Intezar - 18 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 18

આગળના ભાગમાં જોયું કે એન્જલિના કહે છે કે' કુણાલ તારે રીનાને છૂટાછેડા આપવા જોઈએ જેથી એ પોતાની જિંદગી નવી શરૂ કરે કુણાલએ બાબતે કંઈ જવાબ આપતો નથી. બીજી તરફ મિતેશ ,રીના તરફ આકર્ષાય છે અને રીનાને મળે છે પરંતુ રીના ભાઈ તરીકેનો સંબોધન કરે છે એટલે મિતેશ ત્યાંથી પાછો વળી જાય છે અને બહેન તરીકે એને સ્વીકારી લે છે એન્જિનના ને એ પસંદ આવતું નથી પરંતુ હવે કોઈ છૂટકો હોતો નથી હવે ઘરે મિતેશ આવતો ,જતો હોય છે ત્યારે મંગળાબા એને મળતા હોય છે અને મંગળા મિતેશ ને ઓળખી જતા હોય છે એના પૂછે છે કે તમે ઓળખો છો ત્યારે કહે છે કે હા એકસીડન્ટ વખતે મિતેશ દવાખાને લઈ ગયો હતો ,રીના નેથાય છે કે આમાં પણ કંઈક રહસ્ય હશે હવે બધું આગળ...)

રીના અને મિતેશ બંને જણા એક બહેન તરીકે ખૂબ નજીક આવતાં જાય છે અને સમય વીતતો જાય છે હવે તો જ્યારે મિતેશ આવે ત્યારે મંગળાબા પણ આવતા હોય છે.
રીના અને મિતેશ, કુણાલ, એન્જલિના બધા જ એક જ માલિકની કંપની અને સ્ટોરમાં કામ કરતા હોય છે.

એક વખત મિતેશ રીનાના ઘરે આવ્યો ત્યારે રીના હાજર નહોતી, કુણાલ મમ્મી-પપ્પા હાજર હતા. કુણાલ ના મમ્મી-પપ્પાએ કહ્યું કે તારે અમારી બહુ રીના ને મળવું છે પરંતુ તને ખબર છે . આજે રીના એની સહેલી ના ત્યાં રજા છે એટલે ગઈ છે. કુણાલ અને એન્જલિના એમના કામે બહાર ગયા છે.

મિતેશને સાંભળતા જ આંચકો લાગ્યો એને તો ખબર જ નહોતી કે રીના કુણાલની પત્ની છે .એને કહ્યું કેમ! રીના તમારી વહુ છે ત્યારે કુણાલના મમ્મી -પપ્પાએ કહ્યું ; હા "બેટા" રીના અમારી વહુ છે અમારા કુળવધુ છે ત્યારે જ મીતેશનેઆંચકો લાગ્યો અને કહ્યું ખરેખર હું આ જાણતો નથી .

મિતેશ ને મનમાં થયું કે રીનાને એવી મારામાં કંઈ ભૂલ લાગે મારા માં કયો અવિશ્વાસ લાગ્યો એ મને આ પર્સનલ વાત કરીને કરી નહીં એ તરત જ ઘરે આવી ગયો અને રીના ને ફોન લગાડ્યો અને કહ્યું; રીના હું તને મારી બહેન જેવી માનું છું અને તે તારી આટલી મોટી વાત છુપાવી છે.

રીના કહ્યું; હું તને વાત કરીને શું કરું! હવે એ બધું મોડું થઈ ગયું છે .

મિતેશ એ કહ્યું; તું મને બધી જ વાત કરી શકે છે .

રીનાએ બધી જ વાત તેની અને કુણાલની વાત કરી અને એન્જલિના પણ એના જીવનમાં કેવી રીતે આવી એ પણ વાત કરી

રીના કહે; પણ એની પત્ની તરીકે નો હક મારો છે એ પણ જણાવ્યું..

મિતેશ કહે ;આપણા ભારતીય સ્ત્રીઓ વાતો હક અને ફરજની કરતી રહી જાય છે પરંતુ એને મેળવવા માટેનો કોઈ પણ પ્રયાસ કરતી નથી. તું હિન્દુ નારી છે અને એક ઝાંસીની રાણીની માફક તારે બનવાનું છે. તું અહીંયા કુણાલ માટે આવી છે તે મને બધી વાત રીના તે જણાવી તારો આટલા વરસ નો ઇંતજાર હવે એળે નહિ જવા દઉ. હવે તો હું તારી સાથે છું તારી દરેક કામમાં હું મદદ કરીશ.

રીના કહે; હા !હું પણ મારી એક મિત્ર છે જુલી એના સમજાવવાથી હું આવી હતી. કુણાલને મેળવવા માટે અને હવે તો મિતેશભાઇ તું મળ્યો એટલે હવે મને કોઈ ચિંતા નથી. પરંતુ મારે એન્જલિનામાંથી કુણાલ છોડાવવાનો છે.

મિતેશ કહે; હવે તો બધું મારા પર છોડી દે. હવે હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે મામલો શું છે! એન્જલિના ને હું સંભાળી લઈશ અને તું કુણાલને સંભાળી લેજે .

રીનાને થોડીક સાંત્વના થઈ .હિંમત પણ આવી અને મનમાં થયું કે હવે તો કોઈ મારી સાથે છે.એને મિતેશ સાથે ફોન પર વાત પૂરી કરી અને કહ્યું કે આવતીકાલે આપણે જોબ પૂરી થાય પછી મળીશું.

મિતેશ ને થયું કે હું ગમે તે કરીશ પરંતુ રીના ને એનો કુણાલ પાછો તો અપાવીને રહીશ. અને એન્જલિના ની સત્ય હકીકત શું છે.તે પણ હું શોધીશ.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને મિતેશએ એન્જલિના નો પીછો કરવાનું શરૂ કર્યું .થોડા દિવસમાં તો એની કોઈ વાત એને મળી નહિ.કે કોઈ સાબિતી પણ મળી નહિ

એક વખત રીના અને મિતેશએક સ્ટોરમાં મળ્યા ત્યારે રીનાએ કહ્યું કે ;,કુણાલ તો એન્જલિનામાં પાગલ છે મિતેશભાઇ ,

પરંતુ એન્જલિના કોઈ પણ હજુ રહસ્ય મને હજી દેખાતું નથી એવું મિતેશ એ કહ્યું .

રીનાએ કહ્યું;એનામાં કોઈક રહસ્ય તો છે જ

મિતેશ કહે કંઈ વાંધો નહીં હું એ રહસ્યનો પડદો ઉઠાવીને રહીશ .

એક વખત રીના, મિતેશ, કુણાલ અને ઘરના બધા સભ્યોએ પિકનિકમાં જવાનું ગોઠવ્યું બધા તૈયાર થઈ ગયા, પરંતુ એન્જલિના ને અચાનક જ કહ્યું કે મારી તબિયત સારી નથી એટલે હું આવી શકીશ નહીં.

કુણાલ કહે એન્જલિના તારી તબિયત સારી નથી તો મારે જવું નથી .

એન્જલિનાએ કહ્યું; નાતારે જવું પડે અને સાથે બા - બાપુજી પણ છે એટલે કુણાલ જવા માટે તૈયાર થઈ ગયો .

રીના ને હવે વધુ શંકા ગઈ એને મિતેશ ને કહ્યું તું અમારી સાથે પિકનિકમાં ચાલ પરંતુ અધવચ્ચે તું ગમે તે બહાને કંપની નો ફોન આવ્યો એ રીતે નીકળી જજે હવે તને કોઈક તો સાબિતી મળી જશે આયોજન પ્રમાણે બધા પિકનિક પર નીકળી ગયા વચ્ચે મિતેશ કંપનીનું કામ પતાવીને પાછો વળી ગયો કુણાલ ખુશ થયો કારણ કે કુણાલને મિતેશ પસંદ નહોતો કે સાથે આવે કારણકે એ હવે રીના જોડે ટાઈમ પસાર કરવા માગતો હતો રીના ખૂબ જ સુંદર લાગતી હતી તેને આજે લાલ કલર નું ગાઉન પહેર્યું હતું લાલ કલર એના શરીર પર શોભી રહ્યો હતો ખુલ્લા વાળ ગાલ ઉપર જાણે એને સ્પર્શ કરીને કંઇક કહેતા હોય એમ શોભી રહ્યા હતા .અને કુણાલ ,રીનાને જોઈ રહ્યો હતો.

મિતેશ ઘરે આવ્યો અને જોયું તો એન્જલિના કોઈ પુરુષ સાથે હોય એવું એને લાગ્યું પરંતુ ઘરમાં તો કેવી રીતે જાય. બહાર ગાડી પડી હતી એ ગાડી નંબર લીધો અને એન્જલિના તેમજ અજાણ્યા પુરૂષનો પીછો કરવાનું એને નક્કી કર્યું .પરંતુ અચાનક મિતેશની ગાડી અથડાઈ અને મિતેશ એમનો પીછો કરી શક્યો નહીં .તે પાછળ રહી ગયો પરંતુ ગાડી નંબરને આધારે એને એનું એડ્રેસ મેળવી લીધું
હવે તો એએડ્રેસ પર જઈને જ બધી માહિતી મેળવશે એવું નક્કી કર્યું .

બીજા દિવસે મિતેશ એ રીનાને કહ્યું; તમે લોકો પાર્ટીમાં ગયા ત્યારે આ ગાડી નંબર વાળો માણસ તમારા ઘર પર એન્જલિના જે મળવા આવ્યો હતો .
રીના એ કહ્યું; હજુ સુધી કોઈને વાત કરવી નથી. આપણે પૂરી સાબિતી વગર કશું કહી શકાય નહીં.
મિતેશ કહે; રીના તું ચિંતા ના કર! હું બધી જ માહિતી ભેગી કરી લઈશ.અને એન્જલિનાની રહસ્મય જિંદગીનો પડદો હું પાડીશ .

કુણાલે તારી સાથે દગો કર્યો છે એક મારી બેન સાથે દગો કર્યો છે એક ભારતીય હિન્દુ નારી સાથે દગો કર્યો છે તું તમારી બેન જેવી છે અને તારી સાથે આવું થયું એ મારાથી સહન થઈ શકે એમ નથી .

રીનાએકહ્યું; અત્યારે કંઈ કરવાની જરૂર નથી મગજ ઠંડુ રાખીને આપણે આપણા કાર્યને સફળ બનાવવાનું છે.હજી આપણને કોઈ સાબિતી મળી નથી. ફક્ત એક માણસ આવીને ગયો એવી રીતે આપણે કંઈ નક્કી ના કરી શકીએ.

મિતેશએ કહ્યું; સાચી વાત છે, રિના ત ખૂબ જ હોશિયાર અને ધીરજવાન છે તારો ઇન્તજાર ચોક્કસ પૂરો થશે.કુણાલ તને ચોક્કસ મળશે મને મારો અંતરાત્મા કહે છે.

વધુ આગળ ભાગ/19...