Dashing Superstar - 67 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-67


( અહાનાએ કર્યો પોતાના પ્રેમનો એકરાર.અાયાને તેનો પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવ્યો.તેણે કહ્યું કે જે થયું તે તેની ભુલ અને ખરાબ ક્ષણનું પરિણામ.અહાનાનું હ્રદય ખૂબજ ખરાબ રીતે તુટ્યું.કિઆરાનો લિવ ઇનનો પહેલો દિવસ રહ્યો એકલવાયો.ડિનર પર ટેબલ પર જ રાહ જોતા તે સુઇ ગઇ.)

લગભગ પંદર વિસ મિનિટ પછી કિઆરાની આંખ ખુલી.તે હવે વધુ સમય એલ્વિસની રાહ જોઇ શકે એમ નહતી.તેણે પોતાની થાળી પીરસી અને જમી લીધું.આવતીકાલથી સવારે જીમ,બપોરે આઇ.પી.એસની તૈયારી માટે ક્લાસીસ અને સાંજે માર્શલ આર્ટસની એડવાન્સ ટ્રેનિંગ શરૂ થવાની હતી.કોલેજ શરૂ થવાને હજી બે મહિનાની વાર હતી.

તેણે પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે રાઇફલ શુટીંગની ટ્રેનિંગ માટે પણ વિચાર કરી લીધો.એલ્વિસનું ડિનર તેણે કાચના બાઉલમાં કાઢીને માઇક્રોવેવ પાસે રાખી દીધું.એક નાનકડી ઝપકી લીધાં પછી તેને ઊંઘ નહતી આવી રહી એટલે તે લાઇબ્રેરીમાં જઇને નોવેલ વાંચવા બેસી.

લગભગ રાતના અગિયાર વાગ્યે એલ્વિસ આવ્યો.કિઆરા જે લાઇબ્રેરીમાં નોવેલ વાંચતા વાંચતા સુઇ ગઇ હતી તે એલ્વિસની ગાડીના અવાજથી જાગી ગઇ.તે દોડીને નીચે આવી.

એલ્વિસ ધીમેથી ઘરમાં પ્રવેશ્યો અને સામે ઊભેલી કિઆરાને જોઇને તેના ચહેરા પર સ્મિત આવ્યું.એલ્વિસે કિઆરાને પોતાના આલિંગનમાં ભરી લીધી અને તેને કસીને ગળે લગાવી રાખી.જાણે પોતાના આખા દિવસનો માનસિક અને શારીરિક થાક તે કિઆરાના આલિંગનમાં ઓગાળી રહ્યો હોય.

"યુ નો વોટ,તું મારા માટે જાગીને મને ખૂબજ સારું લાગ્યું.હું પેલા ટીવી સિરિયલ કે ફિલ્મો જેવા ડાયલોગ નહીં મારું કે મારા માટે જાગવાનું નહીં કે મારી રાહ નહીં જોવાની.હું તને એમ કહીશ કે પ્લીઝ થઇ શકે તો મારી રાહ રોજ જોજે.હું આવું પછી એક આવું મસ્ત હગ આપ્યા પછી જ ઊંઘજે.

હા,સોરી હું આજે ડિનર કરીને આવ્યો છું.હકીકતમાં તે સોંગનું શુટીંગ થોડુંક લંબાઇ ગયું તો હર્ષવદનજીએ બધાં માટે ડિનર પોતાના ઘરેથી મંગાવ્યું હતું.હું તને મેસેજ કરવાનું ભુલી ગયો પણ કિઆરા, કાલથી હું તને નિયમિત મેસેજ કરી દઈશ.તું પ્લીઝ જમવા માટે પણ મારી રાહ જોજે અને આજ સવાર માટે સોરી પણ કાલથી આપણે બ્રેકફાસ્ટ અને ડિનર સાથે કરીશું."એલ્વિસે કિઆરાને ઉંચકતા કહ્યું.તે તેને ઊંચકીને રસોડામાં લઇ ગયો.

"અહીં કેમ લાવ્યા મને?"કિઆરાએ આશ્ચર્યથી પૂછ્યું.

"હું ફ્રેશ થઇને બાલ્કનીમાં આવું ત્યાંસુધીમાં તું મારા માટે ડિનર ગરમ કરીને લાવ અને બે કપ કોફી પણ બનાવ.હું અહીં તારા હાથનું સ્વાદિષ્ટ જમી શકું એટલે મે ત્યાં ખૂબજ ઓછું જમ્યું."એલ્વિસે કહ્યું.તેની વાત સાંભળીને કિઆરા ખૂબજ ખુશ થઇ ગઇ.

થોડીક વાર પછી કિઆરા અને એલ્વિસ બાલ્કનીમાં જમીન પર બેસ્યા હતાં.એલ્વિસે કિઆરાએ ખૂબજ મહેનતથી પોતાના માટે બનાવેલું ખાસ ડિનર બધું જ ખાઇ લીધું.

"વાઉ!એકદમ ટેસ્ટી હતું.કિઆરા તું ખરેખર લાજવાબ છે.સુંદરતા,બુદ્ધિ,હિંમત અને ટેલેન્ટનો અનોખો સંયોગ છે તું.ઓલ ઇન વન.તને ખબર છે મારાથી ઇન્ડસ્ટ્રીના કેટલા બધાં લોકો જેલસ છે કે મને તારા જેવી જીવનસાથી મળી.હવે રોજ આવું ટેસ્ટી જમવાનું મળશે."એલ્વિસે કિઆરાના હાથ ચુમતા કહ્યું.પોતાના વખાણ સાંભળીને આજે કિઆરાને થોડીક શરમ આવી ગઇ.

"એલ,એક વાત પૂછવી હતી કે આ રિયાન માર્ટિન કોણ છે?તેણે એવું કેમ કહ્યું કે આપણી કહાની તેના વગર અધુરી છે.ગઇકાલે તેણે જાણી જોઇને તેની ગાડી હું ઊભી હતી ત્યાં ધડાકાભેર અથડાવી.મને ખૂબજ ગુસ્સો આવ્યો અને મે તેને માર્યો."કિઆરાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"કિઆરા,તેના માટે તારે મારા ભૂતકાળના સફરે આવવું પડશે.અત્યારે રાત ખૂબજ થઇ ગઇ છે.તું ઇચ્છે તો હું તને કાલથી સંભળાવીશ." એલ્વિસે કહ્યું.

"ના, હજી એકાદ કલાક આપણે જાગી શકીશું.રોજ થોડો થોડો કરીને તમે તમારા ભૂતકાળ મને જણાવજો."કિઆરાએ કહ્યું.એલ્વિસે હકારમાં માથું હલાવ્યું.તે બંને હિંચકા પર બેસ્યા.એલ્વિસે કિઆરાના ખોળામાં પોતાનું માથું રાખીને આંખો બંધ કરી દીધી.કિઆરાના કોમળ હાથ એલ્વિસના વાળમાં ફરી રહ્યા હતાં.

એલ્વિસનો ભૂતકાળ..

કિઆરા તને અત્યારે મારું સ્ટેટ્સ જોઇને લાગતું હશે કે હું કોઇ ખાનદાની પૈસાદાર પરિવારમાંથી આવું છું.તો તેવું બિલકુલ નથી.મારા પિતાનું નામ એન્ડ્રિક બેન્જામિન,મારી માતાનું નામ સિલ્વી બેન્જામિન અને નાની બહેન રોઝા બેન્જામિન.નાનો પરિવાર સુખી પરિવાર અમે એક નાલાસોપારામાં નાનકડી ચાલીમાં બે રૂમની ઓરડીમાં રહેતા હતાં.ચાલી ખૂબજ સાંકડી અને થોડીક ગંદી હતી.મારા પિતા એક સામાન્ય કારકુન હતા જ્યારે માતા બોલીવુડમાં એક નામચીન કોરીયોગ્રાફરના આસિસ્ટન્ટ હતાં.મારી મોમ ખૂબજ સરસ ડાન્સ કરતા.તેમને જોઇને જ નાની ઊંમરમાં મને ડાન્સનો શોખ લાગ્યો હતો.

વિન્સેન્ટ તેના માતાપિતા સાથે અમારી ઘરની એકદમ બાજુમાં જ રહેતો.તે મારા કરતા ઊંમરમા નાનો હતો.તેના પિતા મારા ડેડી સાથે એક જ ઓફિસમાં કામ કરતાં.અમારી ચાલીની સામે જે બીજી ચાલી હતી.તેમા જ સિમા રહેતી.ભગવાને તેને અઢળક રૂપ આપ્યું હતું,તેની ગાઢ ભુરી આંખો,અણિયાળી ભ્રમરો,લંબગોળ ચહેરો ,લાંબા સિલ્કી વાળ અને તેની સ્માઇલ તો કોઇને પણ ઘાયલ કરી નાખે.તે ઘાયલોના લિસ્ટમાં પહેલું નામ મારું હતું.

તને ખબર છે કે અમે એક જ સરકારી શાળામાં ભણતા તે અલગ ક્લાસમાં હતી.મારાથી એક વર્ષ નાની હતી.તે બે વર્ષ પહેલા જ રહેવા આવી હતી.પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો મને.તે ખુબજ સુંદર પણ ખુબજ ગુસ્સાવાળી હતી.બે વર્ષથી તેને જોયા કરતો હતો પણ વાત કરવાની હિંમત નહતી ચાલતી.

અગિયાર વર્ષની તે ઊંમર જેમા મે ટીનેજરમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું.ત્યારે આ પ્રેમ કહેવાય કે આકર્ષણ તે નહતી ખબર પણ એટલી ખબર હતી કે તેને જોઉને તો ચહેરા પર હાસ્ય આવી જાય.તેને જોઇને મારો એકદમ ખરાબ થઇ ગયેલો મુડ ઠીક થઇ જાય.

જેનો અહેસાસ ના કારણે મને તે ગંદી ચોલને પણ કોઇ સુંદર જગ્યા જેવી લાગતી હતી.જિંદગી સુંદર લાગતી હતી."આટલું કહી એલ્વિસ અટક્યો.તેણે કિઆરાના હાવભાવ જોવા આંખો ખોલી.તેને કિઆરાના ચહેરા પર જેલેસીના નહીં પણ આગળ જાણવાની ઉત્સુકતા હતી.

"પછી ‍અાગળ શું થયું?"કિઆરાએ અટકી ગયેલા એલ્વિસને પૂછ્યું.

"ડેડીની આવક મર્યાદિત હતી.અમે સરકારી સ્કુલમાં ભણતા એટલે ભણવાનો કોઇ ખર્ચ નહતો પણ ઘરનો ખર્ચ જેમકે કરિયાણાનો,દવાનો,લાઇટ બિલ અને આવવા જવાનો ખર્ચ કાઢવામાં પણ તેમને ખેંચ રહેતી.મોમને પણ એટલા ખાસ રૂપિયા નહતા મળતા.કોરીયોગ્રાફરના આસિસ્ટન્ટને તે સમયમાં ખૂબજ સામાન્ય ફી મળતી.જેમા મોમનો મેકઅપ અને કપડાંનો ખર્ચો,આવવા જવાનો ખર્ચો બાદ કરતા કઇ ખાસ બચતું નહીં.

આ બાબતે મોમ અને ડેડી વચ્ચે ખૂબજ ઝગડા થતાં.ડેડીનું કહેવું હતું કે મોમ તેમના મેકઅપ અને કપડાં પાછળ બહુ રૂપિયા ના ખર્ચે.

"સિલ્વી,વોટ ઇઝ ધીસ?આ મહિને પણ આટલી બધી શોપિંગ કરવાની શું જરૂર હતી?આ મહિને એલ્વિસના કપડાં અને તેના શુઝ લાવવાના છે.મારો આખો પગાર ઘરખર્ચમાં વપરાય જાય છે."એન્ડ્રિકે થોડુંક અકળાઇને કહ્યું.

"એન્ડ્રિક,પ્લીઝ ધીમે બોલ.મારી સાથે મોટા અવાજે વાત નહીં કરવાની.તને બોલીવુડની રીતભાતમાં ખબર ના પડે.મારે હંમેશાં સુંદર દેખાવવું પડે,મારે કેટલી બધી પાર્ટીમાં જવાનું હોય.એકના એક કપડાં હું વારંવાર ના પહેરી શકું."સિલ્વીએ બેફિકરા અંદાજમાં કહ્યું.

"સિલ્વી,કમ ઓન યાર.તું એક કોરીયોગ્રાફરની આસિસ્ટન્ટ છે કોઇ હિરોઈન નથી.તારા તૈયાર થવા ના થવાથી કોઈને ફરક નથી પડતો મારા સિવાય અને મને તો તું સાદા કપડાંમાં પણ સુંદર જ લાગે છે."એન્ડ્રિકે તેને ગળે લગાવતા કહ્યું.

"શું ખબર?મારી સુંદરતા અને ફિગર જોઇને કોઇ પ્રોડ્યુસરને મને હિરોઈન તરીકે લેવાનું મન થઇ જાય."સિલ્વીએ કહ્યું.

તેની આ વાત પર એન્ડ્રિક અને સિલ્વીનો ખૂબજ ઝગડો થયો.આમ તો સિલ્વી બોલીવુડમાં કામ કરે તે એન્ડ્રિકને ઓછું પસંદ હતું પણ તે પોતાની ઓછી આવકના કારણે તે ચલાવી લેતો પણ હિરોઈન બનવાની વાત સાંભળતા જ તેને ખૂબજ અણગમો થયો.ખૂબજ ઝગડો થયા બાદ એન્ડ્રિકે સિલ્વીને કહી દીધું.

"સિલ્વી,એલ્વિસ અને રોઝાના ભવિષ્યને ધ્યાનમાં રાખતા હું તને હિરોઈન બનવા માટે પરવાનગી નહીં અાપું.છતાં પણ તારી આ જ જિદ હોય તો તું ઘર છોડીને જઇ શકે છે પણ એલ્વિસ અને રોઝા મારી પાસે રહેશે."એન્ડ્રિકની વાત સાંભળીને સિલ્વી સમસમી ગઇ.તે ચુપ થઇ ગઇ.

ત્યારબાદ તેણે થોડાક દિવસ શાંતિ રાખી પણ અચાનક એક દિવસ તેમનું ભાગ્ય પલટાઇ ગયું.એક દિવસ તેના કોરીયોગ્રાફરને ખૂબજ મોટા બજેટની ફિલ્મમાં બધાં ગીત કોરીયોગ્રાફ કરવાનો પ્રોજેક્ટ મળ્યો.આજે તે પ્રોડ્યુસર સાથે મિટિંગ હતી જેમા તે કોરીયોગ્રાફર પોતે જવાના હતા પણ તેમની તબિયત અચાનક બગડતા તે મિટિંગ માટે સિલ્વીને જવું પડ્યું."

અચાનક એલ્વિસની આંખો ખુલી ગઇ.તેણે કિઆરા સામે જોયું.તેણે એલ્વિસની આંખોમાં જોયું અને તે સમજી ગઇ કે આગળની વાત એલ્વિસને તકલીફ પહોંચાડી રહી છે.

"એલ્વિસ,આપણે બાકીની વાત પછી સાંભળીશું."તેણે એલ્વિસના ગાલ પર ચુંબન કરતા કહ્યું.

"કાશ મોમ તે દિવસે તે પ્રોડ્યુસરના ઘરે મિટિંગ કરવા ના ગઇ હોત.તો આજે મોમ ડેડ મારી સાથે હોત."એલ્વિસની વાત સાંભળીને કિઆરાને સખત આઘાત લાગ્યો.તેનું મન ચકરાવે ચઢી ગયું કે તે દિવસે શું થયું હશે?

સિલ્વી અને એન્ડ્રિકના જીવનમાં આગળ શું થયું હશે?
આયાનના રીજેક્શન પછી અહાના શું કરશે?
વિન્સેન્ટ આયાન અને અહાના વચ્ચે શું થયું તે જાણી શકશે?
જાણવા વાંચતા રહો.