Kidnaper Koun - 32 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 32

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કાવ્યા ની વાત થી સોના પર શંકા જાય છે,અને બને શિવ અને સોના ને અલગ અલગ મળવાનું નક્કી કરે છે.શિવ ની વાત થી અલી ને આશ્ચર્ય થાય છે,અને આ તરફ રાજ સોના સાથે વાત કરે છે.હવે આગળ...)


રાજે જ્યારે પૂછ્યું કે સોના હું પુછીશ એનો તું સાચો જવાબ આપીશ,ત્યારે સોના મુંજાય તો ગઈ,પણ કહ્યું કે હું કોશિશ કરીશ,અને પછી પૂછ્યું,
અભી ગાયબ થયો એ વાત જાણી ને કાવ્યા એ એમ કહ્યું કે સોના ને આ વાત ની જાણ છે?શું કામ!રાજે વાત ને ફેરવ્યા વગર સીધું જ પૂછી નાખ્યું.

રાજ ના આ રીત ના સીધા વર્તન થી સોના ના ચેહરા પર જે ભાવ આવ્યા તે રાજ થી અછતા ના રહ્યા.

સોના જરા મુંજાય ગઈ,અને પછી બીજી જ ક્ષણે સ્વસ્થ થતા બોલી,એને એવું શું કામ કર્યું મને શી ખબર રાજ!!

જો સોના શિવ જેટલી જ તું મારી સારી ફ્રેન્ડ છે,કાવ્યા એ સીધું તારું જ કેમ પૂછ્યું,પ્લીઝ તું કાઈ જાણતી હોઈ તો મને જણાવ હવે આ કેસ મને ગાંડો કરી દેશે.રાજે પોતાના માથા ના વાળ પકડી અને થોડું ઇમોશનલ થઈ ને કહ્યું.

અને તીર બરાબર નિશાને લાગ્યું,સોના ને થયું હવે સાચું કહેવું પડશે એટલે તે ધીમે રહી ને બોલી,વાત એમ છે કે અભી મોક્ષા ને લવ કરતો હતો.

શું?અભી મોક્ષા ને !!ક્યારે મતલબ હું સમજ્યો નહિ.
રાજ વધુ મુંજાયો.

આપડા સ્કૂલ ના લાસ્ટ યર મા જ અભી મોક્ષા ને ખૂબ પસંદ કરતો હતો,અને આ વાત મને અને કાવ્યા ને ખબર હતી,કદાચ એટલે એને એવી શંકા છે કે ક્યાંક અભી એ જ તો મોક્ષા ને કિડનેપ નથી કરી ને.સોના એ જાણે મન નો કોઈ ભાર હળવો થતા શાંતિ મળે એવી શાંતિ મળી.

તો વાત તમને બે ને જ ખબર છે?

કેમ??

કેમ કે અલી ના કહેવા મુજબ શિવ ને પહેલેથી જ અભી પર શંકા છે.

હવે સોના ને આખું સત્ય બોલવું પડે તેમ હતું.તેને આખો બંધ કરી અને એક શ્વાસે બોલો ગઈ કેમ કે તેને અભી ની મોક્ષા પ્રત્યે ની લાગણી ની જાણ હતી,અને તે પણ મોક્ષા ને લવ કરતો હતો.

શું?શું વાત કરે છે તું?તો સ્કૂલ નો લાસ્ટ ડે નો ઝગડો એ આ બાબત ને લઈ ને હતો!!રાજે સોના સામે પ્રશ્નાર્થ વદને
જોયું.

હા સોના ની આખો માં આછી ભીનાશ ફરી વળી.
અભી અને શિવ બંને જીગરજાન મિત્રો પણ મોક્ષા બંને ને પોતાના જીવથી પણ વહાલી.અને એ જ તેમની દુશ્મની નું કારણ બની.અભી ની તો બહુ ખબર નથી પણ મેં શિવ ને મોક્ષા માટે રડતો,તરફડતો જોયો છે.

ઓહહ!!અને આટલા વર્ષો સુધી અમને કોઈ ને આ બાબત ની ખબર પણ ના થઇ.રાજ એક અફસોસ સાથે બેસી ગયો.

સોના આજ સુધી અમને કોઈ ને આ બાબત ની જાણ ન થઈ.આમ આ વાત કોને કોને ખબર છે?રાજે કોઈ શંકા થી પૂછ્યું.

કાવ્યા,હું અભી અને શિવ અમને ચાર ને જ ખુદ મોક્ષા ને પણ આ બંને ની લાગણી ની ખબર નથી.

વ્હોટ?ખરેખર રાજ ને જાણે એક પછી એક શોક લાગતા હતા.તો બે માંથી કોઈ બોલ્યું કેમ નહિ આજ સુધી!

શિવ તો બીજા શહેર માં ભણવા ચાલ્યો ગયો હતો.કેમ કે મોક્ષા ની હોશિયારી પાસે એ પોતાને નબળો સમજતો,
એટલે બસ પોતાની કારકીર્દી બનાવવા એ અહીં થી ચાલ્યો ગયો,અને જ્યારે આવ્યો ત્યારે મોક્ષા મંત્ર ને વરી ચુકી હતી.એની ઝીંદગી ની એ સૌથી ખરાબ રાત હતી.બહુ સમજાવી અને ફરી એને નવી જિંદગી જીવવા પ્રેર્યો છે.અને થોડા સમય પહેલા જ પરાણે મનાવી ને લગ્ન કરાવ્યા.પણ હજી...સોના એ એક નિઃશાશા સાથે વાક્ય અધૂરું મૂકી દીધું.

અને અભી એને કેમ નહિ કહ્યું!

અભી મારા ખાસ ટચ માં નહતો,પણ હમણાં આપડે મળ્યા ત્યારે એને એવું કહ્યું કે એ પણ પોતાને મોક્ષા સામે નબળો સમજતો.એટલે ગામ માં હોવા છતાં ક્યારેય બોલી શક્યો નહિ.બસ. આટલી જ મને ખબર છે.

ઓહઃહ મતલબ બંને નો પ્રેમ અધુરો રહી ગયો,અને મોક્ષા ને કોઈ ત્રીજો જ લઇ ગયો.રાજે વાતાવરણ હળવું કરવા કહ્યું.

હજી આગળ બીજી કોઈ વાત થાય એ પહેલાં સોના ના ફોન માં રિંગ વગડી,સ્ક્રીન પર કાવ્યા નું નામ હતું.પણ સોના એ ફોન ઉઠાવ્યો જ નહીં.એટલે રાજે આશ્ચર્ય થી તેની સામે જોયું.

(શું થાશે જ્યારે અલી અને બીજા બધા ને ખબર પડશે કે શિવ અને અભી બંને વચ્ચે ના ઝઘડાનું કારણ મોક્ષા હતી?શુ હશે કાવ્યા નું સોના ને ફોન કરવાનું કારણ?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...