Infinity - 3 books and stories free download online pdf in Gujarati

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 3


Part :- 3

" સાહિલ.......??" આરોહી મનમાં વિચારી રહી હતી.
" જ્યારે મે પેલી ચોકલેટ્સ બધાંને વહેંચી દેવાનું કહ્યું હતું ત્યારે સાહિલ મારા માટે થોડી બચાવીને રાખી હતી. પરંતુ એ તો ફ્રેન્ડ હોવાના લીધે એવું કરે પણ ખરો??" આરોહી પોતે જ સવાલ જવાબ કરી રહી હતી.
" બીજું બોક્સ સાહિલ પોતે જ લઈ આવ્યો હતો નીચેથી.... એ સાચે કોઈ કુરિયર બોય એ આપ્યું હશે કે એ ખોટું બહાનું આપતો હશે?? અને આ ત્રીજું તો સર એ આપ્યું હતું. જો સાહિલ જ હોય તો પછી ગમે તે બહાનું કરી પોતે જ મને બોક્સ આપે..... એટલે કદાચ સાહિલ ન હોય શકે. પરંતુ એ પણ સાચી વાત છે સાહિલ મારી સાથે કોઈ દિવસ ઝઘડો કરતો નથી હમેંશા મારી સાથે પ્રેમથી જ વાત કરે છે. બધાની મજાક બનાવતો હોય પરંતુ મારી સાથે ક્યારેય એવું નથી કરતો. અને મને હમેંશા આરુ કહી જ બોલાવે છે. બ્રિંદા એ ઘણી વાર ના પાડી છે છતાં એ મને આરુ જ કહે છે. ઓહ માય ગોડ.... શું થઈ રહ્યું છે મારી સાથે......" આરોહી આટલું બધું વિચારી હવે થાકી ગઈ હતી. એને સમજાતું નહોતું સાહિલ હોય શકે કે નહિ?? આરોહી ના ઘણા વિચાર હા કહી રહ્યા હતા તો ઘણા વિચાર ના કહી રહ્યા હતા.
" આમ ને આમ તો તું પાગલ થઈ જઈશ આરોહી.... આ બધું છોડ અને કાલે ઓફિસ જઈને સાહિલ ને સીધી રીતે પૂછી લેજે એટલે સાચી ખબર પડી જશે." આરોહી પોતાને જ કહી રહી હતી.
" ગજબ સુગંધ છે આની...... સાચે!!!! આઈ લવ ઈટ!!!" આરોહી ટેબલ પર રાખેલી પરફયુમ ની બોટલ હાથમાં લેતાં બોલી.
" અને આ તો મારો ફેવરીટ તો છે જ....." પોતે જે પરફ્યુમ યુઝ કરતી હતી એને લેતા બોલી. બન્ને પર્ફ્યુમ ને બોક્સમા મૂકી રહી હતી. અને લેટર હાથમાં લઈ ફરી વાંચ્યો અને બોક્સમા મૂકી બોક્સ બંધ કરી રહી હતી ત્યાં અચાનક જ કાઈક યાદ આવ્યું હોય એમ ફરી લેટર ખોલ્યો અને કાઈક ચેક કરી લેટર સાઈડ પર મૂકી દીધો. આરોહી એ ટેબલના ડ્રોઅર માંથી પેહલા ના પણ બન્ને બોક્સ બહાર કાઢ્યા.અને બન્ને બોક્સ માંથી લેટર કાઢી બન્ને માં ફરી કાઈક ચેક કર્યું.
" ઓ..... ત્તેરી...... મે આ નોટીસ કેમ પેહલા ન કર્યું??" આરોહી એકલી એકલી બોલી રહી હતી.
" ત્રણેય લેટરમાં નીચે ઇન્ફીનીટી નું ચિન્હ છે. એ પણ એકદમ લવ વાળી સાઈન માં અને પરફયુમ્ ની બન્ને બોટલ પર પણ એ જ સાઈન હતી. આરોહી એ બ્લુટૂથ હાથમાં લીધું તો એના પર પણ માર્કર થી ઇન્ફિનિટી ની સાઈન બનાવેલી હતી. ઇન્ફીનીટી..... ઇન્ફીનીટી......??? આના વિશે તો હવે જલદી પત્તો લગાવો પડશે." આરોહી કાઈક ઊંડાણથી વિચારી રહી હતી.
*
આરોહી સવારે ઉઠી તો પેહલા શબ્દ એના મગજમાં ઇન્ફિનિટી આવ્યો હતો. રાતે પણ એના મગજમાં આ શબ્દ જ ઘૂમી રહ્યો હતો. આરોહી ઓફિસ જઈ રહી હતી તો રસ્તા પર જતા પણ આજે એના મગજમાં બસ એક શબ્દ જ હતો.. ઇન્ફિનિટી.....
" આ ઇન્ફિનિટી ની સાઈન તો મને પાગલ કરી દેશે. જ્યાં હોય ત્યાં હવે આ જ દેખાય છે. હવે આ કાર પર કોણ ઇન્ફિનિટી નો સિમ્બોલ કરાવતું હશે." આરોહી એ પોતાના ઓફિસની બિલ્ડિંગ પાસે નીચે કાર પર પણ ઇન્ફિનિટી નું ચિન્હ જોયું એટલે મનમાં જ બોલી રહી હતી.
" આરોહી, ડિક્ષોન ના સેમ્પલ લઈને કોણ આવી રહ્યું છે?" સર એ પૂછ્યુ.
" ઇન્ફિનીટી...." આરોહી નું ધ્યાન પોતાના કામ પર જ હતું.
" વ્હોટ??" સર ને કાઈ સમજાયું નહિ.
" સોરી, આઈ મીન ઈરફાન...." આરોહી ને અચાનક ખ્યાલ આવ્યો કે તે શું બોલી હતી.
" ઓકે, એ આવે એટલે મને કોલ કરજે હું કામથી બહાર જાવ છું." સર આટલું કહી જતા રહ્યા.
" આરોહી, તારું ધ્યાન ક્યાં હતું??" બ્રિંદા ને આરોહી નું વર્તન અજીબ લાગ્યું એટલે પૂછ્યું.
" કાઈ નહિ. હું કાઈક વિચારી રહી હતી એટલે..." આરોહી હજુ પણ કાઈક વિચારી રહી હતી.
" હેય.... બ્રિંદા, સાહિલ.... આઈ નીડ યોર હેલ્પ..." આરોહી બ્રિંદા અને સાહિલ તરફ ફરી બોલી.
" હા બોલ...." બ્રિંદા તો તૈયાર જ હતી.
" યસ... આરુ!! હાઉ આઈ કેન હેલ્પ યુ??" સાહિલ પોતાની ચેર બન્ને તરફ કરતા બોલ્યો.
"મારી ફ્રેન્ડ છે સોનુ. એમને કોલેજ એક પ્રોજેક્ટ છે એ લોકો ને સર્વે કરવાનો છે એક લવ સાઈન પર. સો લોકો પાસેથી એમને રીવ્યુ લેવાના છે. સો મને લાગ્યું તમે મને હેલ્પ કરશો.
" હા, પણ એમાં કરવાનું છે શું??" સાહિલ એ પૂછ્યુ.
" કાઈ જ નહિ જસ્ટ ઇન્ફિનિટી નું ચિન્હ બનાવવાનું છે લવ વાળું અને નીચે ફક્ત નામ લખવાનું છે પછી હું એને મોકલી દઈશ બાકી એને જે કરવું હોય એ જોય લેશે.
" બસ, આટલું જ. મને તો એમ કે શું મોટુ કામ હશે." બ્રિંદા ને લાગ્યું હતું કે કાઈક મજેદાર વાત હશે પણ એવું નીકળ્યું નહિ.
" આરુ, ટેક ઈટ...." સાહિલ એ તો એક પેપર પર સાઈન બનાવી આપી પણ દીધી.
" આરોહી, આ મારા તરફથી...." બ્રિંદા ફરી આરોહી શબ્દ પર ભાર મૂકી સાહિલ ને ઘુરી રહી હતી.
" થેંક્યું સો મચ, યાર!!" આરોહી બન્ને ને કહી રહી હતી.
આરોહી એ જોયું તો સાહિલ એ બનાવેલું ચિન્હ તદ્દન અલગ જ હતું પેલા લેટર પર હતું એનાથી. આરોહી મનમાં વિચારી રહી હતી એટલે કદાચ સાહિલ તો ન જ હોઈ શકે.
" આરોહી, હું નીકળું છું. મે સર જોડે વાત કરી લીધી છે. તું પણ કામ પૂરું કરી જલદી નીકળી જજે પછી. બાય!!" બ્રિંદા ને કાઈક કામ હતું એટલે એ આજે થોડી વેહલી જઈ રહી હતી.
" હા, બાય!!" આરોહી ને પણ હવે થોડું કામ જ બાકી હતું.
*
" હેય આરોહી......આરોહી....."
આરોહી પોતાનું કામ પૂરું કરી ઘરે જઈ રહી હતી હજુ ઓફિસ થી નીકળી નીચે જ પહોચી હતી ત્યાં તેને પોતાના નામ ની બૂમ સંભળાઈ.
" સાહિલ....??" આરોહી એ પાછું વળી જોયું તો સાહિલ તેના તરફ દોડતો આવી રહ્યો હતો.
" કેટલું ફાસ્ટ ચાલે છે તું યાર...." સાહિલ હજુ હાંફી રહ્યો હતો.
" કાઈ કામ હતું??" આરોહી ને કાઈ સમજાયું નહિ.
" આ આપવાનું હતું..." સાહિલ ના હાથમાં એક કવર હતું એ બતાવતા કહ્યું.
" શું છે આ??" આરોહી પૂછી રહી હતી.
" ખબર નહિ. અંદર લેટર હોય એવું લાગે છે." સાહિલ આરોહી ને હાથમાં પકડાવતા બોલ્યો.
" કોણ એ આપ્યો??" આરોહી હવે થોડી કડક થઈ રહી હતી.
" તું જેવી ઓફિસમાંથી નીકળી એવો જ કુરિયર બોય આવ્યો મને લાગ્યું હજુ તું નીચે જ હશો. એટલે તને આપવા ફટાફટ આવ્યો." સાહિલ કહી રહ્યો હતો.
" સાહિલ, સાચે કુરિયર બોય આવ્યો હતો??" આરોહી હવે સચ્ચાઈ જાણવા માંગતી હતી.
" હાસ્તો...!! હું ખોટું શા માટે બોલું??" સાહિલ ને કાઈ સમજાયું નહિ.
" સાહિલ, હું વાત ગોળ ગોળ ફેરવવા નથી માંગતી. તને ખબર જ છે કોઈ મને આવી રીતે કુરિયર મોકલ્યા કરે છે. તું ખોટું નહિ લગાડતો પણ સાહિલ, તું મારી સાથે આવી મજાક નથી કરી રહ્યો ને?? કેમ કે તારી મજાક કરવાની આદત છે સો...??" આરોહી ને જે લાગ્યું એ સીધું જ પૂછી લીધું.
સાહિલ જોર જોરથી હસવા લાગ્યો.
" કેમ હસે છે??" આરોહી ને સાહિલ નું વર્તન સમજાયું નહિ.
" આરું, સોરી આઈ મીન આરોહી..... તું જે સમજે છે એવું કાઈ જ નથી. સાચે હું તારી સાથે આવી મજાક નથી કરી રહ્યો." સાહિલ હજુ હસી રહ્યો હતો.
" સાહિલ....યાર!! મજાક ન બનાવ. હું સાચે પૂછું છું. હું પાગલ થઈ જઈશ આમનેઆમ..." આરોહી ગંભીર થઈ બોલી રહી હતી.
" સોરી, પણ કસમથી હું સાચે જ નથી જાણતો કાઈ આના વિશે." આરોહી ને જોઈ સાહિલ એ પણ ગંભીર થઈ જવાબ આપ્યો.
" પાક્કું ને.....??" આરોહી ફરી પૂછી રહી હતી.
" અરે સો ટકા...!!" સાહિલ બોલ્યો.
" પણ આરોહી તું આ બધું કાઈક વધારે સિરિયસ લઈ રહી હોય એવું લાગે છે. પણ એક વાત તો કેહવી પડશે એ અનજાન વ્યક્તિ પણ તારે માટે કાઈક વધારે જ સિરિયસ છે." સાહિલ અત્યારે બિલકુલ મજાક નહોતો કરી રહ્યો.
" ખબર નહિ." આરોહી પણ કાઈક વિચારી બોલી રહી હતી.
" એની વે.... તારે પછી મોડું થશે. હું પણ નીકળું હવે." સાહિલ આરોહી ના પર્સનલ મેટર માં વધારે નહોતો પડવા માંગતો.
" હા.... બાય!!" આરોહી પણ પોતાના રસ્તે ચાલવા લાગી.
*
" હવે એક વાત તો પાક્કી થઈ ગઈ કે એ સાહિલ નથી. તો પછી આ છે કોણ??" આરોહી રૂમે આવી પાણી નો ગ્લાસ હાથમાં લઈ ચેર પર બેઠી.
" હા, લેટર...." આરોહી એ ગ્લાસ ટેબલ પર મૂકી પર્સ માંથી લેટર બહાર કાઢ્યો.
" હવે આજે શું નવું હશે આમા?? ખોલું કે નહિ?? " આરોહી અવઢવમાં હતી. એને ખબર હતી કઈક નવી વાત એમાંથી નીકળશે અને ફરી એના વિચારમાં ખોવાય જશે.
આરોહી એ કવર ખોલ્યું અને લેટર બહાર કાઢ્યો. લાઈટ પિંક કલર નો લેટર હતો અને લેટરમાંથી પણ પેલા સેન્ટ ની સુગંધ આવી રહી હતી. આરોહી એ જોયું તો લેટર પર પેહલા જ ઇન્ફિનિટી ની સાઈન હતી.આરોહી એ લેટર ખોલ્યો અને વાંચવાનો શરૂ કર્યો,
"હાય, આરોહી
પેહલા તો આઈ એમ વેરી સોરી કારણ કે મને ખબર છે મારા આવા વર્તનથી તું ખૂબ ડિસ્ટર્બ રહે છે. એટલે હવે હું તને વધારે ડિસ્ટર્બ નહિ કરું. હવે હું પણ તારી સામે ઊભો રહી તને જોવા માંગુ છું. તારી સાથે વાત કરવા માંગુ છું. તારો અવાજ સાંભળવા માંગુ છું. તારી આંખોમાં ડૂબી જવા માંગુ છું.
હું જાણું છું કે તને આ બધું અજીબ લાગતું હશે પણ સાચું કહું તો તને એકવાર જોયા પછી હું મારો મારા પરનો કાબૂ ખોઈ બેઠો છું. આખો દિવસ તું જ મારી નજર સામે હોય છે. અને કસમ થી એક રાત એવી નથી કે તું મારા સપનામાં ન આવી હોય. મારા દિલો દિમાગ પર બસ તારું જ નામ છે. હું નથી જાણતો કે આવું શા માટે થઈ રહ્યું છે. મને લાગે છે મને મળ્યા પછી તું પણ કદાચ આવો જ અહેસાસ કરીશ.
હા, કદાચ તને એવું પણ લાગતું હશે કે કોઈ રોમેન્ટીક મૂવી નો ડાયલોગ સાંભળી હું આવી ખોટી બક્વાસ કરી રહ્યો છું. પરંતુ કદાચ મને એક વાર મળ્યા પછી જ તું મને સાચો ઓળખી શકીશ. મારી પાસે તારો કોન્ટેક્ટ નંબર છે પણ હું તને કોલ નહિ કરું. જો તને આ લેટર વાંચ્યા પછી એવું લાગે કે તારે મારી સાથે વાત નથી કરવી તો એ તારી મરજી છે. પણ તારા વગર હું શૂન્ય થઈ જઈશ અને શૂન્ય ની કિંમત એકડા વગર નકામી છે.
સારું, ચાલ મારી બક્વાસ તો ચાલુ જ રેહવાની તને ખોટો કંટાળો આવતો હશે. કદાચ તું વિચારતી પણ હોય મને કોલ કઈ રીતે કરીશ આમા ક્યાંય મારા નંબર તો નથી ? તો તું સાચી જ છો આમા ક્યાંય મારા નંબર નથી જ. મારા નંબર તને અગાઉના લેટર માંથી મળી રહેશે. આગળના બધા લેટર પર ઉપર ત્રણ આંકડા લખ્યા હશે અને આ લેટર માં પણ જો ઉપર એક આંકડો છે. હવે આ બધા ભેગા કરીશ એટલે મારો કોન્ટેક્ટ નંબર બની જશે. કેમ બની ગયો ને??
બસ હવે તો તારો અવાજ સાંભળવાની જ રાહ છે......

લિ.
તારો શ્લોક
તા.જ :- હવે તું વિચારતી હશો કે તારો શ્લોક એમ કેમ લખ્યું? કારણ કે હવે હું હંમેશા તારો જ બની રેહવા માંગુ છું. હંમેશા માટે આરોહી નો શ્લોક બનવા માંગુ છું.
See you soon......☺️"

લેટર પૂરો થઈ ગયો હતો છતાં આરોહી હજુ એમ જ લઈને બેઠી હતી. આરોહી લેટર ઊંચો કરી પોતાના નાક પાસે લઈ આવી અને ઊંડો શ્વાસ લઈ લેટરની મહેક માં ખોવાય ગઈ.
આરોહી એ બીજા લેટર બહાર કાઢ્યા અને લેટર પર જોયું તો ત્રણેય લેટર પર ત્રણ ત્રણ આંકડા હતા અને આ ચોથા લેટર પર એક હતો. આરોહી એ પોતાના મોબાઈલ મા બધા આંકડા એક પછી એક ડાયલ કર્યા. આરોહી ના ડાયલ પેડ પર શ્લોકનો નંબર હતો પણ આરોહી વિચારી રહી હતી કોલ કરવો કે નહીં. આરોહી એ વિચાર્યું એક વાર સોનુ સાથે વાત કર્યા પછી એ કોલ કરવાનું વિચારી શકે. આરોહી એ કોન્ટેક્ટ નંબર શ્લોક ના નામે સેવ કરી દીધો.
" શ્લોક.....!! નામ તો સારું છે." આરોહી કોન્ટેક્ટ નંબર સેવ કરતા બોલી.
" તારો શ્લોક........!! ગજબ ની હિંમત છે આ છોકરામાં...." આરોહી લેટર ની છેલ્લી લાઈનો ફરી વાંચતા બોલી ઉઠી.
આરોહી એ લેટરનો ફોટો ક્લિક કર્યા અને સોનુ ને મોકલી દીધો.
આરોહી એ જોયું તો સોનુ ના ડેટા બંધ હતા. પેહલા આરોહી એ વિચાર્યું સોનુ ને કોલ કરી ડાયરેક્ટ વાત કરી લઉં પછી થયું એ બીઝી હશે જ્યારે મેસેજ જોશે ત્યારે એ સામેથી જ કોલ કરશે.
આરોહી ફરી શ્લોકના વિચારમાં ખોવાય ગઈ. આરોહી વિચારી રહી હતી સાચે કોઈ વ્યક્તિ હતી જે આરોહી ને આટલું બધું ચાહે છે કે પછી કોઈ ટાઈમ પાસ વાળી ગેમ જ હશે. હું તેને જોયા જાણ્યા વગર તેના પર શું વિશ્વાસ કરી શકું?? તેના દરેક શબ્દ સીધા મારા દિલને અસર કરી રહ્યા હોય એવું લાગે છે. લાગે છે જાણે એ સાચે મારા માટે જ લખાયા છે. અને છેલ્લે જો આ બધું એક પ્રેંક હશે તો મારી હાલત શું હશે??
" ઓહ.....ગોડ..... હું શું વિચારી રહી છું આ બધું......??" આરોહી એ પોતાના બન્ને હાથે પોતાનું માથું પકડી લીધું. ત્યાં જ આરોહી ના ફોન ની રીંગ વાગી.
" હાય સોનુ....!!" આરોહી ઢીલું ઢીલું બોલી.
" હાય, બાય છોડ... મે લેટર રીડ કર્યો. આ વળી કોણ છે, શ્લોક??"
"હું પણ નથી જાણતી..." આરોહી સ્પષ્ટ જવાબ આપી રહી હતી.
" તે પેલા સાહિલ જોડે વાત કરી??" સોનુ એ સવાલ કર્યો.
" હા, સાહિલ નથી." આરોહી એ જવાબ આપ્યો.
" તો આ શ્લોક.... કોઈ તને યાદ છે શ્લોક?? તું કોઈ ને ઓળખતી હોય તો.... યાદ કર..." સોનુ આરોહી ને સ્કૂલ, કોલેજ કે કોઈ રિલેટિવસ માંથી કોઈ હોયતો યાદ કરવા કહી રહી હતી.
" ના યાર, કોઈ જ શ્લોક મને યાદ નથી આવતો." આરોહી યાદ કરવાની કોશિશ કરતા બોલી.
" પણ એની વાત પરથી તો એવું લાગે છે એને તને જોય છે. અને સાચું કહું તો બહુ દિલથી લખાયેલા છે બધા શબ્દો.... છોકરામાં દમ તો છે બોસ!!" સોનુ શ્લોકના વખાણ કરી રહી હતી.
" સાચે!!! તને પણ એવું લાગ્યું??" આરોહી એકદમ ખુશ થઈ બોલી ઉઠી.
" ઓહ મેડમ, વધારે ખુશ થવાની જરૂર નથી. હજુ તું એને ઓળખતી પણ નથી. લેટર માં બે ચાર સારા વાક્ય લખી દેવાથી કાઈ ન થાય. અત્યારે બધા સિરિયલ અને વેબ સિરીઝ જોય રોમેન્ટીક થઈ ગયા છે." સોનુ આરોહી ની ખુશી પર બ્રેક લગાવતા બોલી.
" પણ તે તો કહ્યું દિલથી લખાયેલા છે??" આરોહી ને સોનુની વાત સમજાય નહિ.
" હા, એ સાચું જ છે. પણ હું તને સારી રીતે ઓળખું છું. એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ને જાણ્યા વગર તેમાં ઊંડી ઊતરતી નહિ કારણ કે પછી એનાથી દૂર રેહવું મુશ્કેલ થઈ જાય છે. કદાચ શ્લોક સાચે તારા માટે સિરિયસ હશે પણ પેહલા તારે એ ચેક કરવું પડશે કે એના શબ્દો માં, એના વર્તનમાં, એના મનમાં સાચે જ તું છે કે નહિ?? " સોનુ જાણતી હતી આરોહી આ બધી બાબતમાં થોડી કાચી હતી. એ બધી વાતમાં ઇમોશન્સ જોતી હતી. પરંતુ સોનુ પ્રેક્ટિકલી પણ વિચારતી હતી.
" તો હું કોલ કરું કે નહિ??" આરોહી ને સમજાયું નહિ આગળ શુ પગલું લેવું જોઈએ.
" પેહલા તું તારા દિલ ને પૂછ.. શું તું તેની સાથે વાત કરવા માંગે છે?? અને જો હા હોય તો પછી ડેફીનેટલી કોલ કર કારણ કે એની સાથે વાત કરીશ તો જ તું એના વિશે જાણી શકીશ. અને હા મને ખબર જ છે તું તેના વિશે જ વિચારી રહી છો અને તું કોલ કરવાની જ છો પણ તેની કોઈ પણ ચીની ચૂપડી વાતો માં આવી ન જતી.અને એવું લાગે તો મને કોલ કરજે. ઓકે??" સોનુ આરોહી ને ચેતવતા બોલી.
" હા મેડમ, જેવી તમારી આજ્ઞા!! બાય....!!" આરોહી હસવા લાગી.
*
આરોહી એ કોન્ટેક્ટ લીસ્ટ માંથી શ્લોકનો નંબર કાઢ્યો અને થોડી વાર વિચાર કર્યો. બે ત્રણ વાર નંબર લગાડવાની ટ્રાય કરી પણ આરોહી ની હિંમત નહોતી થતી. અને આરોહી વિચારી રહી હતી એ વાત શું કરશે ?? પછી આંખો બંધ કરી હિંમત ભેગી કરી ફાઇનલી આરોહી એ નંબર લગાડી જ દીધો. સામે છેડે રીંગ વાગી રહી હતી અને આરોહી નું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું હતું.
" હેલ્લો આરોહી..........!!" સામે છેડેથી એક પ્રેમભર્યો અવાજ આવ્યો.

To be Continue..........


Thank you!!!!
⭐⭐⭐⭐⭐