Kidnaper Koun - 15 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 15

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કોઈ જગ્યા એ મોક્ષા કે અભી ના હોવાના સંકેત મળ્યા છે.મંત્ર એ પણ પોતાનો એક પ્રાઇવેટ ડિટેકટિવ રાખ્યો છે,અને સોના શિવ ને મળવા આવતા માણસ પર ચાંપતી નજર રાખે છે,જેને આપેલું કવર તે શિવ ની કેબીન માં શોધવા જાય છે,પણ નિષફળતા હાથ લાગે છે.હવે આગળ...)

મંત્ર એ રોકેલે પ્રાઇવેટ ડિટેકટિવ તેના હરીફો વિશે ખાસ કંઈ માહિતી લાવ્યો નહતો,એટલે જે કાંઈ પણ માહિતી હતી એ તેને વ્યાપાર માં ઉપયોગી હતી પણ તેની મોક્ષા ને લાગતી કોઈ જાણકારી તેની પાસે નહતી.હા..તેને એટલો ચોક્કસ ખ્યાલ આવ્યો કે બધા હરીફો માં દરેક તેનું ખરાબ ઇચ્છનાર તો નથી જ.

તેને આ ઉપરાંત પોતાના પરિવાર અને પાડોશી ની પણ થોડી માહિતી મળી હતી.જેના પરથી એ ખ્યાલ તો આવ્યો કે મોક્ષા ના સ્વભાવ અને પોતાની વર્તુણક થી કોઇ ને તેઓ
સાથે અંગત રાગદ્વેષ નથી.આ બધી બાબત તેને પોતાના માતા પિતા સાથે કરી.તેઓ પણ રાજી થયા.પણ મુખ્ય વાત તો હજી ત્યાં જ છે.મોક્ષા નું અપહરણ કોણે કર્યું?અને શા માટે?મંત્ર ને લાગ્યું કે આટલું ફર્યા પછી પણ પોતે ફરી ત્યાં જ આવી ને ઉભો રહી ગયો.

મોક્ષા ના બંને બાળકો પોતાની મમ્મી વગર વારે વારે રડી પડતા,અને ફરી એકબીજા ને સમજાવી પણ દેતા.મંત્ર તેમની આવી હરકતો જોઈને વધુ દુઃખી થતો.તેને એ લોકો પર ખૂબ ગુસ્સો આવતો જે ને મોક્ષા નું અપહરણ કર્યું .તેને ફરી અભી ને ફોન કર્યો.

સોના ને થયું કે પોતે ભાઈ ની કેબીન વિશે આટલું જાણતી હોવા છતાં કેમ આવી ભૂલ કરી બેસી.તે પોતાની જગ્યા એ કામ તો કરતી હતી,પણ તેનું મન પેલા કવર માં હતું.ત્યાં જ શિવ બહારથી આવ્યો અને તેને તરત જ સોના ને બોલાવી.

હા શિવું તે મને બોલાવી.સોના ને થયું પ્રેમથી વાત કરવાથી કદાચ શિવ ઓછો ગુસ્સે થાય.પણ શિવ ને તો જાણે કાઈ જ ફેર પડતો ના હોય એમ બોલ્યો.

કેમ મારા કેબીન ની તલાશી લેતી હતી?તને શું થયું એટલે મહત્વ ના કાગળ હું એમ જ રાખી દઈશ!તને મારા પર શંકા છે?કે પછી કોઈ અવિશ્વાસ?ક્યાંક તને એવું તો નથી લાગતું ને કે મોક્ષા ના અપહરણ પાછળ મારો જ હાથ છે?

સોના તો શિવ ના આવા વર્તનથી ડઘાઈ ગઈ.તે કઈ બોલે એ પહેલાં જ શિવે તેના ડ્રોવર માંથી એક કવર કાઢી ને તેને બતાવ્યું.જે જોઈ ને સોના ની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.કેમ કે તે ફોટા માં તે અલી અને રાજ કેફે માં બેઠા હતા.તેને શિવ સામે ગુસ્સામાં જોયું.

તું મારી જાસૂસી કરાવે છે?કેમ!મારી જાસૂસી કરાવવાની તને શું જરૂર પડી!કે પછી તને શંકા છે કે મોક્ષા ના અપહરણ પાછળ હું જવાબદાર છું?બોલ ભાઈ.

શિવે એકદમ ઠંડા કલેજે કહ્યું.સરખું જો ફોટા મા તું એકલી નથી,તારી સાથે આ બંને પણ છે.

હા પણ એ બંને તો આ કેસ માં કામ કરે છે!તો એના પર શું કરવા શંકા?

હું એ બંને ની વાત નથી કરતો!શિવે ફરી એક માર્મિક હાસ્ય સાથે કહ્યું.

અને તે ત્રણેય જ્યાં બેઠા હતા તેની પાછળ કોઈ બે વ્યક્તિ એવી રીતે બેઠી હતી,જાણે તેમની વાતો સાંભળતી હોઈ.શિવે તેની તરફ આંગળી ચીંધી.ત્યારબાદ તે બધા મોક્ષા ના અપહરણ પછી પહેલી વાર જ્યાં મળેલા તે કાફે નો ફોટો બતાવ્યો.તો તેમાં પણ પેલા બંને માણસો તેમની આસપાસ જ બતાવ્યા.

એટલે.....એટલે..આ લોકો આપડો પીછો કરી રહ્યા છે.તો શું આમાંથી જ કોઈ કિડનેપર છે??સોના બીક ની મારી થોથવાઈ ગઈ.તેને પરસેવો વળવા લાગ્યો.શિવે તેને આરામથી બેસાડી અને પાણી આપ્યું,અને શાંત રહેવા કહ્યું.
એક તરફથી જોઈએ તો હા,અને બીજી તરફથી ના.કેમ કે આ લોકો એ તારો કે મારો ક્યાય પીછો નથી કર્યો.આ લોકો રાજ કે અલી બે માંથી એક નો પીછો કરે છે,કા તો તે બંને નો!!મને પાકી ખાતરી નથી.પણ હોઈ શકે આ બંને કેસ સાથે સંકળાયેલા હોઈ એટલે તેમનો પીછો થતો હોય.

તો તો આપડે તરત જ રાજ અને અલી ને જાણ કરવી જોઈ.સોના હાંફળી ફાફળી તેનો ફોન લેવા ઉભી થઇ,પણ શિવે તેને રોકી.

જો એ લોકો આમનો પીછો કરશે,તો જ આપડને ખબર પડશે કે તેઓ કોણ છે,અને શું કરવા આમનો પીછો કરે છે.
એટલે હમણાં આ વાત આપડા બે સિવાય કોઈ ને જાણ ના થવી જોઈ.શિવે સોના ની આંખ માં જોઈ મક્કમ સ્વરે કહ્યું.

(કોણ છે એ લોકો જે રાજ કે અલી,કે પછી તે બંને નો પીછો કરે છે?શું શિવ ની આ માહિતી ખરેખર આ કેસ માં ઉપયોગી થશે કે પછી આશા ઠગારી નીવડશે?જોઈએ આવતા અંક માં..)

✍️ આરતી ગેરીયા