Gazal-E-Ishq - 5 books and stories free download online pdf in Gujarati

ગઝલ - એ - ઇશ્ક - 5

૧. નથી આવડતું મને

શબ્દોથી ઘાયલ કરતા નથી આવડતું મને,

લખાણ લખતા તો આવડે,

પણ ક્યારેક અનુસરતા નથી આવડતું મને!

સાચા સંબંધો બંદુકની નોક પર સાચવું,

પણ ક્યારેક તરછોડાયને રોતાય નથી આવડતું મને!

આમ તો વિશિષ્ટ મારું વ્યક્તિત્વ છે,

કે દુશ્મનોનુંય ખરાબ ઇચ્છતા નથી આવડતું મને.

એક ખાસિયત તમારી ઈય છે,

કે કોઈ ની માનસિકતા ડામાડોળ કરતા નથી આવડતું મને.

આમ તો બધાની સરાહના કરું છું!

પણ મારી ન થાય! તો કુશંકા રાખતા નથી આવડતું મને !

જન્મ-મૃત્યુ ખેલ માત્ર અમુક ક્ષણો નો,

પણ સાચું કહું તો ગઝલરૂપી નશા વગર જીવતાય નથી આવડતું મને!

૨. શાયર

એ જે ઢોળી વેદનાઓ મારી !

એમ ના સમજતા હાર્યો છું!

જિંદગી તો રમત જેમ રમી નાખું !

શ્વસનમાં ક્યારેક એમ જ રૂંધાયો છું!

પળોજણ તો બધાને હોય જ!

પણ હું અને મારી, તો ફાવી ગયો છું!

ઉલેચાય જો ઈતિહાસ તો !

માલુમ પડે કે, હુંય ઘણો રિબાયો છું!

શાયરી લખીને બન્યો શાયર હું,

ને આહલાદક પ્રેમમાં પરોવાયો છું!

ઘટનાઓ બધી તાત્પર્ય ધરાવે! ઘાયલ!

એમનામ નથી ગઝલી બન્યો હું !

 

~અમૃત ઘાયલ ને સમર્પિત

 

૩.મન મૂકીને

મન મૂકી ને રોવું છે, ખાલી થઈને ભમવું છે!

નાનકડી એવી આ જિંદગી, તરતા તરતા ઉડવું છે!

નથી જોતું કાંઈ જ મારે, બેધડક પણે હસવું છે!

રાત ને દિ એનું કામ કરે, મારે મસ્ત એમ જ રહેવું છે!

શબ્દો સાથે લડવું છે, અને રૂઠીને પાછું લખવું છે!

દયા ભાવના રાખવી તો છે, પણ જોતી નથી એમ જ જીવવું છે!

ચકડોળે ચડે જો જિંદગી તો, એમાં બેસીને જ મારે બૂમો પાડવી છે!

સત્ય સાબિત નથી કરવું, અસત્ય લાગુ ! તો લાગવા દેવું છે!

કોઈને ક્યાં અહીંયા પડી છે કોઈની ?

તે... મારે એમ મૂંઝાઈને જીવવું છે!

ધૂળમાં થોડું આળોટવું છે, ને ખાબોચિયામાં ધુબાકા મારવા છે!

વરસાદમાં એમ જ ભિગવું છે, પક્ષીઓનો કલરવ સાંભળવો છે!

કોયલ તારી “કૂં” ના પાડું ચાળા, મોરલા જેમ થનગનાટ નાચવું છે!

દરેક પળમાં ધબકવું છે, ભીની માટી! તારી મહેક ને ચુમવું છે!

કોઈની ભૂલ ક્યારેય કાઢવી જ નથી, નિમિત્ત છે બધા! સ્વીકારવું છે!

બે-ચાર સળીયો ફૂંકી લઈને, ધુમાડા માં મારે ખોવાઈ જવું છે!

ઝરણાંની જેમ ખળખળવું છે, તળાવની માફક શાંત બેસવું છે!

સંકટના ભલે પડે પૂરજોર પડઘા! જિંદગીને તો મારે માત જ દેવી છે!

ઈ શું મને મોત આપે ?

મોતને તો હાથતાળી દઈને મારે ભાગવું છે!

૪. મેં જોઈ છે!

ખુદાની રહેમત ને,

વીખાતા મેં જોઈ છે!

આઘડીયે આવતી ઘોર 

આફતને મેં જોઈ છે!

નિશાનીઓ એની! 

ભુસાતા મેં જોઈ છે!

યાદો ને સહારે ક્યારેક ,

અકળામણ મેં જોઈ છે!

પળભર ની મોજ! 

દુઃખની બેદર્દી મેં જોઈ છે!

પરસેવે ન્હાય ! એવી ,

જજ ની હાલત મેં જોઈ છે!

સત્ય-જુઠ ની બાજીમાં! જૂઠાંની,

 તકદીર-એ-આલમ મેં જોઈ છે!

સત્યને તો લાગે તાળા ! 

એની ચાવી ખોવાતા મેં જોઇ છે!

પ્રભુની દેખાવા માટેની, 

ઉપાસના મેં જોઈ છે!

અત્યંત દારુણ ગરીબી,

મોત આપે એ મેં જોઈ છે!

માં ના વાત્સલ્યના ,

ચિથરા ઉડતા મેં જોયા છે!

 

અપરંપાર પ્રેમની એ અદભુત મૂરત ને!

વૃદ્ધાશ્રમમાં સંતાન વિયોગે વલખા મારતા જોઈ છે.

 

૫. અવળચંડાઈ

અવળચંડાઈ ન કર તું !

બાવળિયા લાવીશ તો ખુંચશે તને!

જનમ જનમ ની તે પ્રીતું બાંધી !

ને હવે કહે છે, મુકશે મને?

રામબાણ ઈલાજ છે, બધો જ મારી પાસે !

પણ જતું કરું, એ ગમશે તને.

સથવારે ચાલ્યા અત્યાર સુધી,

કેમ કરીને તું, મારાથી છૂટશે મને?

અલખ નો સાથ છે તારો ને મારો !

તોયે વહેમ ના પડઘા, કેમ પડે છે તને?

એલા થોડું તો હખ ખાવ એમ કઉં છું!

કે તારા થી અલગ, મારે કરવો પડશે મને?

ઘડીક આમ ઘડીક તેમ કૂદકા મારે !

ક્યારેય એક જગા પર સ્થિર થયો? એ પૂછ જે તને!

કદર તો તને પાંચીયા નીય નથી!

તું મારી શું કરીશ? હેં ! કે જોઈ મને !