Tha Kavya - 99 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૯

મહેક પરીઓના દેશમાં આવી એટલે ગુરુમાં અને બીજી પરીઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેક પર શક્તિઓનો વરસાદ ગુરુમાં વરસાવવા લાગ્યા. કાવ્યા સામે મહેક આગળ વાત કરતા કહે છે. તે દિવસ પછી મને વિરેન્દ્રસિંહ ની બહુ યાદ આવવા લાગી હતી. હું તેને ભૂલી શકતી ન હતી પણ ત્યાં જવા માટે ગુરુમાં ની પરવાનગી લેવી જરૂરી બનતી હતી. મારી પાસે તે શહેરમાં જવા માટે કોઈ બહાનું ન હતું. એટલે થોડા દિવસ એમ જ ઉદાસ થઈ ને સમય પસાર કરતી રહી.

એક દિવસ મારાથી રહેવાયું નહિ ને હું ગુરુમાં ની પરવાનગી વિના પરીઓ નાં થી નીકળી ગઈ વિરેન્દ્રસિંહ ને મળવા. વિરેન્દ્રસિંહ પણ મારા વિરહમાં તડપી રહ્યા હતા. રોજ મને યાદ કરીને અમારા પ્રેમ ને મજબૂત બનાવી રહ્યા હતા. હું તેમની સામે પ્રગટ થઈ. તે સમયે વિરેન્દ્રસિંહ પોતાના રૂમમાં બેઠા બેઠા મને જ યાદ કરી રહ્યા હતા. મને જોઈને તેઓ ઊભા થઈ ગયા અને ગળે વળગી ને રડવા લાગ્યા.

આટલો બધો વિરહ આપ્યો તેનું મને બહુ દુઃખ થયું છે પણ ફરી પાછી આવી છે તે વાતથી મારો બધો વિરહ ક્ષણ ભરમાં ગાયબ થઈ ગયો. હવે તું તને ક્યાંય નહિ જવા દવ કહીને મહેક ને વિરેન્દ્રસિંહ ભેટી રહ્યાં.

વિરેન્દ્રસિંહ ને મળવાથી મહેક પણ ખુશીથી પાગલ થઈ ગઈ હતી. પણ ગુરુમાં ની જાણ બહાર હું અહી આવી તે વાત ને જાણ ગુરુમાં ને ખબર પડશે તો મારું શું થશે તે મહેક ને થોડી ચિંતા જરૂરથી થઈ હતી પણ પ્રેમ મળ્યો તે ખુશી સામે પેલી ચિંતા પછી ગાયબ જ થઈ ગઈ.

મહેક ની વાત સાંભળી રહેલી કાવ્યા આગળ પૂછે છે. આગળ શું થયું મહેક..? પ્રેમ તો મળી ગયો તો તને સજા કેવી રીતે થઇ..!

મહેક આગળ વાત કરતા કહે છે. તે દિવસ પછી અમે ઘણા દિવસો સાથે રહ્યા અને એકબીજાને ખૂબ જ પ્રેમ કર્યો. વાત જયારે અમારા લગ્નની આવી ત્યાં મારી પર પહાડ તૂટી પડ્યો. અચાનક હું એકલી રૂમમાં બેઠી હતી ને ગુરુમાં ત્યાં પ્રગટ થયા.

ગુરુમાં ને આમ અચાનક મારી સામે જોઇને હું ગભરાઈ ગઈ પણ થોડો હસતો ચહેરો કરીને મે તેમને પ્રણામ કર્યા. તેમણે મને કોઈ આશીર્વાદ આપ્યા નહિ પણ તેમના ચહેરા પર ગુસ્સો આવવા લાગ્યો. આ જોઈને મને અંદાજો આવી ચૂક્યો હતો કે મે પરીઓ નાં નિયમ વિરૂદ્ધ પગલું ભર્યું છે એટલે મને સજા તો અવશ્ય થશે જ.

ગુરુમાં મારી પર ગુસ્સે થઈને બોલ્યા.
મહેક અહી શું કરવા આવી છે. અને આ મહેલ કોનો છે.?
મહેક ને ખબર હતી કે ગુરુમાં બધું જાણી ચૂક્યા છે છતાં મારી પાસેથી જાણવા માંગે છે. મહેક ને ખોટું બોલવું યોગ્ય ન લાગતાં તેણે ગુરુમાં સામે સાચે સાચું બોલી ગઈ.
હું આ મહેલમાં કુંવર સાથે પ્રેમ કરું છું એટલે હું તેમને મળવા આવી છું.

ગુસ્સે ભરાયેલા ગુરમાં બોલ્યા.
"મહેક તને ખ્યાલ છે ને તું એક પરી છે અને પરી ક્યારેય પ્રેમ કરી શકે નહિ." એટલે તારી આ ભૂલ ને કારણે હું તને સજા આપુ છું.

ગુરુમાં ની કઠોર વાણી સાંભળીને મહેક તેમના પગે પડીને આજીજી કરવા લાગી.
મને માફ કરી દો...ગુરુમાં... મને માફ કરી દો...

પણ ગુરુમાં મહેક ને માફ કરવા તૈયાર ન હતા. કેમકે તેણે કોઈ સામાન્ય નહિ મોટી ભૂલ કરી હતી. જો આજે મહેક ને માફ કરી દે તો કાલે સવારે બીજી પરીઓ પણ પ્રેમ કરતી થઈ જાય. પણ ગુરુમાં એટલી મોટી સજા આપવા ન માંગતા હતા કે પરીઓ ને કોઈ તકલીફ થાય એટલે મહેક ની આ મોટી ભૂલ ને કારણે ગુરુમાં તેને શ્રાપ આપે છે.

આગળ વાત કરતા મહેક કહે છે. કાવ્યા.. ગુરુમાં નાં શ્રાપના કારણે હું તને હિમાલય નાં એક પર્વત પર મળી હતી અને ત્યાં તપસ્યા કરતી રહી.

કાવ્યા હજુ આગળ શું થયું તે જાણવા મહેક ને પૂછે છે. મહેક પછી આગળ કોઈ ઘટના બની કે શું...?

જવાબ આપતા મહેક કહે છે. ના ત્યાર પછી હું તારા કારણે શ્રાપ માંથી મુક્ત થઈ અને પછી મે તને રીંગ નું કામ સોંપ્યું.

મહેક ને પ્રેમની આટલી મોટી સજા સાંભળી ને કાવ્યા નાં મનમાં પણ થોડો ડર પેસી ગયો. તેને પણ થયું જો મારા પ્રેમ વિશે ગુરુમાં ને ખબર પડશે તો મને પણ શ્રાપ આપશે.

શું હવે જીતસિંહ સાથે નો પ્રેમ ભૂલી જશે.? મહેક ને પોતાનો વિરેન્દ્રસિંહ પાછો મળી જશે તે જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ...