Shabd-pushadhi - 2 books and stories free download online pdf in Gujarati

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 2

ભાગ બે
આજનો શબ્દ છે, " ઓળખ "

સમગ્ર પૃથ્વી પર,
હયાત દરેક જીવની,
તેના સ્વભાવ, વ્યવહાર અને રહેણી કરણીને પ્રગટ કરતી, પ્રસ્તુત કરતી ને જાણકારી આપતી, દરેકની એક ઓળખ હોય છે.
એમાંય, અટપટી, અસ્થિર અને અદભૂત ઓળખ,
એતો માત્રને માત્ર,
એક, મનુષ્ય અવતારમાં, મનુષ્ય જીવનમાંજ જોવા છે.
આ વિશિષ્ટ ઓળખ મુખ્ય, બે પ્રકારની હોય છે.
એક સારી, ને બીજી નરસી.
એક દંભથી ભરેલી, ને બીજી, સરળ, સાદી ને લાગણી તેમજ માણસાઈથી ભરેલી.
આજે અહીંયા આપણે,
માત્ર સારી, સાચી ને સજ્જનતાથી ભરેલી,
સદાય માનવતાની મહેકથી ભરેલ ઓળખની વાત કરીશું.
હવે આવી ઓળખ મેળવવા, કોઈપણ વ્યક્તિને,
પોતાની એ સારી ઓળખ ઊભી કરતા કરતા, આપણે જાણીએ છીએ કે,
જે તે વ્યક્તિને આંખે પાણી આવી જતું હોય છે.
કેમકે,
પોતાની એક સારા વ્યકિત તરીકેની ઓળખને " ઊભી કરવા " માણસે તેના જીવનમાં અસંખ્યવાર, " વાંકા વળવું " પડે છે.
પોતાની સારા વ્યકિત તરીકેની ઓળખ ઊભી કરતા કરતા,
એ વ્યક્તિને જીવનમાં,
કેટકેટલું સહેવું પડતુ હોય છે.
એ વ્યક્તિને જીવનમાં,
કેટકેટલું વેઠવું પડતુ હોય છે, અને
કેટકેટલું જતું પણ કરવું પડતુ હોય છે.
આ ઓળખ ઊભી કરતા કરતા,
જે તે વ્યક્તિની જિંદગીના, મોટા ભાગના વર્ષો,
વપરાઈ જતા હોય છે, ખર્ચાઈ જતા હોય છે, ને સાથે સાથે,
એ વ્યકિતને એનાં રોજિંદા જીવનમાં પણ બરાબરના ને સતત ઘસાતાજ રહેવું પડતું હોય છે. ને ત્યારે.....
ત્યારે કદાચ, એ પોતે એક સારા માણસની છાપ સુધી પહોંચી શકે છે.
પરંતુ..... પરંતુ..... પરંતુ.....
સારા માણસની છાપ સુધી પહોંચતા,
રોજે રોજ, આપણને જે તકલીફો પડે, જે અડચણો આવે,
એવા સમયે......
એવા સમયે, આપણે ખાલી એકજ વાત યાદ રાખવી જોઈએ કે,
ઈશ્વરની બિલકુલ નજીક જવાનો, અને મળેલ મનુષ્ય અવતારને સાર્થક કરવાનો,
આ એકજ, સાચો અને સચોટ રસ્તો છે.
બાકી બધું વ્યર્થ અને તુચ્છ સમજવું.
આ વાતની જાણ, અને વિશ્વાસ, આપણેને ત્યારેજ થશે, કે જ્યારે,
આપણે જાતે એકવાર એ સ્થાને પહોંચિશું, અને પછીજ,
પછીજ આપણને આપણી જિંદગી જીવવાનો સાચો આનંદ પ્રાપ્ત થશે.
પરંતુ, એ આનંદ સુધી પહોંચવા માટે આપણી પાસે,
જે ધીરજ જોઈએ
જે વિશ્વાસ જોઈએ
જે સહનશક્તિ જોઈએ, એ ગમે તેમ કરીને મેળવવી,
એ એકજ આપણુ ધ્યેય હોવું જોઈએ, અને.... અને.....
એ ધ્યેય પ્રાપ્ત કરવું,
એ આમ જોવા જઈએ તો અઘરું નથી, ને આમ જોઈએ, તો એ જેવા-તેવાનું કામ પણ નથી.
એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે, એ ધ્યેયને કઈ નજરથી જોઈએ છીએ, બાકીનો બધો આધાર માત્ર ને માત્ર આપણી એ નજર પરજ રહેલો છે.
સાથે સાથે એ વાત પણ, એટલીજ સત્ય છે કે,
આપણે આપણી એક સારી અને સાચી ઓળખ ઉભી કરવી, એ વાત,
આપણા પોતાનાં માટે, આપણા પરિવાર માટે, કે પછી સમાજ માટે....
એક મનુષ્ય તરીકે, આપણું પહેલું, અને ઈશ્વરની નજરે, આપણું ફરજીયાત કર્તવ્ય પણ હોવું જોઈએ.
બાકી " પૂરી જિંદગી પૂરી થઈ જશે " પરંતુ
મનુષ્યજીવન જીવ્યાનો સાચો આનંદ, એ પ્રાપ્ત નહીં થાય.
હા પણ, સારા માણસની ઓળખ આપણે આપણા જીવનમાં ઊભી કરવી છે, એ વાત સાચી, પરંતુ
આ ઓળખ પણ આપણે બે રીતે ઊભી કરી શકીએ છીએ.
એકતો, દિલથી, લાગણીથી, પ્રેમથી,
ને બીજી રીત,
દિમાગથી, છળકપટથી ને ભ્રમિત વાકછટાથી.
પરંતુ, આપણે જાણીએ છીએ કે,
દિમાગથી ઊભી કરેલ સારા વ્યક્તિત્વની ઓળખની ઉંમર,
એ દિલથી, પ્રેમથી, અને પરોપકારથી ઊભી કરેલ ઓળખની ઉંમર જેટલી લાંબી નથી હોતી.
સાથે સાથે,
એક સારી ઓળખ ધરાવતા વ્યક્તિની, ભલામણ, અનુકરણ ને ઉદાહરણ, એ માત્ર ઓળખીતા કે જાણીતા જ નહીં, પરંતુ અજાણ્યા લોકો પણ આપતા હોય છે.
હા પણ, એ વાત પણ એટલીજ સત્ય છે કે,
ભલો માણસ, જીવનની જે ખુશી પ્રાપ્ત કરે છે, જીવનનો જે આનંદ માણે છે, તેની સાચી કિંમત, એના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ, જાણી કે માણી શકતી નથી.
અહી એક ગીતની પંક્તિ લખવાનું મન થાય છે,
આદમી મુસાફિર હૈ
આતા હૈ, જાતા હૈ
આતે જાતે, રસ્તે મે યાદે, છોડ જાતા હૈ.
વધુ એક નવા શબ્દ વિશે, ભાગ ત્રણમાં
વાચક મિત્રો, તમે પણ મને કોઈ શબ્દ આપી શકો છો, હું તમારા એ આપેલ શબ્દ પર, શબ્દ-ઔષધિમાં જરૂરથી લખીશ.
તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો,
નમસ્કાર
શૈલેશ જોષી.