intezar - 6 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 6

આગળના ભાગમાં આપણે જોયું કે જુલી રીનાને અમેરિકા જવા માટે તૈયાર કરે છે અને કહે છે કે વસંતી કુણાલે પ્રેમ કરતી નથી એવું મને લાગી રહ્યું છે તો એમની સાથે જઈને તપાસ કર અને પુરાને એ પ્રેમ કરે છે કે પછી એને છેતરે છે એ તારે જોવા માટે ફોરેન જવાનું છે અને રીના ફોરેન જવા માટે તૈયાર થઈ જાય છે હવે આગળ ..

"રીના હવે અમેરિકાજવા માટે તૈયાર થઈ જાય છે એના સાસુ, સસરા પણ ખુશ થઈ જાય છે જુલી પણ એના સાસુ સસરા ને કહે છે કે, તમારે પણ અમારી સાથે આવવાનું છે"

"થોડીવારમાં કુણાલ ત્યાં આવે છે અને કહે છે કે રીનાની વાત સાચી છે મમ્મી તમારે મારી સાથે અમેરિકા આવવાનું છે કારણકે હવે તો રીના પણ આવવાની છે તમારી સેવા કોણ કરે ત્યાં મારી સામે હોય તો અમે દેખરેખ પણ રાખી શકીએ"

"કુણાલના મમ્મી_ પપ્પા પણ ખુશ થઈ ગયા અને જવા માટે તૈયાર થઈ ગયા એટલા માટે તૈયાર થઈ ગયા હતા કે રીનાને ,કુણાલ સાથે લઈ જતો હતો એટલે એમના મનને શાંતિ થઇ રહી હતી અને થોડોક ડર પણ હતો કે ત્યાં જઈને એ રીનાને એકલી ક્યાંક મૂકી દેતો !! એટલે કંઈ પણ વિચાર કર્યા વિના એ પણ અમેરિકાજવા માટે તૈયાર થઈ ગયા.

"કુણાલે બધાને અમેરિકા જવા માટેના વિઝા કરાવી દીધા"

"સમય વીતતો ગયો અને પંદર દિવસ પૂરા થઈ ગયા અને બધી જ તૈયારીઓ સાથે ઘરના પરિવાર અમેરિકા જવા માટે નીકળી ગયો"

" અમેરિકામાં પગ મૂકતા ની સાથે વિના ને તો ખૂબ જ નવાઈ લાગે ત્યારે પણ કલ્પી ન શકાય એવી દુનિયા એને જોઈ એને તો આશ્ચર્યનો પાર ન રહ્યો એને અહીં આવી અનોખી દુનિયા જોઈ પણ નહોતી એને કહ્યું ખરેખર ફોરેન કેટલુ સ્વચ્છ અને સુંદર છે"

"વસંતી કહે એવું નથી અમેરિકા જેટલું સ્વસ્થ અને સુંદર છે એટલા જ અહીના લોકો સુંદર છે"

"કુણાલ ના મમ્મી કહે; ભલે સરસ છે સુંદર છે પરંતુ આપણા દેશના તોલે તો ન જ આવે!"

"જુલી કહે મમ્મી અહીંયા તો બધા સાડીમાં વધુ દેખાતા નથી બધા જ અલગ પ્રકારના કપડાં પહેરેલા છે અને બિલ્ડીંગ તો કેટલી બધી ઊંચી છે ખરેખર મને તો અમેરિકા જોઈને ખૂબ જ આનંદ થયો"

"હજુ તો રીના તે આખું શહેર ક્યાં જોયું જ ક્યાં છે !અહીંનું વાતાવરણ અનોખું છે હું તને બતાવીને રહીશ ,એવું કુણાલે રીનાને કહ્યું

"એટલામાં તો ત્યાં ગાડી આવી અને બધા જ ઘરે પહોંચી ગયા ત્યાં કુણાલ નું મકાન ખૂબ જ સરસ અને હવા ઉજાસ વાળું હતું બધી સગવડ હતી .

રીનાએ કહ્યું ;ખરેખર કુણાલ તું તો બહુ સરસ જિંદગી જીવતો હોય એવું લાગી રહ્યું છે"

"રીના તારી વાત સાચી છે પરંતુ અહીં હું 18 કલાક કામ કરું છું અને છ કલાક જ મને સૂવા મળે છે કારણ કે અહીં કામ કરીએ તો જ પૈસા કમાઈ શકાય .નહીંતર મોંઘવારી પણ એટલી જ અહીંયા છે. આપણા દેશમાં અહીંના ડોલર આવે તો ફાયદો રહે પરંતુ અહીંનું નાણું આપણે કમાવવું પડે"

"કુણાલ ના મમ્મી કહે; બેટા "એવું તો તું શું કામ કરે છે તું છ કલાક સુધી શકે છે"

"વસંતી કહે કુણાલ એક સ્ટોરમાં કામ કરે છે અને એની સાથે હું પણ કામ કરું છું અમે બંને અઢાર કલાક ઊભા ને ઉભા જ કામ કરીએ છીએ સહેજ પણ ખુરશીનો ઉપયોગ કરતા નથી અને જો સહેજ પણ કામમાં ઢીલાશ પડે તો સ્ટોરમાંથી આપણને છૂટા કરતા પણ વાર ન લગાડે અહીં ખૂબ જ મહેનત કરીએ ત્યારે જ સહેલાઇથી જિંદગી જીવી શકાય એવી છે"

"રીના કહે આ તો ખૂબ જ કાઠુ કામ કહેવાય આટલું જ કામ આપણે આપણા દેશમાં કરીએ તો ફોરેન જેવી જિંદગી પસાર કરી શકાય,વિદેશમાં આપણે આટલું બધું કામ કરીએ છે અને એ લોકોને કમાણી કરાવી આપીએ છીએ પરંતુ જો તમે 16 કલાક આપણા દેશમાં મહેનત કરી હોત તો દેશને પણ લાભ થાત અને આપણને લાભ થાય"

"કુણાલ કહે રીના તારી વાત સાચી છે પરંતુ તને ખબર છે ને હું ગ્રેજ્યુએટ થઈ કેટલા બધા ઇન્ટરવ્યૂ યાઆપ્યા છતાં પણ મને ક્યાંય નોકરી મળી નહીં અને જ્યાં મારી પસંદગી થઈ ત્યાં મારી સાથે ડોનેશનની માગણી કરવામાં આવી એટલે મજબૂરીમાં જ અમેરિકા નું ડિસિઝન લઈને આવ્યો છું પરંતુ હું અહીં પણ ખુશ છું સારું એવું કમાઈ શકું છું અને વસંતી પણ મને મારી સાથે નોકરી કરે છે અમે બંને કમાઈ એટલે અહીં કોઈ પણ મુશ્કેલી આવી શકે એમ નથી"

"કુણાલના પપ્પા કહે: કુણાલની વાત સાચી છે ગ્રેજ્યુએટ પછી ખૂબ જ રખડ્યો નોકરી માટે પરંતુ ક્યાંય તેને નોકરી મળી નહીં આપણા દેશમાં એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે યુવાન ભણેલા છોકરાઓને નોકરી મળતી નથી અને મળે છે તો પણ એકલું શોષણ થાય છે જો આ ભ્રષ્ટાચાર દૂર થઈ જાય તો અમેરિકા કરતાં પણ આપણા દેશમાં ઘણી બધી પ્રગતિ થઈ શકે એમ છે પરંતુ આપણા દેશમાં ભ્રષ્ટાચાર માટે સરકાર ઘણા બધા પ્રયત્ન કરી રહી છે પરંતુ એના મૂળ એટલા ઊંડા વધી ગયા છે કે એને નીકાળતા વર્ષો લાગી જશે!!

"વસંતી કહે :સારું હવે ચર્ચા બંધ કરો અને જમીને બધા સુઈ જાઓ આવતીકાલે પાછું નોકરી જવાનું છે"

વધુ આગળ ભાગ/7


Share

NEW REALESED