jajbaat no jugar - 28 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 28



પ્રકરણ ૨૮
કલ્પનાની શ્વાસની ગતિ એટલી બધી વધી ગઈ કે તેને પાણીના માટલા તરફ ઝડપથી દોડી પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ. એટલાંમાં રીંગ પૂરી થઈ ગઈ. ફરીથી એ જ નંબર પરથી કોલ આવ્યો. આ વખતે ઉંડો શ્વાસ લઈ મન અને મગજ બંનેને શાંત રાખી રીંગ વાગવા દીધી. જેવી રીંગ પૂરી થઈ તુરંત જ વિરાજને કોલ કર્યો ને કહ્યું આ બોસ કોણ છે હેં, મારે એની સાથે વાત નથી કરવી ને એ ઘડીકેન ઘડીકે ફોન કરે છે. હજુ કહું છું જે વાત હોય તે મને કહો નહીં તો હું તેમને તમારો નંબર આપી દઉં છું. 'હાલ્લો સાંભળ હું સીટીની બહાર છું પણ આ વાત કોઈને ન કહેતી ઓકે હું એક બે દિવસમાં આવી જઈશ' વિરાજ ફટાફટ બોલી કોલ કટ કરી દીધો.
કલ્પનાના કાનમાં એ માણસના શબ્દો ગૂંજી રહ્યા હતા.
એક સ્ત્રી પુરુષના દરેક અંદાજ ને સાંભળીને જ સારી રીતે સમજી શકે છે કે પુરુષ ન બોલે છતાં સમજાય જાય છે.
'પછી તે શબ્દો હોય કે સહાનુભૂતિ, સ્પર્શ કે નજર'
આશરે કલાક જેવો સમય થયો હશે ત્યાં એક માણસ તો કલ્પનાના ગેઈટ પર એક વ્હાઇટ ફૂલ સ્લીવ શર્ટ બ્લ્યુ ડેનીમ જીન્સ આંખો પર બ્લેક ગોલ્ડન ફ્રેમ ગોગલ્સ હાથમાં મોંઘીદાટ વોચ પગમાં સ્પોર્ટ્સ શૂઝથી બુલેટને બ્રેક લગાવી બુલેટની સવારી પરથી ઉતરી સીધું જ પોતાના કાંડા ઘડિયાળ તરફ નજર નાંખતા પુછ્યું
'લક્ષ્મણ અંહિયા રહે છે ?'
હં..હા...હા અ....અં....અંહી રહે છે પણ અત્યારે ઘરે નથી બહાર ગામ ગયા છે' કલ્પનાએ થોથવાતા થોથ‌વાતા જવાબ આપ્યો અને ખુલ્લી જગ્યામાં પણ કપાળે પરસેવો બાઝેલો લૂછતાં પુછ્યું અ...આ..આપ કોણ ?
'ઓળખાણ પડી કે 'કોલર સરખો કરતાં કરતાં પેલો માણસ બોલ્યો.
એની નજર અને એની બોલવાની ઢબ પરથી કલ્પનાએ એમને તુરંત જ ઓળખી ગઈ 'હાં થોડીવાર પહેલાં મોબાઈલ પર વાત થઇ હતી તે જ ને ' બેંગોલી સાડીનો છેડો કમરમાં ખોસતા બોલી.
ક્યારે આવશે લક્ષ્મણશેઠ? મોબાઈલ ઓન છે છતાં તમે ન ઉપાડ્યો તો મને થયું લાઉ લટાર મારું ને લક્ષ્મણ શેઠના ખબર અંતર તો પૂછું.
'એડ્રેસ કોણે આપ્યું' વાળને આંગળી વડે કાન પાછળ સરકાવતાં કલ્પના બોલી. 'જી લક્ષ્મણ શેઠે જ આપ્યું હતું' હાથમાં ચાવીનો ઝૂડો ઘૂમાવતો બોલ્યો.
કલ્પનાએ આવી રીતે એકાંતમાં ક્યારેય કોઈ પુરુષ જોડે વાતચીત કરી ન હતી તો ગભરાતા ગભરાતા જ કહ્યું 'લક્ષ્મણ ઘરે નથી' તો આવે ત્યારે આવજો.
કેમ અમારી આગતાસ્વાગતા નહીં કરો? ગોગલ્સને કપાળ પર ચડાવી અલ્લડ આંખો વડે ઈશારાથી પ્રશ્નાર્થ કરતો પેલો માણસ ફીક્કું બોલ્યો.
આંખોના ઇશારાથી કલ્પના અકળાઈને ગભરાઈ ગઈ. પોતાની નજર નીચી જ રાખીને ઉત્તર આપવો યોગ્ય લાગ્યું. એની નજર થી જ એની કામુકતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. કામુક કિડો વધારે સળવળાટ કરે તે પહેલાં તો અંતરા હાથમાં રમકડું લઈને રડતી રડતી બહાર આવી. એમને ચૂપ કરાવવાની મથામણમાં કરી રહી હતી ને ત્યાં યાદ આવ્યું પેલો પોતાની જાતને બોસ કહી રહ્યો હતો તે ગાયબ થઇ ગયો.

વિરાજ ક્યાં છે અને ક્યારે આવશે, એમની રાહ જોતા જોતા પથારીમાં આડી પડી ક્યારે ગાઢ નિદ્રામાં પોઢી ગઇ ખ્યાલ જ ના રહ્યો.
આશરે રાતના ૧૦ વાગ્યા હશે.
મોબાઈલ રણક્યો ઘોર નિદ્રાધીન અવસ્થા માંથી જાગી કલ્પના પથારીમાં અર્ધ ખુલ્લી આંખે પથારી આમતેમ હાથ ફંફોડતી સ્ક્રીન પર જોયા વગર જ બેઠી થતાં થતાં ' હૈલો કોણ' ગુલાબ સામે છેડે થી મધુર મીઠા અવાજથી સફાળી બેઠી થઈ કલ્પના બોલી 'બોલ બોલ' કેમ આજ યાદ આવી એમને? ઠપકા સાથે લાગણીની ટકોર પણ હતી.
'હાં કેમ અમારે જ યાદ કરાય તમારે નય' સામે ઠપકાનો સૂર હતો.
એવું નથી બેડ પરથી ઉભા થઇ અંતરાની સંભાળ લેતા લેતા જ બોલી. તારા જીજુના કોઈ ઠેકાણા નથી. બે દિવસ થયા હજુ ઘરે નથી આવ્યા.તુ આવી શકે અંહી મારા ઘરે.
પ્લીઝ ફોન પર કંઈ જ નહીં પુછતી હું નહીં કહી શકું.
ગુલાબ કલ્પનાની બાળપણની ફ્રેન્ડ હતી. બેનથી પણ વિશેષ,
સાથે મોટી થઈ, સાથે હરવા ફરવાનું ફરીને લેટ થઇ જાય તો કલ્પનાની પાસે જ સૂઈ જાય. કલ્પનાની ફ્રેન્ડ પણ સ્વભાવે કલ્પનાથી એકદમ વિપરીત. કલ્પનાથી એકાદ બે વર્ષ નાની એટલે સમજદારીથી નાની કલ્પનાની પઢાવેલ જેમ પોપટને પઢાવો તેમ બોલવાની સટાથી માંડીને પહેરવેશ અને જમવાની કળા પણ કલ્પનાનો જ પડછાયો.
દેખાવે ભીનો વાન પણ આંખો અને હોઠની સુંદરતામાં ચાર ચાંદ પાતળી ડોકેથી લાંબી. મીડયમ બાંધો. મોજશોખમાં ઘટે તો જીંદગી બાકી બોલવાની છટા તો કલ્પનાની ટક્કર ન મારી શકે.
'હું સવારે આશરે ૧૧વાગે આવીશ, પણ બધી ડિટેલ્સ ડિપમા જોઈએ હોં....' ગુલાબે કોલ કટ કર્યો.
કલ્પનાએ ખૂબ વિચાર કર્યો કે તેમના સાસુ- સસરાને વાતની જાણ કરવી કે નહીં. વાળનો અંબોડો ગૂંથતી ગૂંથતી વોશરૂમ તરફ જઈ ફ્રેશ થઈ જોયું ૧૧વગ્યા હતાં. એકલી હોવાથી જમવાનો વિચાર ટાળી દીધો. પથારીમાં આડી પડી ઘણીવાર સુધી વિચારતા વિચારતા ક્યારે ઉંઘ આવી ગઇ ખબર જ ન રહી.
વ્હેલી સવારે ૪વાગ્યાના સુમારે અચાનક કલ્પના ઝબકી જાગી આંખ ખુલી ગઈ. પેલો પોતાની જાતને બોસ કહી રહ્યો હતો તે તેના મસ્તિષ્કમાં ઘુમી રહ્યો હતો, એની કામવાસના ભરેલ કીડો લાળો ટપકતી આંખો હજુ પીછો કરી રહી હતી. કામવાસના આટલી હદ સુધી?
વિરાજની યાદ આવી પણ વિરાજ ન આવ્યો. કંયા ગોથાં ખાવાં ગયો હશે....
નક્કી થયેલા સમયે ગુલાબ આવી જ ગઈ
આવતાની સાથેજ "જય શ્રી કૃષ્ણ" કહેતા પ્રવેશ દ્વાર તરફથી સીધી અંતરાને ઉંચકીને બોલી 'મેં પ્રભુ પાસે બહુ પ્રાથના કરી પણ મને ભગવાને દિકરી ન આપી' બે દિકરીઓ બાવીસ જેવા છે. મેં બીજી પ્રસુતિ ફક્ત ને ફક્ત દિકરી માટે જ કરી હતી પરંતુ જોતવુ હોય એવું બધાને નથી મળતું.
પહેલાં ગુલાબે રાહ જોઈ કે કલ્પના કંઈક વાત કહે પરંતુ કલ્પનાએ પહેલ ન કરી એટલે ગુલાબે વિચાર કર્યો મારે જ શરૂઆત કરવી પડશે. ગુલાબે પર્સ માંથી છાપું કાઢી કલ્પનાના હાથમાં પકડાવ્યું અને કહ્યું આ વાંચ. કલ્પનાએ જેવું છાપું ખોલ્યું ને કલ્પના ઢગલો થઇ નીચે પડી ગઈ હોંશ ઉડી ગયા.
વધુ આવતા અંકે
ક્રમશ: