Shapit - 15 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 15






ટક...ટક..ટક... દરવાજા પર ખડખડાટ અવાજ આવ્યો. સુધા દરવાજો ખોલવા આવી. દરવાજા બહાર ઉભેલી અવનીને જોતાં સુધાએ મોઢું બગાડ્યું. ત્યાં આકાશની મમ્મી આવી પહોંચી અને સુધા તરફ જોતાં સુધા બોલવા જતી અટકી ગઈ.

(આકાશની મમ્મી )સવિતાબેન : " અરે બેટા અવની તું અને પિયુષ આવી ગયાં હોસ્પિટલમથી ! આકાશ અને સમીર ત્યાં આજે રોકાવાનું થશે.અધિરાજની તબિયત કેમ છે " ?

દરવાજે ઉભેલી અવની અંદર હોલમાં આવીને સુનમુન સોફા પર બેસી જાય છે. બહાર હોલમાં અવાજ સાંભળીને દિવ્યા બહાર આવે છે.

દિવ્યા : " અરે અવની તું આવી ગઇ ! ફોન પર તો સમીર તારૂં અને પિયુષનુ ત્યાં રોકાવાનું કહેતો હતો " ?

સોફા પર બેસેલી અવનીના કપાળમાં પરસેવો વળવા લાગે છે. એકદમ સુન્ન હાલતમાં અવની ત્યાં બેસેલી હતી. અવનીને આવી રિતે જોતાં દિવ્યાને અજુગતું લાગે છે. બન્ને હાથ વડે હચમચાવીને અવનીને પુછવા લાગે " શું થયું અવની ? કયારની પુંછું કેમ કશું બોલતી નથી " !

સવિતાબેન સુધા તરત ઈશારો કર્યો ત્યાં સુધા તરત રસોડામાંથી એક ગ્લાસ પાણી લયને આવે છે. પાણીનો ગ્લાસ દિવ્યાના હાથમાં આપીને અવની તરફ જોવા લાગી. સવિતાબેનની બાજુમાં આવીને " દીદી મેં તમને પહેલાં જ કહ્યું હતું. આ છોકરી મને અપશુકનિયાળ લાગે છે. જ્યારથી આવી ત્યારથી લગ્ન લગ્નનની જગ્યાએ રહી ગયાં અને માથેથી દવાખાનુ આવી પડ્યું.


સુધા : " ઘરનાં એકના એક દિકરાના લગ્નના સપનાં વર્ષોથી જતન કર્યા હતા. આજે કોઈના મોઢે નુર નથી રહ્યું લગ્નનું ".

બાજુમાં ઉભેલી આકાશની મમ્મી અવની પાસે આવીને પ્રેમથી માથે હાથ ફેરવ્યો અને પુછ્યું " બેટા તબિયત સારી નથી ! કેમ ગભરાયેલી લાગે છે " ?

અવની સવિતાબેનને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આન્ટી... આન્ટી...બોલવાનો પ્રયત્ન કરે પણ શબ્દો બહાર નથી આવી રહ્યા. બાજુમાં બેસેલી દિવ્યાને કોઈ ભયાનક ઘટના ઘટી હોવાનું શંકા જાય છે. તુરંત પોતાનાં મોબાઈલમાંથી સમીરના ફોનમાં ફોન કર્યો .

દિવ્યા : " હેલ્લો... હેલ્લો... સમીર અવનીને શું થયું " ?

સમીર : " હેલ્લો... દિવ્યા તારો અવાજ કપાય છે ".

દિવ્યા :" સમીર આકાશ સાથે અવનીને બોલાચાલી થઇ કે શું ? અવની હવેલી આવીને રડવા લાગી ".

હાઇવે પર જતાં આકાશ અને સમીર આકાશ બાજુની સીટમાં બેઠો હતો. સમીર ગાડી ચલાવતો હતો. સમીર ગાડી સાઈડમાં ઉભી રાખે છે.સમીરના હાથમાંથી આકાશ ફોન લયને ગાડીની નીચે ઉતરી જાય છે.

આકાશ : " હેલ્લો...દિવ્યા શું થયું " ?

દિવ્યા : " હેલ્લો... આકાશ અવની હમણાં ઘરે આવી છે. કશું બોલતી નથી અને આવતાં વેંત રડવા લાગી. તારી અવની સાથે કશું બોલાચાલી થઇ છે " ?

આકાશ : " અવની ઘરે કયારે આવી " ?

દિવ્યા : " બસમાં થોડીવાર પહેલાં હવેલીમાં અંદર આવીને સુનમુન સોફા પર બેઠી હતી. આન્ટીયે પુછ્યું ત્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ".

આકાશ : " દિવ્યા તું અવનીનું ધ્યાન રાખજે હું અને સમીર રસ્તામાં છે. હમણાં હવેલી પર આવી જઈશું ".

દિવ્યા : " હા જલ્દીથી આવો ".

દિવ્યા સાથે આટલી વાતચીત કરીને આકાશ ફોન કટ કરી નાખ્યો. સમીર તરફ જોવા લાગ્યો અને કહ્યું " સમીર ચાલ જલ્દી દિવ્યનો ફોન હતો. અવની હવેલી પર આવતાં વેંત રડવા લાગી અને થોડી ગભરાયેલી હાલતમાં હશે ".


સમીર અને આકશ બન્ને ગાડીમાં બેસીને હવેલી તરફ જવા નીકળ્યાં. હાઇવે પરના સુનસાન રસ્તામાં સ્ટ્રીટ લાઈટ ચાલુ બંઘ થવા લાગે છે.‌ અચાનક વાતાવરણમાં પલટો આવવા લાગ્યો. જંગલથી રડતાં કુતરાનો અને શિયાળનો અવાજ સંભળાય છે.

સમીર ઝડપથી ગાડી ચલાવીને આકાશ અને સમીર બન્ને હવેલી તરફ આગળ વધી રહ્યાં છે. અહીંયા હવેલી પર આકાશની મમ્મી રડતી અવનીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે.

આકાશ અને સમીર બન્ને હવેલી તરફ આવી પહોંચ્યા. સમીર આકાશને હોસ્પિટલમાં પિયુષને જાણ કરવાનું યાદ અપાવ્યું. આકાશ સમીરના ફોનમાંથી પિયુષને ફોન લગાડ્યો ત્યાં પિયુષનો ફોન નેટવર્ક એરિયાની બહાર બતાવે છે. આકાશ ફરીથી પિયુષને ફોન લગાડ્યો પણ ફરીથી ફોન બંધ આવતો હતો.

સમીર ઝડપથી ગાડી હવેલી બહાર ઉભી રાખી અને હવેલીનો ગેટ ખોલ્યો . ગાડીનો અવાજ સંભળીને રડતી અવની સોફા પરથી બેઠી થઇને આગળ દરવાજા સુધી પહોંચી ગઈ. ગેટની બહાર આકાશને જોતાં અવની દોડીને આકાશને ગળે વળગીને રડવા લાગી.

આકાશ : " શું થયું ! અવની શાંત થઈને સરખી વાત કર શું થયું તને " ?

રડતાં રડતાં અવાજે અવની માંડ બોલી પિયુષ.

ક્રમશ...