Dashing Superstar - 56 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-56


અહીં જાનકીવીલામાં બધાં પોતપોતાના કામ પર જવા નીકળી ગયા હતાં.ઘરમાં માત્ર જાનકીદેવી,શ્રીરામ શેખાવત અને શ‍ાંતિપ્રિયા હતાં.શાંતિપ્રિયા શ્રીરામ શેખાવત અને જાનકીદેવી પાસે આવીને બોલ્યા,"રામ,હું મારા ભાઇના ઘરે જવાની હતી પણ તેના ઘરે બધાં બિમાર છે અને તેમણે મને કહ્યું કે હું હમણાં ત્યાં ના આવું તો શું હું અહીં રહી શકું છું?

હું સમજું છું કે જાનકીબેનને મારું અહીં રહેવું નહીં ગમે તો જો તમે જે પણ હોય સ્પષ્ટ કહી દો.મને ખરાબ નહીં લાગે.હું પાછી અમદાવાદ જતી રહીશ."શાંતિપ્રિયાબેને કહ્યું.

શાંતિપ્રિયાબેને દયામણું મોઢું કરીને કહ્યું જાનકીદેવી તેમની અહીં રહેવાની ચાલ સમજી ગયા પણ તેમણે શ્રીરામ શેખાવત આગળ ખરાબ ના દેખાય અને પોતાના ઘરનું નીચું ના દેખાય તે માટે નાછુટકે આ કરવું પડે એમ હતું.
" અરે શાંતિપ્રિયેબેન,કેવી વાતો કરો છો?આ પણ તમારું જ ઘર છે.તમને ગમે ત્યાં સુધી રહી શકો છો તેમા વળી મને કેમ ખરાબ લાગે?બરાબરને રામ?" જાનકીદેવીએ પોતાના પતિનો હાથ પકડીને કહ્યું.

શ્રીરામ શેખાવત સમજી ગયા કે જાનકીદેવી આ પરાણે કહી રહ્યા હતાં.તેમણે જાનકીદેવીનો હાથ જોરથી દબાવ્યો અને કહ્યું,"શાંતિબેન,મારી જાનકી માટે મહેમાન ભગવાન સમાન છે.મને ગર્વ છે મારી જાનકી પર.ચલો જાનકી મંદિર જઇને આવીએ."શ્રીરામ શેખાવત જાનકીદેવીનો હાથ પકડીને જતાં રહ્યા.શાંતિપ્રિયાબેન જાનકીદેવીને શ્રીરામ શેખાવતની નજરમાં નીચા પાડવા માંગતા હતાં પણ અહીં ઊંધુ થઇ રહ્યું હતું.

"જાનકીદેવીને તેમના પરિવાર સામે નીચા દેખાડવાના મારા ઇરાદા પર પાણી ફરી રહ્યું છે.કઇંક તો કરવું પડશે.એક કામ કરું હું જાનકીદેવી પર નજર રાખીશ અને તેમની કરેલી એક ભુલને હું એટલી મોટી બતાવીશ કે તે બધાંની નજરમાં પોતાનું માન ગુમાવી દેશે."શાંતિપ્રિયાબેને વિચાર્યું.

*********

કિઆરાની વાત સાંભળીને એલ્વિસને આઘાત લાગ્યો.
"એક મહિનો દૂર...પણ કેમ?જે ભૂલ આપણે કરી જ નથી તેની સજા કેમ ભોગવવાની?"એલ્વિસે પૂછ્યું.

"એલ,મારી ફાઇનલ એકઝામ આવી રહી છે અને મને વાંચવા માટે સમય જોઇએ છે."કિઆરાએ કહ્યું.

"યસ,એક્ઝામ્સ...તે ખૂબજ મહત્વનું છે.નો પ્રોબ્લેમ,હું એક કામ કરીશ એક મહિના પછીનું એક અઠવાડિયું ફ્રી રહી શકું તેના માટે આ એક મહિનામાં કામ પતાવી દઉં."એલ્વિસે કહ્યું.

કિઆરાએ એલ્વિસ સામે સ્મિત આપ્યું.

"સોરી એલ્વિસ,મે તમારું ડ્રિન્ક બંધ કરાવી દીધું અને સવાર સવારમાં આખું ઘર માથે લીધું અને બોડી ચેકઅપ પણ તમને પૂછ્યાં વગર ગોઠવી દીધું પણ હું શું કરું?આટલા વર્ષો તમે તમારી એકલતાને દારૂના સહારે ગાળી પણ હવે હું છું.તમારે દારૂની જરૂર નથી.તમને ખબર છે દુનિયાનો સૌથી મોટો નશો કયો છે?"કિઆરાએ પોતાને એલ્વિસના આલિંગનમાં છુપાવતા કહ્યું.

"તને ખબર છે નશા વિશે?"એલ્વિસે પૂછ્યું.તે કઇંક વિચારીને બોલ્યો..."અમ્મ,હા તું એવું કહીશ કે પ્રેમનો નશો,રાઇટ?"

"ના,પ્રેમનો નહીં..તમારા સ્પર્શનો નશો..કાલે રાત્રે હું તમારા કરતા વધુ નશામાં હતી.તમારું મારી ગરદન અને ખભા પર કરવામાં આવેલા ચુંબને મને એવો નશો કરાવી દીધો કે મને એવું લાગ્યું કે જાણે ડ્રગ્સ લીધા હોય.ખૂબજ ખતરનાક છે.જો હું તમને મળતી રહીશને તો હું ખૂબજ લાલચું થઇ જઈશ.એક વાર આ નશો કરી લીધોને પછી વારંવાર તે કરવાનું મન થાય.તો આ એક મહિનો મારા માટે ખૂબજ મહત્વનો છે."કિઆરાએ કહ્યું.

"અચ્છા,તો હું ડ્રગ્સ છું?"એલ્વિસે શરારતી અંદાજમાં કહ્યું.કિઆરાએ શરમાઈને તેની છાતીમાં માથું છુપાવી દીધું.

બરાબર તે જ સમયે દરવાજા પર નોક થયું અને તે બંને અલગ થયાં. વિન્સેન્ટ અંદર આવ્યો.તેના હાથમાં બે ગિફ્ટ બોક્ષ હતાં .એક તેણે કિઆરાને આપ્યું અને બીજું એલ્વિસને આપ્યું.
એલ્વિસના ગિફ્ટ બોક્ષમાં ખૂબજ સુંદર મંગળસૂત્ર હતું,જ્યારે કિઆરાના ગિફ્ટ બોક્ષમાં ક્રોસવાળું પેન્ડેન્ટ અને ચેઇન હતી.

" આ શું છે વિન્સેન્ટ?"કિઆરાએ તેની ગિફ્ટ બતાવીને પૂછ્યું.
"થાળી એટલે કે મિન્નુ,કિઆરા એલના અને મારા માતાપિતા વર્ષોથી અહીં મુંબઇમાં જ રહેતા હતા પણ હકીકતમાં અમારા પૂર્વજો દક્ષિણ ભારતના હતાં.દક્ષિણ ભારતમાં ખ્રિસ્તી લગ્નવિધીમાં એક વધારાનો રિવાજ હોય છે.જેમ હિંદુ લગ્નમાં મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે તેમ જ દક્ષિણ ભારતમાં ખ્રિસ્તી લગ્નમાં થાળી પહેરાવવામાં આવે છે

થાળી અનિવાર્યપણે મંગલસૂત્ર જેવું જ છે, જેમાં પર્ણ આકારનું પેન્ડન્ટ હોય છે અને તેના પર ક્રોસનું પ્રતીક હોય છે, જે સોનાની સાંકળ પર જડેલું હોય છે.હું જીસસને પ્રે કરીશ કે તે દિવસ જલ્દી આવે જ્યારે એલ તારા ગળામાં થાળી મૂકે છે. થાળીની ગાંઠ લગ્નની સ્થિરતા અને સ્થાયીતાને પ્રતિબિંબિત કરે છે.

એલ,હું માનું છું કે અને પ્રાર્થના કરું છું કે તમારો અલગ અલગ ધર્મ તમારા પ્રેમની વચ્ચે ના આવે એટલે આ પવિત્ર મંગળસૂત્ર તને આપ્યું કે તું કિઆરાના ધર્મની અને તેના રિવાજોનું પણ માન રાખે."

"થેંક યુ વિન્સેન્ટ,આટલી અર્થપૂર્ણ ભેંટ આપવા માટે.એલ્વિસ,એક બીજી વાત હું ,આયાન અને અહાના કાલથી રોજ વારાફરતી અમારા ત્રણેયના ઘરે ગ્રુપ સ્ટડી કરવાના છીએ.આઇ હૉપ તમને કોઇ વાંધો નહીં હોય."કિઆરાએ કહ્યું.આયાનનું નામ સાંભળીને એલ્વિસના ચહેરા પર અણગમો સાફ દેખાતો હતો પણ તેણે પરાણે હા કહી.

"હું તને કોલેજ ડ્રોપ કરી દઉં."એલ્વિસે કહ્યું.

"ના,આયાન આવે છે મને લેવા."કિઆરાએ કહ્યું.તેટલાંમાં તેના મોબાઇલમાં રિંગ વાગી અને તે બોલી,"લો આવી ગયો.સાંજે મળીએ ડોક્ટરની ક્લિનિકમાં તમારા રિપોર્ટ સાથે,બાય."

કિઆરા એલ્વિસને ગળે મળીને જતી રહી.એલ્વિસ અને વિન્સેન્ટ બાલ્કનીમાં આવ્યાં.આયાન આજે ગાડીની જગ્યાએ બાઇક પર આવ્યો હતો.તે બાઇક જોઇને એલ્વિસ અને વિન્સેન્ટ આશ્ચર્ય પામ્યાં.

"ડ્યુડ,આયાન તો ડેન્જરસ છે.કિઆરાને ઈમ્પ્રેસ કરવાની એક પણ તક નથી છોડતો.જો તેના સેક્સી બાઇકને,આ બાઇક લઇને કોલેજ કોણ જાય?હજી પૂરા એક મહિના કિઆરા તેની સાથે જ રહીને ભણવાની છે."વિન્સેન્ટે કહ્યું.

તેનું કહેવાનું કારણ આયાનનું બાઇક હતું.ભારતનું વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ બાઇક હાર્લી ડેવિડસન રોડ ગ્લાઈડ જેની કિંમત લગભગ ૩૪ લાખની નજીક હતી.કિઆરા નીચે ગઈ અને તેણે બાઇક જોઇને મોઢું બગાડ્યું.

"બાઇક પર કેમ આવ્યો?"કિઆરાએ પૂછ્યું.

"ડેડની પાસે અઢળક કાર્સ છે પણ તેમને મારી કાર જ વધારે ગમે છે.આમપણ આ બાઇક તેમણે મને બર્થડે ગિફ્ટમાં આપ્યું હતું પણ મે એકેય વાર ચલાવ્યું નથી.તારે હજી વધારે વિગતો જાણવી હોય તો મને વાંધો નથી પણ પહેલો લેકચર મિસ થઇ જશે.તો જઇએ."આયાને કહ્યું.

કિઆરાને આમ આયાન પાછળ બાઇક પર બેસતા અલગ લાગ્યું પણ તેની પાસે કોઈ બીજો રસ્તો નહતો.તેણે તેના હાથ પોતાના ટીશર્ટના ખીસામાં નાખ્યા આયાનના સ્પર્શને ટાળવા.દૂરથી એલ્વિસ આ જોઇને ખુશ થયો અને વિન્સેન્ટ સામેજોઇને બોલ્યો,"આવા દસ બાઇક હું લાવી શકું છું પણ પ્રેમમાં પૈસા કરતા વધુ મહત્વની લાગણીઓ અને કેર છે."કિઆરાએ એલ સામે જોયું.એલ વિન્સેન્ટની પાછળ ઊભો રહ્યો અને તેના કમર ફરતે એ રીતે હાથ વિટાંડ્યા કે એલને વિન્સેન્ટનો સ્પર્શ ના થાય.તેણે કિઆરાને ઈશારો કર્યો.કિઆરા એલ્વિસની સામે હસી તેણે આંખો ઝુકાવીને એલ્વિસને થેંક યુ કહ્યું અને બરાબર તે જ રીતે આયાનના કમર ફરતે તેનો સ્પર્શ ટાળીને હાથ રાખ્યો.

*******
અહીં સાંજના સમયે જાનકીદેવી ઘરમાં બેચેન થઇને આમથી તેમ ફરી રહ્યા હતાં.તેમને એલ્વિસ અને કિઆરાનો સંબંધ કોઇપણ કાળે મંજૂર નહતો.તે ગમે તેમ કરીને આ સંબંધ તોડાવવા માંગતા હતાં પણ તે બંનેને શ્રીરામ શેખાવતનો સપોર્ટ મળેલો હતો એટલે તે તેનો ખુલ્લેઆમ વિરોધ કરી શકે એમ નહતાં.
તેમની આ પરેશાની શાંતિપ્રિયાબેન છુપાઇને જોઇ રહ્યા હતા અને સમજી પણ રહ્યા હતાં.

"શું કરું કે એલ્વિસ અને કિઆરા અલગ થાય?તે મોટી ઊંમરનો પુરુષ મારી ફુલ જેવી કોમળ પૌત્રીને લાયક નથી.તેનું ફિલ્મી બેકગ્રાઉન્ડ મને સતત તેના ભવિષ્યની ચિંતા કરાવે છે.એક તરફ એલ્વિસ છે તો બીજી તરફ આયાન."જાનકીદેવી બોલી રહ્યા હતાં.

"હા આયાન,તે કિઆરાને પ્રેમ કરે છે.હું તેની મદદ લઇશ આ સંબંધ તોડી નવો સારો સંબંધ જોડવા."જાનકીદેવીએ આટલું કહીને આયાનને ફોન કરીને તેને એક બગીચામાં મળવા બોલાવ્યો.

આ બધું છુપાઇને જોઈ રહેલા શાંતિપ્રિયાબેનને જોઇતી તક મળી ગઇ.તે પણ જાનકીદેવીની પાછળ પાછળ ગયાં.

અહીં બગીચામાં આયાન થોડીક ચિંતામાં બેસેલો હતો.તેને અચાનક દાદીનો ફોન આવતા તે બધું છોડીને અહીં આવ્યો હતો.જાનકીદેવી આવ્યાં આયાન તેમને પગે લાગ્યો.શાંતિપ્રિયાબેન પણ છુપાઇને આ બધું જોઇ રહ્યા હતા અને તે પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતાં.

"દાદી,તમે મને બોલાવ્યો,કઇ ખાસ કામ હતું?"આયાને પૂછ્યું.

"હા બેટા,હું ઇચ્છું છું કે એલ્વિસ અને કિઆરાના લગ્ન ના થાય.મને તે સંબંધ મંજૂર નથી.હું ઇચ્છું છું કે તું કિઆરાનો પતિ બને."જાનકીદેવી બોલ્યા.

તેમની વાત સાંભળીને આયાન આઘાત પામ્યો.જ્યારે શાંતિપ્રિયાબેન આશ્ચર્ય પામ્યાં.

"વાહ,જાનકી કહેવું પડે.આજે જીવનમાં પહેલી વાર આપણા વિચારો મળ્યા છે.તે મોટી ઊંમરનો બોલીવુડનો લફડાબાજ મને પણ મારી કિઆરા માટે નથી પસંદ પણ હું આ વાતનો વિરોધ નહીં કરું.આ છોકરો તો તે મસ્ત શોધ્યો છે મારી કિઆરા માટે લગ્ન તો તે બંનેના જ થશે પણ એલ્વિસ અને કિઆરાના સંબંધ તુટવા માટે કારણભૂત તું બનીશ.તારા અને રામ વચ્ચે પણ લવ તથા શિનાની જેમ અંતર આવી જશે આ કારણે અને ત્યારે જ મારો બદલો પૂરો થશે.હવે તું જો આ વીડિયોનો હું કેવો ઉપયોગ કરું છું."

શું એલ્વિસ અને કિઆરા વચ્ચે આ એક મહિનો અંતર લાવી દેશે?
શું શાંતિપ્રિયાનાની અને જાનકીદેવી એલ્વિસ અને કિઆરાના જીવનમાં મોટી ઉથલપાથલ લાવશે?

થવા જઇ રહ્યું છે કઇંક મોટું...ડેશિંગ સુપરસ્ટાર ..અ ટ્વિસ્ટેડ લવસ્ટોરીમાં આવશે મોટો ટ્વિસ્ટ જે કિઆરા અને એલ્વિસ સાથે બધાના જીવન બદલી નાખશે.જોડાયેલા રહો.