Baba Malukdas books and stories free download online pdf in Gujarati

બાબા મલુકદાસ

“ બાબા મલુકદાસ(ગુરુ દેવ મુરારી) "
બાબામલુકદાસ કડા જિલ્લો ઇલાહાબાદ (પ્રયાગ) ના હતા તેઓ જ્ઞાતિએ લોહાણા હતા તેઓના પિતાશ્રીનું નામ લાલા સુંદરદાસ કકડ હતું તેમનો જન્મ ૧૬૩૧ ને વૈશાખ વદ પાંચમના દિવસે થયો હતો. મલુકદાસ નાની ઉંમરમાં સાફ સફાઇને માન આપી રસ્તામાં પડેલા કાંટા પથ્થર વિગેરે વીણીને રસ્તો સાફ કરતા આવી સેવાકીય કામગીરી દરમિયાન એક સંતની દ્રષ્ટિ તેના ઉપર પડી જે આ બાળકનું ભવિષ્ય પારખી ગયા જેથી તેની પાછળ પાછળ મલુકદાસના આશ્રય સ્થાન પર આવ્યા અને પિતા સુંદરદાસને કહ્યું તમારો આ પુત્ર મહાન સંત થશે આ સાંભળી મલુકદાસના પિતાએ કહ્યું સંત શું થવાનો એ પૂર્વ જન્મમાં નક્કી ભંગી હશે જેથી સફાઈનું કાર્ય કર્યા કરે છે આ છોકરો કોઇ કામનો નથી સંતે ફરીથી કહ્યું મેં મલુકછોકરા માં સંત પણા નું બીજ જોયું છે નક્કી આ છોકરો સંતજથશે
બાબા મલુકદાસ નો બીજો શોખ સાધુ સંતોને પ્રસાદ ગ્રહણ કરાવવાનો હતો
મલુકદાસના ગુરુ તરીકે ગુરુ રામાનંદ ધારા ના સંત મુરારી દેવા ચાયૅ હતા
ગુરુ પરંપરાની ધારા રામાનંદ અનંતાનંદ પયહરીબાબા અગ્ર દેવાચાર્ય શ્રી નાભાજી તન તુલસીદાસ મુરારી દેવાચાર્ય અને તેમના શિષ્ય મલુકદાસ બાબા મલુકદાસ ના મુખ્ય સ્થાન મૌજાકડા(જિલ્લો પ્રયાગ) જયપુર ગુજરાત મુલતાન પટણા નેપાલ અને કાબુલમાં છે તેમણે (૧) રત્ના ખાન (૨) જ્ઞાન બોધ નામના બે મુખ્ય ગ્રંથની રચના કરેલ
બાબા મલુક દાસે સવંત ૧૭૩૯ માં ફુલ ૧૦૮ વર્ષનું આયુષ્ય ભોગવી દેહ ત્યાગ કર્યો તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના દેહને પ્ર યાગઘાટપર ગંગાના પ્રવાહમાં છોડી દેવામાં આવ્યો જે જગન્નાથ પુરીમાં પનાલે પાસે નીકળેલ ત્યાં તેમનું સમાધિસ્થાન હાલમાં મોજુદ છે ત્યાં મલુકદાસના નામનો પ્રસાદ ત્યાં આવેલા ઓને આપવાનું ચાલુ માછે
મલુકદાસનીવાણી રામના દ્વાર મરવાની કલા શીખવા માટેની છે જે રામના દ્વાર પર મરી જાણે છે અમર પદ ને પામી જાય છે મલુક દાસ જ્યાં રામ શબ્દનો ઉપયોગ કરે ત્યાં દશરથ પુત્ર રામ નહીં રામ તત્વની વાત કરે છે
બાબા મલુક એક વાણીમાં જગતમાં જીવતા લોકોને મરેલા કહે છે જ્યારે જીવતા માણસો જોવા મળતા નથી કહેવાનુ એવું છે કે બેહોશી માં જીવન વ્યવહાર કરે છે મરેલા લગ્ન કરે છે મરેલા જાનમાં જાય છે મરેલા જ્ઞાન ચર્ચાઓ કરે છે મરેલા મંદિર મસ્જિદ કહેવાતા ધર્મ માટે લડે છે લડાવે છે અને મરેલા મરેલા ને મારે છે અને પછી મરેલા જ પસ્તાવો કરે છે અને એક દિવસ મહા મોંઘુ જીવન જીવ્યા વગર જાણ્યા વગર જતા રહેછે ખરેખર દેહથીતો દરેક મરેછે જ્યારે મલુકદાસ મનથી પોતાનો અહંકાર છોડી રામ ના દ્વારે મરવાનુ કહે છે તે રીતે કોઈ મરી જાણે તો પછી વારંવાર તેમને જન્મવુ મરવું પડતું નથી જગતની અહંકાર યુક્ત રહેણીકરણી જોઈને મલુકદાસ કહે છે હું ઉદાસ થયો કારણકે સંસારી મરેલા છે સાધુઓ પણ ફક્ત કપડામાં જછે કેટલાય પાસે તો કપડા હતા તે પણ ગુમાવ્યા અને બીજાની નકલમાં ઉલ્ટા મૂરખ બન્યા પરંતુ મલુકદાસ કહે છે અજર અમર પ્રભુને આ જન્મમાં મેં મેળવી લીધા છે
બાબા મલુક કહે છે ખરેખર એટલા જ ખરા અર્થમાં ગામ કે શહેર છે જ્યાં હરીની બંદગી કરનાર હરિના દાસ સાચા સંતો રહે છે બાકી ગામ કે શહેર સ્મશાન સમાન છે ત્યાં લોકો જીવતા હોવા છતાં મરેલા છે કારણકે કેટલા ય પરંપરાગત ક્રીયાકાંડ મૂર્તિ પૂજન નીતિ નિયમ માં બંધાયેલા છે લકીર નાં ફકીર જેવું જીવન જીવે છે ગામ કે શહેરમાં કોઈ જીવતો સંત નો હોય સૌ પોતપોતાની રીતે માનેલુ જીવન જીવી પોતાનો નાશ કરી જતા રહેછે પર દુખ દુખીયા પ્રભુના ભક્તો છે અને તે જ રામ તથા મલૂકદાસ ને પ્રિય છે તેમના દર્શન જાગૃત અવસ્થાનો ઠીક પરંતુ સપનામાં પણ દર્શન થાય તો જીવનુ કલ્યાણ થઈ જાય પણ મલુકદાસ કહે છે કે ખુબી એવી છે આવા હરિના જનોને કોણ નવાજે છે એમને કોણ સાંભળે છે એમને તો આ મરેલા ઝેર આપીને અન્ય રીતે મારી નાખે છે મરેલા તેના જેવા મરેલા બાવા સાધુ સરકારી સંતો પંડિતો કહેવાતા જ્ઞાનીઓને સાંભળે છે
મલુકદાસ એક ઉપદેશ વાણી માં કહે છે તે મુજબ સાધુની મંડળીઓ બેસીને અમે ઊંચા સાધુ અમારી શાખા પહેલાની છે સનાતન છે એવા મુ ઢ વખાણ કર્યા કરે છે તેઓ સાખ અને સાધુ પણાની બડાઈ કરીને વગર પાણીએ બુડી મરેછે
બાબા મલુક દાસ ચાબખો મારતા કહે છે જીવનો લોભ છુટ્યો નથી ત્યાં સુધી માયા વળગી રહે છે ધીરે ધીરે ગામે-ગામે માયા માટે ફરે છે કોઈ આશ્રમના ફાળા માટે કે કોઈ લગ્ન કે ભજન સત્સંગ કે શિષ્ય કરવા ફયૉ કરે પણ તે પુરા ગુરુ નથીમલુક દાસ કહેછે એટલા માટે આ વાત કહેવી પડી કે જાણે તેઓહરીના રંગમાં રંગાઈ ગયા છે વાત તદ્દન જુદી છે સાધુ સંતોને કહું છું સંસારીને શું કહેવું તેઓ તો લાલચથી બંધાયેલા છે પૈસા માટે દેશ વિદેશમાં જાય છે સંસારી જે માગે છે તે તેમને મળતું નથી સાચા સંતને પ્રભુ આપમેળે આપે છે નિષ્કામ ભાવે જે પ્રભુને ભજે છે તેને પ્રભુ પોતાના સમાન કરી દેઈછે પ્રેમના પ્યાલા અંગે કહેછેકે
કઠિન પિયાલા પ્રેમ કા પી લેજો હરી કે હાથ
ચારોં જુગ માતા રહે ઉતરે જિયકે સાથ
પ્રેમ અંગેની બીજી સાખી જોઈએ જે બે સાખી અદભુત છે
(૧) સબ બાજે હરીદે બ જૈ પ્રેમ પખાવનતાર
મંદિર ઢૂંઢત કો ફિરે મિલો બજાવનહાર
(૨) જોત રેઘટ પ્રેમ હૈ તો કહી કહી ન સુન
અંતરજામી જાની હૈ અંતર ગતકા ભાવ
સૌ કોઈ મહા ન થવાનું ઈચ્છે છે પ્રભુ માટે મરવામાટે કોઈ તૈયાર થતું નથી જો મરેતો પ્રભુતા તેમની દાસી બને છે
*બાબા મલુકદાસને મારા કોટી કોટી વંદન.🙏🏻