Me and my realization - 42 books and stories free download online pdf in Gujarati

હું અને મારા અહસાસ - 42

ફક્ત કહેવાથી વફા થઇ જાય છે?
ચૂપ રહેવાથી જફા થઇ જાય છે?

હીર રાઝા લૈલા મજનૂ હું ને તું,
પ્રેમની વાતો કથા થઇ જાય છે.

મોકળા આકાશમાં પંખી ઉડે,
બાળકોની વારતા થઇ જાય છે.

  *************************************

ચાલો ઉજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે,
નાટક ભજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે.

જીંદગીના રંગમંચ પર બદલાય પાત્રો,
ગાથા સર્જીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે.

  *************************************

જિંદગીમાં જે દિવાનો હોય છે,
જગમાં તેનો જમાનો હોય છે.

નીજ મસ્તીમાં જે ખોવાયેલ તે,
રાત ને દીવસ મજાનો હોય છે.

  *************************************

વિશ્વ રંગમંચ દિવસ
મુક્તક
જિંદગીને રંગમંચો પર વિતાવી,
પેટ ભરવાને ધમાલો ખુબ મચાવી.

રંગલા ને રંગીલીનો ખેલ કર્યા,
આસુંઓને પીને મહફીલો સજાવી.
૨૩-૩-૨૦૨૨

  *************************************

વાત ના તારી હતી, વાત ના મારી   હતી
વાત ના આપણાં બન્ને ની હતી


  *************************************

તરહી પંક્તિ 
આંખમાં ચિત્ર દોરી ગયા તે ગયા,
અધવચ્ચે આમ છોડી ગયા તે ગયા.

લાગણીઓ અમારી તે તરછોડીને,
દિલ અમારું એ તોડી ગયા તે ગયા.

"માં" યશોદાને ફરિયાદ રાધા કરે
માટલી મારી ફોડી ગયા તે ગયા.

પ્રેમમાં સાથ સાથે રહેશું સદા ,
તાર હૈયા ના જોડી ગયા તે ગયા.

સાથ સાથે રહીશું વચન તોડીને,
હાથ છોડીને દોડી ગયા તે ગયા.
૧૯-૩-૨૦૨૨


  *************************************

પારકી પંચાતમાં પડવું નથી,
કોઈને ક્યારેય નડવું નથી.

  *************************************

વાત દિલની દિલ સુધી પહોંચે તો
સારું,
તાર દિલના દિલ સુધી જોડે તો
સારું.

હાથ જોડીને વિનંતીઓ કરે છે
સખી,
હાથમાં આ હાથ એ રાખે તો
સારું.

રાહ જોઈ બેઠા છીએ રાત દિવસ
મૌન તોડી રાઝે દિલ ખોલે તો
સારું.


  *************************************

એ જ એની ને મારી કહાની હતી, 
ને અમારી તો સરખી જવાની હતી.

આંધળી દોટ મૂકી હતી પ્રેમમાં,
માનો ના માનો ભૂલો તમારી હતી.

દરબદર જ્યાં જુઓ ત્યાં લગાતાર બસ,
લોકોના મોઢે વાતો અમારી હતી.

એક પણ ચકલું જ્યાં હોય ના ઊડતું  ને,
ભરબપહોરે ત્યાં શાહી સવારી હતી.

ભાન ભૂલી કહે વાત હૈયાની એ,
જીભના ગાંડપણની લવારી હતી.

પોતપોતાના અભિમાનમાં બે જણે,
પ્રેમની એકરારી નકારી હતી.

છત ઉપર એકલાં મળવાની જો સખી,
તારી એ  જીદ મુસલસલ નઠારી હતી.
૭-૨-૨૦૨૨

*************************************


જરાક જેટલું મળ્યું, નિભાવતો રહ્યો સતત,
ને મન મનાવી જિંદગી, ચલાવતો રહ્યો સતત.

દિશા મને ખબર નથી, ખુદા ભરોસે હું રહ્યો,
નસીબ જ્યાં લઈ ગયું ત્યાં ચાલતો રહ્યો સતત.

જવાબદારીઓ ઘણી, ને દોડનાર એકલો,
ભગાવતા રહ્યાં મને ને ભાગતો રહ્યો સતત.

હતા ઘણાં બધાં વિઘ્ન, છતાં પણ હામ રાખીને,
ટુંકા મગજના માનવીને માપતો રહ્યો સતત.

સુખી થવાની લાલસાઓ ઈચ્છાનો ઢગલો મોટો છે,
જીવનની ભાગદોડમાં, હું જાગતો રહ્યો સતત.
૦૬ -૦૩ -૨૦૨૨

  *************************************

વિકટ હતી ઘડી છતાં ય ફૂલ પાંગરી
ગયું,
સવારે તે જો ખાલીખમ બાગને ભરી
ગયું.

  *************************************

સમાન શબ્દ લાગે પણ જુદા જ અર્થ
થાય છે, 
ને શબ્દો ભેગા તો જ કવિતાઓ લખાય છે.
22-0૨-૨૦૨૨

  *************************************

જળ જેવું હોય આંસું છતાં આસું જળ નથી,
હૈયું કળી શકાય ના એવું અકળ નથી.

આસું વહે છે યાદમાં તારી સતત સખી,
આંખોમાં મારી છે પણ તે આકળ વિકળ નથી.

હું ક્યાં કહું છું રોજ મળો, ને જુદાઈ માં,
કાયમ ભરેલી હોય, તે આંખો સજળ નથી.

૨.

પાણી ઉપર ચલાય નહીં એ ખબર હતી,
ને ચાલવું છતાં પણ તે દવાની અસર હતી.
૧૯-૨-૨૦૨૨

  *************************************           

 

ચાલો ઉજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે,

નાટક ભજવીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે.

 

જીંદગીના રંગમંચ પર બદલાય પાત્રો, 

ગાથા સર્જીએ વિશ્વ રંગભૂમિ દિવસ આજે.

  ************************************* 

 

   જામ સમજીને સનમ તું પીને પાણી,

   પ્યાસ છે તો લે સજન તું પીને પાણી.

 

    આકરી છે આજની ગરમી ધીકતી,

    ફ્રીજનું ઠંડું બલમ તું પીને પાણી.  

  *************************************

    લાગણીઓ ગઇ બધી પાણીમાં જો,

    વાદળીઓ ગઇ બધી પાણીમાં જો.

    

    છે બહું તરસી ઘણાં વર્ષોથી એ, 

    પાંદળીઓ ગઇ બધી પાણીમાં જો.  

      *************************************

 

મળીને પણ મળી શકાયું નહી, આમ તે કંઇ હોય!

હૈયું અમારું ખોલી શકાયું નહી,આમ તે કંઇ હોય!

 

  *************************************

 

જામ

 

આંખમાંથી જામ છલકે છે જુઓ,  

યાદમાંથી જામ છલકે છે જુઓ. 

 

ચાંદનીમાં તરબતર થઈને હવે,  

રાતમાંથી જામ છલકે છે જુઓ.  

 

છે નશો આજે મિલનનો કઈ જુદો, 

વાતમાંથી જામ છલકે છે જુઓ. 

 

રાતોની રાતો વિતાવે રાહ માં, 

સાથમાંથી જામ છલકે છે જુઓ. 

 

ને જરા અમથા એ સ્પર્શી શું ગયા, 

હાથમાંથી જામ છલકે છે જુઓ. 

૬ -૨-૨૦૨૨ 

 *************************************

 

 

આખરે એ સત્ય પણ સમજાય છે, 

છે અલગ તે, ને અલગ દેખાય છે. 

 

રાહ જોતી હોય એવી કામિની, 

આંખમાં વસવાટનું મન થાય છે. 

 

છોકરો છે તું ખરેખર ભોળિયો, 

આખે આખો હાથ ક્યાં પકડાય છે. 

 

વાત સૌએ  જાણવી આ જોઈએ, 

જંગ અમથી વાતમાં સરજાય છે. 

 

છો હૃદય ચૂમ્યાં કરે આઠે પ્રહર, 

આંખમાં જો ત્યાં અમી છલકાય છે. 

૩-૨-૨૦૨૨ 

 

  *************************************

 

વાત

અહીંથી

અટકે તો

સારું રહેશે

નહીંતર

બહુ જ

ખોટું

છે..

૫-૨-૨૦૨૨ ૫.૩૪ am

  *************************************

 

ભાર લાગે શરીરનો હવે શું કરું? 

તાપ લાગે ફકીરનો હવે શું કરું?

 

છે ઘરાકો ની લાંબી કતાર ને, 

ફોન આવે હરીફનો હવે શું કરું?

 

 

  *************************************

 

ભર વસંતે જોને મોહર્યો છે અહીં કેસૂડો ને,

દિલ ગુલાબી વાછટોથી ભીંજવી હોળી રમી. 

 

  *************************************