Tha Kavya - 84 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૪

જે શહેરમાં વિરેન્દ્રસિંહ અને જીતસિંહ રહેતા હતા તે શહેરમાં મહેક પરી આવે છે. ત્યાંના લોકો કે ખબર પડે તે પહેલા મહેક પરી એક સામાન્ય છોકરી બનીને શહેર માં ચક્કર લગાવે છે. એક તો આ શહેરથી મહેક અજાણ હતી અને ઉપરથી પરી માંથી સામાન્ય છોકરી થઈને તાંત્રિક ને સજા આપવાની હતી. આ કામ જોઈએ તેટલું સહેલું હતું નહિ.

પહેલા મહેકે આખું શહેર જોઈ વળી અને પછી તેણે વિચાર કર્યો કે તાંત્રિક પાસે જઈ ને તેને અત્યારે જ સજા આપી આવું. આ વિચારથી મહેકે કોઈ વિચાર કર્યા વગર તાંત્રિક પાસે પહોંચે છે.

આલીશાન બંગલો અને ઉપરથી નોકર ચાકરો ની ભરમાળ જાણે કોઈ રાજવી હોય તેવો ઠાઠમાઠ દેખાઈ રહ્યો હતો. તાંત્રિક ને મળવું સહેલું સમજી ને મહેક બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. ત્યાં ઉભેલા બે હોમગાર્ડ તેમને રોકે છે અને અંદર જવાની પરવાનગી નું કાર્ડ માંગે છે. તે શહેરમાં તાંત્રિક નું નામ વિલાસ સાહેબ હતું. તેને શહેરના લોકો ખાલી ટી સાહેબ થી જાણતા હતા. અસલમાં તેનું નામ ઓછા લોકો બે ખબર હતી. મહેક ને એ પણ ખબર હતી નહિ કે તાંત્રિક ને મળવું એ સામાન્ય વાત છે. પણ અહી તો પરવાનગી બંગલાની અંદર જવાની પરવાનગી પણ લેવી પડે તેમ હતી. જો ટી સાહેબ એ કોઈ પણ ને બોલાવ્યા હોય તો તેને પરવાનગી કાર્ડ લેવું પડતું ન હતું.

બગલાની અંદર જવાની પરવાનગી ક્યાંથી મળશે તે પૂછતા મહેક ને હોમગાર્ડ દ્વારા જાણકારી મળે છે કે શહેર ની વચ્ચે ટી સાહેબ ની ઓફીસ આવેલી છે ત્યાં જઈને ટી સાહેબ ને મળવાનું કારણ જણાવશો તો તમને પરમિશન કાર્ડ આપવામાં આવશે.

હોમગાર્ડ દ્વારા જે એડ્રેસ મળ્યું તે એડ્રેસ પર મહેક પરી પહોંચે છે. ત્યાં ઓફિસ માં બેઠેલ માણસ મહેક ને પૂછે છે. તમારે શા માટે ટી સાહેબ ને મળવું છે. પૂછેલા સવાલ નો જવાબ તો મહેક ને આપવો રહ્યો. એટલે જવાબ માં મહેક કહે છે. હું વિલાસ સાહેબ ની ફેન છું ને હું તેમની સેવા કરવા માગું છું.

પહેલી નજરમાં ત્યાં બેઠેલ માણસ મહેક ને જોઈ રહ્યો. મહેક એટલી સુંદર હતી કે એક નજરમાં જ બધાને ગમી જાય. તે માણસ ને પણ મહેક ખૂબ ગમી ગઈ હતી પણ પોતાની નોકરી ખાતર તે કઈ કરી શક્યો નહિ. મહેક નાં આ જવાબથી તે માણસ સંતુષ્ઠ નહિ હોય તેમ ફરી મહેક ને સવાલ કર્યો.
"તમે ક્યારેય ટી સાહેબ ને મળી ચૂક્યા છો.?"

જવાબ મા મહેક નાં કહે છે.
હું ક્યારેય ટી સાહેબ ને મળી નથી. પણ હું તેમની સેવા કરવા માટે કઈ પણ કરી શકું છું.

પહેલા તો તે ઓફિસ માં બેઠેલ માણસ ટી સાહેબ ને મળવાની પરવાનગી કાર્ડ આપવાની ના કહે છે પણ મહેક નું રૂપ જોઈને વિચાર આવે છે કે ટી સાહેબ ને પૂછી જોવ કદાસ હા કહે તો હું આ છોકરીને પરવાનગી કાર્ડ આપી દવ. કેમ કે આટલી સુંદર છોકરી જોઈને ટી સાહેબ ખુશ થઈ જશે.

મહેક નો ફોટો મોબાઇલમાં તે માણસે ક્લિક કર્યો અને કહ્યું તમે મોબાઇલ નંબર આપતા જાવ જો ટી સાહેબ ની પરવાનગી કાર્ડ માટે હું ઉપર વાત કરું છું જો મળશે તો તમને ફોન કરીને બોલાવીશ.

મહેક પાસે મોબાઇલ હતો નહિ એટલે તે માણસ ને મહેકે કહ્યું. હું મોબાઇલ રાખતી નથી પણ તમે કહો તો હું કાલે પાછી અહી આવી તપાસ કરી જોવ.

તે માણસ મહેક નું નામ લખીને કાલે આવવાનું કહે છે. મહેક ને ખબર હતી કે મારુ રૂપ જોઈને તે મને ટી સાહેબ ને મળવાની પરવાનગી જરૂરથી આપશે જ.

મહેક પરી ત્યાં થી નીકળી ને શહેર ની મુખ્ય માર્કેટ તરફ ચાલતી થાય છે. આમ તો તેમની પાસે રહેલી શક્તિ થી તે બધું મેળવી શકે તેમ હતી તો પણ તે તાંત્રિક વિશે વધુ જાણવા માટે લોકોના કોન્ટેક્ટ કરવા માંગતી હતી અને થોડી ખરીદી પણ.

મહેક એક મોલમાં દાખલ થાય છે અને વસ્તુ નું નિરીક્ષણ કરતી રહે છે. ત્યાં તેની નજર એક હેન્ડસમ યુવાન પર નજર પડે છે. તે યુવાન નો પહેરવેશ અને સ્ટાઈલ જોતા એવું લાગી રહ્યું હતું કે તે એક રાજવી કુળનો રાજકુમાર હશે.

મહેક તે યુવાન ને જોઈ રહી હતી ત્યાં તે યુવાન ની નજર મહેક પર પડી. મહેક પણ તેમની સામે જોઈ રહી છે એમ જોઈને તે યુવાન પણ મહેક ને નિહાળતો રહ્યો. જાણે બંને એકબીજાની નજરમાં ખોવાઈ રહ્યા.

તે રાજવી યુવાન કોણ હશે.? શું મહેક અને તે યુવાન બંને વચ્ચે આગળ શું થશે. શું મહેક તાંત્રિક ને મળવામાં સફળ થશે.? આ બધું જોઇશું આગળના ભાગમાં...

ક્રમશ ..