Infinity - 4 books and stories free download online pdf in Gujarati

ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 4


Part :- 4

"હેલ્લો આરોહી!!" સામે છેડેથી એક શાંત અને પ્રેમભર્યો અવાજ સંભળાયો.

"હેલ્લો........" આરોહી આટલું બોલી અટકી ગઈ એને સમજાયું નહિ આગળ શું વાત કરવી.
" કેમ છો?" સામે છેડેથી હજુ પણ એટલો જ પ્રેમભર્યો અવાજ આવતો હતો.
" એકદમ મજામાં...." આરોહી એ ફરી ટૂંકમાં જવાબ આપી દીધો.
" આઈ એમ વેરી સોરી....!!" શ્લોક માફી માંગી રહ્યો હતો.
આરોહી ને કાઈ સમજાયું નહિ આનો શું જવાબ આપવો એ હજુ ચૂપ જ હતી.
" મને ખબર છે મે તને ખૂબ ડિસ્ટર્બ કરી છે. એટલે જ માફી માંગુ છું." આરોહી એ કાઈ જવાબ ન આપ્યો એટલે શ્લોક ફરી માફી માંગતા બોલ્યો.
"હં........" આરોહી હજુ અવઢવમાં હતી કે શું જવાબ આપવો.
" આરોહી, શું આપણે મળી શકીએ??" શ્લોક એ એકદમ પ્રેમથી અને એકદમ વિનંતીના સૂરમાં પૂછી રહ્યો હતો.
" મળવા.....?? " આરોહી ખુદને સવાલ પૂછી રહી હતી.
" રવિવારે સવારે દસ વાગ્યે હું ઈલોરપાર્ક માં તારો વેઇટ કરીશ. હું તને ફોર્સ નથી કરતો જો તને યોગ્ય લાગે તો તું મને મળવા આવજે. તું નહિ આવે તો મને લાગશે કે તે હજુ મને માફ નથી કર્યો. આશા રાખું કે તું જરૂર આવીશ જ. સારું હવે તુ શાંતિથી સૂઈ જા. બાય....ગુડ નાઈટ..... ટેક કેર...... શી યુ સૂન!!" શ્લોક એકદમ નિર્દોષ ભાવથી બોલી રહ્યો હતો.
" ગુડ નાઈટ...!!" આટલું બોલી આરોહી એ ફોન મૂકી દીધો. પરંતુ શ્લોક નો અવાજ સાંભળ્યા પછી આરોહી ને લાગ્યું બસ શ્લોક બોલતો જ રહે અને એ સાંભળતી જ રહે. શ્લોક ના શબ્દોમાં અને શ્લોકના અવાજમાં કાઈક તો એવી તાકાત હતી જ કે જે આરોહી ને શ્લોક વિશે વિચારવા મજબૂર કરી રહી હતી. આરોહી એ શ્લોકને જોયો પણ નહોતો છતાં પણ આરોહી તેનાથી પ્રભાવિત હતી અને તેને મળવા આતુર પણ હતી.
આરોહી વિચારી રહી હતી કે શ્લોકને મળવા જવું કે નહિ? શું કોઈ અજાણ્યા વ્યક્તિ પર અને એ પણ એક અજાણ્યા શહેરમાં ભરોસો કરી શકાય ખરો? પરંતુ આરોહી ને શ્લોક સાથે વાત કર્યા પછી એવું લાગતું હતું જાણે એ શ્લોકને જાણતી જ હતી. શું આ વિશે પેહલા સોનુ સાથે વાત કરું?? હા, એ જ યોગ્ય રેહશે. કોઈને તો આ વાતની ખબર હોવી જ જોઈએ. અને આમ પણ સોનુ પાસે તો બધા સોલ્યુશન હોવાના જ એટલે પેહલા એને જ પૂછી લેવું યોગ્ય રહેશે. આરોહી એ સોનુ ને કોલ કર્યો તો આઉટ ઓફ નેટવર્ક હતો.બે ત્રણ વાર ફરી પ્રયત્ન કર્યો પરંતુ હજુ પણ એ જ પ્રોબ્લેમ આવતો હતો. આરોહી એ સોનુ ને મેસેજ કર્યો તો પણ નોટ સેન્ટ ની નોટીફિકેશન આવી.
*
આરોહી એ સવારમાં ઊઠીને મોબાઈલ ઓન કર્યો તો સાડા આઠ થયા હતા પરંતુ આજે રવિવાર હતો એટલે ઉઠવાની કોઈ જલદી હતી નહિ. આરોહી પાછી માથે ઓઢી સૂઈ ગઈ.
" ઓ.... ત્તેરી... આજે તો રવિવાર છે....." આરોહી ને યાદ આવતા એ બેડમાંથી ફટાફટ ઊભી થઈ ગઈ.
" રવિવાર દસ વાગ્યે ઇલોરપાર્ક......" આરોહી શ્લોકના શબ્દો યાદ કરતા બોલી.
" શું કરું?? એક વાર ફરી સોનુ સાથે વાત કરવાની ટ્રાય કરું..." આરોહી એ મોબાઈલ હાથમાં લઈ સોનુ ને કોલ કર્યો પરંતુ પરિણામ એ જ આવ્યું આઉટ ઓફ નેટવર્ક.
" કાઈ વાંધો નહિ એક વાર મળી તો જોવું પછી સોનુ જોડે વાત કરી લઈશ. મી. શ્લોક આઈ એમ કમિંગ......" આરોહી તો આટલું બોલતા મનમાં મલકાઈ રહી હતી.
આરોહી પોતાના કપબોર્ડ સામે ઉભી હતી અને વિચારી રહી હતી શું પેહરવું? આરોહી પેહલી વાર કોઈ છોકરાને મળવા જઈ રહી હતી અને એ પણ એવા વ્યક્તિને જેને ક્યારેય પણ તેને જોયો નથી. આરોહી એ બ્લેક જીન્સ કાઢ્યું અને એક ટોપ કાઢ્યું પછી વિચારવા લાગી જીન્સ પેહરું કે કોઈ કુર્તી પેહરીને જાવ.
" એ કોઈ મોટો બાદશાહ નથી કે હું એની પસંદ નું પેહરી ને જાવ હું શું કામ એનું વિચારી રહી છું. મને જે યોગ્ય લાગે એ મારે પેહરુવું જોઈએ એને પસંદ આવે કે ન આવે એ તો એનો પ્રોબ્લેમ...." આરોહી અરીસા સામે ઉભી ઉભી બોલી રહી હતી.
આરોહી એ બ્લેક જીન્સ પેહર્યું અને ઉપર બ્લૂ ચેક્સ વાળું વ્હાઈટ શર્ટ ઈન કર્યું હતું. વાળ ને હજુ વોશ જ કર્યા હતા એટલે ખુલ્લા છોડી દીધા અને સાઈડ પર્સ ખભે ભરાવી પોતાને અરીસામાં જોઈ રહી હતી ત્યાં એને અચાનક કાઈક યાદ આવ્યું હોય એમ ડ્રેસિંગ માંથી પરફ્યુમ કાઢ્યો અને તેની મહેકથી આખો રૂમ સુગંધથી ભરાય ગયો. આરોહી પણ આંખો બંધ કરી સુગંધને શ્વાસમાં ભરી રહી હતી ત્યાં જ તેનું બારણું કોઈ ખખડાવી રહ્યું હતું એવું લાગ્યું એટલે આરોહી બારણું ખોલવા ગઈ.
" સરપ્રાઈઝ............." આરોહી એ બારણું ખોલ્યું કે સામેથી અવાજ આવ્યો. આરોહી તો ચોંકી ગઈ.
" સિરિયસલી વેરી બિગ સરપ્રાઈઝ યાર....." આરોહી પોતાની સામે સોનુ ને જોઇને સાચે જ ચોંકી ગઈ હતી.
" હેપી બર્થડે માય સ્વીટ હાર્ટ...!!" સોનુ આરોહી ને ગળે મળીને કહ્યું.
" ઓહ માય ગોડ.... આજે મારો બર્થડે છે. અરે આવડી મોટી વાત હું કેમ ભૂલી ગઈ. થેંક્યું સો મચ જાનુ....!!" આરોહી પણ હેરાન હતી કે પોતે પેહલી વાર આજે પોતાનો બર્થડે ભૂલી ગઈ હતી.
" એક મિનિટ .... પેહલા તો તું મને એક વાત કહે કે તને ખબર કઈ રીતે પડી કે હું અહી જ રહુ છું??" આરોહી ને નવાઇ લાગી સોનુ ને આમ અચાનક અહી જોઈ કારણ કે સોનુ અહીંનું એડ્રેસ જાણતી જ નહોતી.
" સરપ્રાઈઝ.........." આરોહી હજુ આટલું વાક્ય પૂરું કરી રહી ત્યાં ફરી બહારથી અવાજ આવ્યો.
આરોહી એ જોયું તો બારણે બ્રિંદા અને સાહિલ ઊભા હતા.
" હેપી બર્થડે આરોહી......" બ્રિંદા અંદર આવતા બોલી.
" હેપી બર્થડે માય સ્વીટ આરુ.....!!" સાહિલ બ્રિંદા સામે જોઈ આરોહી ને કહી રહ્યો હતો.
" સાહિલ.... હું તને મારી નાખીશ...." બ્રિંદા દાંત ભિસ્તા બોલી. બ્રિંદા ને જોઈ બધા હસી પડ્યા.
" થેંક્યું સો મચ ગાયઝ....!!" આરોહી બધાને જોઈને ખુશ થઈ ગઈ હતી.
" આરોહી, તે અહી આવી પરફ્યુમ પણ ચેન્જ કરી લીધો લાગે છે બાય ધ વે સ્મેલ બહુ જ મસ્ત છે. કયો પરફ્યુમ છે આ??" સોનુ ને પરફ્યુમ ની સુગંધ ગમી એટલે પૂછવા લાગી.
" અરે, આ પરફ્યુમ ની સ્મેલ તો જાણીતી જ છે." બ્રિંદા કાઈક યાદ કરી રહી હોય એમ બોલી રહી હતી.
આરોહી ને સમજાયું નહિ આનો શું જવાબ આપવો એટલે એ હજુ ચૂપ જ હતી ત્યાં તેની નજર સાહિલ સામે ગઈ તો સાહિલ તેને જ જોઈ રહ્યો હતો અને તેની સામે હળવું સ્મિત આપી રહ્યો હતો.
" એ બધું છોડ મને પેહલા એ કહે તને આ લોકો નો કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળ્યો?" આરોહી અત્યારે પરફ્યુમ બાબતે કાઈ પણ જવાબ આપવા તૈયાર ન હતી એટલે તે વાત બદલવાની કોશિશ કરવા લાગી.
" તું પણ સાવ ભુલક્કડ છો. એક વાર તે ઑફિસેથી મને કોલ કર્યો તો બ્રિંદા ના મોબાઈલમાંથી ત્યારે જ મે એ નંબર સેવ કરી દીધા હતા. કાલે સાંજે તેની જોડે વાત કરી તો એ તારું એડ્રેસ જાણતી હતી પછી બ્રિંદા એ સાહિલને પણ બોલાવી લીધો. હું બસમાંથી ઉતરી ત્યાં તો એ લોકો મને લેવા માટે પહોચી પણ ગયા હતા. બહુ જ કેરિંગ અને સ્વીટ છે તારા ફ્રેન્ડસ.....!!" સોનુ બન્ને સામે આભારની લાગણી વ્યક્ત કરતા બોલી રહી હતી.
" ઓહ.... થેંક્યું સોનુ..... યુ આર સો સ્વીટ...!!" બ્રિંદા તો એકદમ ખુશ થતા બોલી.
" ઓહ...હેલ્લો... વધારે ખુશ થવાની જરૂર નથી સોનુ મારા વિશે વાત કરી રહી છે. તને ક્યાંય મેન્શન નથી કરી." સાહિલ ફરી બ્રિંદાને હેરાન કરતા બોલ્યો.
" અરીસામાં તારું મોઢું જોયું છે પેહલા.... તને કોણ સ્વીટ કેહવાનું?" બ્રિંદા સાહિલ સામે મોં મચકોડતાં બોલી.
" જોયું જ હોય ને.... એકદમ હેન્ડસમ છું. દરરોજ કેટલીય છોકરીઓ આમ આગળ પાછળ ફરતી હોય...... કેમ આરુ સાચું કહ્યું ને??" સાહિલ બ્રિંદા ને હેરાન કરવાનો એક મોકો નહિ છોડતો.
" તમે બન્ને એ બધું છોડો અને પેહલા એ કહો આપણે આરોહી નો બર્થડે સેલિબ્રેટ કરવા માટે ક્યાં જઈ રહ્યા છીએ??" સોનુ બન્નેને વચ્ચે અટકાવતા જ બોલી.
" જ્યાં આરુ કહે ત્યાં..." સાહિલ આરોહી સામે જોય બોલ્યો.
" બટ મને અહીંની એટલી બધી ખબર નહિ ક્યાં મજા આવે એવું પ્લેસ છે. સો તમે બન્ને જ ડીસાઈડ કરો ને!!" આરોહી એ નિર્ણય સાહિલ અને બ્રિંદા પર છોડી દીધો.
" ધેન લેટ્સ ગો....." સાહિલ ઊભો થતાં બોલ્યો.
" પણ ક્યાં?? મે તો હજુ કાઈ વિચાર્યું પણ નથી." બ્રિંદા કાઈક સારી જગ્યા વિચારવાની કોશિશ કરી રહી હતી ત્યાં સાહિલ અચાનક બોલ્યો.
" તારા નાનકડા મગજને એટલી બધી તકલીફ આપવાની જરૂર નથી મે વિચારી લીધું છે તું ચાલ ને.... ગાયઝ લેટસ ગો..!!" સાહિલ હાથ લાંબો કરી બધાને ઊભા થવાનો ઈશારો કરતા બોલ્યો.
" ઓકે....... ચલો!" આરોહી પણ ઊભી થઈ અને પર્સ હાથમાં લીધું.
" ગજબ છે હો આ સાહિલ બાકી.... આઈ એમ ઇમ્પરેસડ્!!" સોનુ પણ ઊભી થઈ અને આરોહી ને કેહવા લાગી.
" હા, બહુ મજાનો છે." આરોહી ડોર લોક કરતા બોલી.
" પાક્કું જ છે ને આ પેલો ગિફ્ટ વાળો નથી એમ?? બાકી એ તારી બહુ કેર કરતો હોય એવું લાગે છે આરુ..!!" સોનુ ખાતરી કરવા ફરી આરોહી ને પૂછી રહી હતી અને એ પણ સાહિલ જેમ જ આરુ શબ્દ પર ભાર મુકયો અને સોનુ હસવા લાગી.
" શટ અપ યાર!! એવું કાઈ જ નથી. હા, અમારે બન્ને ને વાત થઈ હતી. એ તો અમારા બંનેનું બોન્ડીગ સારું છે. મને એમ લાગે છે તું કાઈક વધારે જ એને નોટીસ કરી રહી છે??" આરોહી હવે સોનુ સામે નેણ નચાવતા પૂછી રહી હતી.
" નોટ બેડ! એકચ્યુલી આઈ લાઈક હિઝ એટિટ્યુડ!!" સોનુ અને આરોહી પણ કાર પાસે પહોચી ગયા.
" ચાલો ફટાફટ કારમાં આવી જાવ. બ્રિંદા તું આગળ બેસી જા." સાહિલ કારમાં બેઠો અને બ્રિંદા ને આગળ બેસવાનો ઈશારો કરતા કહ્યું.
" ના, હું તારી સાથે નથી બેસવાની હું પાછળ આરોહી જોડે બેસી જઈશ." બ્રિંદા મોં બગાડી બોલી.
" અરે એ બન્ને ફ્રેન્ડ કેટલા ટાઈમ પછી ભેગી થઈ છે તો એમને વાતો કરવા દે. તું તો આખો દિવસ ઓફિસે આરુ નું મગજ ખાઈ તો છે આજે એક દિવસ તો બિચારીને બક્ષ દે." સાહિલ એ બહાર નીકળી બ્રિંદા ને આગળની સીટમાં બેસાડી દીધી. આરોહી અને સોનુ પણ પાછળ ગોઠવાઈ ગયા.
ગાડી રસ્તા પર જઈ રહી હતી. બ્રિંદા ચૂપચાપ મોઢું ચડાવીને બેસી ગઈ હતી. સાહિલ એ સોંગ શરૂ કર્યા અને સોનુ ને કોઈ નો કોલ આવ્યો એટલે એની જોડે વાત કરી રહી હતી. આરોહી બારી બહાર રસ્તાને જોઈ રહી હતી. આરોહી એ હાથ ઊંચો કરી વોચમાં નજર કરી તો દસ વાગ્યા હતા.
" શ્લોક ત્યાં મારી રાહ જોઈને બેઠો હશે. શું કરું? તેને કોલ કરી કહી દઉં કે હું આવી શકું તેમ નથી. અને હું નહિ જાઉં તો એને લાગશે મે એને માફ નથી કર્યો. બ્રિંદા ને એ છે એટલે સોનુ ને પણ સાચી વાત કહી શકાય એમ નથી. એક કામ કરું મેસેજ કરી દઉં કે હું બિઝી છું એટલે આવી શકું એમ નથી. હા એ જ યોગ્ય રેહશે." આરોહી એ મોબાઈલ હાથમાં લીધો અને હજુ ઓન કરી રહી હતી ત્યાં જ સોનુ એ મોબાઈલ હાથમાંથી ખેંચી લીધો.
" આજે ફક્ત તું અમારી સાથે જ રહીશ અને વધારે તો મારી સાથે જ હું આટલી દૂરથી ફક્ત અને ફક્ત તને જ મળવા આવી છું એટલે આજે નો મોબાઈલ. તારો અને મારો બન્ને ના ફોન આજે બંધ. હું પણ મારો મોબાઈલ બંધ કરી મૂકી દઉં છું." સોનુ એ બંનેના મોબાઈલ સાહિલ ને આગળ આપી દીધા.
" ઓકે બાબા ઓક..... આજનો આ ખાસ દિવસ તમારી સાથે જ ફક્ત અને ફક્ત મારા ફ્રેન્ડસ સાથે જ બસ." આરોહી સોનુ નો હાથ પોતાના હાથમાં લેતાં બોલી. પરંતુ અંદરથી તો આરોહી શ્લોકનો જ વિચાર કરી રહી હતી એ ફક્ત શ્લોક માટે એક મેસેજ છોડી દેવા માંગતી હતી જેથી શ્લોક પોતાના વિશે કાઈ ખોટું ના વિચારી લે પરંતુ એ અત્યારે સોનુ ને કાઈ કહેવા માંગતી નહોતી એટલે ચૂપ રહી. તેની નજર આગળ ના મીરર પર ગઈ તો સાહિલ તેને જ જોઈ રહ્યો હતો. આરોહી ને લાગ્યું જ્યારે પણ હું શ્લોકના વિચાર કરતી હોય ત્યારે સાહિલ જાણે એ વિચાર વાંચી લેતો હોય એમ એનું ધ્યાન હમેંશા એ સમયે મારી પર જ હોય. આરોહી નજર ફેરવી સોનુ સાથે વાત કરવા લાગી.

" સાહિલ યાર.....થેંક્યું સો મચ!!" બ્રિંદા અચાનક બોલી ઊઠી. "તબિયત તો સારી છે ને તારી??" સાહિલ ને નવાઇ લાગી કારણ કે બ્રિંદા એ તેનો આભાર માન્યો હતો બાકી તેઓ બન્ને વચ્ચે ઝઘડો જ ચાલતો હોય.

" હા, એકદમ સારી છે. કેમ તને કાઈ વાંધો લાગે છે?" બ્રિંદા ને સમજાયું નહિ સાહિલ કેમ આવું પૂછી રહ્યો હતો.

" વાંધો લાગે જ ને તું આમ સાહિલને થેંક્યું કહે એટલે થોડું અજીબ તો લાગે જ ને... નહિ સાહિલ??" પાછળ થી સોનુ બોલી.હવે સોનુ પણ બધાને સારી રીતે ઓળખવા લાગી હતી.

" હું આને કોઈ દિવસ થેંક્યું ન કહું પરંતુ આજે તો એ મારી ફેવરીટ પ્લેસ પર લઈ આવ્યો છે એટલે તો થેંક્યું કહેવું જ જોઈએ. વન્સ અગેઇન થેંક્યું સાહિલ.." બ્રિંદા તો ખૂબ એકસાઇટેડ હતી.

" બાય ધ વે આપણે ક્યાં આવ્યા છીએ, સાહિલ??" આરોહી બહાર નજર કરી રહી હતી.

" ઈનજોયમેન્ટ પાર્ક.... બહુ જ મસ્ત છે યાર અહી. લાસ્ટ ટાઈમ હું આવી હતી ત્યારે અમે બહુ જ મજા કરી હતી અહી....." હજુ સાહિલ કાઈ જવાબ આપે એ પેહલા તો બ્રિંદા એ પોતાની સ્ટોરી શરૂ કરી દીધી હતી.

" તું હવે તારું મોઢું થોડી વાર બંધ કરી દઈશ તો સારું......" સાહિલ બ્રિંદા ને અટકાવતા બોલ્યો.

" આજે તો તુ કહીશ એમ જ કરીશ. ડોન્ટ વરી તારી સાથે ઝઘડો નહિ કરું.." બ્રિંદા સાહિલ સામે ગુસ્સે થવાને બદલે શાંતિથી વાત કરી રહી હતી.

" મને પણ હવે બ્રિંદા ની તબિયત પર ડાઉટ થાય છે." આરોહી બ્રિંદા ને આમ ખુશ જોઈ બોલી.

" એ પાગલ થઈ ગઈ છે એટલે.... તમે લોકો અહી ગેટ પાસે ઊભા રહો હું પાર્કિંગ કરીને આવું છું." સાહિલ ગાડી પાર્ક કરવા માટે જતો રહ્યો.

*

એન્જોયમેન્ટ પાર્કમાં ચારેય એ બહુ મજા કરી. કેટલી બધી ગેમ્સ રમ્યા અને કેટલી બધી રાઇડ્સ માં પણ બેઠા.આરોહી પણ બહુ ખુશ હતી. આ આરોહી નો પેહલા બર્થડે હતો જેમાં એ આટલીબધી ખુશ હતી. બાકી અત્યાર સુધી આરોહી ક્યારેય પોતાના ફ્રેન્ડસ જોડે આવી રીતે બહાર નહોતી ગઈ. હા ટુર ને એવું થતું પરંતુ એમાં ટીચર્સ જોડે હોય એટલે આવી મજા તો નહોતી જ કરી.

" ઓહ..... એક વાગી ગયો છે??" આરોહી ટાઈમ જોઈને બોલી.

"હાસ્તો, મને તો હવે ભૂખ લાગી છે." સોનુ પોતાના પેટ પર હાથ રાખતા બોલી.

" હા, ચાલો હવે કઈક જમી લઈએ." આરોહી ને પણ હવે ભૂખ લાગી હતી.

બધા લોકો જમીને બહાર ગાર્ડનમાં આવી એક બેન્ચ પર બેઠા.

" તમે લોકો અહી બેસો. હું તમારા બન્નેના ફોન ગાડીમાંથી લઈ આવું. ઘરેથી કોઈનો કોલ આવતો હશે તો ચિંતા કરશે." સાહિલ પાર્કિંગ તરફ ચાલવા લાગ્યો.

" આરોહી, યાર બહુ જ મજા આવી નહિ અંદર!!" સોનુ આરોહી ના ખભે માથું રાખતા બોલી.

" મને તો હવે આ ઠંડા પવનમાં નીંદર આવવા લાગી છે. મારું ચાલે તો હું અહી જ લાંબી થઈ સૂઈ જાવ." બ્રિંદા હવે થાકી ગઈ હતી.

પણ આરોહી તો કોઈનું પણ સાંભળતી નહોતી. એ તો શ્લોકનો જ વિચાર કરી રહી હતી. તેણે વિચારી લીધું હતું સાહિલ ફોન લઈને આવે એટલે પેહલા તો શ્લોકને જ મેસેજ કરી સોરી કહી દેશે. એ બિચારા એ કેટલી રાહ જોઈ હશે ત્યાં પાર્કમાં.

આરોહી તો શ્લોકના વિચારમાં ખોવાયેલી હતી. સોનુ આરોહી ના ખભે માથું રાખી આંખો બંધ કરી બેઠી હતી અને બ્રિંદા પણ થાકી ગઈ હતી એટલે બેંચમાં ટેકે માથું ટેકવી આંખો બંધ કરી બેઠી હતી.

" આરોહી, આ તારા માટે........" સાહિલ આવી અચાનક આરોહી સામે ઘૂંટણીય બેસી ગયો. સાહિલ ના હાથમાં એક નાનકડું જ્વેલરી બોક્સ હતું.

"આ..... શું છે??" અચાનક સાહિલ નું આવું વર્તન જોઈ આરોહી ચોંકી ગઈ. સોનુ અને બ્રિંદા ને પણ સમજાયું નહિ સાહિલ શું કરવા માંગે છે એ.

" આરોહી, મારા તરફથી આ તારા માટે બર્થડે ગિફ્ટ છે. તું આ સ્વીકારીશ નહિ??" સાહિલ એકદમ ધીરેથી અને શાંતિથી બોલી રહ્યો હતો એ હજુ એમ જ બેઠો હતો.

" પણ સાહિલ ગિફ્ટ?? આવી કાઈ જરૂર નહોતી. અને હું આ લઈ પણ ન શકું." આરોહી મનમાં મુંજાય રહી હતી એને સાહિલ ની આવી હરકત સમજમાં નહોતી આવી રહી.

" આરોહી, હું તને કાઈક કહેવા માંગુ છું........" સાહિલ એકીટશે આરોહી ને જોઈ રહ્યો હતો.

" શું.......?" આરોહી ની હાર્ટબીટ વધી ગઈ હતી. સાથે સાથે સોનુ અને બ્રિંદા પણ સાહિલ આગળ શું બોલવા જઈ રહ્યો છે એ સાંભળવા માટે તત્પર હતા.

" આરોહી............ મે તને જ્યારે પેહલી વાર જોઈ......" સાહિલ એ બોલવાનુ શરૂ કર્યું.


To be continue................


Thank you!!!

⭐⭐⭐⭐⭐