intezar - 8 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 8

(આગળના ભાગમાં જોયું કે ; રીનાનો,તમામ પરિવાર અમેરિકા આવીને સેટ થઈ ગયો હતો. એને જોયું તો કુણાલ સવારે વહેલા બધાને માટે નાસ્તો બનાવી રહ્યો હતો અને ઘણું બધું કામ કુણાલ કરી રહ્યો હતો .વસંતી કંઈ પણ કામમાં સાથ આપતી નહોતી તેને ઘણું બધું પરિવર્તન દેખાતું હતું કુણાલની મમ્મીને પણ ઘણું બધું કુણાલ અને વસંતી બંને વચ્ચે કંઈક અલગ દેખાતું હતું . વસંતી કેમ આમ કરતી હશે ! અત્યારે રીનાએ નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. હાલ વિચાર્યું કે' કંઈ પણ કહેવું નથી હાલ જે થાય એ જોયા કરવું છે હવે આગળ.....)

"બધા નીકળી ગયા અને પછી વિચાર્યું કે' હવે મારે જુલીને ફોન કરવો જ પડશે અને તેને હું બધી વાત કરીને મારા મનનો ભાર હળવો કરી લઉં . મને કંઈક અજુગતું લાગી રહ્યું છે એને તરત જ પોતાના રૂમમાં જઈને એને ફોન લગાવ્યો અને જૂલીએ સામે જવાબ આપ્યો કેમ રીના ફાવી ગયું ત્યાં ફોરેનમાં ! મજા આવતી હશે! આપણા દેશ કરતાં ત્યાં ઘણું અલગ લાગતું હશે!"

"જુલી,પરિવાર સાથે હોય એટલે બધી જગ્યાએ ફાવી જતું હોય છે પરંતુ અહીં મારો પરિવાર છે બધાને ખુશ જોવા માગું છું પરંતુ અહીં મને મારા પરિવારમાં કોઈ ખુશ નથી અને એનું કારણ તું જાણે છે !"

"જૂલી કહે; રીનાતો નાસીપાસ થઈ હજુ તો તને ત્યાં સેટ થતા વાર લાગશે હું જાણું છું કે વસંતીના ઈરાદાઓ કંઇક અલગ છે"

"રીના કહે; અરે શું વાત કરું તને .... અહીં તો બધું જ કામ કુણાલ કરી રહ્યો છે અને વસંતી તો કંઈ મદદ કરતી નથી બધું જ કામ જાણે કુણાલ જ કરી રહ્યો હોય એવું લાગે છે અને ગઈકાલે તો એ ડ્રીંક કરીને આવી હતી અને બહાર જમીને આવી હતી ઘરમાં આટલા બધા મહેમાનો હોય અને બહાર એ પાર્ટી કરીને આવે એ થોડું શોભે!"

"જુલી કહે; રીના એ તો નોર્મલ છે ,કારણકે અમેરિકામાં ડ્રીંક કરવું એ નવાઈની વાત નથી પરંતુ હા, તમે બધા હતા એટલે થોડા દિવસ પછી અને પાર્ટી કરી હોત તો સારું લાગે."

"જુલી ,હવે તો મને કંઈક રસ્તો બતાવ .શું કરું કારણકે મને તો કંઈ સમજાતું નથી અને ઘરમાં એકલા બેસી રહેતા પણ મને કંટાળો આવી રહ્યો છે ઘરનું કામ તો ફટાફટ પતી જતું હોય છે પણ બીજું કંઈ કામ હોતું નથી"

"જુલી કહે ;અરે ..રીના થોડાક દિવસ તું ત્યાં શાંતિથી રહે થોડુક બહાર હરવા-ફરવાનું રાખ. ફોરેન જોઈલે ,ધીમે ,ધીમે તારી ફ્રેન્ડ સર્કલ બનતું જશે આજુબાજુના લોકો શનિ-રવિ રજા હોય ત્યારે તું એમને મળ. કારણ કે દરરોજ તો એ લોકો જોબ પર હોય પરંતુ શનિ-રવિની રજા હોય ત્યારે એ લોકો ઘરે જ હોય છે અને લોકો જુદી ,જુદી પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે અને સરસ એન્જોય કરતા હોય છે તું પણ ત્યાં એન્જોય કર આ બધી ટેન્શનમાં થી મુક્ત બની જા અને ફોરેનમાં થોડાક દિવસ ખુશીથી જીવી લે"

"રીના કહે ; કંઈ વાંધો નહી મારા સાસુ-સસરા છે એટલે મને વાંધો નહીં આવે પરંતુ પ્રયત્ન કરીશ ગમે તેમ કરીને અહીં ખુશ રહેવાનો"

"સારું હું ફોન મૂકું છું ,હવે તું તારી રીતે સમજીને જે પગલું ભરે તે શાંતિથી ભરતી અને કંઈ તકલીફ લાગે તો મને ફોન કરજે "

"બીજા દિવસે સવારે વહેલા જાગીને એ તૈયાર થઈને એણે ભગવાનને આરતી અને સ્તુતિ કરીને રસોડા માં બધા જ માટે ચા-નાસ્તો એને બનાવી દીધો એના સાસુ, સસરા માટે પણ અલગ તેમને ભાવે તેઓ નાસ્તો બનાવી દીધો બધા જ સવારે ડાઇનિંગ ટેબલ પર બધું લાવીને મૂકી દીધું અને બધા ફટાફટ સવારે જાગીને ત્યાં ગોઠવાઈ ગયા"

"કુણાલે નાસ્તામાં આલુ પરોઠા જોઈને એના મોઢામાં પાણી આવી ગયું અને એનો ટેસ્ટ પણ ખુબ જ સરસ હતો એને કહ્યું કે; ખરેખર વાહ... સરસ નાસ્તો બનાવ્યો છે! વસંતીને પણ કહ્યું કે વસંતી બ્રેડ બટર ને બદલે તું આલુ પરોઠા ખાઈ જો ખરેખર તને બહુ જ મજા આવશે "

"વસંતી કહ્યું ;એ ખૂબ જ ઓઈલી છે તમે લોકો ઓઇલી ખૂબ જ ખાવ છો, પછી શરીર માટે નુકશાન જ રહે ને !

"રીના કહે'; બ્રેડ બટર કરતા તો ઘઉંના પરાઠા ખાવા સારા અને આ તો આલુ પરોઠા છે અને એમાં તેલ પણ ઓછું છે તમે જોઈ લો અને ટેસ્ટ કરો તો તમને ખબર પડશે એ તમારા બ્રેડ બટર કરતા પણ આ નાસ્તો ખાવામાં મજા આવશે "

"કુણાલે એના મોઢામાં એક આલુ પરોઠાનો ટુકડો મૂકી દીધો અને કહ્યું: હવે તું ખાઈ ને કહે: વસંતીએ ટેસ્ટ કર્યો તો એને ખરેખર સરસ લાગ્યા .એને કહ્યું ટેસ્ટ તો સારો છે પરંતુ ઓઈલી છે ,એટલે નહીં ખાવુ."

" કુણાલની મમ્મી બોલી: એને ન ખાવું હોય તો જોરેથી ન ખવડાવો "

"બધા પોતપોતાના કામે વળગી ગયા અને કુણાલ અને વસંતી બન્ને જોબ પર જવા નીકળ્યા તરત જ રીનાએ બંનેની ટિફિન ભરીને આપ્યા ત્યારે વસંતી એ કહ્યું હું ટીફીન લઇ જવાની નથી. કુણાલ તમારે લઈ જવું હોય તો લઈ લેજો હું તો ત્યાં કેન્ટીનમાં જમી લઈશ '

"કુણાલ એકહ્યું: હવે આટલું પ્રેમથી બનાવ્યું છે તો લઈને અને તને ના ખાવું હોય તો સ્ટાફને ટેસ્ટ કરાવજે અમારા ભારતીય નો ટેસ્ટ કેવો હોય છે એ લોકો પણ જાણે !!

"વસંતીને પણ થયું કે લઇ લેવા દે ને નહિતર આ લોકોનો ભાષણ સાંભળીને મારું માથું ફાટી જશે એમ કરીને મનમાં વિચારી ને એને ટિફિન લઈ લીધું"

"બંને જણા જોબ પર નીકળી ગયા ,અહીંયા રીના ,એના સાસુ, સસરા બધા જ ઘરે રહીને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા"

"રીના આજે બગીચામાં ફુલ છોડને પાણી પીવડાવતી હતી એટલામાં બાજુમાંથી એક દાદી નીકળ્યા અને કહ્યું બેટા" સવારે કોણ તમારા ઘરમાં ભજન ગાતો હતું"

"રીના એ કહ્યુ નમસ્તે.. દાદી. તમને કેવી રીતે ખબર પડી હું તો ભજન અમારી ત્યાંની ભાષામાં ગાતી હતી "

"દાદીએ કહ્યું ;બેટા હું ભારત દેશની જ વતની છું પરંતુ અહીં વર્ષોથી ફોરેનમાં આવીને વસી ગયા પરંતુ દેશ બદલવાથી ત્યાંની રીતભાત કે ભાષા બદલાતી નથી હું એની પણ ભાષા બોલી જાણું છું અને આપણા દેશના બધા જ રીત-રીવાજો ભાષા બધું જાણું છું અને મારું નામ મંગળા છે મને ખૂબ જ આનંદ થયો કે મારા દેશનું કોઈ વ્યક્તિ અહીં પોતાના સંસ્કારોની સુવાસ ફેલાવી રહ્યું છે એટલે મેં જોયું હતું પણ કોઈ દેખાતું નહોતું પરંતુ આજે મેં તને જોઈ એટલે જ હું તારી સાથે વાત કરવા માટે આવી.."

"સાચી વાત મંગળા દાદી હું તમને હવે "મંગળા બા " કહીશ"હું સવારે કાનુડા નું ભજન ગાતી હતી કારણકે તમને તો ખબર છે કે આપણા દેશમાં સવારે બધા ઉઠીને પૂજાપાઠ કરે છે અને પછી જ બીજા કામ કરે છે અહીંયા મેં જોયું કે સવારે બધા ફટાફટ તૈયાર થઈને નોકરી ચાલ્યા જાય છે"

"બેટા અહીં કામ નું મહત્વ ખુબ જ છે લોકો પાસે ટાઈમ પણ નથી કે એ લોકો પૂજાપાઠ કરી શકે ! એમની દુનિયા એટલી ફાસ્ટ ચાલે છે "

"રીના એ કહ્યુ; મંગળા બા"તમને મળીને ખૂબ જ આનંદ થયો હું કાલે તમને ફરીથી મળવા આજ ટાઈમે બગીચામાં આવીશ તમે પણ મને મળવા આવજો અત્યારે મારે ઘરમાં કામ છે એટલે હું જાઉં છું'

બંને છૂટાં પડે છે..

ભાગ/ 9 આગળ વધુ .....