A unique love affair books and stories free download online pdf in Gujarati

અનોખા પ્રેમનો સંબંધ

અનોખા પ્રેમનો સંબંધ
લંડન શહેરના અત્યંત ધનાઢ્ય પરિવારમાં જન્મેલી જેસિકા ખુભ જ સુંદર ને સુશીલ હતી. લંડનમાં શનિવાર રાત્રિ ફીવર ફેસ્ટિવલ પીકોક થિએટરમાં જીવંત તખતાની રજૂઆત અતિશયોક્તિ રીતે થવાનું હતું.
જેસિકા તેમાં જવા માંગતી હતી. તેને જીવન પ્રદર્શનો ખૂબ જ ગમતા અને કાંઈ નવું કરવું ને જોવું પણ બહુ ગમતું એટલે માટે તેણે સૌથી આગળની બેઠકની ટિકિટ તે શોની પહેલા જ લઇ લીધી હતી.
હવે શોનો સમય થઇ રહ્યો હતો એટલે તે તેના બંગલાથી પીકોક થિએટર જવા માટે નિકળી. તેનું ઘર પીકકોક થિએટરથી અડધો કલાક દૂર હતું એટલે તે શો માટે નિકળી.
જેસિકા થોડીક વારમાં તે થિએટરના દરવાજા પર પહાેેેંચી ગઈ. તે અંદર જઈને તેની બેઠક પર બેસી ગઈ . તે થોડી જલ્દી પહાેેેંચી ગઈ. હજી શો ચાલું થવાને દસ મિનિટ હતાે. ત્યાં એક ખૂબસૂરત યુવાન બાજુમાં આવીને બેઠો.
તે યુવાને કહ્યું, "હું જેક છું અને તમે?”
તેણે કહ્યું, "હું જેસિકા છું.”
જેસિકાએ પૂછ્યું, શું તમે મને ઓળખો છો?
જેકે કહ્યું ,"ના હું તમને નથી ઓળખતો."
જેસિકાએ કહ્યું, "તો પછી તમે તમારો પરિચય કેમ આપ્યો અને સાથે હાથ પણ મિલાવ્યો?"
જેકે જેસિકાને કહ્યું ,"અહીંયા આખા બેઠકમાં તમેજ દેખાયા એટલે હાથ આગળ કર્યો " અને કહ્યું ,
“તમને ન ગમ્યું તો સોરી.”
જેસિકાને કહ્યું ,"તમે અચાનક બેસીને મારી સાથે હાથ મિલાવ્યો એટલે હું ચોકી ગઇ , બીજું કાંઈ નહીં. વાંધો નહીં મને તો એમ થયું હું તો તમને ક્યારેય મળી નથી. તો તમે મને કેવી રિતે ઓળખો?"
જેસિકાએ કહ્યું, “ઓહ!”
જેકે કહ્યું, એનીવે “તમને મળીને આનંદ થયો.”
જેસિકાએ કહ્યું , “મને પણ આનંદ થયો.”
ત્યાં શો ચાલું થઇ ગયો અને તે હાઉસફુલ હતો. જેસિકા તો શો જોવામાં બહુ તલ્લીન થઈ ગઈ પણ જેક તો જેસિકાને જ જોયાં કરતો હતો. જેક તો પહેલી નજરમાં જેસિકા પર મોહી ગયો હતો પણ તે તેને કહી ન શક્યો. તે થોડો ખસક્યો એટલે તે તેની નજીક આવી ગયો જ્યાં એનો હાથ હતો.જેકે પણ પોતાનો હાથ ત્યાં લાવવાની કોશિશ કરી કે એનો હાથ જેસિકાના હાથ પર આવી ગયો .જેસિકાને ખબર જ ન પડી કેમ કે અંધારું હતું અને તે શો જોવામાં મગ્ન હતી.
ઘીરે ધીરે એનો હાથ જેસિકાના ખભા પર પહાેેેંચી ગયો તો પણ એને ખભર પણ ન પડી. આટલામાં પંદર મિનિટનો ઇન્ટરવલ પડયો .
જેકે જેસિકાને પૂછ્યું તારે શું ખાવું છે?
જેસિકાએ કહ્યું, “તને જે ભાવે એ લાવ.”
જેકે પૂછ્યું “તને શું ભાવે છે?”
જેસિકાએ કહ્યું, મને એવું કાંઈ નથી, મને કાંઈ પણ ચાલશે.
જેક જેસિકાનો હાથ પકડીને બહાર ખાવા લઇ ગયો ને કહ્યું, “ચાલ મારી સાથે.”
જેસિકા પણ કાંઇ બોલી નહીં અને એની સાથે ગઈ.
પછી ઘણી વાર બન્ને સાથે રહ્યા ને વાતો કરી. જેસિકાને કાંઇ ખાસ ખાવું ન હતું પણ જેક માન્યો જ નહીં. અને એના હાથથી એને ખવડાવ્યું ને પોતે પણ જોડે ખાતો. જેસિકાને પણ ગમ્યું. તેને એટલું બધું ખાધું ને પીધું જેક ને હાથે કે જેસિકાને મજા પડી ગઈ જેસિકાને જેક સારો છોકરો લાગ્યો.
આટલામાં ઈન્ટરવલ પતી ગયો ને તે પાછા પોત પોતાની બેઠકમાં બેસી ગયા. પાછો શો ચાલુ થઇ ગયો હવે તો જેક એકદમ પાસે એનો હાથ પકડીને જેસિકા જોડે બેસી ગયો.
જેસિકા તો શો જોઈ રહી હતી અંધારું હતું એટલે એને ખબર પણ ન પડી કેમ કે એનું એ બાજુ ધ્યાન જ ન હતું ને એને અનુભૂતિ પણ ન થઇ. પછી તેનો હાથ એના ખભા પર ગયો. જેકનો તો ધ્યાન શો મા હતું જ નહીં. તેનું આખું ધ્યાન જેસિકા પર જ હતું. ત્યાં શો પૂરો થયો ને લાઈટ ચાલુ થઇ. જેસિકાએ જોયું કે જેકનો હાથ તેના ખભા પર હતો અને એને ખ્યાલ આવ્યો.જેસિકાને પણ ગમ્યું એટલે કાંઈ જ બોલી નહીં, ને જેકને જોયા કરતી હતી.
પછી જેકે હાથ મિલાવ્યો ને જેસિકાને પૂછ્યું “ફ્રેંડસ?”
જેસિકાએ કહ્યું, “ યેસ”
આ સાંભમળીને ,”જેકના આનંદનો પાર નહતો.”
ત્યાર પછી જેકે જેસિકાનો હાથ પકડીને બન્ને થિએટરનની બહાર નિકળ્યા. આ વખતે પણ જેસિકાને કાંઈ જ વાંધો નહતો.
પછી બન્ને દરવાજામાંથી બહાર નિકળ્યા. જેકે જેસિકાને પૂછ્યું. “ચાલે છે મારી સાથે જમવા?”
જેસિકાને કહ્યું, “અહીંયા તો એટલું બધું ખાધું.”
જેકે કહ્યું, “એને તો ઘણી વાર થઇ ગઈ.”
જેસિકાએ કહ્યું“મને ઘરે પોહકતાં બહુ મોડું થઇ જશે.”
જેકે કહ્યું, "ચાલને બહુ મજા આવશે. હું તને ઘરે મૂકી દઈશ."
જેસિકાએ કહ્યું, “ભલે ચાલ જઈએ.”
પછી બન્ને નિકલ બારમાં જમવા ગયા જેવા એમાં અંદર ગયા ત્યાં પણ જીવંત મ્યૂઝિક ચાલી રહ્યું હતું. બન્ને એક જ થાળીમાં જમવા લાગ્યા. તેમને સ્ટાર્ટરમાં સામેરેલું સલાડ ખાંધું ને પછી બન્ને એ મસ્ત ડાન્સ કર્યું એક સાથે. પછી તેમને ખબર જ ન પડી કે બે ક્યારે વાગી ગયા.
પછી બન્ને બહાર નિકળ્યા, જેક અને જેસિકા ગાડીમાં બેઠા.
જેક જેસિકાને છોડવા જતો હતો , ત્યારે ખબર પડી વાતોવાતોમાં જેસિકાના માતા પિતા નથી બે વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા એટલે તે એકલી જ રહે છે. તે ફેશન ડિઝાઇનર છે ને ઓનલાઈન કામ કરે છે.
બે દિવસમાં મારો જન્મદિવસ છે જેસિકાએ જેકને કહ્યું.
જેકએ કહ્યું, આપણે મળિયે તે દિવસે રાતના જ સાથે ઉજવ્યે. ફાવશેને મારી સાથે જન્મદિવસ ઉજવાનું?
જેસિકા એ કહ્યું, " હા હા મને તો બહુ ગમશે."
જેકએ કહ્યું ,"મને તારો ફોને નંબર આપીશ વાંધો ન હોય તો?"
જેસિકાએ કહ્યું, "એમાં શું વાંધો હોય હવે તો આપડે મિત્ર છીએ. "
જેસિકાએ કહ્યું, “મને ફોન કરજે આ લે મારો ફોન નંબર."
જેકએકીધું, "હું ચૌકશ ફોન કરીશ."
જેસિકાએ કહ્યું, "હું તારા ફોનોની રાહ જોઇશ."
જેકએ કહ્યું ,"તૈયાર રહેજે જનમદિવસસના રાતના બાર વાગે હું તને ગાડીમાંથી ફોન કરીશ ને લેવા આવીશ."
જેસિકાએ કહ્યું, "હા હું તૈયાર રહીશ. અગર ફોન ન લાગે નેટવર્ક ને કારણે તો ઘરે આવી જજે બાર વાગે. જો મોડું ન કરતો મને તારી સાથે જ જન્મદિવસ મનાવવો છે જો હું ઇચછું છું બીજા બધા મિત્રો પહેલા. તું જ મને સૌથી પહેલા શુભેછા આપે ."
જેકએ કહું, હા “ હું જલ્દી જ આવી જઈશ.”
જેકએ કહ્યું, “મને તારી સાથે ફોટો લેવો છે.”
જેસિકાએ કહ્યું, “મારો બંગલો આવે એટલે આપણે ફોટો લૈયે ચાલશે ને જેસિકા પૂછ્યું?”
જેકએ કહ્યું,” હા હા ત્યાં લઈશું.”
ત્યાં જેસિકાનો બંગલો આવી ગયો.

જેસિકા એ કહ્યું, “લેવો છે ને ફોટો મારી સાથે?”
જેકએ કહ્યું, “હા હા. “
જેસિકા એ કહ્યું, “ચાલ ફોટો લૈ ઈએ.”
બન્ને ગાડીમાંથી બહાર નિકળ્યા.
જેકએ કહ્યું “ચાલ ચાલ અહીંયા ફોટો લૈઈએ.”
પછી બન્નેએ એક દમ નજીકથી હાથ પકડી ને સાથે ફોટો લીધો પછી બીજો ખભા પર હાથ મૂકી ને એક સાથે ફોટો લીધો.
બન્ને ને એકદમ મજા આવી ગઈ. રાતના ચાર વાગી ગયા.
જેકએ કીધું “અહીંયા હીંચકા પર બેસવું છે.”
જેસિકા એ કીધું,” મારી બાજુ માંજ બેસ આપણે જોડે હિંચકા લઈએ."
બન્નેએ હીંચકા પાસે પાછા ફોટા લીધા.
જેકએ કીધું ઉભા રહીને લૈ ઈએ હિંચકા પર હું તને પકડીશ.
જેસિકા એ કીધું , “હા હા ચાલ બહુ મજા આવશે.”
પછી બન્નેએ હીંચકાની સાથે ફોટા પાડયા એક બીજાને પકડીને .તેમને બહુ મજા પડી ગઈ.
સવારના છ વાગી ગયા.
જેસિકા એકલી રહે છે એટલે એને જેક સાથે તો ખુશ ખુશાલ થઇ ગઈ.
પછી જેક જેસિકા કહીને નીકળી ગયો.

હવે જેસિકાના જન્મદિવસનો દિવસ આવી ગયો જેકએ તેને ફોને કર્યો.

જેસિકાએ કીધું, “અંદર આવ જેક પછી બહાર જઈએ, મારી સાથેબેસને થોડી વાર."


જેકે કીધું આપણે “જઈએ હું પાછો છોડવા આવીશ ત્યારે આપણે નિરાંતે બેસસું ચાલશે જેસિકા?” મેં તારી માટે બહુ બધી તૈયારીઓ બહાર કરી છે.
જેસિકાએ કીધું “તો ચાલ જઈએ શું તૈયારી કરી છે એ તો કે? “
“સરપ્રાઇસ છે”, જેકે કીધું.
જેસિકાએ કીધું, “ચાલ જલ્દી જઈએ હું બહુ આતુર છું જાણવા માટે શું“સરપ્રાઇસ છે”
પછી બન્ને એજ જગહ એ ગયા જન્મદિવસ ઉજવવા માટે.
જેકએ કેક મગાવી તેમાં બન્નેનાં ફોટા હતા કેકે સાથે ટેબલ પર.
જેસિકાને બહુ ગમ્યું જેક એ કીધું “જન્મદિવસ મુબારક તને.”
જેસિકાએ કીધું, ખૂભ આ ભાર જેક.”
જેસિકાએ કેક કાપયો, પેહલા જેકને ખવડાવ્યો ને જેક એ જેસિકાને.
પછી બન્ને બહુ વાર સુધી સાથે ડાન્સ કર્યો.
પછી જેકએ કીધું ચાલ આપણે સ્ટેજ પર જઇયે ત્યાં તારી માટે સપ્રાઇસ છે. સંગીતમય વાતાવરણમાં જેકએ એને પ્રપોઝ કર્યું “મારી સાથે લગ્ન કરીશ જેસિકા?”
જેસિકાએ કીધું, “હા મને પણ તારી સાથે બહુ ગમે છે ને બન્ને ભેટ્યા એક બીજાને. “
પછી જેકે જેસિકાને કીધું હું તારી માટે ઇંગગેમેન્ટ રિંગ લાવયો છું. પછી એજ ખુબસુરત વાતાવરણમાં એને પહેરાવી. પછી તો હવે ફોટા લીધા સુંદર અંદાજમાં ડાન્સ કરીને એકમેક સાથે.
પછી જેકએ કીધું "હું કાલે ઓસ્ટ્રેલિયા જાઉ છું કામ માટે. "
જેસિકાએ કીધું “ક્યારે આવીશ?
જેકએ કીધું “ ખબર નહીં કેટલા દિવસ લાગશે.”
જેસિકા નિરાશ થઇ ગઈ પણ મારી સાથે વાત કરજે સમય મળે ત્યારે.
જેક અને જેસિકા ગાડીમાંથી બહાર નિકળ્યા.
જેસિકાએ કીધું “જેક જલ્દી આવજે મને ભૂલી ન જતો.”
જેકએ કીધું હા હું “પહોંચીને તને ફોન કરીશ” .
જેસિકાએ કીધું “ધ્યાન રાખજે “ બન્ને એક બીજાને ભેટ્યા ને છુટ્ટા પડયા.
શરૂઆતમાં જેકએ જેસિકા સાથે ફોન પર વાતો કરતો.
પછી થોડા મહિનાથી જેકનો ફોન લાગતો નહીં એટલે જેસિકા ઉદાસ રહેતી શું થયું હશે વિચાર કરતી પણ એને જેક પર વિશ્વાસ હતો. કાંઇ તો હશે એમ જેક મને ન છોડે જેસિકાએ એમ વિચાર્યું.
પછી જેસિકા એના કામમાં વ્યસ્ત રહેતી ને કવિતાઓની ચોપડી વાંચતી.
એનો સમય એમાં પસાર થઇ જતો.

આમ આમ બે વર્ષ નિકળી ગયા.
જેક પાછો આવ્યો જેસિકા પાસે ને જેસિકા ના આનંદનો પાર ન હતો.

જેસિકા કીધું “ક્યાં હતો આટલા વર્ષ જેક? “
જેક કીધું, “મારા કામમાં તકલીફ આવી ગઈ ને એમાંજ વ્યસ્ત થઇ ગયો અને મારી તબિયત પણ બગડી ગઈ હતી ને ચિંતામાં હતો."
જેસિકાએ કીધું “ મને ફોન તો કરાયને હું મદદ કરત ને.”
જેક કીધું, “આવી પરિસ્થિતિમાં મને કાઈ ખ્યાલ જ ન આવ્યો”
જેસિકાએ કીધું “વાંધો નહીં તું આવી ગયો એજ બસ છે મારી માટે.”
જેકએ કીધું "તને વિશ્વાશ તો છે ને મારાં પર જેસિકા?"
જેસિકાએ કીધું હા “ મને તો તારા પર વિશ્વાશ હતો તું જરૂર આવીશ.”
જેકએ કીધું “ચાલીશને મારી સાથે આપણે લગ્ન કરી લઈએ મેં તને બહુ વાટ જોવ ડાવી.”
"હવે હું પણ તારી સાથે લગ્ન કરવા આતુર છું ખબ ર છે હું તને કેટલો મિસ કરતો તો.”
જેસિકાએ કીધું, “હું પણ તને બહુ મિસ કરતી હતી , બન્નેએ એક બીજાને ભેટ્યા.”
આખરે એ દિવસ આવી ગયો જયારે જેક અને જેસિકાને એમનો પ્રેમ વેલેન્ટાઈનના દિવસે મળી ગયો અને લગ્ન બંધનમાં બંધાયા ને આનંદપ્રદ થઇ ગયા એક મેકના સાથથી ને વેલેન્ટાઈનડેની શુભેછા આપી“સાચો પ્રેમ અનંત રહે છે”