Intact love books and stories free download online pdf in Gujarati

અકબંધ પ્રેમ

અકબંધ પ્રેમ
આ બે મિત્રોની વાર્તા છે. રાજ અને સીમી જે મુંબઈની જમનાબાઈ નરસી શાળામાં સાથે ભણતા હતા. નાનપણથી જ બન્ને એક જ પાટલી પર બેસતા હતા. શાળાના વીસ મિનિટના અંતરાલમાં રાજ અને સીમી સાથે નાસ્તો કરતા અને પકડા પકડી રમતા હતા. જેવી ઘંટી વાગતી તેઓ પોતાની પાટલી પર બેસી જતા અને વાતો કરતા. જેમ શિક્ષકનો વર્ગમાં પ્રવેશ કરતા ત્યારે બન્ને પોતાની ચોપડીમાં ભણવામાં ધ્યાન આપતા.બપોરના ભોજન સમય દરમ્યાન લાંબો વિરામ હોવાથી જમ્યા પછી સાથે વાંચતા અને અગર સમજ ન પડે તો એક બીજાને સમજાવતા.
આમ કરીને વર્ષો વીતી ગયા અને શાળાના છેલ્લા ને મહત્વના વર્ષમાં આવી ગયા. બન્ને સારા મિત્રો બની ગયા હતા કેમ એક જ પાટલી પર બેસતા, ભણતા, સાથે નાસ્સ્તો કરતા, જમતા ને બસમાં પણ ઘરે સાથે જતા.
શિક્ષકોએ એસ.એસ.સીની અર્ધવાર્ષિક પરીક્ષાનો ભાગ પુરો કરી દીધો હતો અને થોડા દિવસોમાં જ પરીક્ષા હતી.
જેમ જેમ અર્ધવાર્ષિક પરીક્ષા નજીક આવી તેમ રાજ અને સીમી ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરતા .
થોડા દિવસ પછી અર્ધવાર્ષિક પરીક્ષાની તારીખ આવી ગઈ એટલે ખુબ ભણવામાં મહેનત કરતા.આ અર્ધવાર્ષિક પરીક્ષાના ગુણ એમાં ઉમેરવાના ન હતા કારણ કે આ વર્ષે એસ.એસ.સી બોર્ડની પરીક્ષા હતી, છતાંય મહેનત કરતા કારણ કે આ મહત્વપૂર્ણ વર્ષ હતું અને એમને સારા ગુણથી ઉત્તીર્ણ થવું હતું.
પંદર દિવસ પછી પરીક્ષા આવી ગઈ અને તેમની પરીક્ષા સારી ગઈ.
બીજો ભાગ શિક્ષકોએ પહેલા જ ચાલુ કરી દીધો હતો.
એક મહિના પછી પરીક્ષાનું પરિણામ આવ્યું. બન્ને સારા ગુણથી ઉત્તીર્ણ થયા.
એમના ચેહરા પર હર્ષનો અનેરો આનંદ છવાયો અને બન્ને એક બીજાને ભેટી પડયા ને કીધું હજી આપણને ઘણી મહેનત કરવાની છે. પછી શાળાની બસમાં મિત્રો સાથે જવા ને બદલે રાજ એને સીમી પહેલી વાર તે દિવસે સાથે ફરવા ગયા અને એ બાજુ કોઈ દેખાતું ન હતું અને હર્ષમાં સીમી રાજને ભેટી અને રાજે પણ સીમીને બહુ વાર સુધી ઉચ્ચે સુધી તેડી લીધી. સીમીને બહુ ગમ્યું ને ખુશ થઇ ગઈ પછી રાજે એને પોતાના ખભા પર બેસાડી.સીમીને એટલું ગમ્યું કે લાગ્યું જાણે હિમાલયની ટોચ પર બેઠી છે. રાજે સીમીને જલ્દી નીચે ઉતારી નહીં ને એને પણ નીચે ઉતાવરનું કહયુ નહીં કેમ કે સીમીને આવી રીતે ક્યારે કોઈએ તેડી ન હતી.
ઘણો સમય થઇ ગયો એટલે આખરે રાજે સીમીને નીચે ઉતારી.પછી બન્ને નજીકમાં જ એક બીજાને પાણી પુરી ખવડાવી.
આટલામાં શાળાની બસનો ઘરે પહોંચવાનો સમય થઇ ગયો.ત્યાંથી સીમીનું ઘર બહુ દૂર નહીં હતું એટલે ફૃટાફૃટ બન્ને જાણા સીમીના ઘર પાસે પોંહચી ગયા. રાજ એના દરવાજા સુધી છોડીને ઘરે ચાલ્યો ગયો.
એવી રીતે વૈકલ્પિક દિવસે શાળા છૂટ્યા પછી ફરવા જતા અને એક બીજા સાથે સમય પસાર કરવા લાગ્યા.જેમાં તેમને ખુભ જ મજા આવવા લાગી.

જેમ જેમ દિવસો પસાર થયા શાળાની એસ.એસ.સીની પ્રાથમિક પરીક્ષા નજીક આવી ગઈ.
ફરી ભણવામાં વધારે સમય ધ્યાન આપવા લાગ્યા અને પછી મજાક મસ્તી અંતરાલ હોય કે શાળાની બસમાં જતી વખતે કરવા લાગ્યા.
આખરે પ્રાથમિક પરીક્ષાનો દિવસ આવી ગયો અને તેમની બેઠક આગળ પાછળ જ હતી.
પરીક્ષા પતી ગઈ એટલે એમને એક બીજાને પૂછ્યું કેવા રહ્યા પ્રશ્નપત્ર?
તેમનો જવાબ એક સાથે શામિલ થયો ખુભ સરસ અને આ વખતે બધા મિત્રો સાથે ઉજવણી કરવા નજીકના ભોજનાલયમાં ગયા. હંમેશાની જેમ તેઓ બાજુમાં બેસી ગયા અને સાથે ખાવા પણ લાગ્યા.
જમ્યા પછી બધા મિત્રો ગયા કેમ કે તેમના ઘર અલગ દિશામાં અને દૂર હતા. મિત્રોએ રાજને કીધું અમે જઇયે છીએ તમે સાથે જતા રેહજો અને કહ્યું સીમીને બરાબર ઘરે મૂકી દેજે. રાજે કહ્યું ચોક્કસપણે એને મૂકી દઈશ એના ઘરની નીચે.
થોડી વારમાં જ રાજ અને સીમી ઘરે જવા નીકળી ગયા.
વાતો વાતોમાં સીમીનું ઘર ક્યારે આવી ગયું, એમને ખભર જ ન પડી.
રાજ સીમીને મૂકીને ઘરે ચાલ્યો ગયો.
થોડા દિવસમાં શાળામાંથી વિદાયનો દિવસ પણ નજીક હતો.

બધા મિત્રો શાળામાં રોજ ફેરવેલની ઉજવણી કરવા નૃત્યના રિહર્સલ માટે મળતા. એમાં એક વર્ગ જૂથ નૃત્યનું હતું .મિત્રોએ ખુભ આગ્રહ કર્યો એટલે રાજ અને સીમીએ પણ એક સરસ નૃત્યનું રિહર્સલ સાથે કરવાનું હતું. જેમ મિત્રો સાથેનું જૂથ નૃત્ય પતી જાય અને તેઓ ઘરે ચાલ્યા જાય.પછી થોડી વારમાં જ બન્નેને સાથે નૃત્ય કરવાનું ચાલુ કરતા. જેમાં રાજ અનોખી રીતે અદભૂત શૈલીમાં કરાવતો હતો કે સીમી ને ખુભ મજા પડી ગયી ને રાજને બહુ પાસેથી ભેટી કેમ કે એનો નાનપણથી નૃત્ય શીખવાનું સપનું હતું પણ મમી પપ્પા એમના કામમાં વ્યસ્ત રહેતા હતા એટલે એને નૃત્ય શીખવાનો મોકો ન મળ્યો. તે રાજ સાથે એની શરુવાત થઇ ગઈ.જેવી સીમી ભેટી રાજને ત્યારે એને તેને તરત તેડી લીધી.આ વખતે સીમી ને તો ખુભ ગમ્યું.
ઘણો સમય પસાર કર્યો એક મેક સાથે એકદમ પાસેથી વાતોમાં ને મજાક મસ્તી સાથે એમને ખભર જ ન પડી.

બીજે દિવસે સીમી રાજ સાથે નૃત્યનું રિહર્સલ કરવાની હતી ત્યારે એને અનન્ય શૈલીમાં કરાવી હતી કે એને બહુજ ગમ્યું. પછી બન્ને કરતા ગયા બહુ વાર સુધી અને મજા લેતા ગયા. પછી રિહર્સલ પતવા આવવાની અણીમાંજ હતી. એના પછી રાજે સીમીને ન્રત્યની શૈલીમાં એવી તેડી લીધી કે સીમીને ખભર સુધા ન પડી અને એવું લાગ્યું જાણે હું આકાશમાંથી નીચે જોતી હોવ અને હું ખુશીથી લોથપોથ થઇ ગઈ.
ચારે બાજુ અમારા બન્ને સિવાય કોઈ ન હતું તો પણ મને મજા પડી ગઈ.
આમ ને આમ હવે નૃત્ય રિહર્સલનો છેલ્લો દિવસ આવી ગયો અને અમે સરસ નૃત્ય તૈયાર કર્યો હતો. માત્ર છેલ્લી વાર કરવાનું બાકી હતું.એના પછી આ વખતે રાજે નૃત્યની વિભિન્ન શેલીમાં સીમીને તેડી ઉપર નીચે આગળ પાછળ ફેરવી કે સીમી અત્યંત ખુશ ગઈ અને પછી થોડી વારમાં સાથે બસમાં ગયા ને ઘણા પાછળ સાથે બાજુમાં બેઠા હતા જ્યાં બેઠક ખાલી હતી.થોડા જ વિદ્યાર્થીઓ બસમાં હતા.પછી બસ ઉપર નીચે થઇ એટલે પછી સીમી રાજના ખોળામાં પોંહચી ને તેઓ મજા લેવા લાગ્યાં.પછી ફરી બસ ઉપર નીચે થઇ તો સીમી રાજના પેટ પર પોંહચી ગઈ ને એની સાથે મસ્તી કરવા લાગી અને બન્ને એક મેકના બહુ નજીક આવી ગયા ને સાથે બહુ ગમવા લાગ્યું.
એટલામાં સીમીના ઘરનો બસ સ્થાનક આવી ગયો ને રાજ ફટાફટ સીમીને તેડીને ઉતરી ગયો એને ઘર નીચે છોડીને ગયો.
પછી બન્ને મળ્યા જ નહી કેટલા દિવસ સુધી કેમ કે હવે હમણાં શાળામાં જવાનું ન હતું.
થોડા દિવસ પછી એકમની પરીક્ષાનો પરિણામ આવી ગયું ને બન્ને પાછા શાળામાં મળ્યા ને પરિણામની વાટ જોઈ રહ્યા હતા ને થોડી મિનિટેમાં પરિણામ જાહેર થયું.
એમાં બન્નને નેવું ટકા ગુણ આવ્યા જોઈને એક બીજાને દૂર જઈ બહુ ભેટ્યા ને પછી ઘરે ચાલ્યા ગયા.
બે દિવસ પછી પાછા મળ્યા શાળાના ફેરવેલ સમારોહમાં.બધા મિત્રોને અને શિક્ષકોને પણ રાજને સીમીનું નૃત્ય ખુભ જ ગમ્યું ને પ્રશંસા પણ કરી.આ સાંભળીને એમના મન આનંદિત થઇ ગયા અને સમારોહથી બહુ
દૂર જઈ ને એક બીજાને ખુશ થઇને ભેટ્યા ને પછી ઘરે ચાલ્યા ગયા.
હવે તો મહિનાઓ સુધી તેઓ એક બીજાને મળ્યા નહી પછી એસ એ સી બોર્ડની પરીક્ષા આવી ને એમનું કેન્દ્ર એક જ હતું અને ફરી એમની બેઠક આગળ ને પાછળ હતી.

પરીક્ષામાં રોજ મળતા ને આમ કરીને પછી છેલ્લો દિવસ આવી ગયો અલગ થવાનો એટલે તેઓ ફરવા ગયા સાથે એક મેકને ખવડાવ્યું. પછી રાજ સીમીના બાજુમાં બેઠા હતા ને આટલામાં જ સીમી તો રાજના ખોળામાં બેસી ગઈ ને કલાકો સુધી મસ્તી મજાક ચાલી એમ કરીને એક મેકના બહુજ પાસે આવી ગયા.એમ લાગણી વધવા લાગી એક બીજા પ્રતેય.પછી ઓચિંતા રાજે સીમીને તેડી લીધી પછી એને ગોળ ગોળ ઉપર નીચે ફરાવી કે તે ખુભ જ ખુશ થઇ ગઈ. જતાં જતાં એક સાથે આઈસ્ક્રીમ ખાંધી ને પછી છુટ્ટાપડયા.

સારા ચાર મહિના પછી એસ.એસ.સી બોર્ડના પરિણામ વખતે પાછા મળ્યા.માર્કશીટ લેવા માટે સાથે બેઠા હતા.
આખરે એમની માર્કશીટ મળી ગઈ ને એમને પંચાણું ટકા આવ્યા અને બન્ને ખુશ ખુશ થઇ ગયા. ઉજવણી કરવા માટે એક મેક સાથે ભોજનાલયમાં ગયા.હવે તો એક મેક સાથે બહુજ ગમવા લાગ્યું.પછી તો કલાકો સુધી સમય પસાર કર્યો પકડા પકડી રમ્યા ફૂદારી કરી.પછી એક મેકના ખોળામાં વારાફરતી બેઠાને આમ બહુ નજીક થઇ ગયા ને તેમને મજા આવવા લાગી.પછી કાલાખટાનો શરબત પીધો એક સાથે ને પીતા પીતા સાવ નજીક આવી ગયા સીમીને તો એટલી મજા પડી અને તેને કીધું મને હજી પીવું છે.ફરી એમને ત્યાં દૂર બેસીને પીધું. રાજે સીમીને એના ખોળામાં બેસાડી ને એક સાથે પીવા લાગ્યા ને મસ્તી મસ્તીમાં એક મેકના માથા પર ને પછી ગાલ પર આવ્યા ને ભેટી ને બેસી ગયા.
પછી થોડી વારમાં જ ઘરે જવાનો સમય આવી ગયો પણ છુટ્ટા પડવાનું એમનું મન ન માનતું હતુ..આખરે પોત પોતાના ઘરે ગયા.
એક મહિના પછી મહાવિદ્યાલયમાં દાખલ થવા માટે મળ્યા ને જોગાનું જોગ એક જ મહાવિદ્યાલયમાં દાખલ થયા ને એકજ વિભાજન એમને મળ્યું.
ફરી એક વાર ભેગા થઇ ગયા ને સાથે બેસવાનો ને સમય પસાર કરવાની અદભૂત તક એમને મળી ગઈ. .

મહાવિદ્યાલયમાં ભણવાની સાથે કેટલી બધી રમત હતી તો આખો દિવસ ભેગા રહેવા લાગ્યા.કેરમ,ચેસ,ટેબલ ટેનિસ સાથે રમતા.રાજ એને બાસ્કેટ બોલ શિખડાવતો ને રમતા.શીખડાવતા શીખડાતા રાજે સીમીને બાસ્કેટમાં બોલ કેવી રીતે નાખવો એને બે ત્રેણ વાર તેડી લીધી ને બોલ નખાવ્યો,નૃત્ય પણ સાથે કર્યું એનો પણ અલગ વિભાગ હતો. સીમીને શાળા કરતા પણ વધારે મજા આવા લાગી ને અહીંયા તો હજી એક બીજાના પાસે થવા લાગ્યા.
કાંઈ કારણે રાજ મહાવિદ્યાલયમાં ન આવતો તો સીમીને ન ગમતું ને સીમી ન આવતી તો રાજ ને ન ગમતું. મહાવિદ્યાલયમાં વાર્ષિક દિવસનો પેહલા વર્ષનો કાર્યક્રમમાં બન્ને નૃત્ય કરવાના હતા એટલે સાથે રિહર્સલ ચાલુ કરી દીધું.
હવે તો કેટલા બધા કલાક સાથે રહેવા લાગ્યાં એમનો ખુશીનો પાર ન હતો.
આમ વર્ષો પસાર થઇ ગયા ને તેઓ મહાવિદ્યાલયના છેલ્લા વર્ષમાં આવી ગયા. આટલા વર્ષો મહાવિદ્યાલયમાં ભેગા રહ્યા કે એમને એક બીજા માટે પાછી ખુભ જ લાગણી ઉભરાઈ આવી.
થોડાજ મહિના બાકી હતા અલગ થવાના. તેઓ વધારે ને વધારે વાર સાથે રહેવા લાગ્યા કેન્ટીન હોય રમત કે પછી નૃત્ય.એક પણ રજા ન લેતા. એમને એક બીજા સાથે જાજમાં જાજો સમય પસાર કરવો હતો.
એમની લાગણી તો અત્યંત વધી થઇ કે દૂર રહેવા તૈયાર જ ન હતા.આ સમય પણ ઓછો લાગવા લાગ્યો એટલે મહાવિદ્યાલય પછી શાળાના સમયની એમની જૂની જગ્યાએ જવા લાગ્યા ને પછી પકડા પકડી લુકા છુપી રમતા ને એક બીજા ને પકડતા ને પકડી રાખતા.પછી પહેલાની જેમ રાજ કાળાખાટા લેતો અને સીમીને એના ખોળામાં બેસાડતો.આ વખતે સીમીએ એના ખોળામાં બેસવાની તક ઝડપી લીધી ને પહેલાની જેમ જ એકજ ગ્લાસમાં પીતા.પીતાપીતા એટલી મસ્તી કરવા લાગ્યા બન્નેના કાલાખટા વારા હોઠ એક બીજાના ગાલ પર આવી ગયા ને હસવા લાગ્યા.પછી પાણીથી એક બીજાનો ગાલ સાફ કરવામાં નજીક થઇ ગયા કેમ કે સીમી એના ખોળામાં જ બેઠી હતી ને થોડી વારમાં જ ઘરે જવા નિકળી ગયા.
હવે તો બે જ દિવસ બાકી હતા મહાવિદ્યાલયમાં ને પછી બે મહિના પછી પરીક્ષા હતી.
સાથે ભણ્યા મસ્તી કરી રમત રમ્યા ને સીમીને નૃત્ય નો શોખ હતો એટલે એ પણ કર્યું એમ મહાવિદ્યાલયનો એક દિવસ તો નિકળી ગયો ને પછી ત્યાં જ નજીકમાં કુલ્ફી જોઈએ એટલે કુલ્ફી ખાવા ગયા ને એક બીજાને ખવડાવી. પછી બીજી લીધી ને ખવડાવા લાગ્યા એક મેક ને ત્યારે ખવડાવતા ખવડાવતા સીમી જરા લપસી તો રાજે એને પકડી તો ખરી પણ એના હોઠ રાજના હોંઠથી બહુ ઓછા અંતરે હતા ને એક બીજાને જોતાજ રહ્યા. એક મેકને ને આંનદની અનુભૂતિ થવા લાગી.
હવે છેલ્લો દિવસ આવી ગયો.
શાળાના છેલ્લા વર્ષથી એક મેક પ્રતેય ઉભરતી લાગણી શબ્દોથી વ્યક્ત કરી ન શક્યા. મહાવિદ્યાલયના છેલ્લે દિવસે આખો દિવસ સાથે જ રહ્યા .ભોજનાલયમાં એક બીજાને જમડાવ્યું.ત્યારપછી સીમી રાજની બાજુ એના પર પડી ત્યારે રાજે એને પકડી લીધી ને હાથ નીચેથી પકડયો .એમને એક મેકનો હાથ પકડી રાખ્યો બહુ વાર સુધી ને પછી બહાર આવ્યા ને આગળ ચાલતા ચાલતા સુમસામ રસ્તો આવતા રાજે એને તેડી લીધી જ્યાં એ બન્ને જ હતા સીમીને બહુ ગમ્યું ને સીમી એને ભેટી. રાજને પણ બહુ ગમ્યું.
એમ જ ચાલી રહ્યા હતા એક બીજાને ભેટીને, હજી પોતાના મનની વાત કહી ન શક્યા અને રાજે સીમીને નીચે ઉતારી નહીં ને એને વજન પણ ન લાગતો હતો, સીમી ભેટી ને જ ચાલતી હતી.

છુટ્ટા પડતા પડતા બન્નેએ એક મેક ને કીધું તારા સાથે બહુ ગમે છે.પ્રેમ ક્યારે થઇ ગયો ખભર જ ન પડી.

બે મહિના પછી યુનિવર્સિટી પરીક્ષા હતી એવિભાગમાં સીમી ન હતી એટલે એક બીજાને મળી ન શક્યા.
મહિનાઓ પછી પરિણામ આવ્યું ને સીમી માર્કશીટ લઇ ને થોડી વાર બેઠી હતી મહાવિદ્યાલયમાં રાજની વાટ જોતા પણ રાજ દેખાણો જ નહીં એટલે ઘરે ચાલી ગઈ.ઘણી વાર પછી રાજ આવ્યો ત્યાં સુધી સીમી ચાલી ગઈ.
છેલ્લે એક મેકને મળવાની તક ન મળી .એટલે બન્નેના મનમાં ઉદાસી છાઇ ગઈ, પણ હવે શુ થઇ શકે?

પાંચ મહિના પછી સીમી તો અનેક પ્રકારના નૃત્ય શીખવા બેંગલોર ચાલી ગયી કેમ એ પછી ત્યાંથી આવીને પોતાની નૃત્ય એકેડેમી ખોલવા માંગતી હતી.

રાજ પણ ફિલ્મ ઉત્પાદન શીખવામાં મુંબઈમાં વ્યસ્ત થઇ ગયો એને તેને પોતાની ઉત્પાદક કંપની ખોલવી હતી.

આમ કરીને પાંચ વર્ષ વીતી ગયા અને રાજને સીમી એક બીજાના સંપર્કથી દૂર થઇ ગયા.
છઠ્ઠે વર્ષે સીમી બેંગલોરથી પાછી ફરી.

થોડા દિવસ પછી શાળાનું રીયુનિયન આવ્યું ને એમને સંદેશો આવ્યો. તેઓ રીયુનિયનમાં પહોંચી ગયા.

ઘણાં વર્ષો પછી રાજ ને સીમી શાળાના રીયુનિયનમાં મળ્યા એમને શાળામાં સાથે વિતાવેલાં જૂના દિવાસો યાદ આવી ગયા.
વાતો વાતોમાં એમને ખભર પડી બન્ને એ હાજી લગ્ન નથી કર્યા. પછી થોડે દૂર જઈને વાતો કરતા હતા ત્યારે વર્ષો પછી રાજે સીમીને અચાનક તેડી લીધી પછી સીમી પણ એને ભેટી પડી. આટલા વર્ષોનો એમનો પ્રેમ ફરી ઉમટી પડયો. એમને એક બીજા સાથે તો બહુજ ગમ્યું.તેમને ઘણો સમય પસાર કર્યો આમ ને આમ એક મેક ને જોયા જ કરતા હતા. પછી બન્ને સાથે જમવા ગયા ને પહેલાની જેમ સાથે જમ્યા. પછી જમીને એમને નક્કી કર્યું કે આપડે પોત પોતાની ઈચ્છા તો પુરી કરી લીધી છે.ચાલો હવે આપણે એક બીજા સાથે લગ્ન ઘણાં વર્ષોની લાગણી એક બીજા સાથે હતી એટલે લગ્ન કરવા તૈયાર થઇ ગયા.
બન્ને એ એમના માતા પિતા ને વાત કરી.
એમની એક નાત નતી પણ સીમી ને ખભર જ નતી કેમ કે રાજ ગુજરાતી સારું બોલતો હતો.
એમને એમના માતા પિતા ને ખુભ મનાવ વા પડ્યા. બહુ જ મુશ્કેલીથી માન્યા ને આખરે કેટલા વર્ષો પછી એમના લગ્ન થઇ ગયા ને બન્ને લગ્ન કરી ને રાજી રાજી થઇ ગયા.

વર્ષો પછી રાજ ને સીમી શાળાના રીયુનિયનમાં મળ્યા એમને શાળામાં સાથે વિતાવેલાં જૂના દિવાસો યાદ આવી ગયા.
વાતો વાતોમાં એમને ખભર પડી બન્ને એ હાજી લગ્ન નથી કર્યા. પછી થોડે દૂર જઈને વાતો કરતા હતા ત્યારે વર્ષો પછી રાજે સીમીને અચાનક તેડી લીધી પછી સીમી પણ એને ભેટી પડી. આટલા વર્ષોનો એમનો પ્રેમ ફરી ઉમટી પડયો. એમને એક બીજા સાથે તો બહુજ ગમ્યું.તેમને ઘણો સમય પસાર કર્યો આમ ને આમ એક મેક ને જોયા જ કરતા હતા. પછી બન્ને સાથે જમવા ગયા ને પહેલાની જેમ સાથે જમ્યા. પછી જમીને એમને નક્કી કર્યું કે આપડે પોત પોતાની ઈચ્છા તો પુરી કરી લીધી છે.ચાલો હવે આપણે એક બીજા સાથે લગ્ન કરી લઇએ.
વર્ષોની લાગણી એક બીજા સાથે હતી એટલે લગ્ન કરવા તૈયાર થઇ ગયા.