Chakravyuh - 10 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 10

ચક્રવ્યુહ... - 10

ભાગ-૧૦

“પાપા, આ તમારી કાર પાસે કોણે કાગળ સળગાવ્યા છે? સફાઇ કામદારે અહી શું આ બધા કાગળો સળગાવ્યા હશે? ડસ્ટબીનમાં ફેકવાને બદલે અહી કાગળ સળગાવે છે, બધાને કામ કરવાની પધ્ધતિ શીખવાડવી પડશે એમ લાગે છે.” કાશ્મીરા હજુ ગુસ્સામાં જ હતી.   “અરે બેટા, ચીલ કરને પ્લીઝ. અત્યારે આપણી પ્રાથમિકતા રોહનની હેલ્થ જાણવાની છે તો જલ્દી ચાલ હોસ્પીટલ, આ બધો ગુસ્સો પછી કાઢજે તુ.”
“હાસ્તો પાપા, લેટ’સ ગો.” અને કાર એપોલો હોસ્પીટલની દિશામાં રવાના થઇ.

************  

“ઇઝ એવરીથીંગ ઓ.કે. વીથ યુ રોહન? અચાનક તમારી તબીયત બગડી ગઇ?” કાશ્મીરાએ આવતાવેંત જ પુછ્યુ.
“આઇ ડૉન્ટ ક્નો મેડમ, કાલ સુધી તો એકદમ ચુસ્ત તંદુરસ્ત હતો પણ અચાનક કેમ ચક્કર આવી ગયા તેની ખબર જ ન પડી.”
“ઇટ્સ ઓ.કે. રોહન બટ ટેઇક કેર ઓફ યોરસેલ્ફ.”
“થેન્ક્સ મેડમ, એક બે દિવસમાં જ હું ફીટ એન્ડ ફાઇન થઇ ઓફિસ આવી જઇશ.”   “મીસ્ટર રોહન, ઓફિસની ચિંતા આપ ન કરો, સૌથી પહેલા હેલ્થ બાબતે જાગૃતી જરૂરી છે. સંપુર્ણ ચુસ્ત-તંદુરસ્ત થયે જ ઓફિસ જોઇન કરજો તમે.” સુરેશ ખન્નાએ રોહનને સલાહ આપતા કહ્યુ.   “સર, માર્ચ માસ પૂરો થવાને હવે બસ બે જ દિવસ બાકી છે અને ઘણા કામ પેન્ડીંગ છે અને તે સમયાનુસાર પૂર્ણ થવા જરૂરી છે એટલે બસ બે જ દિવસમાં હું ઓફિસ આવી જઇશ.”
“ભલે ભલે રોહન, તુ જેમ કહે તેમ, તારી જીદ્દ સામે કોઇનું ચાલે છે તે અમે જીતી શકીએ.” કાશ્મીરાએ વિનોદ કરતા કહ્યુ.   “પાપા, રોહન બહુ મહેનતુ છે નહી? પોતાના કામ પ્રત્યે બહુ સભાન છે તે.”   “યસ, યુ આર રાઇટ કાસ્મીરા. તારી પસંદગી પર મને નાઝ છે, આઇ મીન એમ્પ્લોઇ તરીકે ચુઝ કર્યો તે રોહનને તેના પર મને નાઝ છે.”
“થેન્ક્સ પાપા.”   “બેટા મારી એક ઇચ્છા છે, તુ કહે તો આજે બહાર ડિનર લઇએ ત્યાં આરામથી વાત કરીએ.”   “અરે પાપા, શ્યોર. આમ પણ આપણે આ રીતે સાથે ડિનર લેવાનો બહુ ઓછો મોકો મળે છે.” બન્ને શાનદાર ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માટે ગયા ત્યાં સુરેશ ખન્નાએ બધી ડીશ કાશ્મીરાની પસંદગીની ઓર્ડર કરી.   “પાપા, આ શું છે બધુ? તમે તો બધી આઇટમ મારી પસંદગી મુજબ મંગાવી તો પછી આપની પસંદગીનું શું?” કાશ્મીરાએ આશ્ચર્યભરી નજરે કહ્યુ.   “અરે બેટા, તારી પસંદ એ જ મારી પસંદ, પછી ભલે તે આ ડીનરની વાનગીઓ હોય કે પછી જીવનસાથી.”   “પાપા, તમે હરીફરીને લગ્ન સુધી વાત પહોંચાડી જ દીધી. હજુ મારે બીઝનેશમાં ઊંચા શિખરો સર કરવાના છે અને તમે મને આ લગ્નની બેડીઓ બાંધી દેવા માંગો છો, ધેટ્સ નોટ ફેર.”   “બેટા આજ નહી તો કાલે લગ્ન કરવાના જ છે તો મારી ઇચ્છા એ જ છે કે યોગ્ય સમયે યોગ્ય પાત્ર સાથે તુ લગ્ન કરી લે અને આજે અહી તને ડીનર માટે લાવવાનો ઇરાદો એ જ હતો કે આપણે તારા લગ્ન બાબતે આરામથી ચર્ચા કરી શકીએ. ઓફિસમાં તો પર્શનલ મેટર ડીસ્કસ કરવાનો ક્યારેય ચાન્સ મળતો જ નથી.”
“પાપા, તમે સુધરવાના જ નથી. આટલા મોટા અને સફળ બીઝનેશમેન માર્ચ એન્ડિંગમાં પોતાની પૂત્રી સાથે બેસીને તેના લગ્નની વાતોની ચર્ચા કરે છે, હાઉ સ્ટ્રેન્જ!!! પાપા પ્લીઝ મને લગ્નના બંધનની બેડીઓ જોઇતી નથી, મારે ઊંચા આકાશે ઉડવુ છે, મુક્ત બનીને.”   “દર વખતની જેમ ગોખેલા ડાઇલોગ બોલવાનુ રહેવા દે. મે તારા માટે એક એવુ જ પાત્ર શોધ્યુ છે જે તારી ઇચ્છા મુજબ તને મુક્ત રીતે ઉડવા પણ દેશે, આઇ મીન એ તારા જીવનમાં પાંખો બની તને ઊંચા આકાશે ઉડવામાં મદદરૂપ થશે અને ટોંચ સુધી એ જવામાં એ તને સાથ જરૂર આપશે.”
“પાપા, તમે તો બહુ દૂરનું વિચારી લીધુ છે, મને એ તો કહો, કોણ છે એવુ જે મને મારા ગોલ સુધી પહોંચવામાં મારી હિમ્મતરૂપી પાંખ બનશે?”
“જો બેટા, પહેલા તો એ યુવાનનું નામ સાંભળી તારે ગુસ્સો કરવાનો નથી. તે આપણી જેમ કોઇ મોટા બીઝનેશમેનનો નબીરો નથી પણ તેનામાં સફળતા હાંસલ કરવા માટેનો પુરતો જુસ્સો અને ઝુનુન મે જોયા છે.”
“પઝલ્સની જેમ વાતને ગોળ ગોળ ફેરવો નહી પાપા, સાફસાફ કહી દો પ્લીઝ કે તમે ક્યા ફરીશ્તાની વાત કરો છો જેને તમે મારા માટે શોધી લાવ્યા છો?”
“રોહન ઉપાધ્યાય..........”   “વ્હોટ????? રોહન ઉપાધ્યાયા???? યુ મીન આપણી કંપનીમાં કામ કરે છે તે રોહન??? આર યુ મેડ પાપા???” બોલતા કાશ્મીરા ખંધુ હસવા લાગી.
“કેમ બેટા શું થયુ? શું પ્રોબ્લેમ છે રોહનમાં? તે જોયુ ને કે તે આપણી કંપનીમાં મહેનત પરસેવો પાડીને કામ કરે છે, તે મહેનતુ છે, ઇમાનદાર છે. ભલે તે આપણી જેમ પૈસાદાર નથી પણ ઇમાનદારી અને વિશ્વશનીયતાની દ્રષ્ટીએ તે આપણી જેમ પૈસાદાર જ છે.”   “પાપા, તે મહેનત એટલા માટે કરે છે કારણ કે આપણે તેને બદલામાં બહુ તગડો પગાર આપીએ છીએ, છ આંકડામાં મળતો પગાર ભલભલાને મહેનત કરવા માટે મજબુર કરી દે છે અને રહી વાત લગ્નની તો, મને વિશ્વાસ છે રોહન પણ આ વાત સાંભળી મારી જેમ હસવામાં જ આ વાતને ઉડાવી દેશે.”   “અને જો રોહન લગ્ન માટે માની જશે તો?”
“ઇટ’સ ઇમપોસીબલ મીસ્ટર સુરેશ ખન્નાજી. હવે ચલો જલ્દી જમી લઇએ બાકી આ ખયાલી પુલાવથી પેટ નહી ભરાય.” ઓર્ડર મુજબ જમવાનુ આવતા કાશ્મીરાએ વાતને ટાળી દેતા કહ્યુ.
“આજે તો વાત કાપવા નહી જ મળે. યુ હેવ ટુ ગીવ મી આન્સર. ઇટ્સ માય ઓર્ડર.”   “ઓ.કે. પાપા. મને ચેલેન્જ લેવાની નાનપણથી જ આદત છે, હું તમને ચેલેન્જ આપુ છું કે જો રોહન માની જશે તો આ લગ્નથી મને કાંઇ વાંધો નથી.”
“વાહ, યે હુઇ ના બાત.... હવે મને જમવાનુ ભાવશે.”
“પાપા, આઇ ડૉન્ટ ક્નો, વ્હાય ડીડ યુ ચુઝ રોહન ફોર મી? આઇ મીન, રોહનનું બેકગ્રાઉન્ડ તેના ફેમેલી બાબતે તમે કાંઇ તપાસ કરી છે કે પછી બસ લુક સારો છે અને મહેનતુ છે એટલે તમને ગમી ગયો??”   “સુરેશ ખન્ના તેના જીવનમાં ક્યારેય કોઇપણ કામ પુરતી તપાસ કર્યા વિના કરતો જ નથી. મે બધી તપાસ કરાવી લીધી છે બેટા, હી ઇઝ સો ટેલેન્ટેડ પર્શન.”   “એક્સક્યુઝ મી પાપા, ઓફિસથી કોલ છે, આઇ હેવ ટુ ગો ધેર. ઇટ્સ વેરી અર્જન્ટ. આપણે પછી વાત કરીએ.” બોલતી કાશ્મીરા જેમ તેમ લન્ચ પતાવી ત્યાંથી નીકળી ગઇ.

***********  

“મે આઇ કમ ઇન મેડમ?” રોશનીએ કાશ્મીરાની કેબીન ક્નોક કરતા પૂછ્યુ.   “યા રોશની, કમ ઇન સાઇડ એન્ડ હેવ અ શીટ.”
“થેન્ક્સ મેડમ, તમે મને બોલાવી?”
“હા, થોડી અન-ઓફીશીયલ મેટર ડીસ્કસ કરવાની હતી એટલે અત્યારે ઓફિસ અવર્સ બાદ તને બોલાવી.”
“હમ્મ્મ, કહો મેડમ, હાઉ કેન આઇ હેલ્પ યુ?”
“રોહન વિષે તારા શું વિચાર છે?”
“જી મેડમ??? હું કાંઇ સમજી નહી.”   ‘આઇ મીન તેનો સ્વભાવ, તેની હોબીઝ્ વગેરે વિષે પુછી રહી છું, નથીંગ એલ્સ.”   “મેડમ, તમને કદાચ યાદ નહી હોય પણ મને આપણી એ મીટીંગ યાદ છે જ્યારે તમે મને મારા પ્રોફેશનલ અને પર્શનલ સબંધોને અલગ અલગ જાળવવા કહ્યુ હતુ. તે દિવસથી આજ દિન સુધી મે ક્યારેય રોહન સાથે આ ટાઇપની વાત કરી જ નથી. મને તેના શોખ સ્વભાવ કે અન્ય કાંઇ પર્શનલ મેટરનો મને ખ્યાલ સુધ્ધા નથી. મારા માટે રોહન ઓફિસ કલીગ્સ સિવાય બીજું કાંઇ નથી અને લાસ્ટ એકાદ વર્ષથી તો અમારા બન્નેના ડિપાર્ટમેન્ટ પણ અલગ છે તો મને એ બાબતે બહુ ખ્યાલ નથી.”   “યા રાઇટ, ઇટ’સ ઓ.કે. રોશની, યુ મે લીવ નાઉ.”
“ઓ.કે. મેડમ, થેન્ક્સ.” કહેતી રોશની ત્યાંથી નીકળી ગઇ.
“રોહનને મનાવવા શું કરવું? મનાવવાની વાત તો દૂર છે પહેલા તો તેની સાથે વાત કરવી પડશે આ બાબતે. રાઇટ, આજે જ હોસ્પિટલ તેને જોવા માટે જઇશ ત્યારે તેની સાથે વાત કરી લઇશ.” બોલતા સુરેશ ખન્નાએ ડ્રાઇવરને ગાડી રેડ્ડી રાખવા માટે કોલ કર્યો.

********** 

TO BE CONTINUED………..

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

Naresh Bhai

Naresh Bhai 4 weeks ago

Vaishali

Vaishali 4 weeks ago

Bhavna

Bhavna 1 month ago