Tha Kavya - 82 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૨

સવારનો સૂરજ આજે જીતસિંહ માટે નવી ઉમંગ અને આશા લઈને આવ્યો હતો. ચહેરા પર ખુશી અને ઉમંગ હતો. કાવ્યાને પામવાના જાણે સપના સેવી રહ્યા હોય તેમ કાવ્યા તેની સાથી હોય તેઓ મનમાં ભાસ ઉત્પન્ન થવા લાગ્યો હતો. હોંશે હોંશે જીતસિંહ કાવ્યા ને મળવા અને તેની ઈચ્છાની વસ્તુ તેને આપવા ગેસ્ટ હાઉસ જવા નીકળ્યા.

કાવ્યા તૈયાર થઈને જાણે જીતસિંહ ની રાહ જોઈને બેઠી હોય તેમ રૂમની બહાર બેઠી હતી. તેને ખ્યાલ પણ હતો નહિ કે સામેથી આવી રહેલા જીતસિંહ રીંગ લઈને મને આપવા આવી રહ્યા છે. પણ તેઓ જીતસિંહ નાં પ્રેમના વિચારોમાં ખોવાયેલી હતી. કાવ્યા ને ધીરે ધીરે અહેસાસ પણ થયો હતો કે હું દિલથી જીતસિંહ ને પ્રેમ કરવા લાગી છું. પણ એક પરી હોવાના કારણે તે આ પ્રેમ ને પામશે કે નહિ તે અસમંજસ માં હતી. છતાં પણ તે જીતસિંહ નાં સપના જોવા લાગી હતી.

સામેથી આવતા જીતસિંહ ને જોઈને કાવ્યા ઊભી થઈ ગઈ. બે દિવસથી જીતસિંહ કાવ્યા ને મળવા આવ્યા ન હતા એટલે બંને ને એકબીજાને મળવાનો ઉતસાહ તો ભરપૂર હતો. બંને ને એવું લાગી રહ્યું હતું ઘણા દિવસ પછી એકબીજાને જોયા હોય તેવું. જીતસિંહ નાં ચહેરા પર ખુશી જૉઇને કાવ્યા સમજી ગઈ કે જીતસિંહ મારા માટે કઈક તો કરી ને આવ્યા છે. તેમની દિવ્ય દ્રષ્ટિ થી જોવાને બદલે તે સામેથી ખુદ કહેશે અને હું ખુશ થઈશ તે ક્ષણ ની રાહ જોવા લાગી.

કાવ્યા ની એકદમ નજીક આવીને જીતસિંહે તેનો હાથ પકડી ને રૂમની અંદર લઇ ગઈ. કાવ્યા ચુપચાપ તેમની સાથે રૂમમાં ગઈ. કાવ્યા ને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે જીતસિંહ મારા માટે કઈક તો લાવ્યા જ છે. નહિ તો આ રીતે મને તે રૂમની અંદર હાથ પકડીને લઈ ન જાય.

રૂમની અંદર બંને દાખલ થયા એટલે જીતસિંહ પહેલી વાર કાવ્યા ને ગળે વળગી ગયા. જાણે તે પોતાની ખુશી વ્યક્ત કરતા હોય. કાવ્યા પણ જીતસિંહ ને ચીપકી રહી. આજે તે પણ પહેલી વાર કોઈ યુવાન પુરુષ નાં બહોપાસ માં સમાઈ ગઈ હતી. બંને આલિંગનમાં અલગ જ ફીલ કરી રહ્યા હતા. ને જાણે કે બંને આમ જ ભેટી રહેશે એમ ઘણા સમય સુધી બંને ગળે વળગી રહ્યા. પછી જીતસિંહ થોડા નીચે ઝૂક્યા અને પોતાની પાસે રહેલી અમૂલ્ય રીંગ કાવ્યા નાં હાથમાં આપતા કહ્યું.

"લે.. કાવ્યા આ તારી અમૂલ્ય ભેટ. જે મારા પ્રેમની પણ નિશાની છે."

જીતસિંહ ને ખ્યાલ પણ હતો નહિ કે કાવ્યા જે રીંગ માટે આટલું કરી રહી છે તે તેના માટે નહિ પણ એક મહેક પરી માટે આટલું કરી રહી છે.

કાવ્યા રીંગ જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તે રીંગ હાથમાં લઈને જીતસિંહ ને ગળે વળગી ગઈ. ને જીતસિંહ નો આભાર વ્યક્ત કરતી કરતી કિસ કરવા લાગી. જીતસિંહ પણ કાવ્યા ના પ્રેમ મળવાની ખુશીમાં તે પણ કાવ્યા ને કિસ કરવા લાગી. બંને વચ્ચે એક ગાઢ ચુંબન નું દૃશ્ય સર્જાય ગયું. ને ફરી બંને એકબીજાના પ્રેમના આહોષમાં ખોવાઈ રહ્યા.

કાવ્યા એ જીતસિંહ નો આભાર વ્યક્ત કરવામાં થાકતી ન હતી. રીંગ હાથમાં લઈને કાવ્યા એ તે જોવાની કોશિશ કરી તે તે આજ રીંગ છે ને જે રીંગ માટે મહેક પરી તડપી રહી છે. કાવ્યા એ જીતસિંહ ને પૂછી તો લીધું.
કુંવર શું આ રીંગ તમે માયા પાસે થી માંગી ને કે છીનવી ને તો લઈ નથી આવ્યા ને..?

જીતસિંહે કાવ્યા નો હાથ પકડી ને કહ્યું.
કાવ્યા તને મારા પર વિશ્વાસ નથી. નથી મે આ રીંગ ની ચોરી કરી કે નથી છીનવી લઈને આવ્યો છું. આ રીંગ મને માયા એ પ્રેમથી મને આપી છે. અને આ રીંગ મારા મોટાભાઈ વિરેન્દ્રસિંહે પણ મને આ રીંગ રાખવા પણ કહ્યું. કાવ્યા હું આ રીંગ પ્રેમ થી લાવ્યો છું જેમાં ફકત હવે તારો જ હક છે.

જીતસિંહ ની આ વાત સાંભળી ને કાવ્યા ને પાક્કું થઈ ગયુ કે આ રીંગ મારી પાસેથી પ્રેમથી આવી છે અને આ રીંગ હું મહેક પરીને આપીશ તો ચોક્કસ તેનું દુઃખ દૂર થઈ જશે.

કાવ્યા એ જીતસિંહ ને કહ્યું. કુંવર હું એક જરૂરી કામ થી જાવ છું. મારી રાહ જોજો. આટલું કહીને કાવ્યા ત્યાંથી પરીનું રૂપ ધારણ કરી ને આકાશમાં ઉડી ગઈ.

શું પોતાની પાસે આવેલી રીંગ કાવ્યા મહેક પરી ને આપશે.? શું કાવ્યા ફરી પાછી જીતસિંહ પાસે ફરશે કે નહિ. આ જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...