Infinity - 7 books and stories free download online pdf in Gujarati

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 7



Part :- 7

આરોહી આજે થોડી સુસ્તી મેહસૂસ કરી રહી હતી. કારણ કે કાલે આખો દિવસ થાક્યા પછી રાત્રે સારી નીંદર કરવાને બદલે એક વિચારે તેની સારી નીંદર ભગાવી દીધી હતી અને નીંદર પૂરી ન થયા ને કારણે આજે થોડી તેની તબિયત સારી દેખાતી ન્હોતી.
આરોહી ઓફિસ તરફ જઈ રહી હતી તેણે દૂરથી જોયું તો શ્લોક પોતાની કાર પાસે ઊભો હતો અને વારંવાર ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો. આરોહી સમજી ગઈ હતી શ્લોક પોતાની રાહ જોઈને જ ઊભો હતો પરંતુ આરોહી હવે શ્લોકને મળવા માંગતી ન્હોતી. આરોહી માથે દુપટ્ટો ઓઢીને આગળની શેરીમાં જતી રહી ત્યાં બિલ્ડિંગનો પાછળનો ગેટ પડતો હતો.
" હેય, ગુડ મો્નિંગ આરોહી..... કેમ આમ જાસૂસ જેમ આવી રહી છો?" આરોહી પાર્કિગમાં પહોચી ત્યાં તેને બ્રિંદા મળી ગઈ.
" અરે એ તો...... આજે થોડું માથું દુખતું એટલે આમ કાનમાં પવન ન જાય ને એટલે....." આરોહી તો થોડીવાર વિચારમાં પડી ગઈ શું જવાબ આપવો.
*
" હેય, આરુ.... પછી ટાઈમ એ પહોચી ગઈ તી ને રૂમે??" આરોહી ઓફિસ માં આવી એટલે સાહિલે પૂછ્યુ.
" હા........." આરોહી સાહિલને જવાબ દઈ પોતાની જગ્યાએ બેસી ગઈ. આજે એ બિલકુલ સારું મેહસૂસ ન્હોતી કરતી.
" કેમ તારો અવાજ આવો લાગે છે?? તબિયત ઠીક નથી કે શું??" સાહિલ એ જોયું તો આરોહી નો અવાજ ભારે થઈ ગયો હતો અને ચહેરો પણ સાવ ફિક્કો લાગતો હતો.
" હા, થોડું અનઈઝી ફીલ થાય છે." આરોહી ટેબલ પર માથું રાખતા બોલી.
" તો આજે લીવ લઈ લીધી હોત તો?? શા માટે ઓફિસ આવી??" આરોહી ની તબિયત સારી નહોતી એટલે સાહિલ ચિંતાના સ્વરે પૂછી રહ્યો હતો.
" રૂમે એકલા તો વધારે તબિયત ખરાબ થઈ જાય. એના કરતાં તમારી સાથે અહી થોડું ફ્રેશ ફીલ થાય છે." આરોહી જાણતી હતી જો એ એકલી હશે તો ફક્ત શ્લોક જ એના દિમાગમાં ઘૂમ્યા કરવાનો. આરોહી વિચારી રહી હતી સાહિલ જોડે વાત કરવાનું કદાચ સાહિલ ગમે એ રીતે શ્લોકની માહિતી મેળવી શકે.
" હેય..... સાહિલ, તારે જાની સાહેબની ઓફિસ એ જવાનું છે. ત્યાંથી એક ફાઈલ લેવાની છે." સર એ કેબિન માંથી બહાર આવી કહ્યું.
" ઓકે..... સર, આરોહી ની તબિયત સારી નથી તો એને પણ સાથે લઈ જાવ તો?? એ મેડીસીન લઈ લે તો સારું ને....." સાહિલ આરોહી ને પણ સાથે લઈ જવાની પરમિશન માંગી રહ્યો હતો.
" આરોહી, શું થયું?? એવું હોય તો તું આરામ કરજે..." સર આરોહી ની તબિયત વિશે પૂછવા લાગ્યા.
" સર, આઈ એમ ફાઈન..... પરંતુ થોડું અનઈઝી ફીલ થાય છે. દવા લઈ લઈશ એટલે સારું થઈ જશે." આરોહી નો અવાજ એકદમ ભારે થઈ ગયો હતો.
" સાહિલ, એવું લાગે તો આરોહી ને પછી એના ઘરે છોડી દેજે." સર પોતાની કેબિનમાં જતા રહ્યા હતા.
*
આ બાજુ શ્લોક ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. વારંવાર આરોહી ને ફોન ટ્રાય કરતો પણ ફોન લાગતો નહિ. મેસેજ કરવાની ટ્રાય કરી પરંતુ એનો પણ કોઈ ફાયદો થયો નહિ. શ્લોક ને આરોહી ની ચિંતા થઈ રહી હતી. હજુ કાલે રાતે તો બન્ને એ ઘણી બધી વાતો કરી હતી અને અચાનક એક પણ મેસેજ સેન્ટ નહોતો થતો. શ્લોક આરોહી ની ઓફીસ માં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ અચાનક ઓફિસમાં જવાથી કદાચ આરોહી ને પસંદ ન આવે. કદાચ તેના કલીગ આરોહી વિશે બીજા કોઈ વિચાર કરવા લાગે તો આવા બધા સવાલો ને કારણે શ્લોકનું મન તેની ઓફીસ માં જવા માટે ના કહી રહ્યું હતું. પરંતુ તેની પાસે બીજો કોઈ ઓપ્શન પણ નહોતો.
*
" આરોહી પટેલ.........??" શ્લોક આરોહી ની ઓફિસ માં જાણે પોતે ડિલિવરી બોય હોય એમ આરોહી વિશે પૂછી રહ્યો હતો.
" એ તો હજુ અત્યારે જ કામથી બહાર ગઈ કદાચ હજુ લિફ્ટ માં જ હશે. શું કાઈ કુરિયર છે??" હજુ બ્રિંદા આગળ કાઈ પૂછે એ પેહલા જ શ્લોક ફટાફટ ઓફિસ બહાર નીકળી ગયો.
શ્લોક એ જોયું તો એક લિફ્ટ હજુ અત્યારે જ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોચી હતી. શ્લોક એ પણ ફટાફટ બીજી લિફ્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર નું બટન પ્રેસ કર્યું.
શ્લોક એ ફટાફટ લીફ્ટમાંથી બહાર નીકળી જોયું તો આરોહી કોઈકની બાઈક પાછળ બેસી જઈ રહી હતી. શ્લોક ના મોઢા પર એક ઉદાસી આવી ગઈ હતી. શ્લોક એ ઝડપથી પોતાની કાર સ્ટાર્ટ કરી અને એ બાઈક નો પીછો કરવા લાગ્યો. શ્લોક ની કાર ટ્રાફીકમાં ફસાઈ ગઈ અને બાઈક ક્યાંય આગળ નીકળી ગઈ હતી. પરંતુ શ્લોક એ બાઈક નો નંબર નોટ કરી લીધો હતો.
*
"અહી કેમ ઊભી રાખી??" સાહિલ એ બાઈક કાફે સામે ઊભી રાખી એટલે આરોહી એ પૂછ્યું.
" કોફી માટે....." સાહિલ બાઈક પાર્ક કરતા બોલ્યો.
" અરે..... યાર.... મજા આવશે. તું આમ એકદમ રિલેક્સ થઈ જઈશ." સાહિલ આરોહી નો હાથ પકડી કાફેમાં લઈ ગયો.
" હવે બોલ તારા મગજમાં શું ચાલી રહ્યું છે એ??" કોફી આવી એટલે કોફીનો એક સીપ લેતા સાહિલ બોલ્યો.
" મારા મગજમાં??" આરોહી પોતાની તરફ આંગળી કરી બોલી.
" હા..... તારા જ મગજમાં. તારા ચહેરા પરથી સાફ દેખાઈ આવે છે કે તારા મગજમાં કેટલાય ઊંડા વિચારો ચાલી રહ્યા છે." સાહિલ એ આરોહી ને સવારે જોઈ ત્યારનો સમજી ગયો હતો કે તે કાઈક ચિંતા માં હતી.
" શ્લોક........" આરોહી એકદમ ધીરેથી બોલી.
" કેમ કાલે તે એને પાર્કમાં વેઈટ કરાવ્યો એટલે કાઈ બોલ્યો તો નથી ને ...?" સાહિલ એ કોફીનો કપ ટેબલ પર મુકયો.
" અરે...ના, એણે તો કાલે મને મસ્ત સરપ્રાઈઝ આપી હતી." આરોહી કાલે રાત્રે જે થયું હતું એ બધું સાહિલને જણાવી દીધું.
" તું સાચી છે. એમ કોઈ પર વિશ્વાસ ન કરાય. પરંતુ અચાનક બ્લોક નહોતો કરી દેવો એના વિશે પેહલા માહિતી મેળવવાની કોશિશ કરવાની હતી." સાહિલ કાઈક વિચાર કરી બોલ્યો.
" આગળ જતાં કાઈ પ્રોબ્લેમ થયો હોય તો...... અને સાચું કહું તો મને કાઈ સમજમાં જ ન આવ્યું કે શું કરું એટલે પેહલા તો બ્લોક જ કરી દીધો." આરોહી પોતાનું માથું પકડી બેસી ગઈ.
"ઈટ્સ ઓક આરુ, તે જે કર્યું એ સારું જ કર્યું. હું ટ્રાય કરીશ શ્લોક વિશે માહિતી મેળવવાની." આરોહી ના હાથ પર હાથ મુકતા સાહિલ બોલ્યો.
*
શ્લોક એ જોયું તો દૂર દૂર સુધી ક્યાંય પેલી બાઈક દેખાતી નહોતી. શ્લોક એ પોતાની કાર સાઈડમાં ઊભી રાખી દીધી અને હજુ પોતે કારમાં જ બેઠો હતો ત્યાં તેની નજર બાજુમાં પાર્ક કરેલી બાઈક પર પડી તેણે જોયું તો તે એ જ બાઈક હતું જેની પાછળ આરોહી બેઠી હતી. શ્લોક કારમાંથી બહાર નીકળ્યો અને આજુબાજુ આરોહી ને શોધવા લાગ્યો. તેની નજર કાફેમાં ગઈ તો આરોહી અંદર બેઠી હતી.
" આ છે કોણ?? જે આરોહી ના હાથ પર આવી રીતે હાથ મૂકી વાત કરી રહ્યું છે." શ્લોક એ જોયું ત્યારે સાહિલ આરોહી ના હાથ પર પોતાના હાથ મૂકી તેને દિલાસો દઈ રહ્યો હતો. પરંતુ શ્લોક ને સાહિલ નો ચહેરો દેખાતો નહોતો.
" શું કરું અંદર જાવ કે નહિ??" શ્લોક પોતાને જ પૂછી રહ્યો હતો અને એ જાણવા માંગતો હતો કે આરોહી સાથે બેસનાર એ વ્યક્તિ છે કોણ?
શ્લોક હજુ વિચાર કરતો બહાર જ ઊભો હતો ત્યાં તેણે જોયું તો આરોહી ઊભી થઈ વોશરૂમ તરફ ગઈ.
" આરોહી નથી ત્યાં ફક્ત પેલાને તો જોય લઉ કે છે કોણ?'" શ્લોક ફટાફટ કાફેમાં ગયો.
શ્લોક કાફેમાં ગયો અને જાણે કોઈને શોધતો હોય એ રીતે સાહિલને સામે જઈ ઊભો રહી ગયો.
" હેય...... એકસ્ક્યુઝમી, આઈ થિંક.... હું તમને ઓળખું છું..!!" હજુ શ્લોક કાઈ બોલે એ પેહલા જ સાહિલ એ શ્લોકને પૂછ્યુ.
" સોરી..... પણ મને કાઈ યાદ નથી આવતું." શ્લોક તો થોડી વાર વિચારમાં પડી ગયો.
" મારી ભૂલ ન થતી હોય તો...... યુ આર શ....શ.....શ્લોક..... શ્લોક પટેલ, રાઈટ??" સાહિલ આંખો બંધ કરી નામ યાદ કરી રહ્યો હતો.
" હા, શ્લોક પટેલ" શ્લોક પણ યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો.
" કદાચ તને સીતાપુર યાદ હશે....." સાહિલ શ્લોક ને ગામનું નામ યાદ અપાવતા કહ્યું.
" સીતાપુર.........?? ઓહ માય ગોડ........ સીતાપુર સે સાહિલ..... સાહિલ, સાચે યાર તું મારી સામે છે?? આઈ કાન્ટ બીલિવ...." શ્લોક એ તો પેહલા યાદ કર્યું અને પછી તેને યાદ આવતા તેના ચેહરા પરની જે ખુશી હતી એ કાઈક અલગ જ હતી.
"અરે.... ભાઈ, તું ઊભો કેમ છે?? બેસ ને અહી....." સાહિલ એ ચેર સામે હાથ લાંબો કરી બેસવા માટે કહ્યું. શ્લોક સાહિલ સામેની ચેરમાં બેસી ગયો.
" અહી કાફેમાં એકલો કેમ??" સાહિલ એ ફરી પૂછ્યું.
" અરે..... એ તો એક ફ્રેન્ડ આવવાનો હતો..." શ્લોક તો સાહિલ ને જોય તેની સાથે વાતો કરવામાં ભૂલી જ ગયો હતો કે પોતે આરોહી પાછળ આવેલો પરંતુ હવે આરોહી તો સાહિલ સાથે જ હતી તો શું કેહવુ એ સમજાયું નહિ એટલે શ્લોક એ બહાનું બનાવ્યું.
"આરુ, અહી આવ..... આ છે મારો લંગોટિયો યાર.....મારો જીગરજાન" આરોહી હજુ શ્લોક પાછળથી આવતી હતી તેને નહોતી ખબર કે સાહિલ સામે શ્લોક પોતે જ બેઠો છે.
" હાય........." આરોહી શ્લોક સામે જઈ તેનો ચહેરો જોયો એટલે આરોહી ના શબ્દો મોઢામાં જ રહી ગયા. થોડીવાર તો આરોહી ને આગળ શું બોલવું સમજાયું નહી. આરોહી તો એમનાં ઊભી રહી ગઈ.
" હાય....... તમે બન્ને......??" શ્લોક ને તો ખબર જ હતી આરોહી છે એટલે એ અજાણ્યો બની ફક્ત હાય કહ્યું અને સાહિલ સામે જોઈ આરોહી વિશે પૂછી રહ્યો હતો.
" અરે...... એ લાંબી કહાની છે પછી ક્યારેક કહીશ.........!!
આરુ, તું હજુ ઊભી કેમ છે?? બેસી જા. ઉપરથી તારી તબિયત પણ નથી સારી....." સાહિલ એ આરોહી ને હાથ પકડી બેસાડી.
આરોહી ની તબિયત ની વાત સાંભળી શ્લોક ને આરોહી ની ચિંતા થવા લાગી હતી પરંતુ જે રીતે સાહિલ એ કહ્યું કે એ લાંબી કહાની છે અને જે રીતે એ આરોહી ની કેર કરતો હતો એ જોય શ્લોક કાઈ જ બોલ્યો નહિ અને ચૂપચાપ બેસી રહ્યો.
"તું શું લઈશ, શ્લોક??" સાહિલ એ મેનુ શ્લોક તરફ કર્યું.
" તારા માટે હજુ એક કોફી ઓર્ડર કરું......??" સાહિલ આરોહી ને પૂછી રહ્યો હતો.
" ચાલો, હું નીકળું......" શ્લોક હવે આરોહી સામે વધારે બેસી શકે એમ નહોતો.
" અરે.....પણ કોફી પી ને તો જા....." સાહિલ શ્લોકને રોકતા બોલ્યો.
" ના.... પછી ક્યારેક.... ફ્રેન્ડ નો મેસેજ હતો એ વેઈટ કરે છે." શ્લોક ઊભો થયો.
"શ્લોક, તારો નંબર તો આપ. હવે હું તને ખોવા નથી માંગતો." સાહિલ પણ ઊભો થઈ શ્લોકને ગળે મળ્યો.
" તું તો મારી જાન છો, યાર!!" શ્લોક એ પોતાનો નંબર સાહિલને આપતા કહ્યું.
બન્ને પોતાના કોન્ટેક્ટ નંબર એક્સચેન્જ કરી રહ્યા હતા તો બીજી બાજુ આરોહી ને યાદ આવ્યું કે શ્લોક એ પોતાના નંબર કેવા બધા લેટર પર અલગ અલગ લખીને આપ્યા હતા પરંતુ શ્લોક અત્યારે એકદમ અજાણ્યો બની વર્તન કરતો હતો. જાણે એ આરોહી ને ઓળખતો જ ન હોય એવું લાગી રહ્યું હતું. આરોહી પણ ચૂપ જ હતી.
" આરુ, ક્યાં વિચારમાં ખોવાય ગઈ??" સાહિલ આરોહી ના મોઢા પાસે ચપટી વગાડતા બોલ્યો.
" અરે.... ક્યાંય નહિ.. શ્લોક??? તમે બન્ને??" આરોહી સાહિલ પાસેથી શ્લોક વિશે જાણવા માંગતી હતી.
" શ્લોક..... કહું તો મારો પેહલો દોસ્ત અને કદાચ આખરી પણ. હી ઇઝ ધી ઑનલી વન વ્હુ વિલ ફીટ ઓન ઓલ ડેફીનેશન ફોર ટ્રુ ફ્રેન્ડ." સાહિલ જાણે પેહલા ના દિવસો યાદ કરી બોલી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
" આખરી એટલે.....??" આરોહી ને સાહિલ ની આ વાત સમજાય નહિ.
" કદાચ અમે બન્ને છૂટા પડ્યા પછી મને બીજો શ્લોક ક્યાંય મળ્યો જ નહિ....... બટ, નાઉ હી ઈઝ બેક.... સો આઈ એમ વેરી હેપ્પી!!" આરોહી જ્યારથી સાહિલ ને ઓળખતી હતી ત્યારથી આટલો ખુશ તેને પેહલી વાર જોયો હતો. સાહિલ હમેંશા ખુશ જ રેહતો પરંતુ આજની જલક કાઈક અલગ જ હતી.
" જસ્ટ કાઈન્ડ ઓફ યોર ઇન્ફોર્મેશન.... આ શ્લોક હતો...." આરોહી હવે સાહિલ ને જણાવી રહી હતી કે આ એ જ શ્લોક હતો જે મને ગિફ્ટ મોકલતો.
" આઈ નો શ્લોક હતો. મારો ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ......" આરોહી શું કહેવા માંગતી હતી એ હજુ સાહિલ સમજ્યો નહોતો.
" અરે....પાગલ, ફ્રેન્ડ ઝોનમાંથી બહાર આવ, આ એ જ શ્લોક છે જે મને ગીફટ્સ મોકલતો. મિ. અનનોન બની" આરોહી હવે થોડો અવાજ ઊંચો કરી બોલી.
" ઓહ..... મિ.અનનોન.....શ્લોક... ઓહ માય ગોડ.... શ્લોક....." સાહિલ જ્યારે સમજાયું ત્યારે એ થોડીવાર તો શોક થઈ ગયો.
"સાહિલ, આર યુ ઓક??" આરોહી સાહિલ ને પાણી નો ગ્લાસ આપતા બોલી.
"અરે, તો તું ત્યારે કેમ કાઈ બોલી નહી. અને એ ઇડિયટ પણ કાઈ બોલ્યો નહિ." સાહિલ આરોહી ને પૂછી રહ્યો હતો.
" શું બોલું?? શ્લોક ને અચાનક આમ સામે જોઈ હું કાઈ બોલી જ ન શકી. અને ઉપરથી હું તમને બન્ને ને જ જોઈ રહી હતી. તમે બન્ને જે રીતે એકબીજાને મળી રહ્યા હતા જાણે એવું લાગતું તમારી આજુબાજુ કોઈ બીજું છે જ નહિ.
" સોરી આરુ, શ્લોક અહી સામે હતો અને હું......" સાહિલ આરોહી ની માફી માંગવા લાગ્યો.
" કાઈ વાંધો નહી. આઈ એમ ફાઈન!!" આરોહી જાણતી હતી સાહિલ ખેદની લાગણી અનુભવી રહ્યો હતો.
" આરુ, આઈ વિલ પ્રોમિસ યુ, કે હવે શ્લોક સાથે તને મળાવવાની જવાબદારી મારી....બસ!!" સાહિલ આરોહી સામે જોઈ એકદમ ખુશ થઈ બોલ્યો.
"ઓહ.... હેલ્લો, તને એવું કોણે કહ્યું કે, આઈ વોન્ટ ટુ બી વિથ હીમ??" આરોહી મો ફૂલાવતા બોલી.
"હવે તારો ચહેરો મે જોયો છે જ્યારે પણ શ્લોકનું નામ આવે એટલે આમ બ્લશ કરવા લાગે..... આયે..હાયે....!!" સાહિલ આરોહી ની મજાક કરતા બોલ્યો.
" શટ અપ, સાહિલ!! એ બધું છોડ, મને તમારી કહાની તો જણાવ..." આરોહી શ્લોક અને સાહિલ ની ફ્રેન્ડશિપ વિશે જાણવા માંગતી હતી.
" એ પછી ક્યારેક કહીશ. એક કામ કરજે ને તું શ્લોકને જ પૂછી લેજે ને. કદાચ તને એની વાતો સાંભળવી વધારે ગમશે." સાહિલ હવે આરોહી ને દરેક વાત પર ખીજવી રહ્યો હતો.
" મારે એની પાસેથી કાઈ નથી સાંભળવું. તને ખબર જ છે એ બિચારાને મે બ્લોક કરી દીધો છે." આરોહી પોતાના વાળ સરખા કરતા બોલી.
" ઓહ..... બિચારો!!" સાહિલ બિચારા જેવું મોઢું કરવા લાગ્યો.
" સાહિલ, આઈ એમ સીરીયસ... હવે વધારે કાઈ પણ બોલ્યા વગર મને કહાની કહીશ કે પછી હું જતી રહુ...." આરોહી હવે થોડી ગંભીર થઈ બોલી.
" હા, કહું છું પણ..... બટ તારી તબિયત સારી નથી તો પછી રાખી એ તો........." સાહિલ ને આરોહી ની તબિયત ની ફિકર હતી.
" આઈ એમ અબ્સોલુટેલી ફાઈન, મારે બસ તમારી કહાની સાંભળવી છે." આરોહી નો ચહેરો હજુ ગંભીર જ હતો.
" અરે હા પણ ...... કહું છું. પેલા થોડી આમ ચહેરા પર સ્માઇલ તો લઈ આવ. સાવ સડી ગયેલું મો કરીને બેઠી છે તે......" આરોહી પોતાના ફેસ પર સ્માઈલ લઈ આવી.
" શ્લોક અને હું............." સાહિલ જાણે પેહલા ના દિવસોમાં જતો રહ્યો હતો.

To be continue...........



Thank you!!!!!
⭐⭐⭐⭐⭐