Dashing Superstar - 75 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-75


( એલ્વિસે સેમ્યુઅલની ઓફર ઠુકરાવી અને પરિસ્થિતિ સામે જાતે લડવાનું નક્કી કર્યું.તેણે ખૂબજ મહેનત કરી અને ચાલીમાંથી ફલેટમાં પહોંચ્યો.તેના અને સિમાના પ્રેમમાં ઘણાબધા વિધ્નો આવ્ય‍ા પણ અંતે તે લોકો મળ્ય‍ા.તેમના પ્રેમમાં ફરીથી અડચણ આવી )

એલ્વિસ અને કિઆરા બીજા દિવસે વહેલી સવારે મુંબઇ આવવા નીકળી ગયાં.મુંબઇ આવતા જ એલ્વિસને શુટીંગ માટે પુને જવાનું હતું.જેની તૈયારી મીનામાસીએ કરીને રાખી હતી.એલ્વિસનું જવાનું કેન્સલ થયું પણ એલ્વિસના હાઉસ મેનેજરે એલ્વિસ અને કિઆરાને વિન્સેન્ટને વાગ્યું હોવાના સમાચાર મળતા જ તે લોકો વિન્સેન્ટના ઘરે ભાગ્યાં.

વિન્સેન્ટ,સૌમ્યભાઈ અને સોનલબેન નાસ્તો કરી રહ્યા હતાં.અચાનક બેલ વાગ્યો સોનલબેન દરવાજો ખોલવા ગયાં.સોનલબેન અને કિઆરા એકબીજાને જોઈને આશ્ચર્ય પામ્યાં.

"આંટી,તમે અહીં?કિઆરાએ અંદર આવતા પૂછ્યું.

"કિઆરા,તું?અરે પરીના પપ્પા સાંભળો જોવો કોણ આવ્યું છે આપણને અહીં મળવા.બેટા તને કેવીરીતે ખબર પડી કે અમે અહીં છીએ?"સોનલબેને કહ્યું.

સૌમ્યભાઈ અને વિન્સેન્ટ પણ ત્યાં આવ્યાં.વિન્સેન્ટ અને એલ્વિસ આશ્ચર્યથી બધું જોઈ રહ્યા હતાં.

"અંકલ,તમને આ શું થયું?તમે અહીં શું કરી રહ્યા છો?હું તો વિન્સેન્ટને મળવા આવી હતી.વિન્સેન્ટ,એલ્વિસના ભાઈ છે."કિઆરાએ કહ્યું.

"એક મિનિટ,કિઆરા,તું અને સૌમ્યઅંકલ એકબીજાને કેવીરીતે ઓળખો છો?"વિન્સેન્ટે પૂછ્યું.

"વિન્સેન્ટ,આ સૌમ્યઅંકલ અને સોનલઆંટી અહાનાના માતાપિતા છે."કિઆરાની વાત સાંભળીને વિન્સેન્ટને કેવો પ્રતિભાવ આપવો તે ખબર ના પડી.તેને સુખદ આંચકો લાગ્યો હતો.

"એક મિનિટ,પણ અહાનાના પપ્પાનું નામ તો તેજસભાઈ છે."વિન્સેન્ટે પૂછ્યું.

"બેટા,મારું ઓફિશ્યલ નામ તો તેજસ જ છે પણ લગ્ન પછી અમારા પરિવારની પરંપરા છે કે વહુએ નામબદલવું પડે.સોનલનું ‍અસલી નામ અહાના હતું.તે વખતે તે ખૂબજ દુઃખી હતી કે તેનું પસંદગીનું નામ તેણે બદલવું પડશે.તો તેની સાથે મે પણ મારું નામ બદલી કાઢ્યું.મે મારું નામ સૌમ્ય કર્યું અને તેનું સોનલ.અમે નક્કી કર્યું હતું કે અમારી દિકરી આવશે તેનું નામ અહાના રાખીશું.બસ તો હવે મને સૌમ્ય નામની જ આદત પડી ગઈ છે પણ બધાં કાગળીયામાં મારું નામ તેજસ જ છે."સૌમ્યભાઈએ કહ્યું.

"પણ બેટા,તું અહાનાને કેવી રીતે ઓળખે?"સોનલબેને પૂછ્યું.

"આ બધું શું છે?કોઈ મને કઈ કહેશે?"એલ્વિસે પૂછ્યું.સોનલબેને બધાને ડાઇનીંગ ટેબલ પર બેસાડ્યા.સૌથી પહેલા કિઆરાએ જણાવ્યું કે વિન્સેન્ટ અહાનાને કેવીરીતે ઓળખે છે.ત્યારબાદ વિન્સેન્ટે સૌમ્યભાઈના અકસ્માત અને અહીં આવવા વિશે જણાવ્યું.

"ઓહ,આટલા દિવસથી આપણે એકસાથે રહીએ છીએ અને આ વાતથી સાવ અજાણ હતાં."સૌમ્યભાઈએ ખુશી સાથે કહ્યું.

"એટલે જ મને સોનલઆંટીને જોઇને અહાનાની યાદ આવતી હતી.તે બિલકુલ તમારા જેવી લાગે છે."વિન્સેન્ટે કહ્યું.

"હા, અહાના વિન સાથે જવાની છું એમકહેતી હંમેશાં તે ક્યારેય પુરું નામ ના બોલતી.સારું છે.મારી અહાનાના આટલા સારા મિત્રો છે.તું,કિઆરા અને આયાન."સોનલબેન બોલ્યા.

આયાનનું નામ સાંભળીને વિન્સેન્ટને ખૂબજ ગુસ્સો આવ્યો.જે એલ્વિસથી અજાણ ના રહ્યો.તે વિન્સેન્ટને તેના બેડરૂમમાં લઈ ગયો અને તેને આ ગુસ્સા વિશે તથા તેને કેવીરીતે વાગ્યું તે પૂછ્યું.

વિન્સેન્ટે એલ્વિસના સગાઈના દિવસે શું થયું અને તેના પછીના દિવસે શું થયું તે જણાવ્યું.જે સાંભળીને એલ્વિસને પણ આઘાત લાગ્યો પણ આ વાત સોનલબેન,સૌમ્યભાઈ અને કિઆરા પણ સાંભળી ગયાં.જે તેના માટે દવા લઈને આવ્યાં હતાં.

"શું તે આયાને મારી પરી સાથે આવું કર્યું?તેના મોટાપાની મજાક ઉડાવી?મારી પરી બિચારી કેટલી દુઃખી હશે.તેને કેટલી તકલીફ થઈ હશે.તેણે મને જણાવ્યું પણ નહીં."સોનલબેન રડવા લાગ્યા.

"એક મિનિટ,સોનલ તેનો અર્થ એ થયો કે જે છોકરી માટે તું મારામારી કરીને આવ્યો તે અહાના છે?"સૌમ્યભાઈએ પૂછ્યું.

"હા,મને ખૂબજ ગુસ્સો આવ્યો.મારી અહાના સાથે આટલું ખરાબ વર્તન કરવાની તેની હિંમત કેમ ચાલી?તે અગ્રવાલસાહેબનો દિકરો ના હોત તો તે હોસ્પિટલમાં હોત."વિન્સેન્ટ ગુસ્સામાં બોલ્યો.

તેની વાત સાંભળીને સૌમ્યભાઈના ચહેરા પર હાસ્ય આવ્યું.તે વિન્સેન્ટને ગળે લાગી ગયાં.તેમના હાથમાં એક જુની લકી હતી તે તેમણે વિન્સેન્ટને પહેરાવી.

"કહું છું,સોનલ.મને આપણી અહાના માટે એકવાતની ચિંતા હતી કે તેને એક સજ્જન અને સંસ્કારી પુરુષ પતિ તરીકે મળશે કે નહીં?પણ આજે મારી તે ચિંતા દૂર થઈ ગઈ.મને આપણી અહાના માટે સુયોગ્ય વર મળી ગયો.વિન્સેન્ટ ડિસોઝા,આપણો જમાઈ.કિઆરા અને એલ્વિસ,હું મારી અહાનાનો સંબંધ વિન્સેન્ટ સાથે નક્કી કરવા માંગુ છું.હું નથી ઇચ્છતો કે મારા હાથમાંથી આટલો સારો છોકરો નીકળી જાય."સૌમ્યભાઈએ પૂછ્યું.જે સાંભળી સોનલબેન ખૂબજ ખુશ થયા.

"વાહ,તમે તો મારા મનની વાત કરી દીધી.મારી પરીને પણ મને મળ્યો છે તેવો પ્રેમાળ પતિ મળશે.આ કોલેજ ખતમ થતાં જ તે બંનેના લગ્ન કરાવી દઈએ."સોનલબેન કહ્યું.

વિન્સેન્ટ,કિઅારા અને અહાના માટે આ વાત સપના સમાન હતી.તે ત્રણેયના મોઢ‍ા હજી પણ ખુલ્લા હતાં.

"અરે સંબંધ મંજૂર છે કે નહીં?"સૌમ્યભાઈએ પૂછ્યું.

"અફકોર્ષ,યસ અંકલ.પણ અમારો ધર્મ અલગ છે.તે સિવાય વિન્સેન્ટ અહાનાથી ઘણો મોટો છે અને બીજી ખાસ વાત જ્યાંસુધી અહાના રાજીખુશીથી આ સંબંધ માટે હા ના પાડે ત્યાંસુધી હું કેવીરીતે આ સંબંધ પાક્કો કરી શકું?"એલ્વિસની સમજદારી ભરી વાત પર કિઆરાને ગર્વ થયો.

"પહેલી વાત ધર્મની તો હું સર્વધર્મ સમભાવમાં માનું છું.હાલમાં આ વાત આપણા પાંચ વચ્ચે જ રહેશે.અહાના કોલેજ શરૂ થતાં જ પાછી આવી જશે અને ત્યારે વિન્સેન્ટ અહાના સાથે સમય વિતાવે અને તેના મનની વાત જાણવાની કોશિશ કરે.મને વિશ્વાસ છે કે તે આયાનનું ભૂત તેના માથેથી ઉતરી જશે." સૌમ્યભાઈએ કહ્યું.

એલ્વિસ અને કિઆરા ઘરે આવ્યાં.કિઆરા આયાનથી ખૂબજ નારાજ હતી પણ તેને વિશ્વાસ હતો કે આયાનનું આવું કરવાની પાછળ કોઈ કારણ જરૂર હશે.

સાંજે એલ્વિસ અને કિઆરા ગાર્ડનમાં બેસીને તેના ભૂતકાળની વાત કરી.

એલ્વિસનો ભૂતકાળ...

એલ્વિસના જીવનમાં બધું જ સેટ થઇ રહ્યું હતું.એલ્વિસ ઓગણીસ વર્ષનો થઈ ગયો હતો.હવે તેનું કામ પણ સારું ચાલતું હતું.તે ડ‍ાન્સ ક્લાસ ચલાવતો,કોરીયોગ્રાફરને આસિસ્ટ કરતો,એવોર્ડ શોમાં ડાન્સ કરતો,કોઇ મોટા બજેટના ગીતમાં બ્રેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરતો.ઘર હવે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું પણ રોઝાની તબિયત સુધરવાની જગ્યાએ બગડી રહી હતી.

સારામાં સારી સારવારનો પણ તેનું શરીર પ્રતિસાદ નહતી આપતી.ઓગણીસમાં વર્ષે જે પહેલો ઝટકો તેને લાગ્યો તે રોઝાના રૂપે હતો.છેલ્લે છેલ્લે રોઝાનું કેન્સર ખૂબજ વ્યાપક સ્વરૂપમાં ફેલાઈ ગયું હતું.અંતે તેણે આ દેહને ત્યાગીને પોતાના માતાપિતા પાસે જવાનો રસ્તો શોધી લીધો.એલ્વિસને મુકીને તે ચાલી ગઈ.

રોઝાની મૃત્યુએ એલ્વિસને ભયંકર ઝટકો આપ્યો.વિન્સેન્ટ પણ ખૂબજ દુઃખી હતો.રોઝા તેમની શક્તિ હતી,પ્રેરણા હતી,સાંજે ઘરે આવવાનું કારણ હતી.એલ્વિસ ખૂબજ તુટી ગયો હતો.આ ખરાબ સમયમાં સિમા સતત તેની સાથે હતી.રોઝાની અંતિમ યાત્રામાં સેમ્યુઅલ ના આવતા એલ્વિસને તેના પ્રત્યે ધૃણા થઈ પણ અચાનક તે દિવસે સેમ્યુઅલનો મેનેજર આવ્યો.તેણે રોઝાની મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું.તેણે એલ્વિસને જણાવ્યું કે સેમ્યુઅલની તબિયત ખૂબજ નાજુક છે અને તે એલ્વિસને સતત યાદ કરે છે.

એલ્વિસ સેમ્યુઅલથી હજીપણ નારાજ હતો પણ જ્યારે તેણે જાણ્યુ કે સેમ્યુઅલે રોઝાની સારવાર પડદા પાછળ રહીને કરાવી હતી.ત્યારે તે તેમને મળવા જતા પોતાની જાતને ના રોકી શક્યો.તે સેમ્યુઅલને મળવા ગયો.અહીં સેમ્યુઅલના ઘરે જતાં જ તે એક તેની જેટલી ઊંમરના પણ તેનાથી બે ત્રણ મહિના નાના ઉદ્ધત છોકરાને અથડાયો.તે છોકરાએ તેનું ખૂબજ અપમાન કર્યું.
એલ્વિસ તેને અવગણીને સેમ્યુઅલને મળવા ગયો.
"સોરી એલ્વિસ,તે મારા નાનાભાઈનો દિકરો રિયાન માર્ટિન છે.તેને નથી ખબર કે તેના પિતા કેવીરીતે મર્યા.તે અવારનવાર મારી ખબર પૂછવા આવતો રહેતો હોય છે." સેમ્યુઅલે કહ્યું.અહીં કિઆરાએ એલ્વિસને અટકાવતા પૂછ્યું,"ઓહ તો તે ડેનિસ માર્ટિનનો દિકરો છે.તો તે તમને બિગ બ્રધર કેમ કહેતો હતો અને બીજો મોટો ઝટકો શું મળ્યો?સિમા,તે કેમ તમને છોડીને જતી રહી?"

"સિમા લગ્ન કરીને તેના પતિ સાથે જતી રહી.તે વખતે તેના સો કોલ્ડ પતિ પાસે મારા કરતા વધારે રૂપિયા હતાં."એલ્વિસે કહ્યું.

"કોણ છે તેનો પતિ?"કિઆરાએ પૂછ્યું.

"રિયાન માર્ટિન,સિમા રિયાન માર્ટિન.રિયાન જ સિમાનો પતિ છે."
"તે તો તમને ખૂબજ પ્રેમ કરતી હતી.આવું કેવીરીતે શક્ય થાય?"કિઆરાએ આશ્ચર્યથી પૂછ્યું.

બરાબર તે સમયે સિક્યુરિટી ગાર્ડ આવ્યો.
"સર,આયાન અગ્રવાલ કિઆરા મેડમને મળવા માંગે છે."

કિઆરા અને એલ્વિસે એકબીજાની સામે જોયું.

શું કારણ હશે સિમાનું રિયાન સાથે લગ્ન કરવાનું?
કિઆરા આયાનની વાત સાંભળશે?
વિન્સેન્ટ અહાનાના હ્રદયમા જગ્યા બનાવી શકશે?

જાણવા વાંચતા રહો.