Intezar - 11 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 11

(આગળના ભાગમાં છું કે વસંતી ઘર સાફ કરતી હતી ત્યારે એન્જેલિના ઉર્ફે વસંતી નામનો એક પત્ર મને મળ્યો હતો અને બીજા કાર્ડ પણ મળ્યા હતા એને મનમાં ઘણી બધી શંકા થઈ હતી એને થયું કે હું કુણાલને પૂછી લઉં પછી વિચાર્યું કે ના હાલ કોઈને કંઈ પૂછ્વું નથી.હું મારી મિત્ર જુલીને આ બાબતે પૂછી અને શંકા દૂર કરીશ. એટલામાં વસંતી અને કુણાલ આવે છે રસોઈ બનાવી હોતી નથી કારણકે રીના પત્રના વિચારોમાં ડૂબેલી હોય છે વસંતી અને કુણાલ એને ઘણું બધુ સંભળાવે છે અને એના સાસુ પણ એના પક્ષમાં કહે છે કે 'એને કંઈક મુશ્કેલી હશે એટલે રસોઈ બનાવી નહિ હોય ,રીના સામે જવાબ આપે છે અને છેવટે તે રસોઈ બનાવવા જાય છે અને કુણાલ પણ સાથે જાય છે.હવે વધુ આગળ....)


"બીજા દિવસે સવારે રીના પત્રના મનમાં વિચારો લઈને કામ કરતી હોય છે.એ બધું કામ પતાવીને ગાર્ડનમાં છોડને પાણી પાવા જતી હોય છે ત્યાં જ" મંગળાબા" આવેલા હોય છે"

"મંગળાબા કહે; કેમ રીના આજે તું ખુશ દેખાતી નથી તારા ચહેરા પરની કરચલીઓ બતાવે છે કે તું કોઈ મુશ્કેલીમાં હોય એવું લાગે છે."

"એવું કંઈ નથી મંગળાબા" આ તો થોડુંક માથું દુખે છે એટલે ચહેરા પર થોડીક કરચલી દેખાતી હશે ગઈકાલે સુવામાં મોડું થયું હતું . એટલે કદાચ તમને લાગતું હશે ત્યારે રીનાને મનમાં થયું કે જો હું ,એમને વાત કરીશ તો સારું નહિ લાગે એ પાડોશી છે. અને કંઈક આજુબાજુવાળા જાણે એના કરતા એમને વાત ન કરવામાં જ મજા છે. એને મંગળા બાને કહ્યું ; ઊંઘ પૂરી થઈ જશે એટલે હું ઓકે થઈ જશે ચિંતા કરશો નહીં'


"તો વાંધો નહિ બેટા "આ તો તારા ચહેરા પર ખુશી ના જોઈએ એટલે મને થયું કે તને પૂછી લઉં હું તારી" માં' જેવી છું એટલે તું એવું કંઈ પણ વિચારતી નહીં તારા મનમાં જે આવે તે બધું મને કહી શકે છે".

"સાચી વાત છે બહુ તમને મારી "મા"જ માનું છું એટલે તો તમારી સાથે હળી, મળીને વાત કરી શકું છું, અહીં ન્યૂયોર્કમાં મારું બીજું કોણ છે મારા સાસુ-સસરા પણ મને એમની દીકરી જેવું જ રાખે છે છતાં પણ તમારી સાથે આવીને મને મન હળવું થઈ જતું હોય એવું મને લાગે છે એટલે એવું કંઈ વિચારતી નથી'


"સારું" બેટા" હવે તારા ઘરે જા .તારે પણ ઘણાં કામ હશે ફ્રી થાય એટલે તો એક દિવસ મારા ઘરે તો ચોક્કસ આવજે.બગીચામાં રોજ મળીએ છીએ પણ મારી ઈચ્છા છે કે તું મારા ઘરે આવી અને ચા નાસ્તો કરી જાય."


"રીના ઘરે આવીને આજે તો વિચાર્યું હતું કે રસોઈ બનાવીને પહેલા તો મારે જુલી સાથે જ વાત કરવી છે મારે ગઈકાલનો જે પત્ર મળ્યો છે એના વિચારોમાં મને કંઈ ચેન પડતું નથી એમ કહીને એ ફટાફટ રસોડામાં જઈને રસોઈ બનાવી લીધી અને પોતાના સાસુ-સસરાને કહ્યું કે હું થોડી વાર આરામ કરું છું કુણાલ અને વસંતી આવે એટલે હું આવી જઈશ સાથે પછી જમી લઈશું."


"રીનાએ જુલીને ફોન કર્યો જુલી એ તરત જ ફોન રિસીવ કર્યો અને કહ્યું; કેમ રીના સારા અવાજમાં આજે જ જેવી ખુશી અને રણકાર દેખાતો નથી !!કોઈ મુશ્કેલી તો તું નથી ને!!!"

"જુલી મારે કોઈ મુશ્કેલી તો છે નહીં !પરંતુ કાલે ગઈકાલે હું ઘરની સાફ સફાઈ કરતી હતી ત્યારે મને એક પત્ર મળ્યો હતો અને થોડા કાર્ડ પણ મળ્યા હતા પરંતુ મને એ સમજણ પડતી નથી કારણ કે શું કહેવા માગે છે એમાં ઇંગલિશ માં લખ્યું હતું પણ એ તો મેં વાંચ્યું નથી પરંતુ ગુજરાતીમાં જે વસ્તુ મને વંચાય છે મેં વાંચી હતી જેમાં લખ્યું હતું
એન્જેલિના ઉર્ફે વસંતી "


"જૂલી કહે: એ તો વસંતીનું નામ છે અને એને એનું નામ બદલીને કુણાલ સાથે લગ્ન કરવા માટે આપણા દેશને અનુકૂળ નામ આવે એટલે વસંતી રાખ્યું હશે પરંતુ એનું અસલી નામ એન્જલિના છે એ તારી વાત પરથી લાગે છે"

"રીના કહે; પરંતુ એમાં શું વાંધો હતો એને એનું નામ એન્જલિના હોય તો શું ફરક પડવાનો હતો."

" કુણાલને ફર્ક પડવાનો હતો કુણાલને કદાચ આ નામ નહિ ગમતું હોય એટલે એન્જલિના રાખ્યું હશે અને તારા સાસુ-સસરાને પણ બોલવામાં મુશ્કેલી ન થાય એટલા માટે એને વસંતી નામ રાખ્યું હશે પરંતુ આગળના કાર્ડ માં શું છે એ તું મને કહે તો ખબર પડે"


"રીના કહે મને વધારે તો ઇંગલિશ ફાવતું નથી પરંતુ લિવ ઇન રિલેશનશિપ અને બીજું આગળ શું કહેવા માંગે છે હું જાણતી નથી પરંતુ લિવ ઇન રિલેશનશિપ વસંતી એન્ડ કુણાલ અને પાંચ વર્ષ પહેલાંની તારીખ હોય એવું લાગે છે"


"જુલી બધી જ વાત સમજી ગઈ અને કહ્યું રીના તારા કુણાલે પાંચ વર્ષ પહેલા જુલી સાથે લગ્ન નહીં પરંતુ રિલેશનશિપ માટેનો કરાર કરેલો છે એવું લાગે છે"


"તો શું જુલી કુણાલે લગ્ન કરેલા નથી"


"એવું નથી રીના પરંતુ હવે લોકો રિલેશનશિપમાં રહેવાનું વધુ પસંદ કરે છે જેમાં લગ્ન કરવાની જરૂર હોતી નથી જ્યારે ઈચ્છા થાય ત્યાં સુધી એ લોકો રિલેશનશિપમાં રહે છે અને જ્યારે એકબીજા સાથે અનુકૂળતા ના આવે તો સરળતાથી અલગ પણ થઈ શકે છે"


"જુલી શું આપણા દેશમાં પણ લોકો આ રીતે રિલેશનશિપમાં રહેતા હશે?


"રીના તુ ખુબ જ ભોળી છે આપણા દેશમાં પહેલા આ શક્ય ન હતું પરંતુ ધીમે ધીમે આપણા દેશમાં પણ આ ફોરેનની દેખાદેખીથી રિલેશનશિપ સંબંધ આવી ગયો છે"


"જૂલી, પરંતુ લગ્ન વગર કેવી રીતે સાથે રહી શકાય એ તો મને કંઈક અલગ જ વસ્તુ લાગે છે અને આપણે લગ્ન વખત બીજાના ઘરમાં કેવી રીતે કરીને રહી શકીએ"


"લિવ-ઇન રિલેશનશિપ , નૈતિકતા: ઘરેલુ હિંસા કાયદાને મજબૂત કરવા માટેનો કેસ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બે પુખ્ત વયના લોકો સાથે રહે છે તેને ગેરકાયદેસર ગણી શકાય નહીં

ભારતની સર્વોચ્ચ અદાલતે, સૌપ્રથમ વખત એસ. ખુશ્બુ વિ. કન્નીમ્મલ (2010) ના કિસ્સામાં લિવ-ઇન સંબંધોને કાયદાકીય માન્યતા આપીને તેમને "ઘરેલુ સંબંધો" તરીકે વર્ગીકૃત કરીને ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ હેઠળ સુરક્ષિત કર્યા , 2005 ("ડીવી એક્ટ"). કોર્ટે કહ્યું હતું કે ભારતના બંધારણની કલમ 21 હેઠળ નિશ્ચિત જીવનના અધિકારની મર્યાદામાં લિવ-ઇન સંબંધ આવે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લિવ-ઇન સંબંધો માન્ય છે બે વ્યક્તિઓ વચ્ચે ઘરેલું સહવાસ માં લિવ-ઇન સંબંધોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. "


"જુલી તું તો ખરેખર લિવ ઇન રિલેશનશિપ માટે ઘણું બધું જાણે છે મને તો ખબર નહીં કે આપણી ગવર્મેન્ટ લિવ ઇન રિલેશનશિપ ને પણ અપનાવી લીધી છે ખરેખર મને તો આ પસંદ જ ના આવ્યું આવું હોવું ના જોઈએ"

"રીના તારી વાત સાચી છે પરંતુ હવે તુ સુઈ જા આવતીકાલે આપણે ઘણી બધી ચર્ચા કરીશું ત્યાં સુધી તું કાર્ડ અને પત્રો તારી સાથે જ રાખજે બીજા સાથે કોઇ ચર્ચા કરીશ નહીં અને તું કોઈ વિશ્વાસ લાયક હોય એને એ કાર્ડ અને પત્રો બતાવજે ત્યાં સુધી તું કોઈને પણ બતાવતી નહીં...


વધુ ભાગ/ 12. આગળ....