Intezar - 22 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 22

(આગળના ભાગમાં આપણે જોયું કે શેઠજી મંગળાબા.સાથે રહેવા આવી જાય છે અને મંગળાબા રીના વિશેની બધી જ વાત શેઠજીને કરે છે અહીં એન્જલિના ને શંકા પડી ગઈ હોય એવું લાગે છે અને તે એવું મને છે કે રીના ખૂબ જ હોશિયાર છે .મિતેશ બધી સાબિતી શોધે છે અને એમની જોડે નાટક કરી અને તેમની અંદરની બધી જ વાતોને જાણી લે છે છેલ્લે કહે છે કે વસિયતનામું ફક્ત કુણાલ ના નામે છે પરંતુ એ લોકો માનતા નથી .મિતેશ કહે તમારી મરજી હવે વધુ આગળ...)

સમય વીતતો જાય છે અને મિતેશ પણ સાબિતી મેળવતો જાય છે અહીંયા મંગળા બા અને શેઠજી એમના જીવનમાં ખુશ હોય છે એન્જલિના અને જ્યોર્જ પણ તેમના કરેલી યોજનામાં સફળતા પાર કરી લીધી હોય એવું લાગી રહ્યું હોય છે બધા જ પોતપોતાની રીતે કામમાં પરોવાયેલા હોય છે સમયની જતાં વાર લાગતી નથી.

એક દિવસ રીનાને થયું કે આજે તો હું જુલી સાથે વાત કરું ,એ વિચારીએ મારી સાથે મને ઘણો બધો સાથ અને સહકાર આપ્યો છે. હમણાંથી એની સાથે કોઈ પણ વાત થઇ નથી એમ વિચારીને રીનાએ ઇન્ડિયામાં ફોન લગાવ્યો ,ત્યારે જ જુલીનો ફોન સ્વીચ આવ્યો .તેને થયું કે ;જોલી કેમ ફોન નથી ઉપાડતી! એને ફરીથી જુલીને ફોન લગાવ્યો પરંતુ લાગ્યો નહીં એને હવે ચિંતા થવા લાગી કારણ કે જૂલી રીનાની ખાસ મિત્ર હતી અને દરેક રીતે એને મદદ કરતી હતી .

રીનાએ એના સાસુ ,સસરાને જઈને વાત કરી કે આપણી બાજુમાં જુલી હતી એનો ફોન સ્વીચ ઓફ આવે છે અને મારે એની સાથે વાત કરવી છે. ત્યારે એના સાસુ ,સસરાએ કહ્યું કે આપણી બાજુમાં જે પાડોશી રાજુભાઈ છે એમને ફોન કરીને પૂછી લઈએ કે જુલીના સમાચાર શું છે. આપણને તે આપશે નહિતર ફોન આપશે .

અહીં રીનાએ તેના સાસુ જોડેથી રજુભાઈનો ફોન લીધો અને ફોન રાજેશભાઈને કર્યો,સામે પહેલા તેના સાસુ-સસરાએ વાત કરી .એમને ત્યાંના ઇન્ડિયા ના સમાચાર પૂછ્યા અને રાજેશભાઈ અને પણ તેમના ખબર પૂછ્યા અને બધી માહિતી આપ્યા પછી તેના સાસુ-સસરા કહ્યું કે મારી બાજુમાં જુલી રહેતી હતી એના કોઈ સમાચાર હોય તો જણાવો.

રાજેશભાઈએ કહ્યું કે; જૂલીના પતિનું અવસાન થયા પછી જુલી ક્યાં ગઈ એ અમને ખબર નથી એના સાસુ, સસરા એ તરત જ રીના ને ફોન આપ્યો રીનાને સાંભળતા જ ખૂબ જ આઘાત લાગ્યો, કારણ કે જે સહેલી એને ઇન્તજાર કરાવતા, કરાવતા ન્યૂયોર્ક સુધીનો રસ્તો બતાવ્યો હતો એને હિંમત આપી હતી તે આજે આટલી બધી દુઃખી હશે એ વિચારીને એને ખૂબ જ દુઃખ થયું .એને રાજેશભાઈને કહ્યું કે ગમે તે કરીને મને જુલી નો કોન્ટેક શોધી આપો.

રાજેશભાઈ એ કહ્યું; કદાચ એતેના પપ્પા ના ઘરે હશે .
રીનાએ રાજેશભાઈને કહ્યું કે ;મારું આટલું કામ કરો તો તમારો "ખૂબ આભાર"

રાજેશભાઇ કહ્યું કે હું આવતીકાલે હું જૂલીનો નો નંબર લઇને આપીશ એના તેનો નંબર તને આપીશ તું જાતે વાત કરજે.

રાજેશભાઈ બીજા દિવસે સવારે જુલી નો નંબર લાવીને રીનાને આપ્યો કે તરત જ રીનાએ, જુલીને ફોન લગાવ્યો પહેલા તો જુલી રીનાં નો અવાજ સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે ખૂબ જ રડવા લાગી .

રીનાએ કહ્યું કે જુલી એ તો કેમ આટલી બધી રડે છે .

જુલીએ કહ્યું ;તારા ગયા પછી એ મારો ખૂબ જ સુખી સંસાર ચાલતો હતો પરંતુ અચાનક એક દિવસ મારો પતિ જ્યારે ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે એક્સિડન્ટ થયું અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો મારી હાલત ખૂબ જ બગડી ગઈ હતી એટલે હું મારા પપ્પા ના ઘરે આવીને રહુ છું પરંતુ મારા બંને બાળકો ને સાચવવાના એ મને અઘરું લાગ્યું છે. મારી જોડે બીજી તો કોઇ મિલકત તો છે નહિ ને? પરંતુ હવે હું શું કરું તે સમજાતું નથી !

રીના એ કહ્યું જો તું ન્યુયોર્ક આવતી હોય તો હું બધી જ રીતે તારી સગવડ કરવા તૈયાર છું .

જુલીએ કહ્યું ;આવો તો ખરી પરંતુ મારા બંને બાળકોનું શું!

રીનાએ કહ્યું ;તારા બંને બાળકો સાથે ની સગવડ હું કરીશ પરંતુ જો તું તૈયાર થતી હોય તો હું એ સગવડ કરવા તૈયાર છું.

જૂલી એ કહ્યું; મારે હવે બીજો કોઈ આરો જ નથી. હું મારા મમ્મી પપ્પા ના ઘરે તેમનો બોજ બનવા માગતી નથી એટલે હું ત્યાં ફોરેન આવવા તૈયાર છું.

રીના એ કહ્યુ તુ રાહ જો, હું ઘરે બધી વાત કરીને તારે ન્યુયોર્ક માટેની તૈયારી કરી લઉં પછી તને ફોન કરીશ બધી જ તૈયારી તું પણ કરી રાખજે

બીજા દિવસે જ રીનાએ મંગળા બા ને વાત કરી કે મારી સખી જુલીનો પતિ ગુજરી ગયો છે અને એને મારે અહીબોલાવી છે .

મંગળા બા કહે;તું ચિંતા ના કર. હું શેઠજીને વાત કરીને તેના માટે બધી જ કાર્યવાહી શરૂ કરાવી દઉં છું એમ કહીને મંગળા એ બધી જ કાર્યવાહી કરવા શેઠજીને કહ્યું.

શેઠજીએ કુણાલ ને બોલાવ્યો અને કહ્યું કે રીનાની જે સખી છે એના વિઝા અને પાસપોર્ટ માટેની બધી જ કામગીરીની શરૂઆત કર અને વહેલામાં વહેલી તકે જુલી ન્યયોર્ક આવી શકે તેવા પ્રયત્ન કરવા

કુણાલે કહ્યું કે હું બધી જ તૈયારી કરી દઈશ અને વહેલામાં વહેલી તકે જુલી ન્યૂયોર્કમાં આવે એવો બંદોબસ્ત કરી દઈશ.

શેઠજી એ મંગળાબાને કહ્યું કે; તું અને રીના બંને હવે તો ખુશ છો ને !હવે તો તમારી બીજી દોસ્ત પણ અહીં આવી રહી છે જુલી એટલે તો ખૂબ જ બધાને એની સાથે મળીને સમય ખૂબ સરસ પસાર થઈ જશે.

રીના એ કહ્યુ; મારી મિત્ર જુલી ખૂબ જ બિન્દાસ હતી .પરંતુ સમયની સાથે એના જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી ગઈ એનો પતિ એક્સિડન્ટમાં ગુજરી ગયો. હવે એની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે અને એની સાથે વાત કરી ત્યારે ખૂબ જ રડતી હતી અને પોતાના દિલમાંથી જાણે કે બધી જ લાગણીઓ પથ્થર બની ગઈ હોય એવું મને લાગી રહ્યો હતો.

મંગળા બા કહે; રીના બેટા તું ચિંતા ના કર ભલે આપણે ન્યૂયોર્ક માં છીએ. પરંતુ આપણે બધા તો હિંદુસ્તાનના છે .એકબીજા સાથે લાગણીઓ વેચીને રહેવાવાળા છીએ અને આપણે જુલીને પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું એની લાગણીઓ ફરીથી જીવતી થાય તેવા પ્રયત્ન કરીશું એને હું પણ તારી જેમ એને રાખીશ તું મારી બેટી છે એવી એને હું મારી બેટી તરીકે જ રાખીશ કેમ શેઠજી સાચી વાત નહીં..

શેઠજી કહે અરે મેં ક્યારે તમારી વાતને આમાં છે તમારી જેમ જ મારી હા હોય તમારી દીકરી એ જ મારી દીકરી તમે જે નિર્ણય લેશો એ મને મંજુર છે.

મંગળબા એ કહ્યું અરે ગિરધર મને તમારા પર પુરેપુરો વિશ્વાસ છે એટલે તો હું તમને પૂછ્યા વિના બધા જ નિર્ણય લઈ શકું છું.

રીનાએ કહ્યું; મંગળા બા મને તમારા અને શેઠજી પર પુરેપુરો વિશ્વાસ છે કે મારી સખી જોને અહી આવશે તો તેને કોઈપણ તકલીફ પડશે નહીં..
વધુ ભાગ...આગળ... ૨૩....