Tha Kavya - 101 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૧


જીતસિંહ ની જીદ સામે વિરેન્દ્રસિંહ કહે છે. જીત મારા લગ્નની ચિંતા કરીશ નહિ. મને આ શહેરમાં ઘણી છોકરીઓ પ્રેમ કરે છે જે તેમનો એક તરફી પ્રેમ છે. તેમાંથી કોઈ સારી છોકરી સાથે નિરાંતે લગ્ન કરી લઈશ. જાણે વિરેન્દ્રસિંહ ખબર હતી કે મહેક પરીઓના દેશ માંથી ક્યારે પાછી ફરશે અને ક્યારે તે મારી સાથે લગ્ન કરશે. એટલે જીતસિંહ ને મનાવતા કહે છે. જીત હું કહું તે કર. અત્યારે તમારા બંનેના લગ્ન કરવા ખૂબ જરૂરી છે.

જીતસિંહ જાણે જીદ પકડીને બેઠા હોય તેમ ફરી મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહ્યું. મોટાભાઈ તમે મારાથી મોટા છો અને આ મહેલનો રિવાજ છે કે પહેલા મોટાભાઈ નાં લગ્ન થયા પછી નાના ભાઈ ના લગ્ન થાય. હું આ આપણી વર્ષોથી ચાલનારી પરંપરા ને કેવી રીતે તોડી શકું.!!

હવે વિરેન્દ્રસિંહ પોતાના જીવનનું રાજ ખોલે છે જે જીતસિંહ ને ખબર ન હતી.
જીત સાંભળ....
હું અને મહેક એકબીજાને પ્રેમ કરતા હતા તે વાત તું જાણતો હતો પણ હું જે વાત કરવા માંગુ છું તે વાત તને ક્યારેય ખ્યાલ પણ નહિ હોય. અને આ વાત મારે ચૂપાવવાની હતી પણ અત્યારે પરિસ્થિતિ નું નિર્માણ એવું થયું છે એટલે ન છૂટકે મારે તને કહેવી પડે છે.

મહેક જ્યારે આ શહેર આવી ત્યારે તે મારા પ્રેમમાં પડી હતી. હું પણ તેના પ્રેમમા હતો. જ્યારે તેણે રીંગ આપીને પરીઓ નાં દેશમાં જવાની વાત કરી ત્યારે મે તેને પરીઓના દેશમાં જવા માટે રોકી હતી. અને લગ્ન માટે મે પ્રસ્તાવ મૂકતા કહ્યું હતું કે તું પરીઓના દેશમાં જતી રહીશ તો ફરી ક્યારેય તું પાછી નહિ ફરે અને આપણે ક્યારેય લગ્ન કરી શકીશું નહિ. આગળ તેની સામે મે મુખ્ય વાત મૂકતા કહ્યું. જો તારે પરીઓના દેશમાં જવું જ હોય તો મારી સાથે લગ્ન કરી ને જા જેથી મને વિશ્વાસ બેસે કે તું ફરી પરીઓના દેશ માંથી પાછી ફરીશ.

મહેક પોતાનું પ્રેમનું વચન પાળવા અને પાછી ફરીશ એવો વાયદો ને પુરવાર કરવા માટે તે એક એવું પગલું ભરે છે જે અત્યાર સુધીમાં કોઈ એ ભર્યું ન હતું. પરી હમેશા કુંવારી રહેતી હોય છે તે ક્યારેય લગ્ન ગ્રથીથી જોડતી નથી પણ મારા પ્રેમ ખાતર મહેક મારી સાથે લગ્ન કરે છે. એ પણ કોઈને જરાપણ ખબર વગર કેમકે જો મહેક પરીએ લગ્ન કર્યા છે એવું પરીઓના દેશમાં ખબર પડતા મહેક ને પરી માંથી સામાંન્ય માણસ બનાવી દેવામાં આવે એટલે અમારી બંને ને ખબર હતી કે અમે બંનેએ લગ્ન કરી લીધા છે.

જીતસિંહ બધું સંભાળી રહ્યા હતા. મોટાભાઈ આવડું મોટું પગલું ફર્યું પણ કોઈને જાણ પણ ન થઈ તે એક નવાઈની વાત હતો. પણ મોટાભાઈ એ જે કંઈ કર્યું તે યોગ્ય કર્યું છે એમ માનીને જીતસિંહ મોટાભાઈ ને કહે છે.
મોટાભાઈ.. મહેક ભાભી ક્યારે આવશે.? એ આવશે પછી જ હું લગ્ન કરીશ.

જીતસિંહ નાં આ સવાલનાં જવાબ આપતા વિરેન્દ્રસિંહ કહે છે. જીત તે પરીઓના દેશમાં છે અને તે ક્યારે આવે તે કહી શકાય નહિ પણ મને વિશ્વાસ છે તે એક દિવસ જરૂરથી આવશે. પણ હવે તો મારા લગ્ન થઈ ચૂક્યા છે એટલે હવે તું કાવ્યા સાથે લગ્ન કરી શકે છે.

મોટાભાઈ તમે જ કહ્યું. પરીઓ ક્યારેય લગ્ન કરતી નથી છતાં પણ તમે મહેક પરી સાથે છૂપી રીતે લગ્ન કર્યા. તો શું મારે પણ કાવ્યા સાથે છૂપી રીતે લગ્ન કરવા પડશે.? મોટાભાઈ નાં જવાબમાં જીતસિંહ એક મહત્વ નો સવાલ વિરેન્દ્રસિંહ સામે કરી દીધો.

હા.. જીત તારે પણ છૂપી રીતે લગ્ન કરવા પડશે. સમાજ જોઈ જશે અને શું કહેશે એ માટે નહિ પણ પરીઓ કે ગુરુમાં ને ખબર ન પડે એ માટે. જો તેને ખબર પડી જશે તો મુશ્કેલી આવી પડશે.

પરીઓ અને ગુરુમાં પાસેથી દિવ્ય દ્રષ્ટિ હોય છે તેમને તો ખબર પડી જ જશે.! જીતસિંહ આગળ સવાલ કરતા કહે છે.

બંને ભાઈઓ વચ્ચે ચર્ચા વિચારણા અને મૂંઝવણ નાં હલ વાળી વાતો થતી રહી. આખરે જીતસિંહ કાવ્યા ને દૂર લઈ જઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે.

વિરેન્દ્રસિંહ ને જીતસિંહ અને કાવ્યા બંને આશીર્વાદ લઈને તે મહેલથી દુર જવા નીકળી જાય છે જ્યાં તેને કોઈ શોધી ન શકે. રડતી આખોએ વિરેન્દ્રસિંહ બંને ને વિદાઈ કરે છે.

આખરે જીતસિંહ અને કાવ્યા ક્યાં જશે ? શું તેઓ લગ્ન કરશે.? શું કાવ્યા હમેશા માટે પરી રહેશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...