intezar - 5 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 5

(આગળના ભાગમાં જોયું કે " રીના તેની મિત્ર જૂલી પાસે જાય છે અને જૂલી એને સાંત્વના આપે છે અને સમજાવે છે કે તે કુણાલને માફ નહીં કરે અને તું અમેરિકા એની સાથે જઈશ રીના ના પાડે છે પરંતુ જોલી એને કહે છે કે તારે ફોરેન જવાનું છે એવું તારે સવારે કુણાલને કહેવું જ પડશે હવે આગળ..)

બીજા દિવસે સવારે રીના જાગીને એના ઘરે જાય છે અને પછી ચા-નાસ્તો પતાવીને તરત જ રીના ,વસંતી પાસે જઈને કહે છે કે વસંતી હું અમેરિકા આવવા તૈયાર છું પણ એક પત્ની તરીકે નહિ એક મિત્ર તરીકે.

" વસંતી કહે; તમે કેમ મિત્ર તરીકે ?

" રીના કહે; તું આવીને મારી નવી જીંદગીની શરૂઆત કરવા માગું છું."

" વસંતી કહે; કંઈ વાંધો નહિ ,"

"રીના કહે; હાલ તું મારા સાસુ ,સસરને એવું કંઈ ન કહેતી, તું ફક્ત એવું જ કહેજે કે અમારી સાથે ફોરેન રીના આવી રહી છે જેથી એમને દુઃખ પણ ના થાય.

"વસંતી કહે; કુણાલને હું વાત કરીશ.'

" કુણાલ આવીને કહ્યું; શું ચર્ચા ચાલી રહી છે"

"રીના કહે; અત્યારે જમવા ચાલો ત્યાં વાત કરીશું.,

(બધા સાથે જમવા જાય છે.)

" વસંતી કહે ; જમવાનું ખૂબ સરસ બનાવ્યું છે."

"રીના ના સાસુ બોલ્યા ; મારી વહુ રીના ખૂબ જ હોશિયાર છે જમવાનું સરસ બનાવે છે"

"એટલે તો રીના અમારી સાથે લઈ જવાની છે '

"કુણાલ કહે; સારી બાબત છે.મને આનંદ થયો"

'રીનાના સાસુ કહે ; તું ની પત્ની બનીને જવા માગતી હોય તો જઈ શકે છે છૂટાછેડા આપીને હું તને નહીં જવા દઉં.

"વસંતી કહે; ના "બા" એ અમારી સાથે કુણાલની પત્ની બનીને આવી રહી છે અમારે વાતચીત થઈ ગઈ છે"

"એટલામાં બધા જમીને સૌ ના રૂમ માં ગયા અને કુણાલે તરત જ શાંતિથી પૂછ્યું કે તમે ક્યારે નક્કી કરી લીધું "ત્યારે વસંતી એ કહ્યું કે રીનાએ મને આવીને વાત કરી હતી કે હું તમારી સાથે દોસ્ત બનીને આવવા તૈયાર છું પત્ની તરીકે નહીં.

"કુણાલ કંઈ વાંધો નહીં આપણી સાથે લઈ જવા હું તૈયાર છું. કારણ કે એના દસ વરસ મારા કરશે ઇન્તજાર માં બગડ્યા છે. એની જિંદગી બગડી એટલે ભલે આપણી સાથે મિત્ર તરીકે રહે તો પણ મને વાંધો નથી એ ત્યાં એની રીતે નવી જિંદગી પણ શરૂ કરી શકે છે."

"એકદમ તરત જ ત્યાં જૂલી આવી અને પૂછ્યું કે રીના ક્યાં છે !

" કુણાલે કહ્યું કે ; રીના એના રૂમમાં છે તું એને મળી શકે છે"

"રીના સામેથી આવીને કહ્યું: જુલી તું અહીં આવી છે ,હું તને યાદ કરતી હતી ચાલ આપણે બંને મારા રૂમમાં બેસીને એમ કરીના અને બન્ને એના રૂમમાં ગયા"

" જૂલી એ કહ્યું ; રીના તે કહી દીધું ને કે તું અમેરિકા જવા માટે તૈયાર છે .

"રીનાએ કહ્યું હા મેં એને કહ્યું છે કે; હું અમેરિકા આવવા તૈયાર છું .

જુલે કહ્યું ; બસ મારી ઈચ્છા એવી છે કે તું તેમની સાથે જાય;

રીના એ કહ્યું ;તારી વાત સાચી છે તે કહ્યું એ પ્રમાણે વાત કરી દીધી છે પરંતુ ત્યાં જઈને મારે કરવાનો છું"એ સમજાતું નથી.

' જુલીએ કહ્યું; અહી રહી તું શું કરીશ .

" હું મારા સાસુ- સસરા ની સેવા કરીશ. બીજું કંઇક કરવા નથી માંગતી.

" એ તો તું અમેરિકામાં રીહીને પણ કરી શકે છે હવે તો એક કામ કર તારા સાસુ- સસરા અને તું ત્રણે જણા સાથે અમેરિકાજાઓ કારણ કે એમની સેવા કોઈ કરે એમ નથી એટલે કુણાલ માની જશે. ત્યાં જઈને તુ તારું નવું જીવન ત્યાં શરૂ કર.અને કુણાલને તારે તારી જિંદગીમાં પાછો લાવવાનો છે એવો પ્રયત્ન તારે કરવાનો છે'

" રીના કહે :એ શક્ય નથી !

"અરે હું જાણું છું ત્યાં સુધી વસંતી કુણાલે પ્રેમ નથી કરતી એ એના પૈસા ને પ્રેમ કરતી હોય એવું મને લાગી રહ્યું છે.

" ના મને તેવું લાગતું નથી "

" કુણાલ પ્રેમ કરતો હોય એવું લાગે છે પણ વસંતીના પ્રેમ પર મને શંકા છે. મને નથી લાગતું વસંતી કુણાલને પ્રેમ કરતી હોય. જો એ પ્રેમ કરતી હોય તો તે તને બિલકુલ સ્વીકારે નહીં અને તો ખબર જ છે કે સ્ત્રીમાં એક ઇર્ષ્યાનો ભાવ હોય છે એક સ્ત્રી બીજી સ્ત્રીને પસંદ કરી શકે નહીં તો વસંતી તને કેવી રીતે અપનાવવા માટે તૈયાર છે તું જ વિચારી કરી જોને."એવું જૂલી એ કહ્યું"

"રીના એ કહ્યું; પણ મને તેવું લાગતું નથી કે વસંતી એને પ્રેમ ન કરતી હોય,એતો ખૂબ પ્રેમ કરે છે"

"વસંતી પ્રેમ કરતી હોય તો એનામાં ઇર્ષાની ભાવના હોત. એક સ્ત્રી બીજી સ્ત્રીને ન અપનાવી શકે એ તને અપનાવવા માટે કેમ તૈયાર છે એ જ મને સમજાતું નથી"

"રીના કહે: તારી વાત કદાચ સાચી પણ હોય! પરંતુ વાંધો નહીં ચલ હવે એમની સાથે હું જવા તૈયાર છું અને મને એવું લાગશે કે વસંતી એના પૈસાને પ્રેમ કરે છે તો હું ચોક્કસ કુણાલને એના મોહપાશમાં થી છોડાવી દઇશ"

"જુલી કહે; તારે ત્યાં જઈને કંઈ જ કરવાનું નથી બસ તારે નિરીક્ષણ કરવાનું છે કે વસંતી શા માટે કુણાલની પત્ની તરીકે રહી છે! એનો ઈરાદો શું છે! અને ત્યાં સુધી તું છૂટાછેડા ના કોઈપણ કાગળ પર સહી કરતી નહીં અને ત્યાં જઈને તારે એક મજબૂત નારી બનવાનું છે.

"રીના કહે; હું ત્યાં જઈને કરીશ શું કરીશ એમના પર બોજ બનવા નથી માગતી"

"જુલી કહે તારે ત્યાં જઈ વધારાનું શું કરવાનું છે તારે કુણાલ ના ઘરમાં જ એમના ત્યાં રસોઇ કરી એમની સેવા કરીશ એ એના બદલામાં તારે પેમેન્ટ લઈ લેવાનું તું તો મિત્ર તરીકે જાય છે પત્ની તરીકે નહિ જતી એટલે તારે દર મહિનાનો પગાર નક્કી કરી લેવાનો"

"રીના કહે એવા સંસ્કાર તો મને મળ્યા નથી હું એમની સેવાના બદલામાં તો કંઈ પણ લઈ શકું એમ નથી જ્યાં સુધી છૂટાછેડા થયા નથી ત્યાં સુધી એ મારા પતિ જ છે અને મારા સાસુ સસરા એ મારા મા-બાપ છે બીજો કોઈ ઉપાય હોય તો તું મને બતાવી શકે છે"

"બસ આપણા દેશની નારીઓમાં આ તો મોટો પ્રોબ્લેમ છે કે એ પોતાની જાતને નારી ને હારી પહેલાથી બનાવી દે છે પરંતુ હું એવું કહું છું કે એક સ્ત્રી ક્યારેય હારતી નથી" સારું, તને એવું લાગતું હોય તો ત્યાં બીજા કોઈના ઘરે રસોઈ બનાવીને કમાઈ શકે છે કારણકે તું વધારે ભણેલી તો છે નહિ ,એટલે તું સ્ટોરમાં તો કામ કરી શકીશ નહિ પરંતુ તને ત્યાં તારા લાયક કંઈ પણ કામ મળી જશે ફોરેનમાં કામ માટે તારે કરવી પડે સામે ચાલીને તને કામ મળી જશે બસ હવે આ બધા વિચારો કર્યા વિના જવા માટેની તૈયારીઓ શરૂ કરી

વધુ આગળ ભાગ/6