Kidnaper Koun - 28 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 28

કિડનેપર કોણ? - 28

(અગાઉ આપડે જોયું કે કાવ્યા ને મળવા જતા રાજ અને અલી ને સ્મિતા દેખાય છે,જેનો પીછો કરતા એ કોઈ વૃદ્ધ ને મળે છે,અને ત્યારબાદ તેનો પીછો કરતા રાજ અને અલી એક ખંડેર માં આવી પહોંચે છે.હવે આગળ...)

રાજ અને અલી થોડા આગળ જ વધ્યા હશે,ત્યાં ફરી પાછળ થી કોઈ નો પગરવ સંભળાયો અને જેવા તે બંને પાછળ ફર્યા કે કોઈ એ એમના ચેહરા પર કોઈ ગેસ છોડ્યો.અને બંને ત્યાં જ ઢળી પડ્યા..

થોડીવાર પછી અલી ભાન મા આવ્યો,તેને જોયું કે તેઓ તે ખંડેર જેવા ઘર મા જ છે,બાજુ માં રાજ પડ્યો હતો તેને ઉઠાડ્યો,અને બંને ભાગી ને અંદર ગયા.અંદર બે ખુરશી સામસામી પડી હતી,ખુરસી ની ચારોતરફ દોરડા પડ્યા હતા.અને બીજી બે ત્રણ ખુરસી પણ ત્યાં હતી.થોડા સિગરેટ ના ઠુઠા પાણી ની બોટલ એવું બધું ત્યાં જોઈ ને અલી અને રાજ ને થયું કે નક્કી આપડે નિયત જગ્યા એ પહોંચ્યા હતા.પણ કોઈ ની નજર આપડા પર હતી અને મોક્ષા આપડા થી હાથવેંત દૂર રહી ગઈ.કદાચ અભી પણ..

પણ..અભી ને શું કામ કોઈ એ કિડનેપ કર્યો?કર્યો તો કોને?અને શા માટે?શું મોક્ષા અને અભી એક જ કિડનેપર પાસે છે?રાજ નું મગજ ચકરાવે ચડ્યું હતું.તેને એ જ નહતું સમજાતું કે એવું હજી કોણ છે!!જેનું ધ્યાન મારા પર છે.??

ત્યાંથી નીકળી ને બંને કાવ્યા ને મળવા તેની શાળા એ પહોંચ્યા.કાવ્યા ત્યારે કોઈ કલાસ મા હતી,એટલે બંને બહાર જ તેની રાહ જોતા બેઠા.એક જુના બિલ્ડીંગ માં અત્યારે આ શાળા ચાલતી હતી,પરંતુ તે બહુ જર્જરિત હોઈ બીજી જગ્યા ની ખૂબ જરૂર હતી.અને એટલા માટે જ "અસ્મિતા"આ લોકો ને દેવાની વાત ચાલતી હતી. અલી અને રાજ જ્યાં બેઠા હતા ત્યાંથી શાળા ના ઘણા વર્ગો દેખાતા હતા.જેમાં ઘણા શિક્ષકો આવા બાળકો ને ભણવાતા અને સમજાવતા હતા.કોઈ બાળક સંપૂર્ણ સ્વસ્થ ના હોવા છતાં ઘણી નમ્રતા થી શિક્ષક સાથે વર્તતું હતું.

ત્યાં જ તેમનું ધ્યાન એક બાળક પર પડ્યું તે લગભગ પંદર વર્ષ ની એક કિશોરી હતી,જે વારેવારે કોઈ વસ્તુ નીચે ઘા કરી દેતી હતી.અને શિક્ષક કોઈ પણ જાતની ચીડ કે ગુસ્સા વગર તેને તે ફરી હાથ મા આપતા,લગભગ દસેક વાર પછાડયા બાદ તે એનાથી કંટાળી ગઈ,અને મૂકી દીધું.
એક બાળક માંડ પાંચેક વર્ષ નું હશે,તેને ચાલવામાં અને બોલવામાં તકલીફ પડતી હતી,અને શિક્ષક તેને પ્રેમથી એક માની જેમ રાખતા હતા.કોઈ બાળક હસતું તો મોં માંથી લાળ ઝરતી,કોઈ નું નાક ઝરતું,કોઈ કાયમ રડતું રહેતું,તો કોઈ હસતું.અને તો પણ બધા શિક્ષકો તેમનું ઉમદા ધ્યાન રાખતા.

બંને મિત્રો ની આંખ મા પાણી આવી ગયા.તે જોવામાં તેમને એ પણ ધ્યાન ના રહ્યું કે કાવ્યા ત્યાં આવી ને ઉભી રહીગઈ.

આ બાળકો નું આવું જ છે,ક્યારેક એકદમ માસૂમ અને ક્યારેક ખતરનાક.બસ એમને સમજવાની જરૂર છે.એમને ફક્ત પ્રેમ અને હૂંફ ની જરૂર છે.પછી એક નિઃશાશા સાથે બોલી પણ માણસો..એમને તો બધું પરફેક્ટ અને ટોપ જોઈ છે.જવાદો એ વાત તમે કયો શુ કામ પડ્યું મારું!અને મોક્ષા એનું શું થયું??

અલી અને રાજ હવે થોડા ગંભીર થઈ ગયા.આ બધું જોઈ ને તેઓ લાગણીશીલ થઈ ગયા હતા.

અરે અમે તને મળવા ના આવી શકીએ!રાજે ઉત્સાહિત થઈ ને કહ્યું.

હા આવી તો શકો!પણ એક પોલીસ અને એક વકીલ સાચું કયો શુ કામ છે?કાવ્યા એ તેમની ચોરી પકડતા કહ્યું.

અલી હસવા લાગ્યો,અને પછી બોલ્યો,કાવ્યા તું બદલી નહિ.
કાવ્યા તેં બંને ની સામે જોઈ રહી.એટલે ફરી રાજ બોલ્યો, ક્યાંક બેસી ને વાત કરીએ કે અહીં જ ઉભા રાખીશ તારા વિદ્યાર્થીઓ ની જેમ..

ઠીક છે ચાલો.એમ કહી કાવ્યા બંને ને એક ખાલી રૂમ તરફ લઈ ગઈ.હવે બોલો કાવ્યા ની ધીરજ ની હદ આવી ગઈ હતી.

કાવ્યા આ બિલ્ડીંગ ખૂબ જ જૂનું છે ને?જર્જરિત પણ તો આનું સમારકામ કેમ નથી કરાવતા?કાવ્યા હવે ચિડાતી હતી તો પણ તેને શાંતિ થી જવાબ આપ્યો.

અહીંયા થોડો સમય જ વિતાવવાનો છે.એ પછી એક નવી જગ્યા મળવાની છે.

કઈ જગ્યા કાવ્યા!રાજે કૂતહુલતા પૂર્વક પૂછ્યું.

કાવ્યા રાજ ને તે જગ્યા બાબતે આટલો રસ દાખવતા જોઈ ને અચંબા માં પડી જાય છે.

(રાજ અને અલી ને બેભાન કરવા પાછળ કોન હશે?સ્મિત શાહ તેની બહેન પેલો વૃદ્ધ કે બીજું કોઈ?શું કાવ્યા રાજ અને અલી ના આગમન પાછળ નું કારણ સમજી શકશે?જોઈએ આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 9 months ago

Navin

Navin 9 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Nitesh Shah

Nitesh Shah 10 months ago

Prakash Bhatt

Prakash Bhatt 10 months ago