને સમજાવીશ નહીં...
પ્રિયાની મક્કમતા કરતાં પણ પ્રિયા નો પ્રિતેશ પ્રત્યે કેવો પ્રેમ છે..
એ પ્રિયાના શબ્દોથી રજત સમજી ગયો હતો.
અને હવે રજત સાથે હતો એટલે પ્રિયા પણ થોડી કમ્ફર્ટ ઝોનમાં હતી.
અને બંને ઉપડે છે રિયા ની મુલાકાતે.
રિયા પોતાની સહેલી પ્રિયાને હંમેશા સાથ આપતી જ હતી પણ આ નિર્ણય સાંભળીને રિયા પણ થોડી ડગમગી ગઈ.
કે પ્રિયાને આ ડગલું ન ભરવા માટે સમજાવતી હતી.
એને ખબર તો હતી જ કે હું પ્રિયાને સમજાવવાનો આ એક અસફળ પ્રયાસ જ કરી રહી છું.
પણ પ્રિયાનો પ્રેમ અને મક્કમતા પ્રિયાની અને રજતની સમજાવટ આગળ જીતી ગયા.
હવે તો પ્રિયા ની મદદ માટે રિયા ઉપરાંત રજત બન્નેનો સાથ.
એટલે ...
પ્રિયા વધારે ખુશ હતી.

પોતાના પ્રેમીને મેળવવા માટે હવે એ જે નવી મંઝિલ તરફ જવાની હતી..
એ રસ્તા પર રજત અને રિયા નો સાથ એના માટે સફળ પુરવાર થાય છે કે નહીં ...?
એ જાણવા રહો ડિમ્પલની


હવે તો પ્રિયા ની મદદ માટે રિયા ઉપરાંત રજત બન્નેનો સાથ.
એટલે ...
પ્રિયા વધારે ખુશ હતી.

પોતાના પ્રેમીને મેળવવા માટે હવે એ જે નવી મંઝિલ તરફ જવાની હતી..
એ રસ્તા પર રજત અને રિયા નો સાથ એના માટે સફળ પુરવાર થાય છે કે નહીં ...?

આ બાજુ રજત મનમાં કંઈક વિચારીને પોતાના બે ત્રણ મિત્રોની મદદ લેવા જાય છે.
મનમાં ખુશી જ્યારે વધારે હોય છે ..
ત્યારે સમય પણ ખૂબ જ ઝડપથી પસાર થઈ જતો હોય છે. તેમ પ્રિયા પણ રજત અને રિયા નો સાથ મેળવીને પોતાના પ્રેમી પ્રિતેશ ને મેળવવા માટે ની ખુશી થી જે સમયના તાલ સાથે આગળ વધી રહી હતી .
એ રીતે જોતજોતામાં નક્કી થયેલ એ ઘડી પણ આવી ગઈ.
પૂનમની રાત હતી અને શિયાળો બરાબર જામ્યો હતો.
તેથી અંધારું પણ ઝટ થઈ જાય..
એટલે આ દિવસ નક્કી કરીને પ્રિયા અને પ્રિતેશ નક્કી કરેલ યોજના પ્રમાણે નિયત જગ્યાએ પહોંચી જાય છે.
જો કે નિયત જગ્યાએ પહોંચવા માટે પ્રિયાએ જે જહેમત ઉઠાવી..
જે પ્રયત્નો કર્યા ...
એ ખરેખર કાબિલે તારીફ હતા.
બહારગામ ગયેલા પ્રિયા ના પપ્પા સવારે જ આવી પહોંચે છે.
ખૂબ ગડમથલ બાદ પ્રિયા એક યોજના બનાવે છે.
કોલેજમાં મારી ખાસ સહેલીની સગાઈની વિધિ હોવાથી મારે ત્યાં જવું જ પડશે પપ્પા.
પણ પપ્પા એકના બે ન થયા.
ત્યાં જ રિયા આવી પહોંચી.
અંકલ હવે અમારા ગ્રુપમાં બસ આ છેલ્લી સહેલી છે. અમને મહાલવાનો મોકો આપી દો.
અમે તમને અવિશ્વાસ નો મોકો નહીં આપીશું......
વિશ્વાસ નું આવરણ પહેરાવી પ્રિયા રિયા ને લઈને ઘરની બહાર નીકળે છે.
ઘરની બહાર નિકળતા પહેલા પ્રિયા આ ઘરને....
ઘરની દીવાલો ને અદ્રશ્ય ચુંબનથી ચુમ્બી કરી.....બહાર નીકળી ગઈ.પણ.....
જો નિયતિ હંમેશા પોતાનું જ કરતી હોય..
જો હંમેશા મનનું જ કરતી હોય...
તો પ્રેમીજનોને કોઈ દિવસ વીરહની આંચ પણ ના આવે.
ઘણા બધા અરમાન સાથે પ્રિયા પ્રિતેશ પાસે પહોંચે છે.
પ્રિતેશ પાસે પહોંચતા જ પ્રિયાને કંઈક અમંગળ થવાના એંધણ મળે છે..
પણ નિયતિના આ સૂચનને પ્રિયા ગણકારતી નથી.
એ તો લાંબા સમય બાદ મળેલા પ્રિતેશના સહવાસને માણવા થનગનતી હતી.
પ્રિયા આ યોગ્ય છે ને?
આપણે જે કરવા જઈ રહયા છે. એ યોગ્ય છે ને ?
પ્રિતેશ કેટલું વિચારશે??
હું મનથી તારી થઈ ચૂકી છું..
તનથી આ દુનિયા મને તારી ન જ થવા દેશે.
જે સર્જનહારે મારું સર્જન તારા માટે કર્યું છે.
બસ એ જ સર્જનહાર પાસે તને લઈને જઈ રહી છું.

પ્રિયાએ રજત અને રિયા ને ફક્ત એટલી જાણ કરી હતી કે હું અને પ્રિતેશ ભાગીને આ દુનિયામાંથી જઈ રહ્યા છે અને બીજી દુનિયા વસાવીશું.
રજત અને રિયા ને એમ કે પ્રિયા અને પ્રિતેશ પોતાનો સંસાર વસાવવા માટે ભાગી ને જઈ રહ્યા છે.
પ્રિયા અને પ્રિતેશ ના આ અલગ નિર્ણયની જાણથી અજાણ રજત બે car લઇ પોતાના મિત્રો સાથે ત્યાં પહોંચે છે.
પ્રિયા અને પ્રિતેશ નો નિર્ણય નિયતિ નો કયો રંગ લાવે છે .
એ જાણવા રહો ડિમ્પલની સાથે ડિમ્પલ ની કલમે ✍

રજત બે car લઈ પોતાના મિત્રો સાથે પ્રિયા અને પ્રિતેશ પાસે પહોંચે છે.
સાથે રિયા તો હતી જ.
પ્રિયા અને પ્રિતેશ બંને પ્રેમીઓ સમયના બંધન ને અવગણીને એકબીજામાં ઓગળતા હતા...
પ્રિયા અને પ્રિતેશ આપઘાતનો નિર્ણય કરી ચૂકેલા એવા પ્રેમી યુગલ હતા..
કે....જે મર્યા પછી પણ સાથે રહેવા માંગતા હતા ..
આપઘાત કરવા પહેલા બંને એકબીજાનું ભરપૂર સાંનિધ્ય માણી લેવા માંગતા હતા...
પણ..
પ્રકૃતિ ને તો કંઈક બીજું જ સૂઝતું હતું....
રજતના મનને જરા પણ ન પારખેલી..
પ્રિયા પ્રિતેશ ના બાહુપાશ માં તરબોળ હતી...
રજત ત્યાં આવી પહોંચ્યો છે એનો અણસાર પણ બંને નહોતો..
આંખો પર પ્રિતેશના પ્રેમનો રંગ તો હતો જ...
પણ અચાનક કાળી પટ્ટી આંખો પર આવવાના અહેસાસ સાથે..
બૂમ પાડી ઉઠેલી પ્રિયાના હોઠ પર પણ કોઈકના હાથ દબાયાનો અહેસાસ થયો.
એ હાથ પ્રિતેશનો તો ન જ હતો...
દબાયેલા હાથમાં રૂમાલ ..
અને ..
રૂમાલમાંથી આવતી સુગંધે પ્રિયાને બેભાન હાલતમાં પહોંચાડી દીધી.
પ્રિયા જ્યારે ભાનમાં આવી..
ત્યારે નિર્જન રસ્તા પર જતી કારમાં પોતે રિયા ના ખોળામાં હતી ..
અને રજત કાર ડ્રાઈવ કરતો હતો.
પ્રિયા: રજત પ્રિતેશ કયાં?????

અને ...
તું મને ક્યાં લઈને જઈ રહ્યો છે?
રિયાની ગભરાયેલી આંખોથી પ્રિયાને કશુંક અમંગળ થવાનો અહેસાસ આવી ગયો.
અને એણે પૂરા જોસથી બૂમ પાડી...
રજતે બ્રેક મારી...
...ગાડી રોકી...
સૂમસામ રસ્તો જોઈ બૂમ પાડવા નો કોઈ મતલબ નથી જ ..
એ સ્વીકારી પ્રિયા પ્રિતેશ ના ખબર પૂછે છે.
રજત નફ્ફટાઈ થી જે જવાબ આપે છે એ પ્રિયા માટે આઘાતના પહાડ સમાન હતા...

રજત : પ્રિયા પ્રિતેશ ને ભૂલી જા....

હું તને તારા ઘરે લઈને જઈ રહ્યો છું ...

અને મારી જીવનસંગિની બનવા સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી..

જો તું પ્રિતેશ નું જીવન ઇચ્છતી હોય તો તારે તારું જીવન મારા શરણે કરવું પડશે.

લાચાર પ્રિયા ને સમજતા વાર ના લાગી...
કે પોતે રજત ના સકંજામાં ફસાઈ ગઈ છે....

પ્રિયા : રજત તારી તો હું ક્યારેય ન થાંઉ..
ભલે તું મને પ્રિતેશની ન થવા દેતો..

અને રજતે પૂરઝડપે કાર હંકારી મૂકી....

રજત પ્રિયા ને લઈને એના ઘરે આવી પહોંચ્યો ....
પ્રિયા ને જોઈને એની મમ્મીના વ્હાલે એને ભીંજવી..
પણ મક્કમ પ્રિયા પિતા પાસે જઈ પ્રિતેશના જીવનની ભીખ માંગવા લાગી.
બદલામાં પિતાએ એનો હાથ રજત માટે માંગ્યો...

"પ્રિતેશના જીવનથી વધારે કંઈ જ નથી.."

એમ નિયતિના રંગ આગળ નતમસ્તક થઈ પ્રિયા સહમત થઈ જાય છે....

હજારો કિલોમીટર દૂર ગોવામાં લગ્નનું આયોજન થાય છે. લગ્નનો દિવસ છે.

પ્રિયા વિશાળ હોલમાં બેઠી હોય છે.
અને ત્યાં જ પ્રિતેશ આવે છે..

બંનેની આંખો નું મિલન શબ્દો માં ફેરવાય તે પહેલા..
રિયા આવે છે અને વંદનાના ફોનથી જાણે છે કે પ્રિતેશ હવે આ દુનિયામાં નથી..


એ વિશાળ હોલમાં દુલ્હનના વેશમાં બેઠેલી પ્રિયાને મળવા આવેલ પ્રિતેશ નો આત્મા પ્રેમના આઠમા રંગની સાક્ષી પૂરે છે.


આપના અમૂલ્ય પ્રતિભાવ ની અપેક્ષા સહ ડિમ્પલ ✍🙏