Shapit - 13 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 13







પિયુષને ઝડપથી ગાડી ચલાવતા જોઈ અવની પિયુષને ગાડી ધીમે ચલાવવા કહે છે. છતાં પિયુષ સામેથી કોઈ જવાબ આપતો નથી. અવની ફરીથી પિયુષની તરફ જોઈને કહ્યું " અરે પિયુષ તું આ કેમ ગાડી ચલાવે છે " ? અવનીનો અવાજ સંભળીને પિયુષ અવની તરફ જોવે છે. પિયુષની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર ડરામણુ હાસ્ય ફરકતો પિયુષનો ચહેરો.

પિયુષના આવા હાસ્યને જોતાં અવનીના ધબકારા વધી જાય છે. સુનસાન સડક પર ચાલતી ગાડી રસ્તાની ખરાબ પડેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંઘ થવા લાગી. સુનસાન સડક પર પવનનાં સુસવાટા સીધાં કાન પાસે આવીને અથડાતાં હતાં. ઝડપ રફતારથી ચાલતી ગાડી અને ચલાવન પિયુષના ડરામણા ચહેરાને જોતાં અવનીના હાથ પગ ઠંડા પડવા લાગે છે. પિયુષ... પિ..યુ..ષ...અવની અચકાતાં અચકાતાં માંડ એટલું બોલી. આમ કેવી રીતે જોવે છે. તને શું થયું તારી આંખો કેમ લાલ લાલ દેખાય છે.

જોરથી આવતો પવનનો અવાજ કાન પાસે આવીને અથડાય છે.રોડ પરની લાઈટોમાંથી ચાલતી થોભીઘણી લાઈટો લાલ રંગની થવા લાગે છે.સુનસાન સડકમા ચાલુ બંઘ થતી લાઈટો અને બાજુમાં બેસેલા પિયુષનો લાલ આંખોથી ચમકતો ડરામણો ચહેરો જોતાં અવનીના રૂંવાડા ઉભા થઈ જાય છે.

તેજ રફતારથી પિયુષ ગાડી ચલાવી રહ્યો છે. સાયન્સમાં અભ્યાસ કરેલી અવની હંમેશા અંધશ્રદ્ધા અને ભુત પ્રેતની વાતોથી સો મીલ દુર રહેતી અને આજે ચહેરા સામે બનતી ઘટના ચોપડીના પુસ્તકીયા જ્ઞાનથી તદ્દન ભિન્ન ચિત્ર આંખોની સામે હતું. ગાડી ચલાવતાં પિયુષનો એક હાથ ગાડીનાં સ્ટેરીંગ પર હતો અને બીજો હાથ બાજુમાં ગિયર પર હતો.

અવની મનમાં ભગવાનનુ નામ લયને પિયુષના ગિયર પરથી ધક્કો મારીને ગાડીને સ્ટેરીંગ ફેરવી નાખે છે. અને હાઈવેથી બાજુના ભાગમાં શરૂ થતાં જંગલમાં ચાલું ગાડીમાંથી રફતાર થોડીક ધીમી થતાં કુદકો મારે છે. ત્યાંથીજંગલનો વિસ્તાર શરૂ થઈ જાય છે. પિયુષનુ બેલેન્સ નહીં જળવાતા ગાડી હાઈવે પરથી ઉતરી આગળ એક મોટા ઝાડ સાથે અથડાય છે.

કુદકો મારતાં જંગલ વિસ્તાર પડેલી અવનીને હાથની કોણીમાંથી લોહી નીકળવા લાગે છે. ફટાફટ બેઠી થયને ઝાડીમાંથી પિયુષની ગાડીને ઝાડ સાથે ટકરાતાં જોવે છે. ગાડીનાં બોનેટમાથી ધુમાડો નીકળવા લાગે છે. અચાનક બ્રેક લાગતાં પિયુષનું માથું આગળ સ્ટેરીંગ સાથે ભટકાતાં માથામાંથી લોહી વહેતું અવનીને દેખાય છે.

પિયુષ ગાડીમાંથી નીચે પગ મુક્યો લાલ આંખો અને કપાળ અને માથામાંથી વહેલું લોહીલુહાણ હાલતમાં ગાડીમાંથી ઉતરી છે. પિયુષની આવું ડરામણું સ્વરૂપ જોતાં અવનીના કપાળમાં પરસેવો વળવા લાગે છે. હાથ પગ ધ્રુજવા લાગે છે. સપનામાં પણ કદી આવું નહીં જોયેલું દ્રશ્ય અવનીની આંખો સામે ઉભું હતું.


પિયુષને ચાલતો જોતાં અવનીનો મગજ ડરના કારણે કામ નથી કરતો અને તે જંગલમાં આગળ ચાલવા લાગે છે. વધારે ચાવવાથી શ્ર્વાસ ચડવાના કારણે અવની આગળ એક મોટાં ઝાડ નીચે બેસી જાય છે. પાણીની તરત લાગી છે. પરંતુ આસપાસ ક્યાંય પાણી નહોતું.પોતાની પાસે રહેલી થેલી ગાડીમાં પડી હતી. અવની આકાશને કરેલો ફોન અને પિયુષનુ આવું વર્તન જોતાં બન્ને બાબતો વચ્ચે સંબંધ હોવાનો અંદાજ આવે છે.

હોસ્પિટલમાં રહેલાં આકાશની ખુબ યાદ આવે છે. ડરના કારણે અવનીને રોવું આવે છે. બસ ગમે કરીને આકાશ પાસે જવું છે. ઝાડ નીચે બેસીને રડતી અવનીને પાછળથી ઝાડનાં સુકેલા પાંદડા કચડાવાનો અવાજ સંભળાય છે. શ્ર્વાસથી હાંફતી અવનીને રડવું રોકાતુ નથી. પોતાનાં બન્ને હાથ વડે પોતાનાં મોંઢા પર રાખીને અવાજ બંઘ કરવાનો પ્રયત્ન કરે છે.

ત્યાં જોરથી પવનના સુસવાટા કાન સાથે અથડાય છે. ઝાડ નીચે પડેલાં સુકાયેલા પાંદડા ઉડવા લાગે છે. અવનીના ધબકારા વધવા લાગે છે. ત્યાં પાછળથી ઝાંઝરનો અવાજ સંભળાય છે. અવાજ સાંભળતાં અંવનીની આંખો ફાટી જાય છે. પાછળથી અવાજ સંભળાયો અવની...


ક્રમશ...