Tha Kavya - 83 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૩

કાવ્યા પરીઓના દેશમાં નીકળી ગઈ. પાછળ જીતસિંહ બસ જોતા જ રહી ગયા. કે આ કાવ્યા એક સામાન્ય છોકરી નહિ પણ પરી હતી. એકબાજુ કાવ્યા પરી છે તે જાણીને ખુશી થઈ પણ તે તેમને છોડીને ક્યાંક નીકળી ગઈ તે દુઃખ હતું. જીતસિંહ ને હવે કાવ્યા ની રાહ જોયા વગર છૂટકો ન હતો.

પરીઓના દેશમાં પહોંચીને કાવ્યા પહેલા મહેક પરી ને મળવા જાય છે. મહેક પરી એકાંતમાં બેસીને ધ્યાન કરતી હોય તેવું લાગ્યું. કાવ્યા તેની પાસે જઈને તેને જગાડે છે અને હાથમાં રીંગ આપતા કહે છે.
"મહેક આ તારી અમૂલ્ય વસ્તુ."
જેના માટે તું અત્યાર સુધી દુઃખી થઈ રહી હતી. પણ હવે તો મહેક મને કહે તું કે આ રીંગ નું શું રહસ્ય હતું.

મહેક પરી એ હાથમાં રીંગ લીધી અને તેણે પણ ખાતરી કરી કે તે એજ રીંગ છે ને જેના માટે હું આટલી દુઃખી હતી. તે રીંગ મહેક નાં હાથમાં આવતા જ તેની રોનક ફરી ગઈ તે રીંગ માં જે સફેદ હીરો હતો તે ગુલાબી રંગ નો થઈ ગયો. કાવ્યા આ રીંગ નાં પ્રભાવ ને જોતી જ રહી. અને તેને વધારે જીજ્ઞાશા જાગી કે આ રીંગ નું શું રહસ્ય હશે જેનો રંગ પણ બદલાય જાય છે.

મહેક ને ખાતરી થઈ ગઈ હતી કે કાવ્યા ખરેખર મારા માટે ખૂબ મહેનત કરીને યોગ્ય રીંગ લાવી છે. એટલે રિંગનું રહસ્ય મારે તેને કહેવું રહ્યું. મહેક પરી આ રીંગ નું રહસ્ય કાવ્યા ને કહે છે.

ઘણા વર્ષો પહેલા ગુરુમાં તપસ્યા કરી રહ્યા હતા. આમ તો તે હંમેશા તપસ્યા માં લીન જ રહેતા. તે સમયે ગુરુમાં પોતાના તપસ્યાના સ્થાન પર તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે બધી પરીઓ તેમના કામમાં વ્યસ્ત હતી. અચાનક પરીમાં જાગી જાય છે. અને હાથમાં પાણી ની અંજળી લઈને મંત્રોના જાપ શરૂ કરી દે છે. અચાનક મંત્રોના જાપ સાંભળીને આજુબાજુ માં રહેલી પરીઓ ત્યાં આવી પહોંચે છે. જુએ છે તો ગુરુમાં હાથમાં પાણી લઈને મંત્રો નું ઉચ્ચારણ કરી રહ્યા હતા. એ જોઈને બધી પરી સમજી ગઈ કે ગુરુમાં કઈક કરવા જઈ રહ્યા છે.

મંત્રોના જાપ કરીને ગુરુમાં એ તેની સામે રહેલ એક ફૂલ પર પાણી ની અંજળી છાંટી ત્યાં તો તે ફૂલ માંથી ખુશ્બુની મહેક પ્રસરાવવા લાગી. અને જોત જોતામાં તે ફૂલ માંથી એક પરી ઉતપન્ન થઈ. આ પરી સુંદર ની સાથે ખુશ્બુ થી મહેકતી હતી. પણ ગુરુમાં એ ક્યાં કારણસર આ પરી ને પ્રગટ કરી તે ત્યાં ઊભેલી બધી પરીઓને ખ્યાલ હતો નહિ. પરીઓ તો જોઈ રહી કે આગળ પરીમાં આ પરી નું શું કરે છે.

ગુરુમાં જ્યારે ધ્યાન બેઠા હતા ત્યારે તેની નજર સામે એક દૃશ્ય સર્જાય ગયું હતું તે દૃશ્ય હતું. પૃથ્વી પર એક શહેરમાં એક તાંત્રિક પોતાની વિદ્યા વડે સ્ત્રીઓ ને વસ કરીને ખરાબ કૃત્ય કરી રહ્યો હતો. તે તાંત્રિક આગળ મહેલી વિદ્યાને કારણે કારણે પોલીસ કે ત્યાંનું પ્રશાસન તેની સામે કઈજ કરી શકતું ન હતું. આ દ્રશ્ય જોઈને ગુરુમાં ને વિચાર આવ્યો કે એક પરી ઉતપન્ન કરીને તે પરી વડે તે તાંત્રિક નો ભાંડો ફોડીને તેને સજા આપવી.

ઉતપન્ન થયેલી પરીનું નામ ગુરુમાં મહેક પરી રાખે છે. અને તે પરીને ગુરુમાં એક કામ સોંપે છે.

મહેક પરીએ ગુરુમાં ને પ્રણામ કરીને જેવી તમારી આજ્ઞા.. હાથ જોડીને મહેક પરીએ કહ્યું.

તારે પૃથ્વી પર જવાનું છે. અને ત્યાં એક શહેર છે તે શહેર બગીચાઓ નાં શહેર ના નામથી ખૂબ જાણીતું છે. ત્યાં એક મહેલ આવેલો છે. પણ તે શહેરમાં રાજવી નું શાસન નથી પણ સરકારી શાસન ચાલે છે. ત્યાં રહેલ એક તાંત્રિક પોતાની વિદ્યા વડે સ્ત્રી ઓ સાથે ખરાબ વર્તન કરે છે. ત્યાં સુધી કે તે સ્ત્રીઓ ને પોતાની દાસી બનાવીને તેમની પાસે રાખે છે. તે તાંત્રિક આગળ રાજવી અને ત્યાંની સરકાર પણ તેની આગળ વિવશ છે. તારે તે તાંત્રિક નો ભાંડો ફોડીને જગ જાહેરમાં સજા આપવાની છે. પણ જોજે મહેક તું એક પરી છે તે ત્યાંના લોકો ને ખ્યાલ પણ આવવો જોઈએ નહિ. અને તે તાંત્રિક એટલો શક્તિશાળી છે કે ગમે તે માણસ ને બાળીને ખાખ કરી નાખે છે.

મહેક પરીએ ગુરુમાં ની આજ્ઞા લઈને તે તાંત્રિક ને સજા આપવા નીકળી પડે છે.

શું મહેક પરી તાંત્રિક ને સજા આપી શકશે.? શું તે પરી પણ ક્યાંક બીજી સ્ત્રી ની માફક તાંત્રિક ની મેલી વિદ્યામાં ફસાઈ તો નહિ જાય ને..? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...
Share

NEW REALESED