Intezar - 15 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 15

(આગળના ભાગમાં જોઈ કે રીના હવે ત્યાં ની ન્યુયોર્કમાં સેટ થતી જાય છે અને ત્યાંની રહેણી ,કહેણી પણ શીખી જતી હોય છે એન્જલિના તેના બદલાયેલા વર્તનથી નવાઈ લાગે છે એક દિવસ તે રીના ને કહે છે કે તું તારું જીવન ફરીથી જીવવાનો પ્રયત્ન કર મારા મિત્ર મિતેશને એક વખત મલી શકે છે અને તે ભારતનો છે. રીના કહે છે કે તું તારી ચિંતા કર! મને મારા હાલ પર છોડી દે .. રીના જવાબ આપે છે.
એન્જલિના ને થાય છે હવે બળથી નહિ પરંતુ કળથી કામ લેવું પડશે એટલે તેની સાથે સંબંધ સુધારી લે છે અને કહે છે કે આવતીકાલે મારી કંપનીમાં પાર્ટી છે તો ત્યાં આવજે રીના તૈયાર થાય છે, એને થયું કે જો પાર્ટીમાં જઈશ તો કંઈક નવું રહસ્ય જાણવા મળશેતે પછી જુલી.સાથે ચર્ચા કરે છે હવે વધુ આગળ...)

બીજા દિવસે સવારે એન્જલિના રસોડામાં ઘૂસી જાય છે અને કહે છે ;અરે રીના લાવ હું પણ તને મદદ કરું મને ભારતીય રસોઈતો નથી આવડતી પરંતુ નાના -નાના તું મને કહે તે કામ કરીને તને મદદ કરી શકું છું આ જોઇને રીનાને નવાઇ તો લાગી ..
જ્યારે એન્જલિના રીનાની નજીક લઈને રીનાને તેની કંપનીના મિત્ર મિતેશને મળવા માંગતી હતી ,જેથી રીના કુણાલ થી દૂર રહે. જોકે રીનાને પણ ગંધ આવી ગઈ હતી કે એન્જલિનાને કોઈ તો સ્વાર્થ હશે ,નહીંતર અચાનક મારી જોડે વર્તન સુધારી ના લે. બંને મળીને રસોઈ તૈયાર કરતા હતા ત્યાં તો કુણાલ આવ્યો અને પૂછ્યું કે ;બંનેમાંથી એક પણ કેમ દેખાતા નથી.

"કુણાલની મમ્મીએ કહ્યું કે આજે તો સૂર્ય પશ્ચિમ યોગ્ય લાગે છે આજે તો એન્જલિના રસોડામાં છે અને રીનાને રસોઈ કામમાં મદદ કરી રહી છે"

"કુણાલ કહે ખરેખર મમ્મી મને તો આજે તારી જેમ નવાઈ લાગે છે એન્જલિના અને વળી રસોઈ!!!

" કુણાલના પપ્પા પણ આવે છે ને કહે છે; સાચી વાત છે! સ્ત્રીએ રસોઈ તો શીખવી જ જોઈએ .કદાચ એને મોડેમોડે ખ્યાલ તો આવ્યો હશે કે મારે રસોઈ તો શિખવી જ પડશે"

"એટલામાં બંને જણા રસોઈ લઈને ડાયનિંગ ટેબલ પર આવી જાય છે અને બધાને જમવાનું પીરસે છે. બધાને આજે રીના અને એન્જલિના એકદમ બદલાયેલા વર્તનથી પણ લાગે છે. મનોમન કુણાલ ખુશ થાય છે કે કંઇ વાંધો નહી ચલો શાંતિથી બંને જણા રહે એટલે પછીની વાત પછી વિચારીશું"

"એટલામાં એન્જલિના કહે છે કે; આજે સાંજે રસોઈ બનાવવાની નથી કારણકે આજે આપણી કંપનીમાં મિતેશ એ એના ત્યાં બધાને પાર્ટી માટે બોલાવ્યા છે એનું પ્રમોશન થયું એટલે એની ખુશીમાં એને પાર્ટી રાખી છે'

"કુણાલે કહ્યું કંઈ વાંધો નહીં આપણે બધા કંપની થી સીધા જ તેની પાર્ટીમાં જઈશું અને મમ્મી -પપ્પાને પણ બહાર જવું હોય તો ડ્રાઈવરને કહીશું એમને બહાર ફરવા લઈ જશે.

"કુણાલના મમ્મી -પપ્પાએ કહ્યું કે ;ના અમને એકલા એવું ફરવુ ફાવે નહીં તમે તમારે રીતે પાર્ટીમાં જજો અમે અમારી રીતે અમારૂં જમવાનું બનાવીને અમારું કરી લઈશું "

"એન્જલિના ખુશ હતી અને રીના ને કહ્યું કે; રીના આજે તો હું તને અહીંના વેસ્ટર્ન કપડાં પહેરાવીશ"

"રીનાએ હા પાડી કંઈ વાંધો નહીં. હવે હું અહીં રહેવા જ આવી છું તો મારે અહીંના કલ્ચર પ્રમાણે તો રહેવું જ પડશે હું તૈયાર છું આપણે ઓફિસેથી સીધા તૈયાર થઈને જ નીકળીશું'

"એન્જલિના કહે છે તમે લોકો નીકળો... હું શોપિંગ કરીને આવું છું અને આપણા માટે એક અલગ રૂમ છે ત્યાં આપણે તૈયાર થઈ જઈશું ..બધા જ નીકળે છે."

"નક્કી થયા મુજબ સૌની રીતે કંપનીથી બધા જ સીધા મિતેશ ના ત્યાં પાર્ટીમાં આવી ગયા.કુણાલ પણ આજે વહેલો પહોચી ગયો."
"મિતેશ આવીને પૂછ્યું; કેમ હજી એન્જલિના દેખાતી નથી."

"એટલામાં દૂર થી એન્જલિના ગાડી આવી કુણાલ કહે જો એ આવી રહી છે "

" બધાજ ઉભ થઈ ગયા "
કુણાલ ને જોયું કેમ આજે લોકો પહેલી વખત એન્જલિના ને જોતા હોય તેમ લાગે છે"
"મિતેશ બોલ્યો; અરે કુણાલ એન્જલિના ની બાજુમાં જે લેડીઝ આવે છે ખુબ સુંદર દેખાય છે એકદમ સિમ્પલ છે ,પરંતુ કેટલી શોભી રહી છે આપણી ભારતીય નારીની તો વાત જ ન થાય !એની ચળવળ રીત પણ કેટલી અલગ છે"

કુણાલ એજોયું તો; રીના એ વેસ્ટન સાડી પહેરી હતી એટલે કે એકદમ અલગ સાડી, પલ્લુ નીચેથી ઘસડાતો હતો આંખોમાં કાજળ હતી, વાળ એકદમ ખુલ્લા હતા અને પવનમાં સરસ રીતે ઊડી રહ્યા હતા એક ગાલ પર એની લટ ફરકી રહી હતી અને એના ગુલાબી હોઠ જાણે કંઈક કરી રહ્યા હોય એમ હસીને મલકી રહ્યા હતા અને ગુલાબનું એક ફૂલ પણ એને લગાવ્યું હતું બધા જ રીના ને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા .ખુદ કુણાલ એને જોઈ જ રહ્યો એને થયું કે ખરેખર રીના આટલી સુંદર દેખાય છે એ તમે પહેલી વખત જોઈ.

કુણાલ, રીનાને જોઈ રહ્યો હતો એટલે એન્જલિનાને થયું કે 'ખરેખર હું જેને જોવા માટે લાવી છું એ મિતેશ ક્યાં ગયો. આ તો કુણાલ જેને જોઇ રહ્યો છે અને રીના હું લાવી એ કપડાં પહેર્યા હોત તો સારું હતું ,પરંતુ રીનાએ તો એની પસંદગીના જ કપડાં એને પહેલેથી જ નક્કી કરેલા હતા એ જ પહેરી લીધા ખરેખર હું કંઈ પણ કરવા જાઉં તો સીધું પડતું નથી."

"રીનાએ પહેલેથી જ કપડાં એને ચોઇસના કરાવી લીધા હતા ,પરંતુ એ જોવા માગતી હતી કે એના માટે કેવા કપડાં લાવે છે! જ્યારે એન્જલિના એની ઓફિસમાં કપડાં લઈને આવી ત્યારે ખૂબ ટૂંકા કપડા હતા જે એના મનને પણ ભાવ્યા નહોતા એને થયું કે જો આવા કપડાં પહેરીશ તો મારે ભારત દેશની નારીનું ગૌરવ રહેશે નહિ અને પોતાનો આત્મા ના પાડતો હતો કે હું ભારતીય નારી છું અને માને આવા અંગ દેખાય એવા કપડાં શોભે નહિ.એટલે જ્યારે કપડા બદલવા ગઈ ત્યારે કપડાં એન્જલિનાએ આપ્યા તે લીધા ખરા પરંતુ પહેર્યા તો એની પસંદગીના જ અને તૈયાર થઈને બહાર આવી ત્યારે એન્જલિના એ જોઇ હતી પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું એટલે બંને જણા પાર્ટીમાં આવવા નીકળી પડ્યા હતા અને પાર્ટીમાં આવ્યા ત્યારે તેની અલગ જ છબી વરતાઈ."

" કુણાલની નજર રીના પર થી હટતી નહોતી એટલે એને એન્જલિના ત્યાં આવીને તરત જ એને ધક્કો માર્યો અને કહ્યું કે શું તને રીના દેખાય છે !હું તારી બાજુમાં છું તે તને નથી દેખાતું ક્યારની તને બોલાવી રહી છું. છતાં પણ જવાબ આપતો નથી"

"અરે તે રીનાને ખૂબ જ સુંદર તૈયાર કરી છે. એ હું જોતો હતો એમાં શું થઈ ગયું !આજે મેં પહેલી વાર રીનાને અલગ જોઈ! જોવાનું મન થયું.એમાં શું થયું!!"

"એન્જલિના કહે; હવે રીનાને જોવાનું પત્યુ હોયતો ચાલો આપણે બધા પાર્ટીમાં જઈએ ત્યાં મિતેશ રાહ જોઈને ઊભો છે અને તમે બધા અહીં રીનાને જોવા માટે ઊંચા આવતા નથી જાણે પહેલી વાર કોઈ ભારતીય નારી જોયી હોય એવું જ બધા ટોળે વળીને જોઈ રહ્યા છો ! મિતેશ ત્યાં એકલો હોય એવું લાગે છે એમ કંઈ એન્જલિના બધાને મિતેશ ને જોડે લઈ જાય છે."

બધાજ મિતેશની પાસે જાય છે

ભાગ /16 આગળ વધુ...