Kidnaper Koun - 24 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 24

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

કિડનેપર કોણ? - 24

(સ્મિતશાહ ને મળી ને રાજ પાછો વળે છે,ત્યારે કાફે માં તેને જોયું કે કોઈ તેનો પીછો કરે છે.રાજ એને એક ઘર માં લઇ ને તેની પૂછપરછ કરે છે.આ તરફ શિવ હવે રાજ ને પોતાને જાણ છે એ દરેક વાત કરવા માંગે છે.હવે આગળ...)

રાજે હવે પેલા બંને ની રિમાન્ડ ચાલુ કરી હતી,પણ તેમનો જે મોટો વ્યક્તિ હતો તેને રાજ ને ના મારવાની આજીજી કરી.પણ બંને મા જે નાનો હતો,તે તો રાજ ની કોઈ જાત ની પરવા વગર આરામથી ઉભો હતો.એટલે રાજે પેલા ને જ પૂછ્યું કે કોને તમને મારી પાછળ મોકલ્યા છે સાચું કહો નહિ તો મારી મારી ને ખરાબ દશા કરી નાખીશ.

એટલે પેલો બોલ્યો,સાહેબ કોણ છે એ ખબર નથી. અમને તો ખાલી ફોન આવે છે,અને પૈસા મળી જાય છે.બાકી ના તો એમનું નામ ખબર છે,ના તો અમે એને રૂબરૂ જોયા છે.

ક્યાં નંબર પરથી ફોન આવે છે,મને બતાવો.એમ કહી ને રાજે હાથ લંબાવ્યો.પણ પેલા બીજા એ ફોન આપવાની ના કહી દીધી.એટલે રાજે એક થપ્પડ મારી,પણ તે તો મૂઢ ની જેમ હસતો હસતો ઉભો રહ્યો.રાજે જોયું એ ઉમર માં લગભગ વિસ બાવીસ વર્ષ નો યુવાન હતો,અને એનું શરીર પણ ભારી છતાં સ્ફૂર્તિલું હતું.તે હસ્યો એટલે રાજ ને વધુ ગુસ્સો આવ્યો,રાજ તેને મારવા આગળ વધ્યો,પણ ફરી પેલો આધેડ વચ્ચે આવી ને કરગરવા લાગ્યો.પણ રાજે તેને એક તરફ હડસેલી અને પેલા તરફ આગળ ધસ્યો.

રાજે તેને ફરી એક જોરદાર થપ્પડ મારી,તેના મોમાંથી લોહી વહેવા લાગ્યું,પણ હજી તે હસતો જ હતો.તેની આવી દશા જોઈ પેલા આધેડે કહ્યું.સાહેબ એને ના મારો એ તો ગાંડો જ છે,ફકત મારી સાથે આવે છે,અને ફોન એને બહુ ગમે એટલે કોઈ ને આપતો નથી.હું તમને હમણાં ફોન માંથી તે નંબર આપું પણ કોઈ ફાયદો નથી તે દરેક વખતે અલગ અલગ નંબર માંથી ફોન કરે છે.

રાજ આ સાંભળી છકક થઈ ગયો,કે તેની પર નજર રાખનાર આટલી સામાન્ય વ્યક્તિ કેમ?તેને પેલા ને છોડી દીધો એટલે આધેડ તેની પાસે ગયો,એને સમજાવી પટાવી ને ફોન કઢાવ્યો,રાજ આ બધું જોઈ રહ્યો હતો.તેને હજી એ નહતું સમજાતું કે આ કોણ હોઈ શકે!

પેલા એ રાજ ને ફોન આપ્યો,એટલે રાજે તે ફોન એક કોન્સ્ટેબલ ને આપી તેની બધી ડિટેલ ચેક કરવાનું કહ્યું.અને આધેડ નું નામ પૂછ્યું.

સાહેબ મારું નામ રવજી છે.હું એક શાળા ની બહાર ચોકીદારી કરતો હતો,સમય જતાં હું એ કામ કરવામાં અક્ષમ થયો,એટલે મને કામેથી છૂટો કરવામાં આવ્યો.એક દિવસ એક માણસે મને કહ્યું કે તમારે કામ કરવું છે,મેં હા કહેતા એને મને તમારો અને બીજા બે ચાર લોકો નો ફોટો બતાવ્યો અને કહ્યું કે આમની પર નજર રાખવાની છે.તે ક્યાં જાય,શુ કરે એ બધી માહિતી અમને આપવાની.મને આમપણ જાસૂસી કરવાનો શોખ હોય અને ઘર માં ચૂલા ઠંડા હોઈ મેં તરત હા કહી,એટલે તેને મને આ ફોન આપ્યો,અને કહ્યું કે આમાં અમારા શેઠ નો ફોન આવશે તે કહે એમ કરજો.સારા રૂપિયા આપશે.બસ ત્યારબાદ તે માણસ નથી જોયો.અને અમને કામ ન રૂપિયા ઘરે પહોંચી જાય છે.તો અમે કોઈ ને જોવા પણ નથી માંગતા.રવજી વાત કરતા કરતા હાંફી રહ્યો હતો.

તો આ આ કોણ છે તમારી સાથે?રાજે પેલા યુવાન તરફ ઈશારો કરતા પૂછ્યું.

એ તો એક અનાથ છે,હું જે શાળા માં ચોકીદારી કરતો હતો,ત્યાં જ રહેતો અને ભણતો.પણ ખબર નહિ મારી સાથે ગયા ભવ ની કોઈ પ્રીત બંધાઇ હોઈ એ મને મુકતો જ નથી,મારી નોકરી છૂટ્યા પછી એ મારા ઘરે આવી જતો,હું સમજાવી ને પાછો શાળા એ મૂકી આવું તો ફરી બીજા દિવસે પાછો આવી જતો.અને એટલે જ અત્યારે પણ એ મારી સાથે જ છે.બાકી લોહી નો તો કોઈ સંબંધ આની સાથે નથી.રવજી તેની માથે પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો.
રાજ ને એ સાંભળી ને આશ્ચર્ય થયું કે કોઈ સાવ સામાન્ય વ્યક્તિ ને અમારી પાછળ લાગડવાનો હેતુ શું??
કોન્સ્ટેબલે મોબાઈલ જોયો અને તેમાં ના દરેક નંબર કન્ટ્રોલ રૂમ પર ચેક કરવા મોકલ્યા.

આ તરફ શિવ રાજ ને મળી ને આ બધી ચર્ચા કરવા માંગતો હતો,એટલે તેને રાજ ને પોતાની ઓફીસ માં બોલાવ્યો.રાજ ને આશ્ચર્ય થતું હતું કે શિવે તેને કેમ બોલાવ્યો!

(કોણ હશે આ બે લોકો જે રાજ ની પકડ માં આવ્યા છે?કોઈ સામાન્ય વ્યક્તિ કેમ રાજ અને તેના મિત્રો નો પીછો કરતો હતો?અને કોને તેને મોકલ્યા હશે?શિવ નો હવે પછી નો પ્લાન શું હશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...