Tha Kavya - 97 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૭

વિરેન્દ્રસિંહ જ્યારે મહેક ને પરી નાં રૂપમાં જુએ છે તો પોતાનો હોશ ખોઈ બેસે છે. પહેલી નજરમાં વિરેન્દ્રસિંહ ને મહેક નજરમાં વસી ગઈ હતી પણ આજે આટલી સુંદર અને પરી ને જોઈને તે મનમાં એવી કામના કરવા લાગ્યા કે કાસ આ પરી મારી જીવનસંગિની હોય.

મહેક પરી આ બંગલા માંથી તેના પરીઓના દેશમાં જાય તે પહેલાં. વિરેન્દ્રસિંહ એક વિનંતી કરે છે. હું તમારી મદદે આવ્યો તે મારુ એક કર્તવ્ય હતું પણ તમારું પણ એક કર્તવ્ય બને છે કે મારી મદદે આવવવાનું.!

શું મદદ કરી શકું તમારી.! મહેકે વિરેન્દ્રસિંહ ને સહજ રીતે પૂછ્યું. મહેક નાં મનમાં અત્યારે ગુરુમાં દેખાઈ રહ્યા હતા કેમકે આજે તેણે ગુરુમાં એ સોંપેલું કામ પૂરું પાડ્યું હતું. પણ વિરેન્દ્રસિંહ મારી મદદ કરી છે એટલે મારે પણ તેની મદદ કરવી જોઈએ આ સમજી ને તે વિરેન્દ્રસિંહ ને પૂછે છે. તમારે મારી શું મદદ જોઇએ છે.!

વિરેન્દ્રસિંહ પાસે બધું જ હતું. એવી કોઈ મુશ્કેલી ન હતી કે મહેક ની કોઈ જરૂર પડે પણ તેઓ મહેક ને દિલથી ચાહવા લાગ્યા હતા એટલે તેની સાથે થોડો સમય સાથે રહેવા માટે તેમણે મદદ નું બહાનું બતાવ્યું હતું. હવે મદદ શું દર્શાવી એ વિરેન્દ્રસિંહ વિચારવા લાગ્યા હતા.

વિરેન્દ્રસિંહ શું વિચારી રહ્યા હતા તે મહેક ને ખ્યાલ હતો. તે એ પણ જાણી ગઈ હતી કે તેઓ મારી સાથે થોડા દિવસ રહેવા પણ માંગે છે પણ અત્યારે તેને પરીઓ નાં દેશમાં જવાની ઉતાવળ હતી અને વિરેન્દ્રસિંહ નું દિલ પણ તોડવા માંગતી ન હતી એટલે વચ્ચે નો રસ્તો કર્યો. ઘણા દિવસ ને બદલે વિરેન્દ્રસિંહ સાથે બે દિવસ સાથે રહેવાનું મનમાં નક્કી કર્યું ને વિરેન્દ્રસિંહ ને મહેક કહે છે.

કુંવર મારે પરીઓના દેશમાં જવું તો પડશે પણ હું તમારી સાથે થોડો સમય રહીશ. અને તમે કહેશો તેમ હું કરીશ. આ તમારી મદદ સામે મારી મદદ રહેશે.

મહેક ની આ વાત સાંભળીને કેટલો સમય સાથે રહેશે તે વિચાર કર્યા વગર તે જેટલો સમય મારી સાથે રહેશે તે મારા માટે પ્રેમભર્યા દિવસો સમાન હશે એમ માનીને મહેક ને કહે છે ચાલ મહેક આપણે હવે ઘરે જઈએ.

વિરેન્દ્રસિંહ સાથે મહેક ચાલતી થઈ. બંગલામાં હવે શાંતિ છવાઈ ગઈ હતી. હવે ત્યાં કોઈ જ રહ્યું ન હતું. અંધારું પણ ઘણું હતું એટલે વિરેન્દ્રસિંહે મહેક નો હાથ પકડ્યો ને બંને ચાલતા થયા. મહેક નો હાથ પકડવાની સાથે જ જાણે કોઈ ઊર્જા નો સંચય થયો હોય તેમ શરીર પર ઝણઝણાટી થઈ. કોઈ શક્તિ તેના શરીરમાં પ્રવેશ થયો હોય તેમ વિરેન્દ્રસિંહ ને મહેસૂસ થવા લાગ્યું. સાથે મહેક પર પ્રેમ પણ આવવા લાગ્યો.

બંને ચાલતા ચાલતા મહેલ તરફ આગળ વધ્યા. હજુ સવાર થયું ન હતું. શહેરમાં માણસ ની કોઈ ચહેલ પહેલ જોવા મળતી ન હતી. ધીરે ધીરે બંને મહેલમાં પહોચ્યા. વિરેન્દ્રસિંહ આજ જે રીતે મોડી રાત સુધી જાગ્યા હોય તેવી એક પણ રાત જાગ્યા ન હતા એટલે થાક ને કારણે તે પોતાના રૂમમાં મહેક ને લઇ જઇને ત્યાં બેડ પર સુઈ ગયા. મહેક તો પરી હતી એટલે તેને કોઈ ભૂખ, તરસ કે ઊંઘ ન હોય. એટલે તે વિરેન્દ્રસિંહ નાં રૂમમાં સુવાને બદલે વિરેન્દ્રસિંહ નું માથું પોતાના ખોળામાં રાખી ને ધ્યાનમાં બેસી ગઈ.

વિરેન્દ્રસિંહ ને હવે મહેક નાં પ્રેમનો અનુભવ થવા લાગ્યો. પણ તે પ્રેમનો અહેસાસ વધુ સમય મહેસૂસ કરે તે પહેલા તેને ઊંઘ આવી જાય છે.

સવાર થતાં બંને જાગી જાય છે. અને તે સવારે બંને તૈયાર થઈને બહાર ફરવા નીકળી જાય છે. વિરેન્દ્રસિંહ તેમના ગમતા ગાર્ડન માં મહેક ને લઇ જાય છે. ને હાથમાં હાથ નાખીને આખું ગાર્ડનમાં ચક્કર લગાવી એક જગ્યાએ બેસીને ખૂબ વાતો કરે છે. બંને જાણે કોઈ પ્રેમીઓ હોય તેમ નજીક અને પ્રેમાળ વાતો કરતા હતા.વિરેન્દ્રસિંહ તો જાણે મહેક ની આંખોમા ખોવાયેલ હોય તેમ તેની સામેથી નજર હટાવતા જ ન હતા.

વિરેન્દ્રસિંહ જેવું ઈચ્છતા હતા તેવું જ મહેક તેમની સાથે કરી રહી હતી. મહેક નું આવુ વર્તન જોઈને વિરેન્દ્રસિંહ પણ સમજી ગયા હતા કે મહેક પણ મને પ્રેમ કરવા લાગી છે. એટલે વધુ સમય ન વેડફતા તે મહેક સામે તેનો પ્રેમ નો પ્રસ્તાવ મૂકે છે.

શું વિરેન્દ્રસિંહ નો પ્રેમ નો પ્રસ્તાવ મહેક સ્વીકાર કરશે. શું હવે મહેક આ શહેરમાં જ રહેશે કે પરીઓના દેશમાં જતી રહેશે. આ બધું જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ...