Chakravyuh - 3 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 3

ચક્રવ્યુહ... - 3

ભાગ-૩ 

ચક્રવ્યુહ નોવેલના બીજા પ્રકરણમાં તમે વાંચ્યુ કે રોહનને કાંટાની વાળ પાછળ દુલ્હનના કપડા અને ઘરેણાની છાબ દેખાય છે અને કોઇના રડવાનો અવાજ આવે છે, તેના મિત્રોને બોલાવતા ત્યાં બધુ ગાયબ હોય છે, બીજા દિવસે વાડીએ હોજમાં તેને કોઇ ડુબાડતુ હોય તેવો ભાસ થાય છે અને અચાનક સવારે તેનો ફોન રણકી ઉઠે છે, હવે વાંચો આગળનો ભાગ-૩

“હેલ્લો, મિસ્ટર ઉપાધ્યાય સ્પીકીંગ?”   “યસ, રોહન ઉપાધ્યાય સ્પીકીંગ. હુ આર યુ?”   “આઇ એમ ફ્રોમ ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આઇ એમ ગ્લેડ ટુ ઇનફોર્મ યુ ધેટ યુ આર વન ઓફ ધ સિલેક્ટેડ પર્શન. પ્લીઝ ચેક યોર મેઇલ. વી સેન્ટ યુ ધ જોઇનીંગ લેટર બાય મેઇલ. યુ હેવ ટુ જોઇન ટ્રેઇનીંગ નેક્ષ્ટ ટ્યુઝડે.”   “ઓ.કે. મેડમ, થેન્કસ અ લોટ.”

“હેવ અ ગુડ ડે , મિસ્ટર ઉપાધ્યાય.”

સમા છેડેથી ફોન કટ થઇ ગયો અને આ બાજુ રોહન ખુશીથી નાના બાળકની જેમ કુદવા લાગ્યો. રૂમમાં ચીચીયારીનો અવાજ આવતા કૌશલ્યાબેન અને પ્રકાશભાઇ બન્ને ઉપર રૂમ તરફ દોડી આવ્યા.   “મા........ આઇ એમ સો હેપ્પી. આજે મારુ સ્વપ્ન સાચુ થઇ ગયુ મા.” કહેતા રોહને તેની માતાને ગોદમાં ઉપાડી લીધા.   “અરે.......અરે....... મને નીચે ઉતાર અને અમને તો કહે કે શું સારા સમાચાર છે?”   “મા, પપ્પા, હું ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ માટે સીલેક્ટ થઇ ગયો છું. આવતા મંગળવારથી મારે કંપની જોઇન કરવાની છે.”   “ભગવાન દયાળુ દિકરા. તારી મહેચ્છા પુરી થઇ ગઇ એમા અમે બન્ને ખુશ છીએ.” બોલતા બોલતા કૌશલ્યાબેનની આંખમાંથી ખરતુ આંસુ રોહનની નજર બહાર રહ્યુ નહી.   “મા, આજે આંખમાં કેમ આંસુ?” રોહન જરા ગળગળો થઇ ગયો.   “દિકરા તુ ભલે તુ યુવાન થઇ ગયો છે પણ એક મા ની નજરે તો હંમેશા તુ તેની ગોદમાં હસતો રમતો નાનો બાળક જ રહેવાનો છે. તુ ઘરની બહાર જાય છે ત્યારે પણ મારી નજર દરવાજે જ હોય છે કે ક્યારે મારો દુલારો આવે અને મારી ગોદમાં માથુ ઢાળે પણ ખબર નહી હવે એ મોકો ક્યારે મને મળશે? તને આટલે દૂર મોકલતા મારો જીવ હાલતો નથી.” કહેતા કૌશલ્યાબેન રડી પડ્યા.   “અરે રોહનની મા, આપણો દિકરો ક્યાં પરદેશ જાય છે. ભારતમાં જ રહેવાનો છે. તારુ મન થાય ત્યારે કહેજે આપણે તેને મળવા દોડી જશું.” પ્રકાશભાઇએ દિલાસો આપતા કહ્યુ.   “હા એ તો છે જ પણ................”   “અરે પણ બણ કાંઇ નહી, હવે આટલા ખુશીના મોકા પર આંસુને નહી હરખની મુશ્કાન વેરીને આ ખુશીને વધાવ રોહનની મા.”    “અને હા મા, આજે લાડુ, ઘારી, ગુલાબજાંબુ બનાવજે અને તારા હાથે મને જમાડજે, જેમ તુ નાનપણમાં મને લાડ કરીને જમાડતી.” બોલતા રોહન અને કૌશલ્યાબેન ભેટી પડ્યા.    બપોરે નિતનવીન પકવાન બનાવી કૌશલ્યાબેને રોહનને પોતાના હાથે જમાડ્યો. પ્રકાશભાઇએ ગરીબોને અન્નદાન અને વસ્ત્રદાન કરી વિદાય કર્યા અને ગામમાં મંદીરે ભેટ મોકલાવી.   “મા ચાલો કાલે જ આપણે બધા માતાના મઢે જઇએ. હું મનદીપને કહીને તેની ગાડી મંગાવી લઉ છું, કાલે આપણે સવારે માતાના મઢે જવા નીકળી જઇએ. શું કહો છો પપ્પા તમે?”

“બહુ સારો વિચાર છે બેટા તારો પણ ગાડી શું કામ? આપણે બસમાં જઇએ તો?”   “પપ્પા હવે કારમાં બેસવાની ટેવ પાડી દો, બીજી વખત આપણી પોતાની ગાડીમાં માતાના મઢે જઇશું.”

ઠીક છે, જેવી તારી મરજી બેટા. કાલે આપણે જઇ આવીએ માતાના મઢે અને પગે લાગતા આવીએ.

“ઓ.કે. પપ્પા, હું જરા મનદીપને અને મારા મિત્રોને મળી ખુશી સમાચાર આપતો આવુ અને મનદીપને કારનું કહેતો આવું.” કહેતો રોહન ફોન પર વાત કરતો બહાર નીકળી ગયો.

“હેય ફ્રેન્ડસ આઇ એમ સિલેક્ટેડ ઇન ખન્ના ગૃપ કંપની.” આઇસક્રીમ પાર્લરમાં બધા મિત્રો એકઠા થયા હતા ત્યાં રોહને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યુ.   “વાઉ અભીનંદન રોહન.” એક પછી એક બધા મિત્રોએ તેને બેસ્ટ વીશીસ પાઠવી.

“યાર મનદીપ, કાલે તારે મારુ એક કામ કરવાનુ છે, જો તુ ફ્રી હોય તો.”

“હા યાર, બોલ ને. તારા માટે તો જાન હાજર છે મારા ભાઇ.”   “કાલે હું અને મમ્મી પપ્પા માતાના મઢ જવાનુ વિચારીએ છીએ તો જો તુ ફ્રી હોય તો તારી કાર લઇને ચાલ અમારી સાથે.’   “હા ચોક્ક્સ. બોલ કાલે ક્યારે હાજર થાઉ ગાડી લઇને?”   “કાલે સવારે સાત વાગ્યા આસપાસ નીકળીએ.”   “ઓ.કે. ડન.”

ત્યાર બાદ બધા મિત્રો આઇસક્રીમ ખાઇ છુટા પડ્યા અને રોહને પણ જ્યાં તેની જોબ ચાલુ હતી ત્યાં પોતાનુ રાજીનામુ ટાઇપ કરી મેઇલ કરી દીધુ.

“રોહન સર, ચાલો કાર રેડ્ડી છે.” ડ્રાઇવરની છટાથી મનદીપે કારનુ ડોર ખોલતા કહ્યુ.   “યાર, હું ગમે તેટલી મોટી પોસ્ટ પર હોઉ, મિત્રો માટે સર નહી માત્ર રોહન જ રહેવાનો છું, સમજ્યો?”

રોહનનો પરિવાર અને સાથે મનદીપ બધા માતાના મઢ જવા નીકળી ગયા.   “કાકા, હવે તો રોહનને સારી નોકરી પણ મળી ગઇ છે તો તમે લાડુ ક્યારે જમાડો છો?” મનદીપે પોતાની આગવી છટાથી પ્રકાશભાઇને પુછ્યુ.   “મનદીપ મારે મન તો જેમ રોહન છે, તેમ તુ પણ પુત્ર સમાન જ છે, તારે જ્યારે ઇચ્છા હોય ત્યારે કહેજે, તારી કાકી લાડુ બનાવી તને જમાડશે.”   “કાકા, તમે મારો ઇશારો સમજ્યા નહી.”

“મતલબ???”   “કાકા હું તો રોહનના લગ્નના લાડુ જમવાનુ પુછુ છું.” રોહન સામે જોઇ મનદીપે આંખ મારી.   “મનદીપ ડ્રાઇવીંગમાં ધ્યાન આપ. આડી અવળી વાતો આપણે પછી કરશું.”   “કાકી, હવે તમે જ કહો, આ કાંઇ આડી અવળી વાતો છે? છવ્વીસ વર્ષનો યુવાન અને સારી એવી કંપનીમાં નોકરી હોય તો માતા પિતાને હવે લગ્ન વિષે વિચારવુ જ પડે કે નહી?”   “હા દિકરા, વાત તો તારી સાચી  છે. એકવાર રોહન હા કહે એટલી વાર છે, તારા કાકા તો તેનુ માંગુ નાખવા તૈયાર જ છે. પણ હવે તુ જ સમજાવ રોહનને. અમારુ તો માનતો નથી.”   “કાકી મને લાગે છે રોહનના મનમાં કોઇ પહેલેથી જ વસી ગયુ લાગે છે એટલે જ તો તમને ના કહેતો ફરે છે. શું સાચી વાત કે નહી રોહન?? દિલ્હીમાં કોઇ સાથે આંખ મળી ગઇ નથી ને?”

“મન્યા, હવે તુ માર ખાવાનો થયો છે.”

“બસ.....બસ...... મનદીપ હવે મારા દિકરાને હેરાન કર નહી. અમે બન્ને તો રોહન ખુશ રહે તેમા રાજી છીએ. જો તેને કોઇ ગમી ગયુ હોય તો અમને કાંઇ વાંધો નથી.” પ્રકાશભાઇ બોલ્યા.   “શું પપ્પા તમે પણ આ મનદીપની વાતમાં આવી ગયા? મારા મનમાં કોઇ વસ્યુ નથી હજુ સુધી અને જ્યારે એવુ હશે ત્યારે હું તમને અને મા ને સૌ પહેલા વાત કરીશ અને તમારી રજામંદી હશે તો જ તેની સાથે લગ્ન કરીશ.”   વાતો વાતોમાં ક્યારે માતાના મઢ આવી ગયા તેની તે લોકોને ખબર ન પડી. ત્યાં પહોંચી જરા ફ્રેશ થઇ બધા દર્શનાર્થે પહોંચ્યા. કૌશલ્યાબેને ઘરેથી જ માતાની પુજા માટે થાળ લાવ્યા હતા. શ્રધ્ધાળુઓની ખુબ ભીડ વચ્ચે પરિવારે માતાજીના દર્શન કર્યા. રોહને પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાજીને મનોમન પ્રાર્થના કરી.

“મને તો ભુખ લાગી છે બહુ, ચાલો આપણે નાસ્તો કરીએ.”   “મનદીપ, તારી કાકીએ ઘરેથી જ આપણા બધા માટે નાસ્તો લીધો જ છે.”   “વાહ કાકી વાહ. હવે જલ્દી કરો. મારાથી રહેવાય એમ નહી.

ચારેય સભ્યોએ સાથે મળી ગાંઠીયા, ચવાણુ, સક્કરપારા, ભાખરવડી, ગુલાબજાંબુઓ નાસ્તો કર્યો અને ઘરની ઠંડી છાસ પીધી.   “કાકી, લાજવાબ સ્વાદ છે બધી વસ્તુઓનો અને ખાસ કરીને આ ગુલાબજાંબુનો.” બોલતા મનદીપે છેલ્લુ વધેલુ ગુલાબજાંબુ ખાતા કહ્યુ.   “એ ખાંઉધરા, વીસ જાંબુ ખાઇ ગયો તુ, કાંઇક શરમ કર.”   “રોહન, મનદીપને હેરાન ન કર, તેને આરામથી નાસ્તો કરી લેવા દે.” કૌશલ્યાબેને રોહનને ટકોર મારી.   “જમ્યા બાદ, કૌશલ્યાબેન અને પ્રકાશભાઇ મંદિરના પરિસરમાં બેઠા હતા ત્યાં મનદીપે રોહનને દૂર લઇ જતા બોલ્યો,   “યાર, ચલને બહાર જઇએ. કાકા કાકી સાથે હોવાથી હું તો કોઇ સામે આંખ ઊંચકીને નજર કરી શકતો નથી.”   “ઓ.કે., ઓ.કે. ચાલ આપણે જઇએ.” મનદીપની દયનીય હાલત જોઇ રોહન ખડખડાટ હસી પડ્યો.

“શું યાર તુ પણ ખરેખરનો માણસ છે, સવારથી અત્યાર સુધીમાં આજે એકપણ સિગારેટ પીવાઇ નથી. હવે જલ્દી કર મને સિગારેટ પીવી છે.”   “હા ચાલ, તારી એ પણ ઇચ્છા પુરી કરી લે અને જ્યાં નજર દોડાવવી હોય ત્યાં સુધી નજર ફેરવી લે.”

“વ્હોટ અ બ્યુટી યાર, વેરી હોટ......” દૂર ઉભેલી એક યુવતીને જોઇ મનદીપ બોલ્યો.   “શું યાર, આખો દિવસ છોકરીઓની પાછળ ઘેલો બની ફરતો હોય છે??? મનમાં બીજા કાંઇ વિચાર આવે છે કે પછી ચોવીસેય કલાક બસ આ જ વિચારમાં ડુબેલો રહે છે તુ?” રોહને ઠપકો આપતા કહ્યુ.   “યાર, તુ શું જાણે???એ નશો જ કાંઇક અલગ હોય છે. જ્યારે તુ એ નશાનો આદી બનીશ ત્યારે તને ખબર પડશે કે ગર્લ્સ શું ચીજ છે.”

“મને આવા ટાઇમપાસમાં કોઇ રસ જ નથી, સમજ્યો. ઇટ્સ જસ્ટ અ વેસ્ટ ઓફ ટાઇમ એન્ડ મની અલ્સો.”   “તુ મર્દ જ છે કે પછી?????.....................”

“યુ બ્લડી....... તુ મારા પર શક કરે છે?”

“મજાક કરું છું યાર.”   “ખબર છે મને પણ. ચલ હવે જલ્દી સિગારેટ ખત્મ કર નહી તો મમ્મી પપ્પા કોઇ આવી જશે તો તારુ આવી બન્યુ સમજી લે.”

“યા, ઓકે ચલ.” કહેતા બન્ને મંદીર તરફ રવાના થયા ત્યાં સામેથી પ્રકાસભાઇ અને કૌશલ્યાબેન આવતા દેખાયા.   “મમ્મી પપ્પા, ચલો હવે નીકળીએ?”

“હા ચાલો બેટા, અમે બન્ને તમને જ શોધતા હતા. મંદીરમાં અમે પ્રસાદી લઇ લીધી છે. તમે બન્ને પણ પ્રસાદી લઇ લો પછી નીકળીએ.”   “ઓ.કે. પપ્પા. ચલ મનદીપ.”

બન્ને પ્રસાદી લઇ પરત આવ્યા અને થોડીવારમાં બધા ભુજ પરત જવા નીકળી ગયા.                          

 ******  

“આજે તો તને જવા નહી દઇએ. આજે તારે રોકાવુ જ પડશે. યાર હવે તુ એકાદ બે દિવસમાં તો નીકળી જવાનો છે પછી આપણે બધા ક્યારે મળીશું???” અભયે રોહનને કહ્યુ.   “યાર અભય, અગિયાર વાગવા આવ્યા છે, નાહક મમ્મી પપ્પા ટેન્શન લેશે. આઇ હેવ ટુ ગો.” રોહને કહ્યુ.   “આજે મોકો પણ છે રોહન, મારા ફેમિલી મેમ્બર કોઇ છે નહી. તુ કહે તો આજે પાર્ટી ગોઠવીએ.”

“યાર તુ જાણે જ છે કે મને આ પ્રકારના કોઇ વ્યસન છે જ નહી.”   “વ્યસન અમને પણ ક્યાં છે? આ તો પ્રસંગોપાત જ પીવાનો હોય ને?” નીરજે કહ્યુ.   “તમે બધા એન્જોય કરો, આમ પણ કાલે રાત્રે હું નીકળું છું તો કાલે બધુ પેકીંગ કરવાનુ છે.”   “ઓ.કે. પણ કાલે મળ્યા વિના જવાનુ નથી.”

“ઓ.કે. હું નીકળું છું.” બધાને ગુડનાઇટૅ વીશ કરી રોહન બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યો. કાનમાં ઇઅરફોન લગાવી સોંગ સાંભળતો પોતાની ધુનમાં મસ્ત બની તે ઘર તરફ જતો હતો ત્યાં અચાનક કોઇ બાળકના રડવા કકળવાનો અવાજ આવ્યો.

TO BE CONTINUED………..

Rate & Review

Vaishali

Vaishali 1 month ago

Naresh Bhai

Naresh Bhai 1 month ago

Bhavna

Bhavna 1 month ago

Pradyumn

Pradyumn 1 month ago

bela

bela 1 month ago