Lord Vishwakarma books and stories free download online pdf in Gujarati

ભગવાન વિશ્વકર્મા

*સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય*
પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વકર્માએ બતાવેલા માર્ગથી ભટકી ગયો છે. ભૌતિકવાદના આ યુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા અને ઉપાસના એકદમ જરૂરી છે કારણ કે વિજ્ઞાનના યુગમાં ભગવાન વિશ્વકર્માનું શરણ લેવાથી જ અકસ્માતો અને માનસિક અશાંતિથી મુક્તિ શક્ય છે. ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ ફક્ત મન અને યંત્રની ઓળખ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, તેથી બંને તત્વોની ચાલક શક્તિ ભગવાન વિશ્વકર્માના નિયંત્રણમાં છે.

*ગજ યંત્રમાં સપ્તસૂત્ર*
દ્રષ્ટિ સૂત્ર
ગજ
સૂતરની દોરી
કાટખૂણો
સાંધણી
મુંજની દોરી
પરિકર
ઓળંબો

*ગજ ઉપર બિરાજમાન નવ દેવ. દરેક દેવ ત્રણ ઈંચ પર સ્થાન*
(૧) રૂદ્ર
(૨) સૂર્ય
(૩) વિશ્વકર્મા
(૪) અગ્નિ
(૫) બ્રહભા
(૬) કામ
(૭) વરૂણ
(૮) સોમ
(૯) વિષ્ણુ

*પ્રભુ વિશ્વાકર્માનો પ્રકટ કરેલ પુત્ર*
શ્રી વિશ્વકર્મા ભગવાનનો દત્તક પુત્ર વાસ્તુદેવ છે.

*વિશ્વકર્મા ધ્વજા દંડ*
- શ્રી વિશ્વકર્મા મંદિરની ધજામાં પાંચ રંગો અને પાંચ પુત્રોના અલગ અલગ યજ્ઞ કુંડ દર્શાવેલા છે.
- ધ્વજા નું માપ 72" × 33" ઇંચ

*પ્રભુ વિશ્વકર્માના વંશજ માટેના અણુજા*
- પ્રભુ વિશ્વકર્માના વંશજોએ કુલ સત્તર અણુંજા પાડવા જોઈએ.
દરેક મહિનાની અમાસ ૧૨, વિશ્વકર્મા પ્રભુ પ્રાગટય મહા સુદ તેરસ , મહાસુદ પાંચમ ઈલોડગઢમાં પ્રાગટય , મહાસુદ દસમ પૃથ્વીને સ્થિર કરી, દશેરા યંત્ર પૂજા, રક્ષાબંધન જનોઈ સંસ્કાર, શ્રાવણ સુદ 11 વિશ્વકર્મા દાદા ઈલોડગઢ (વેરુલ) થી સ્વધામ ગયા

*પ્રભુ વિશ્વાકર્માના વંશજો માટે કાર્ય મંત્ર*
ૐ વિશ્વકર્મણે નમોઃ નમઃ નમો સ્તુતે, હસ્ત કલેશ હદય વસ્તુતે નમોનમઃ સ્તુતે, જગત
નિયતે જગત પિતાયે નમોનમઃ સ્તુતે, કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વાકર્મણે નમોનમઃ સ્તુતે.

*વિશ્વકર્માદાદાના મંદિરની પ્રદક્ષિણા*
- પ્રભુ વિશ્વકર્મા દાદાના મંદિરની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

*પ્રભુ વિશ્વકર્માનું પ્રતિક*
- સત્તર મુખી રૂદ્રાક્ષ પ્રભુનું પ્રતિક છે.

*વાસ્તુપુરુષનો જન્મ*
- ભાદરવા માસના શુકલપક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્ર, વ્યાતિપાત યોગ, વિષ્ટિકરણમાં બ્રહભા સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો.

*પ્રભુ વિશ્વકર્મા ના તેમના પુત્રો*
- મનુ (લુહાર વંશજ)
- મય (સુથાર વંશજ)
- ત્વષ્ટા (કંસારા વંશજ)
- શિલ્પી (સલાટ - કડિયા વંશજ)
- દૈવજ્ઞ (સોની - ઝવેરી વંશજ)

*શ્રી વિશ્વકર્મા મહામંત્ર*
કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં|

હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:|

ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા|

દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:||

અર્થાત્ - જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે.

*શ્રી વિશ્વકર્મા સ્તુતિ*
નમોસ્તુ વિશ્વરુપાય, વિશ્વરુપાતેય નમ્:

નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ

અર્થાત્: વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા હું નમસ્કાર કરૂં છું.

*શ્રી વિશ્વકર્મા મંગલાચરણ*
મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ:
મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ:

*પ્રભુ વિશ્વકર્મા બીજ મંત્ર*
ૐ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્તા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત

જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે.

*વાસ્તુ વખતે વિશ્વ બ્રાહ્મણોએ વરૂણમાં બેસી જપવાના મંત્રો*
ઓમ તત્પુરુષાય વાસ્તુપુરુષાય ધીમહિ તં નો વાસ્તુ પ્રચોદયાત્

ઓમ વિશ્વકર્માય વિધ્મહે જગત્સૃષ્ટાય ધીમહિ તત્રો તક્ષઃ પ્રચોદયાત્

ઉપરનો વાસ્તુ મંત્ર - દરેક મંત્ર હજાર વખત જપવો. દરેક વિશ્વકર્મા વંશજ ભાઇ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના ધર્મનો નાશ ન થાય તેટલા માટે ઉપરના મંત્રોનો યોગ્યાનુસાર ઉપયોગ કરશો એવી પ્રાર્થના છે.

અર્થ - હે પ્રાણસ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ વરવા યોગ્ય સર્વ શ્રેષ્ઠ પાપનાશક પ્રભુ અમે આપના દિવ્ય ગુણને ધારણ કરીએ છીએ. આપ કૃપા કરી અમારી ઇન્દ્રિઓને કોઇ શુભ કાર્યમાં પ્રેરીત કરો. ઉપરનો ગાયત્રી મંત્ર વિશ્વકર્માના વંશજો કે જે વિશ્વ બ્રાહ્મણો છે તેમણે કરવાનો છે,

ઓમ હ્રા હીં હૂં ત્રિગુણાત્માયજગત્સૃષ્ટવે નમઃ

અર્થ - શિવ, વિષ્ણુ ને બ્રહ્મા વગેરે સર્વ દેવો અને ઋષિમુનિઓએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આ મહામંત્ર જોડ્યો છે.

*જનોઇ ધારણ કરવાનો મંત્ર*
ઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજંપુરસ્તાત્:

આયુષ્ય મગ્ય્રં પ્રતિ શુભં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ:

અર્થ - હે પરમાત્મા, પરમ જનોઇ પ્રથમ વિશ્ર્વકર્માજી કે સાથ ઉત્પન્ન આયુષ્યની વૃધ્ધિ કરવાવાળી છે, તે સ્વચ્છ યજ્ઞોપવિતને ધારણ કર. આ યજ્ઞોપવિત બળ અને તેજની વૃધ્ધિ કરે છે.

*પ્રભુ વિશ્વકર્માનો પુત્રો માટે ગજનો મંત્ર*
પ્રસન્નો વિશ્વકર્માત્મા પ્રસન્નો વિશ્વકર્મણે શસ્ત્ર મધ્યે સ્થિતે દેવા કાંબી કાર્ય ફલ પ્રદ્ર

*પ્રભુ વિશ્વકર્મા વંશાવલી*
વિરાટ વિશ્વકર્મા
બ્રહ્મા
દાદા - ધર્મ ઋષિ
પિતા - પ્રભાષ વસુ
માતા - ભુવના
શિલ્પાચાયૅ વિશ્વકર્મા
પત્ની - પ્રહલાદી /આકૃતિ /પ્રકૃતિ
નાના - અંગિરા ઋષિ
નાની - સતરૂપા
મામા - દેવગુરુ બૃહસ્પતિ

*વિશ્વકર્મા પુત્રો વિવાહ*
મનુ - કંચના અંગિરા ઋષિ પુત્રી
મય - સુલોચના પરાશર ઋષિ પુત્રી
ત્વષ્ટા - જયંતિ ભૃગુ ઋષિ પુત્રી
શિલ્પી - કરુણા ભૃગુ ઋષિ પુત્રી
દૈવજ્ઞ - જૈમિનિ ઋષિ પુત્રી

*વિશ્વકર્મા પુત્રીઓ વર્ણન*
રિદ્ધિ અને સિદ્ધિ - ગણેશ
ઉજૅવતિ - શુક્રાચાર્ય
સંજ્ઞા રાંદલ - સૂર્ય નારાયણ
પદ્મા - શ્રી મનુ