Dashing Superstar - 64 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-64


(એલ્વિસ અને કિઆરાની સગાઇ થઇ ગઇ.એલ્વિસના બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીના સ્ટુડન્ટ્સ અને કોચીસે ખૂબજ સુંદર પરફોર્મન્સરૂપી ભેંટ આપી.કિઆરાની વિદાયની વેળા અાવી ગઇ હતી.પરિવારજનો ખૂબજ ભાવુક હતાં.અચાનક જ ધમાકેદાર એન્ટ્રી થઇ રિયાન માર્ટિનની જેના આવવાથી એલ્વિસના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયાં.)

કિઆરાનું ધ્યાન એલ્વિસ પર ગયું અને તે આઘાત પામી.એલ્વિસના હાવભાવ સ્પષ્ટપણે જણાવી રહ્યા હતા કે આ વ્યક્તિ એલ્વિસના ચહેરા પર ખુશી નહીં પણ તકલીફ લઈને આવ્યો છે.

સમગ્ર શેખાવત ફેમિલી પણ રિયાનના આમ આવવાથી ગુસ્સામાં હતો.કુશ તેની પાસે આવીને તેને કઇ કહે તે પહેલા કિઆરા તેના અસલી સ્વરૂપમાં આવી ગઇ.નીચે પડી ગયેલો ડંડો ફરીથી ઉઠાવ્યો અને નવી નક્કોર સ્પોર્ટ્સ કાર પાસે ગઇ.રિયાન એલ્વિસને ધુરવામાં વ્યસ્ત હતો.અચાનક તેના કાને કાચ તુટવાનો અવાજ આવ્યો.કિઆરાએ તેની મોંધી સ્પોર્ટ્સ કારના તમામ કાચ તોડી નાખ્યા હતાં.બધાં હેબતાઇ ગયાં.રિયાનની આંખો આઘાતથી પહોંળી થઇ ગઇ.

તે કઇંક ધારદાર શોધી રહી હતી.અચાનક તેનું ધ્યાન તેના ખભે લગાવેલી મોટી અને મજબૂત સેફ્ટીપીન તરફ ગયું.તેણે તે પીન કાઢી નાખી,જેના કારણ તેનો દુપટ્ટો સરકી ગયો.તેણે તેનો દુપટ્ટો કમરે ખોંસ્યો અને એક એક કરીને તમામ ટાયરોની હવા કાઢી નાખી.આ કરવ‍ામાં તેને ઘણીબધી મહેનત પડી પણ અંતે તે સફળ થઇ.તેના ચહેરા પર વિજયી સ્મિત હતું.તેણે પીન પાછી લગાવી દીધી.

તેના ચહેરા પર તોફાની સ્મિત હતું.એલ્વિસ પહેલા તો કિઆરાના આ વર્તનથી આશ્ચર્ય પામ્યો પણ હવે તેના ચહેરા પર ખુશી હતી.

"એ એ એ...પાગલ છોકરી,તને ખબર પણ છે કેટલી મોંઘી ગાડી છે.જિંદગીમાં ક્ય‍ારેય આવી ગાડી જોઇ છે ખરા.તારા જેવી છોકરીઓ એલ્વિસની આગળપાછળ ફર્યા કરે છે.તેની દોલત અને શહોરત માટે જ તેને ફસાવ્યો છે.હું બધું જ જાણું છું."રિયાને ગુસ્સામાં કહ્યું.

"અબે એ,સર્કસના જોકર, આવી દસ સ્પોર્ટ્સ કાર મારા દાદુ અત્યારે જ ઊભા ઊભા ખરીદી શકે એમ છે અને તારા જેવાને તો સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખીએ છીએ અમે.શું કહ્યું તે એલ્વિસને અમારા જીવનની,પ્રેમની કહાની તારા વગર અધુરી છે,બર‍ાબર?

અમારી સ્ટોરીમાં બધાં જ પ્રકારના પાત્રો છે.હિરો,હિરોઈન,સાઇડ હિરો,સપોર્ટીંગ હિરો,બેસ્ટ ફ્રેન્ડ અને એક તો અકીરા નામની કાર્ટુન કેરેક્ટર પણ છે.બસ વિલનની જ કમી હતી હવે તે કમી તું પુરી કરીશ."કિઆરા તેની પાસે જઇને બોલી.

"અરે વાહ,ભાભીજી તમે તો બહુ સ્માર્ટ અને ડેરિંગવાળા છો.એકદમ મારા જેવા જ ફરેલા મગજવાળા પણ છો.આપણા બંનેની ખૂબજ જામશે."રિયાને કિઆરાની સામ ઊભો રહીને તેના ખભે હાથ મુક્તા કહ્યું.

એલ્વિસને,કુશને,લવને અને બધાને રિયાનની આ હરકત પર ગુસ્સો આવ્યો પણ કિઆરાએ તેમને શાંત રહેવા ઈશારો કર્યો.કિઆરાએ તેના પગના ગોઠણને વાળીને રિયાનને તેના બે પગ વચ્ચે જોરદાર લાત મારી.રિયાનને તમ્મર આવી ગયાં.તેણે જોરદાર ચિસ પાડી અને તેના શરીરના તે ખાસ ભાગને પકડીને જમીન પર કણસવા લાગ્યો.કિઆરાએ રિયાનના બ્લેઝરના ખિસામાંથી તેનો ફોન લઇને તોડી નાખ્યો અને એક જોરદાર મુક્કો માર્યો.

"બચ્ચુ,આજ સુધી તને કિઆરા નથી મળી એટલે તને ખબર નથી કે હકીકતમાં મગજના ફરેલા લોકો કેવા હોય છે.તું અમારા ખુશીઓમાં આગ લગાવવાની કોશિશ કરીશને તો આવતી વખતે એવી જગ્યાએ મારીશ કે ટોયલેટમાં પણ બેસી નહીં શકે.ચલો એલ્વિસ."કિઆરા આટલું કહીને એલ્વિસ પાસે ગઇ.બધાના ચહેરા પર સ્મિત હતું.

"જાનકીદેવી,તમને હજીપણ કિઆરાની ચિંતા થાય છે?"શ્રીરામ શેખાવતે પૂછ્યું.
"રામ,તમે મારી ચિંતા સમજી નહીં શકો.શારીરિક રીતે કિઆરાનો સામનો કરવો અધરો નહીં પણ અશક્ય છે.લાગણીઓ અને પ્રેમનું શું?જ્યારે તેની લાગણીઓ અને ભાવનાઓ પર વાર થશે તો શું થશે?"જાનકીદેવીએ ધીમેથી કહ્યું.

"કશુંજ નહીં થાય.ચલો,તેને વિદાય આપીએ."

"માસાહેબ,કિઆરામાં મને ભવિષ્યની કિનારા દેખાય છે.તે કિનારાની જેમ જ બધી રીતે મજબૂત થશે એટલે ચિંતા ના કરો.તે પોતાની ખુશી અને તકલીફ સારી રીતે સંભાળી લેશે."કુશે કહ્યું.

રિયાનને ત્યાં જ કણસતો છોડીને શેખાવત પરિવારે અને અન્ય મહેમાનોએ એલ્વિસ કિઆરાને વિદાય આપી.એલ્વિસ અને કિઆરા સતત વિન્સેન્ટને શોધી રહ્યા હતાં.તેને સતત ફોન કરી રહ્યા હતા પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

"એલ,વિન્સેન્ટ ક્યાં હશે?"કિઆરાએ પૂછ્યું.

"બની શકે તે ઘરે આપણું સ્વાગત કરવા માટે ગયો હોય."એલ્વિસે કહ્યું.કિઆરાએ ઘરે હાઉસ મેનેજરને ફોન કર્યો પણ વિન્સેન્ટ ત્યાં પણ નહતો.કિઆરા અને એલ્વિસને ખૂબજ ચિંતા થઇ.

"એલ્વિસ,હું વિન્સેન્ટ વગર તે ઘરમાં પ્રવેશ નહીં કરું."કિઆરાએ કહ્યું.

"વિન્સેન્ટ વગર મારા જીવનની નવી શરૂઆત શક્ય નથી.ચલ,તેને શોધીએ."એલ્વિસે કહ્યું.એલ્વિસ અને કિઆરાએ વિન્સેન્ટને શક્ય તમામ જગ્યાએ શોધ્યો.તે એલ્વિસના ફાર્મહાઉસમાંથી તો તે ક્યારનો નીકળી ગયો હતો તેવું સિક્યુરિટી ગાર્ડનું કહેવું હતું.તે સિવાય તે ગાર્ડે એમ પણ કહ્યું તે ગાડીમાં બહાર જવા નીકળ્યો ત્યારે દુઃખી હતો.લગભગ ઘણોબધો સમય વીતી ગયો પણ વિન્સેન્ટ ના મળ્યો.

"ક્યાં હોઇ શકે?"કિઆરાએ પૂછ્યું.

"એક જગ્યાએ છે,જ્યારે તે દુઃખી હોય છે ત્યારે તે એક જગ્યાએ જાય છે."એલ્વિસે કહ્યું.

એલ્વિસ અને કિઆરા વિન્સેન્ટના માતાપિતાની કબર જ્યાં હતી ત્યાં ગયાં.વિન્સેન્ટ તેના માતાપિતાની કબરની પાસે બેસીને રડી રહ્યો હતો.તેને આ હાલતમાં જોઇને એલ્વિસ અને કિઆરાને ફાળ પડી.તે લોકો દોડીને તેની પાસે ગયાં.વિન્સેન્ટ તેને જોઇને આશ્ચર્ય પામ્યો.તે એલ્વિસ અને કિઆરાને ગળે લાગીને રડ્યો.થોડીક વાર પછી તે શાંત થયો.

"વિન,શું થયું?" કિઆરાએ પૂછ્યું.

વિન્સેન્ટે તેને પોતાનું અહાનાને પ્રેમ કરવું અને અહાનાનું આયાનને પ્રેમ કરવું બધી જ વાત કહી.તેણે આજે બનેલી ઘટના પણ કહી.

"મને વિશ્વાસ છે કે આયાન હવે અહાનાને અપનાવી લેશે અને સારું પણ છે.અહાનાને તેનો સાચો પ્રેમ મળી જશે.મારું શું છે?હું તો પહેલા પણ એકલો હતો અને પછી પણ એકલો જ રહીશ.ખબર નહીં કેમ આજે મને ખૂબજ રડવું આવ્યું.હું મારા આંસુઓના કારણે તમારો ખાસ દિવસ બગાડવા નહતો માંગતો."વિન્સેન્ટે રડમસ અવાજમાં કહ્યું.

"વિન્સેન્ટ,આ તો ખૂબજ સારી વાત છે કે તું અહાનાને પ્રેમ કરે છે.અહાનાનો પ્રેમ એકતરફી છે અને રહી વાત આયાનની તો તે અહાનાને પ્રેમ કરે છે કે નહીં તે આપણે નથી જાણતા.બની શકે આયાને મિત્રતાના કારણે અહાનાને ગળે લગાવી હોય."કિઆરાએ તેની બાજુમાં બેસીને તેના માથે હાથ મુકતા કહ્યું.

"હા,ફ્રેન્ડલી હગ હોઇ શકે પણ તું પ્લીઝ આમ રડીશ નહીં."એલ્વિસે કહ્યું.

"વિન્સેન્ટ,હું તને વચન આપું છું કે હું અહાનાના મનની વાત જાણવા અને તારો પ્રેમ સાચી રીતે તેના સુધી પહોંચાડવા મારાથી બનતી તમામ મદદ કરીશ પણ પ્લીઝ તું ચલ.તારા વગર મારો મારા ઘરમાં પ્રવેશ શક્ય નથી.આઈ લવ યુ."કિઆરાએ તેને ખભે માથું રાખતા કહ્યું.

"હા યાર,તને આમ જોઇને મને ખૂબજ તકલીફ થાય છે.હું કિઆરાનું સ્વાગત તે ઘરમાં તારા વગર નહીં કરી શકું.હું પણ તને ખૂબજ પ્રેમ કરું છું,મારા વહાલા વિન્સેન્ટ."એલ્વિસે કહ્યું.

એલ્વિસ અને કિઆરા વિન્સેન્ટને ગળે લાગ્યા.કિઆરા અને એલ્વિસે તેના ગાલ પર કિસ કરી.

"પાગલ છો તમે બંને.તમારા આટલા ખાસ દિવસને છોડીને મારી સાથે અહીં કબ્રસ્તાનમાં બેઠા છો.ચલો ઘરે જઇએ.કિઆરાનું એવું જોરદાર સ્વાગત કરીશું કે તે હંમેશાં યાદ રાખશે."વિન્સેન્ટે કહ્યું.તેના આંસુ લુછીને તે ઊભો થયો.

અંતે તે લોકો એલ્વિસના ઘરે પહોંચ્યાં.ત્યાં પહોંચતા જ એલ્વિસે કિઆરાની આંખો પર હાથ મુક્યો.કિઆરા અને એલ્વિસ મેઇન ગેટ પર જ ઉતરી ગયાં.કિઆરાની આંખ પરથી એલ્વિસે હાથ હટાવ્યો.ઘરની નેઇમ પ્લેટ જેના પર પહેલા માત્ર એલ્વિસનું નામ હતું.તેના પર હવે એક હાર્ટ દોરેલું હતું જેમા એલ્વિસ એન્ડ કિઆરા એવું લખ્યું હતું.
આખા બંગલાને રંગબેરંગી લાઇટોથી અને સુંદર સુગંધીદાર ફુલોથી સજાવેલો હતો.
બંને સિક્યુરિટી ગાર્ડે તેને ફુલોનો બુકે આપીને મેઇન ગેટ ખોલ્યો.કિઆરાના આશ્ચર્ય સામે ગુલાબની પાંદડીઓની પગદંડી બનાવેલી હતી.કિઆરાએ તેના સેન્ડલ કાઢ્યા અને ગુલાબની પગદંડી પર એલ્વિસનો હાથ પકડીને ચાલી.વિન્સેન્ટે તેના હાથમાં ફુલોની પાંદડીનું બાસ્કેટ લીધું અને તેમના ઉપર ફુલો વરસાવ્યાં.ઘરનો મુખ્ય દરવાજો મિનામાસીએ ખોલ્યો.તેમના હાથમાં આરતીની થાળી હતી.તેમણે કિઆરાની આરતી ઉતારીને તેનું સ્વાગત કર્યું.જેમ નવવધુનું કુમકુમ પગલા કરીને ગૃહપ્રવેશ કરાવવામાં આવે છે તેમ કિઆરાનું પણ તે જ રીતે સ્વાગત કરવામાં આવ્યું.કિઆરાના પોતાના ઘરમાં પ્રથમ પગલા એક મલમલના કપડાંમાં છાપ રૂપે લઇને તેને સુરક્ષિત રાખવામાં આવ્યાં.હાઉસ મેનેજર અને બાકી બધાંએ કિઆરાને ગિફ્ટ આપીને તેનું સ્વાગત કર્યું.

મહારાજે કેક બનાવી હતી.જે કટ કરીને બધાએ સેલિબ્રેશન કર્યું.વિન્સેન્ટ એલ્વિસ અને કિઆરાને ઉપર તેમના બેડરૂમમાં લઇ ગયો.
"કિઆરા,તને ખબર છે કે વિન્સેન્ટે એક આખું અઠવાડિયું મને પણ મારો બેડરૂમ નથી જોવા દીધો.હું એક અઠવાડિયાથી નીચે ગેસ્ટરૂમમાં સુઇ રહ્યો છું.મને પણ ખૂબજ ઉત્સુકતા છે કે તેણે શું ધમાલ કરી છે?"એલ્વિસે કહ્યું.

વિન્સેન્ટ કિઆરા અને એલ્વિસના અનહદ પ્રેમના કારણે હવે નોર્મલ હતો.
"માય ડિયર લવબર્ડઝ,એલ્વિસ અને કિઆરા.તમારા બંનેના બેડરૂમ્સ અલગ અલગ હશે પણ જો તે અલગ અલગ હશે તો તમને લિવ ઇનમાં રહેતા હોવાની ફિલ નહીં આવે.જો તમે એક જ બેડરૂમમાં રહેશો તો તમારા બંનેનો પોતાની જાત પર કાબુ નહીં રહે.તે વાતનો મને વિશ્વાસ છે.તો મે ખૂબજ વિચાર્યું અને આ વાતનું સોલ્યુશન શોધ્યું છે.લેટસ ગો."વિન્સેન્ટ આટલું કહીને તેમનો હાથ પકડીને ઉપર લઇ ગયો.વિન્સેન્ટ એલ્વિસ અને કિઆરાને પહેલા એલના બેડરૂમમાં લઇ ગયો.

શું કરશે રિયાન માર્ટિન એલ્વિસ અને કિઆરાના જીવનમાં ઉથલપાથલ લાવવા?
એલ્વિસનો ભૂતકાળ શું છે?
શું રિયાન તે જ ભૂતકાળમાંથી આવ્યો છે?
કિઆરા અને એલ્વિસ વિન્સેન્ટની કેવીરીતે મદદ કરશે?
જાણવા વાંચતા રહો.