Kidnaper Koun - 20 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 20

(અગાઉ આપડે જોયું કે રાજ અલી અને મંત્ર ને એક ખુફિયા મિટિંગ દરમિયાન મોક્ષા ને શોધવા ગયેલા મકાન વિશે વધુ માહિતી મળે છે.સોના રાજ પાસેથી એ માહિતી મેળવવા માંગે છે કે કિડનેપર ની માંગ શુ છે?પણ રાજ નો ફોન રિસીવ થતો નથી.હવે આગળ...)

ડિટેકટિવે ચેલેન્જ આપ્યા બાદ સોના સતત રાજ ને ફોન કરતી હતી,પણ રાજ અલી અને મંત્ર મિટિંગ મા હોઈ બધા ના ફોન બંધ હતા.સોના ને થોડી ચિંતા થઈ અને પેલા બે માણસો પર શંકા વધી ગઈ. સોના એ તરત જ શિવ ને ફોન કર્યો અને આ વિશે વાત કરી.શિવ પણ ચિંતા માં પડી ગયો,અને તેને પોતાના ડિટેકટિવ ને ફોન કર્યો.

મંત્ર એ ફોન કર્યા બાદ રાજ અલી અને મંત્ર કેસ પર વિગતે ચર્ચા કરતા હતા,ત્યાં જ મંત્ર નો ફોન રણક્યો.

હેલ્લો હા જોશી સાહેબ બોલો ..થોડીવાર વાત કરી ને મંત્ર એ ફોન મુક્યો ત્યારે રાજ અને અલી તેના જવાબ ની ઉત્સુકતા થી રાહ જોતા હતા.

મંત્ર તે બંને ની મનોદશા સમજી ગયો અને કહ્યું.

જોશી જી એ કહ્યું કે એ જમીન જેમની હતી તેમને તેના પેપર્સ ક્લિયર ના થતા,કોઈ મંદબુદ્ધિ ના બાળકો ની શાળા ને દાન માં આપી દીધી છે.કેમ કે કોઈ કૌટુંબિક સમસ્યા હોવાથી એ પેપર્સ ક્લિયર ના થયા,અંતે તેના માલિકો એ આ નિર્ણય લેવો પડ્યો.

માલિકો એટલે એક કરતાં વધુ લોકો નો કબજો હોવો જોઈ!અને હોઈ શકે કે પિતરાઈ ભાઈઓ કે એક સાથે વધુ ભાઈ બહેનો કે પછી કોઈ એકાદું વારસદાર મૃત્યુ પામ્યું હોઈ અને તેના સંતાનો ને લીધે આ સમસ્યા ઉત્પન્ન થતી હોય.અલી એ પોતાને લાગતી બધી શક્યતાઓ વ્યક્ત કરી.

હા એવું જ કંઈક આ કેસ મા છે.મંત્ર એ કહ્યું.

સારું મંત્ર તમે જોશી હસ્તક એ આખી ડિટેલ જાણો, અને હું મારી રીતે એ શોધું છું.આટલું કહી અને રાજ અને અલી ત્યાંથી નીકળી ગયા.

મંત્ર એ ત્યારે પણ ખાસ સાવધાની રાખી કે કોઈ પણ નોકર તેમના વિશે જાણી ના શકે.રાજ અને અલી ત્યાંથી નીકળી ફરી અલી ની ઓફિસે પહોંચ્યા.ત્યાં જ અલી નું ધ્યાન ગયું કે સોના ના ઘણા મિસ્કોલ છે.તેને રાજ ને કહ્યું રાજે પણ પોતાના ફોન માં તેના મિસ્કોલ જોયા,એટલે તેને સોના ને કોલ કર્યો.

હેલ્લો સોના ..

હા રાજ તું ક્યાં છે?અને અલી..અલી તારી સાથે છે?તારો ફોન કેમ બંધ આવતો હતો?,અને અલી નો પણ ફોન નથી લાગતો?સોના એક સાથે ઘણા બધા પ્રશ્ન કરી ગઈ.

શાંત...શાંત સંભાળ હું અને અલી સાથે જ છીએ અને સહીસલામત છીએ.તું કે તારે શુ કામ હતું અમારું?

સોના એ ઉતાવળ માં પૂછવાનું યોગ્ય ના લાગતા સૌથી પહેલા કેસ વિશે આડીઅવળી વાત કરી,અને પછી કિડનેપર ની માંગ વિશે પૂછ્યું.

રાજ ને એની વાત સાંભળી જરા આશ્ચર્ય થયું,પણ સોના પર તેને પૂર્ણ વિશ્વાસ હોઈ તેને બધી વાત કહી,અને તે અને અલી તેને આવેલા ફોન કોલ્સ ની મદદ થી ત45પેલા મકાને ગયેલા તે પણ કહ્યું,એ ઉપરાંત મંત્ર કોઈ નકલી અભી ને મળ્યો તે પણ વાત કહી આ સાંભળી સોના ને વધુ બીક લાગવા મંડી એટલે તેને રાજ ને પેલા બે શકમંદ વિશે વાત કહી,આ સાંભળી રાજ પણ વિચાર મા પડી ગયો.તેને સોના સાથે પછી વાત કરવા કહ્યું.


સોના નો ફોન મૂકી રાજે અલી ને સોના એ કહેલી વાત કહી કે કોઈ આપડો પણ પીછો કરે છે.બંને એ વધુ સાબદા રહેવાની વાત કરી ને રાજ ત્યાંથી પોલીસ ચોકી એ ગયો. રાજ ની નજર હવે આસપાસ માં વધુ હતી.રાજે ચોકી એ પહોંચી ને પહેલું કામ પોતાના ખુફિયા જાસૂસો ને એ મકાન વિશે માહિતી મેળવવાનું સોંપ્યું.ત્યારબાદ મંત્ર ને એને જોયેલા અભી નું સ્કેચ બનવવા તેને ચોકી એ બોલાવ્યો. અને પોતે પણ પોતાની આસપાસ કોઈ શકમંદ દેખાય તો એના પર નજર રાખવાનું શરૂ કર્યું.


મંત્ર ને પોલિસ ચોકી એ બોલાવી અને સ્કેચ આર્ટિસ્ટ ની મદદ થી સ્કેચ બનવડાવ્યું.ત્યારબાદ રાજે તે દરેક ચોકી માં મોકલી અને તેના વિશે પૂછપરછ કરવાનું ચાલુ કરી દીધું જોશી કે કોઈ બીજી જગ્યાથી હજી પેલા મકાન વિશે કોઈ સમાચાર નહતા આવ્યા.અંતે રાત થતા રાજ ઘરે જવા નીકળ્યો અને રસ્તા માં...

સોના એ આપેલી બાતમી પછી રાજ શું એકશન લેશે?
મંત્ર જે વ્યક્તિ ને મળ્યો હતો તેનો આ કેસ સાથે શુ સંબંધ હશે?અને પેલા મકાન ની માલિકી કોની હશે?રાજ સાથે રસ્તા માં શું થયું હશે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...