Infinity - 1 books and stories free download online pdf in Gujarati

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 1

Part :- 1


" આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના બારણે આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું.
" હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું.
" આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો.
" યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ.
" મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું.
"પેમેન્ટ?? " આરોહી એ સહી કરી પેપર અને પેન પાછું આપતા પૂછ્યું.
" પેમેન્ટ થઈ ગયું છે." પેલા એ પેપર પોતાના બેગમાં રાખતા કહ્યું.
" શું તમે મને જણાવી શકી આ કોણ એ મોકલ્યું છે?" આરોહી આ કુરિયર થી એકદમ અજાણ હતી એટલે તેને સમજાયું નહિ આ કોણ એ મોકલ્યું હશે. તેના પર ફક્ત પોતાનું જ નામ હતું એટલે આરોહી એ પૂછ્યું.
" સોરી મેડમ, એવો કાઈ આઇડિયા નથી. અમારું કામ તો તમારી સુધી કુરિયર પહોચાડવાનું જ હોય છે." આટલું કહી કુરિયર બોય ત્યાંથી નીકળી ગયો.
" અરે આરોહી આજે તારો બર્થ ડે છે અને તું અમને કેહતી પણ નથી??" સાહિલ એ જોયું તો પેલું કુરિયર એક ગિફ્ટ પેપર માં હતું.
" અરે, કોનો બર્થ ડે છે?? અમને પણ કોઈ કહો..." સર એ સાહિલ ની વાત સાંભળી પૂછ્યું.
" સર, આરોહી નો....." સાહિલ બોલ્યો. સાહિલ એકદમ મજાકિયો હતો. એ બધા જોડે મજાક કરતો રહેતો.
" અરે.....નહિ, મારો બર્થ ડે નથી આજે." આરોહી એકદમ ના પડતા બોલી.
" તો આ ગિફ્ટ બોકસ જોય મને લાગ્યું આજે તારો બર્થ ડે હશે..." સાહિલ એ બિન્દાસ કહી દીધું.
" તો કાઈ આજે સ્પેશિયલ ડે છે હે....?" બ્રિંદા હળવેકથી તેના કાન પાસે જઈ મજાક કરતા બોલી.
" ના યાર, એવું કાઈ જ નથી." આરોહી પણ હજુ અસમંજસ માં હતી.
" તો આ ગિફ્ટ બોક્સ કોણે મોકલ્યું છે?" બ્રીંદા એ ફરી પૂછ્યું.
" એ તો હું પણ વિચારી રહી છું. યાર.." આરોહી હજુ વિચારી રહી હતી કે આ કોણ મોકલી શકે.
" પેહલા ખોલી ને જો તો ખરા અંદર છે શું?" આરોહી કરતા બ્રિંદા ને જાણવાની વધારે ઉતાવળ હતી.
" પછી અમને પણ જરા જણાવ જો હો......" સાહિલ નજીક આવી હસતા હસતા બોલ્યો.
" ચાલો, મારે જેક્ષેલ વાળી ફાઈલ જલદી જોઈએ તો રેડી કરી મને સેન્ડ કરો.." સર ને લાગ્યું બધાનું ધ્યાન કામ પરથી જતું રહ્યું છે એટલે બધાને ફરી વર્ક પર લાવવા કહ્યું.
" તું તારું કામ શરૂ કર પેહલા....." બ્રિંદા એ સાહિલ ની મજાક કરતા કહ્યું.
આરોહી એ પણ ગિફ્ટ બોક્સ સાઈડ પર રાખી દીધું અને વર્ક કરવા લાગી.
" ચાલ, હવે તો કામ પણ પૂરું થઈ ગયું છે ફટાફટ બોક્સ ખોલીએ...." બ્રિંદા ને તો હવે બોક્સ માં શું છે એ જાણ્યે જ શાંતી થવાની હતી.
" બોક્સ તારું છે કે આરું નું??" સાહિલ એ બ્રિંદા ને પૂછ્યું.
" મારું નથી પણ , આરુ નું પણ નથી. એ આરોહી નું છે ઓકે..!!" બ્રિંદા આરોહી શબ્દ પર ભાર મુકતા બોલી.
" તો પછી એને ખોલવું હોય ત્યારે ખોલશે. તું શાંતિથી બેસ ને. અને હું એને આરુ જ કહીશ તને કાઈ પ્રોબ્લેમ!!!" સાહિલ એ ઊંચા અવાજે બ્રીંદા ને કહ્યું.
" અરે, ધીરે યાર. ચાલો હું જ બોક્સ ખોલું છું. મને પણ ખબર પડે ને અંદર છે શું??" આરોહી એ બોક્સ હાથમાં લીધું.
આરોહી એ ગિફ્ટ પેપર કાઢ્યું તો એમાં એક બોક્સ હતું અને તેના પર એક લેટર હતો,
' પેહલી મુલાકાત વિથ સમ ચોકલેટ્સ 🍬🍫
બિલકુલ તુમ્હારી તરહ સ્વીટ.....

આઈ હોપ યુ લાઈક ઇટ.....!! '
આરોહી એ બોક્સ ખોલ્યું તો એમાં ચોકલેટ્સ હતી.
" વાઉ..... આટલી બધી ચોકલેટ્સ!!!" બ્રીંદા તો ચોકલેટ જોઈને જ ખુશ થઈ ગઈ.
" આરોહી, શું હું લઈ શકું??" ચોકલેટ જોઈ બ્રીંદા થી રેહવાયુ નહી.
" હા...હા.. સ્યોર.." આરોહી એ બોક્સ તેના તરફ કર્યું.
" સાહિલ, ચોકલેટ..... અને આગળ પણ બધાને આપી દે." આરોહી એ બોક્સ સાહિલને આપ્યું અને બધા વચ્ચે વહેંચી દેવા કહ્યું.
" પેહલા તું તો લઈ લે......" સાહિલ એ જોયું કે આરોહી એ એક પણ ચોકલેટ લીધી નથી.
" ના યાર, મારે નથી ખાવી." આરોહી તો હજુ એ જ વિચારમાં હતી કે આ મોકલી કોણ શકે.
*
આરોહી જમી અને ફ્રી થઈ પછી પોતાના બેડ પર આડી પડી. પેહલા તો મોબાઈલ ઓન કરી કેલેન્ડર કાઢ્યું અને ડેટ જોઈ વિચાર કરવા લાગી કે આજે તો કાઈ જ એવો સ્પેશિયલ ડે હતો નહિ. તો આ ચોકલેટ બોક્સ કોણ મોકલી શકે?? અને આરોહી માટે તો આ શહેર હજુ સાવ નવું જ હતું. હજુ તો તેને માંડ બે અઠવાડિયા થયા હતા જોબ શરૂ કર્યા ને. એ ઓફિસે ફ્રેન્ડ સિવાય કોઈને ઓળખતી પણ નહોતી. તો પછી મોકલી કોણ શકે?? આ જ પ્રશ્ન એના મગજમાં વારંવાર ઘૂમરાયા રાખતો હતો. એના ઘરે પણ હજુ કોઈ તેના ઓફીસ નું એડ્રેસ જાણતું નહોતું. આરોહી ઊભી થઈ અને પોતાનું પર્સ લીધું. તેમાંથી પેલો લેટર કાઢ્યો અને ફરી વાંચ્યો,
' પેહલી મુલાકાત વિથ સમ ચોકલેટ્સ 🍬🍫
બિલકુલ તુમ્હારી તરહ સ્વીટ.....

આઈ હોપ યુ લાઈક ઇટ.....!! '
" હેન્ડ વ્રાઇટિંગ તો સારા છે." આરોહી લેટર વાંચી બોલી.
" અરે બુધ્ધુ, સારા હોય તો ભલે હોય પરંતુ કોના છે એ તારે જાણવાનું છે.." આરોહી પોતાની સાથે જ વાતો કરવા લાગી.
" કોણ હોય શકે??? હમ...... કોણ હોય શકે??" આરોહી લેટર માથા સાથે ટકરાવતી યાદ કરવાની કોશિશ કરી રહી હતી.
" ઓહ માય ગોડ..... હું તેને ભૂલી જ કેમ શકું!! તો આ એનું જ કામ છે. એને જ આવી સરપ્રાઈઝ આપવાની આદત છે. ઓહ માય ગોડ... આઈ કાન્ટ બિલીવ....." આરોહી ને યાદ આવતા જ એ ખુશીની મારી પાગલ થઈ ગઈ. અને પોતાનો મોબાઈલ હાથમાં લઈ કોઈકને કોલ કર્યો.
" હાય... જાનેમન, તો ક્યાં ચલ રહા હૈ આજ કલ આપકે સાથ...?" આરોહી એકદમ રોમેન્ટિક મૂડ માં આવી ગઈ હતી.
" આઈ નો.... કી તુમ મુજે મિસ કર રહે હો..... બાબુ ક્યાં મેરી બહુત યાદ આ રહી હૈ....??" આરોહી ના મોં પર ખુશી ઝલકી રહી હતી.
" તુમ્હારી ભેજી હુઈ ચોકલેટ્સ બહોત સ્વિટ્સ થી બિલકુલ તુમ્હારી તરહ..." આરોહી જાણે અત્યારે જ ચોકલેટ ખાઇ રહી હોય એવું લાગી રહ્યું હતું.
" શું......?? એટલે તે ચોકલેટ્સ નથી મોકલી?? સાચું કહે ને યાર... સોનુ.... આઈ એમ વેરી કન્ફ્યુઝડ યાર....." આરોહી ના મોઢા પરથી બધી જ ખુશી ગાયબ થઈ ગઈ.
" કઈ ચોકલેટ્સ ની વાત કરે છે?? મને કાઈ સમજાયું નહિ..! મને બધી વાત શરૂથી કહે....." સોનુ આરોહી ને પૂછી રહી હતી. સોનુ આરોહી ની બેસ્ટ ફ્રેન્ડ હતી. બન્ને એકબીજા વિશે બધુ જ જાણતા. આરોહી ને શું જોઈએ છે એ આરોહી કરતા સોનુ ને વધારે ખબર રેહતી.
" એનો મતલબ કે મે તને પણ હજુ મારું ઓફીસ એડ્રેસ નથી જણાવ્યું. તો પછી આ છે કોણ...??" આરોહી એ આજે જે કંઈ પણ થયું હતું એ બધું જ સોનુ ને જણાવ્યું.
" અત્યારે એ બધું વિચારવાનું છોડ. મે બી ભૂલ થઈ ગઈ હશે કુરિયર વાળાની. તું ચોકલેટ ખાઈ ને મજા કર. વધારે વિચારવાનું છોડી દે. એડ્રેસ માં મિસ્ટેક થઈ ગઈ હશે." સોનુ જાણતી હતી આરોહી ના મગજમાં થી જલદી કોઈ વાત નીકળતી નહિ એટલે તેને રિલેક્સ કરવા કહ્યું.
" અરે...હા...યાર... તારી વાત સાચી છે. મે કેમ આવું વિચાર્યું નહિ અને અત્યાર સુધી બિચારા મગજને ખોટી રીતે હેરાન કરી રહી હતી. કોઈથી ભૂલ થઈ ગઈ હશે. સારું તારી સાથે વાત કરી નહીતો મને રાત્રે નીંદર પણ ન આવેત. યુ આર ધી બેસ્ટ!!" આરોહી હવે સાચે જ રિલેક્સ થઈ ગઈ હતી.
" યે હુઈના ના બાત...!! સારું સારું હવે તો શાંતિથી સૂઈ જા. બાય... ગુડ નાઈટ!!" સોનુ એ ફોન મુકતા કહ્યું.
" હા... બાય....ગુડ નાઈટ...!!" આરોહી એ ફોન મૂક્યો.
પેલો લેટર હજુ આરોહી ના હાથમાં જ હતો. તેણે એ લેટર સામે જોયું અને પછી ટેબલ ના ડ્રોઅરમાં મૂકી દીધો. ટેબલ પર હજુ પેલું ચોકલેટનું બોક્સ પડ્યું હતું. સાહિલ એ થોડી ચોકલેટ્સ આરોહી માટે બચાવીને રાખી હતી. આરોહી એ બોક્સ ખોલી એક ચોકલેટ લીધી અને પોતાના મોં માં મુકતા બોલી,
" ઓહ... વાઉ.....સો સ્વીટ.... બિલકુલ મેરી તરહ...." અને પછી એકલી એકલી જ હસવા લાગી.
" પાગલ થઈ ગઈ છે તું આરોહી. સૂઈ જા હવે...પાગલ" આરોહી પોતાના માથા પર ટપલી મારતાં પોતાને કહી રહી હતી.
અને પછી આરોહી પોતાના બેડ પર જઈ શાંતિથી સુય ગઈ.
*
" ગુડ મોર્નિંગ ગાયઝ....." આરોહી ઓફીસ આવી પોતાના ટેબલ પર પર્સ મૂકી સાહિલ અને બ્રિંદા ને ગ્રીટિંગ કરતા બોલી.
" ગુડ મોર્નિંગ આરોહી, આજે તો તુ વધારે જ ખુશ દેખાય રહી છે..... ઇસ હસી કે પીછે કા કારણ ક્યાં હૈ..??" બ્રિંદા ને આરોહી નું વર્તન થોડું અલગ લાગ્યું એટલે પૂછ્યુ.
" અરે.... કોઈ કારણ નથી. બસ ખુશ છું આજે એમ જ..." આરોહી પોતાનું ટેબલ સરખું કરતા બોલી રહી હતી.
" કે પછી કાલે પેલી ચોકલેટ્સ ના માલિક નો પતો મળી ગયો છે કે શું??" બ્રિંદા પોતાનો નેણ નચાવતી પૂછી રહી હતી.
" અરે યાર... તું તો જાણે જ છે કે આ સિટી મારે માટે નવું જ છે હું કોઈને જાણતી પણ નથી અને મારા રિલેટિવઝ કે કોઈ ફ્રેન્ડ પાસે મારું ઓફીસ એડ્રેસ પણ નથી." આરોહી બોલી રહી હતી.
" હા... તો.. એટલે તું કેહવા શું માંગે છે??" બ્રિંદા ને સમજાયું નહિ આરોહી શું કહેવા માંગે છે એટલે એને વચ્ચે જ અટકાવી પૂછ્યું.
" સિમ્પલ..... એટલે કાં તો કુરિયર વાળાની મિસ્ટેક છે અથવા તો મોકલનાર એ ખોટું એડ્રેસ આપ્યું છે. એની વે , જેની ભૂલ હોય એ બાકી ચોકલેટ ખાવાની મજા આવી." આરોહી એકદમ ખુશીભર્યા અવાજે બોલી રહી હતી.
" વાઉ... આરુ, યુ આર જીનીયસ.." સાહિલ પોતાની ચેર આરોહી અને બ્રિંદા તરફ લાવી બોલ્યો.
" આરુ નહિ, આરોહી નામ છે એનું.." જ્યારે સાહિલ આરૂ બોલતો એટલે બ્રિંદા તરત જ તેને ટોકતી.
" સાચે જ એવું જ કાઈક થયું લાગેશે. તે સાચું જ વિચાર્યું. ગીવ મી હાઈ ફાઈ.. આરુ....!!" સાહિલ હાથે કરી બ્રિંદા તરફ મોં કરી આરુ શબ્દ પર ભાર આપતા બોલ્યો.
" સાહિલ............" બ્રિંદા દાંત ભિસી ગુસ્સા સાથે બોલી.
સાહિલ અને આરોહી હાઈ ફાઇ આપતા બ્રિંદા ને ગુસ્સો કરતી જોઈ હસી પડ્યા.
*
" હેલ્લો મમ્મી, બસ જો ઓફિસથી ઘરે જઈ રહી છું. તમે શું કરો છો?" આરોહી રસ્તામાં હતી.
" અમે બધા તો મજા માં જ છીએ. તારે શું ચાલે?? ઓફિસમાં ફાવી ગયું??" મમ્મી પૂછી રહી હતી.
"હા મમ્મી , હવે તો ફાવે જ ન... એક મહિનો થઈ ગયો એટલે બધું જ શિખાઈ ગયું છે." આરોહી રસ્તા પર ચાલતી જતી હતી.
" ઓહ... એક મહિનો થઈ ગયો...... એક મહિનો....." મમ્મી મહિનો એ શબ્દ પર ભાર આપી બોલી રહી હતી.
" હા મમ્મી, તમને યાદ નથી હું અહી 1st માર્ચે તો આવી હતી અને અત્યારે 6th એપ્રિલ થઈ છે." આરોહી મમ્મીને યાદ અપાવતા બોલી.
" મને તો બધું જ યાદ છે. પણ તું કદાચ ઘર ભૂલી ગઈ હોય એવું લાગે છે. મહિનો થઈ ગયો અને હજુ તું એક પણ વાર ઘરે અમને મળવા નથી આવી." મમ્મી ગુસ્સા સાથે બોલી રહી હતી.
" અરે... મમ્મા, આ વિકેન્ડ પર ઘરે જ આવવાની છું. હવે અહી સેટ થઈ ગઈ છું એટલે આ વિકેન્ડ પર ઘરે આવવાની છું." આરોહી તેની મમ્મીને સમજાવી રહી હતી.
" હા, ભલે ભલે...... અને અત્યારે અંધારું થઈ ગયું છે અને તું હજુ રૂમ પર નથી પહોંચી. તારા સર ને કેહજે થોડા વહેલા છોડી દે." મમ્મી હજુ ઊંચા અવાજે બોલી રહી હતી.
" મમ્મી, હજુ તો આઠ જ વાગે છે. આ કાઈ થોડું મોડું કેવાય...." આરોહી ઘડિયાળ માં નજર કરતા બોલી.
" શહેરમાં આવી રીતે અંધારમાં રસ્તા પર એકલુ નીકળવું સુરક્ષિત નહિ. એટલે બને એટલી જલદી રૂમ એ પહોંચવાની કોશિશ કરજે. ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ!!" મમ્મી ચિંતિત સ્વરે બોલી રહ્યા હતા.
" હા મમ્મી, ધ્યાન રાખીશ. જય શ્રી કૃષ્ણ!!" આરોહી ફોન મુકતા બોલી.
" મમ્મી પણ........." આરોહી હસતા હસતા મનમાં જ બોલી.
*
"તું વીકેન્ડ રૂમે એકલી રહે એના કરતાં મારા ઘરે આવી જતી હોય તો. એક કામ કર આ શનિ રવિ ની રજામાં તું મારા ઘરે આવ. આપણે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવશું." બ્રિંદા વિકેન્ડ નો પ્લાન બનાવી રહી હતી.
" થેંક્યું, પણ આ રજામાં હું ઘરે જઈ રહી છું. એક મહિનો થયો અહી આવ્યાને હું ઘરે ગઈ જ નથી એટલે આ વખતે ગામડે જવાની. પછી ચોક્કસ આવીશ." આરોહી એ પોતાનું પ્લાનિંગ જણાવ્યું.
" ઓકે....કાઈ વાંધો નહિ પરંતુ નેક્ષ્ટ ટાઈમ પાક્કું આવવાનું જ છે હો....." બ્રિંદા બહુ જ ભાવથી કહી રહી હતી.
" સ્યોર, આવીશ...." આરોહી એ ખાતરી આપતા કહ્યું.
" હેય.... આરુ, ઇટસ્ ફોર યુ......." સાહિલ એ બહારથી આવતા કહ્યું. તેના હાથમાં એક નાનકડું બોક્સ હતું.
" આ શું છે.....??" હજુ આરોહી કાઈ પૂછે એ પેહલા જ બ્રિંદા પૂછવા લાગી.
" મારા માટે.....??" આરોહી પ્રશ્નાર્થ ભાવ સાથે સાહિલ સામે જોઈ પૂછ્યું.
" હા, હું નીચેથી આવી રહ્યો હતો ત્યાં એક ડિલિવરી બોય આ ઓફિસ નું એડ્રેસ પૂછી રહ્યો હતો અને તારું નામ તેના પર હતું એટલે હું લઈ આવ્યો. બિચારાને ઉપર ધક્કો ના ખાવાનો ને...." સાહિલ પોતાની ચેર પર બેસતા બોલ્યો.
" અરે...... ફરીથી......" આરોહી બોક્સ હાથમાં લઈ આગળ પાછળ જોતા બોલી.
" કાઈક તો એવું છે જે તું બધાથી છુપાવી રહી છે??" બ્રિંદા આરોહી સામે શક ની નજર થી જોતા બોલી.
" અરે.....સાચે યાર.... હું કોઈને અહી નથી ઓળખતી....." આરોહી બ્રિંદા ને સમજાવી રહી હતી.
" એવું જરૂરી તો નથી કે એ અહીંનું જ કોઈ હોય... એ તારા ફ્રેન્ડ માંથી કે કોઈ કોલેજ ફ્રેન્ડ પણ હોય શકે." બ્રિંદા વિચારતા વિચારતા બોલી રહી હતી.
" એ તો પોસીબલ જ નથી. કેમ કે મારી બેસ્ટ ફ્રેન્ડ એક જ છે સોનુ અને કોલેજ ફ્રેન્ડ નો તો સવાલ જ નથી કેમ કે કોલેજ સુધી મે ઓનલી ગર્લ્સ માં એજયુકેશન લીધું છે. એટલે મારે કોઈ મેલ ફ્રેન્ડ કોન્ટેક્ટ માં જ નથી." આરોહી ક્લેરિફિકેએશન આપતા બોલી રહી હતી.
" ઓહ.... કોઈ જ નહિ?? વાઉ.... ઇટ્સ ગ્રેટ...." બ્રિંદા તાળીઓ પાડતા બોલી.
" મારા ફેમિલી માં કોઈ ને પસંદ નથી આ વાત. એ બધા લોકો છોકરા સાથે ફ્રેન્ડશીપ નો ખોટો મતલબ જ સમજે. " આરોહી મનના ઊંડાણથી બોલી રહી હતી.
" પરંતુ... એવું જરૂરી નથી હોતું ને કે બધા છોકરા એવા જ હોય ...." બ્રિંદા પોતાની રજૂઆત કરી રહી હતી.
" હું પણ જાણું છું અને સમજુ પણ છું. પરંતુ મમ્મી પપ્પા ની જે વિચારધારા છે એને બદલવી મુશ્કેલ છે. એ લોકો જે સમાજમાં રહે છે ત્યાં લોકો આવું જ વિચારે છે. મમ્મી પપ્પા ની ખુશી માં જ આપણી ખુશી છે એટલે એ જેમ કહે એમ કરવાનુ એટલે એ લોકો ખુશ......" આરોહી જાણે મમ્મી પપ્પાને યાદ કરી બોલી રહી હોય એવું લાગી રહ્યું હતું.
" અને તારી ખુશી નું શું ......??" બ્રિંદા એ અહમ સવાલ કર્યો.
" અરે યાર, આ બોક્સમા શું હોય શકે?? આ તો ભૂલાય જ ગયું.." આરોહી હવે એ ટોપિક પર વાત કરવા નહોતી માંગતી એટલે બ્રિંદા ને બીજી વાત પર લઈ આવી.
" હા યાર.., એક ઓર નયા ગિફ્ટ..... ચાલ જલદી ખોલ. જોઈએ આ વખતે શું મોકલ્યું છે?? " બ્રિંદા બધી વાત ભૂલી બોક્સ માં શું છે એ જાણવા ઉતાવળી થઈ રહી હતી.

To be Continue........

Thank you!!!!
⭐⭐⭐⭐⭐