Gazal-E-Ishq - 6 books and stories free download online pdf in Gujarati

ગઝલ - એ - ઇશ્ક - 6

૧. બેઠું છું જ્યારે

બેઠું છું જ્યારે એકલી મારી સમીપ!
અંજાઈ જાઉં છું અમુક તથ્યો સટીક!

આકરી ઉલઝનો અને નકરો તાપ!
હાંફી જાઉં છું ક્યારેક એમ જ લતીફ!

સહન કરવાની તો સીમાઓ ઓળંગી!
છતાંય “ઓછું છે.” એમ કહે છે રદીફ!

કડકડતી ટાઢમાં પોઢું જ્યારે શાલમા!
તો રુંવાડા સુંવાળા પડી ને સુવે છે અસીમ!

અદમ્ય સાહસ તો કર્યા નથી મેં!
કલમ ઉઠાવી ત્યાં સ્ફૂર્યુ ગઝલનું પ્રતીક!

સ્મશાને જાતિ યાત્રાને પૂછ્યું,
“શાને છો બધા એટલા દુખી? રહીમ.”

સુતેલી લાશમાંથી શબ્દો નીકળ્યા,
“આ બધાનો માત્ર ઢોંગ છે હકીમ!”

ક્ષણભર તો લાગ્યું આશ્ચર્ય મનેય,
પછી જાણ્યું કે આ એક કડવી મુહરીમ!

તથ્ય તો ત્યારે લાગ્યું એ લાશનું,
જ્યારે વહેતા આંસુઓ મૂલ્યવિહોણા ઠર્યા મરીઝ.

એક જ સત્યતા “દેખાડો છે બધો!”
તું તારો ! હું મારો ! બસ પુરી આ સાઝીશ!

શબ્દેશઃ કાઢુ જો નિચોડ જીવનનો તો!
કોઈ કોઈનું અહીંયા છે જ નહીં! સમજીશ?

ભૂલો પડ્યો હું ! ને ભૂલા પડ્યા તમેય !
લે વાહ! કેવો અચરજ ભર્યો છે, રાહનો મુકબિલ!

રાહ દેખાડીને પહોંચાડે નહીં એવો!
સ્થૂળકાય છે માનવીનો, લુપ્ત આ દીપ!

આખાય જગતનો ભાર લઇને ફર્યો!
એ નાથ ક્યારેય નથી બોલ્યો, “હું થાક્યો” અજીબ!

માણસ તો જો! થાકે એક જ વાતમાં !
કહે એ જ નાથને, “તું બોલાવીલે નજદીક.”


૨. તમે જો કહી દો

તકલીફને નમાવું ! કે તકલીફદારોને શમાવું?
તમે જો કહી દો ! તો મને ખુદને જ હરાવું !

રમત રમાડું ! કે રમીને રમત રમું?
તમે જો કહી દો તો ખુદ જ રમત બનું !

પ્રેમને પામું ! કે એની ઝંખના સેવું?
તમે જો કહી દો તો બેવફાઈ ઝીલું !

સમય સાથે ચાલુ ! કે સથવારે સમયને ચલાવું?
તમે જો કહી દો તો એને જ જાતો કરુ !

કઠોર બનું ! કે દયા ભાવના રાખું?
તમે જો કહી દો તો ઠોકર ખાઈને હસું !

જિંદગી જીવું ! કે મોતને પામું ?
તમે જો કહી દો તો ધક્કા ખાઇને ચાલું !


૩. લમણાં

નથી લેવા, લમણા મારે !
જીંદગી થોડી ટૂંકી પડે છે !

હજારો દુઃખ છે છતાંય !
લાચારી એના ઉપર હાવી પડે છે !

પ્રેમની તો માત્ર, શંકા જ રહી ગઈ!
પ્રેમી તો એકલા વલખાં જ મારે છે!

નશાની તો આમાં ક્યાં વાત જ કરવી ?
જિંદગી નશો બની ને માથે ચડે છે !

આમ તો નથી મૂંઝાયો હું ક્યારેય !
પણ અમુક વાત થોડી અઘરી લાગે છે!

શરબત તો પીધું મેંય ઘણીવાર !
પણ તેની ખટાશ, ક્યારેક બોવ નડે છે !


૪. તું કહે તો

તું કહે તો ! આવું તારા દ્વારે, ચાલીને પગપાળા !
પણ લથડીયા ખાતા ખાતા નહીં આવું!

તું કહે તો ! નિહાળી લવ બે ઘડી તારા સ્મિતને!
પણ સ્મિત ખાતર મારું તરફડિયા, એ નહીં થવા દઉં!

તું કહે તો ! ચાંદની રાતમાં લખું બે શાયરી!
પણ ઘેલો થઇ ને ગાઉ ગીતડા ! એ નહીં થવા દઉં!

તું કહે તો ! યજમાન બનીને પધારું તારા આંગણે!
પણ તારો જ બનીને રહું, એ નહીં થવા દઉં!

તું કહે તો ! તારા હાથમાં હાથ પરોવું મારો !
પણ એ સ્પર્શ અવિરત રહે ! એની ખાતરી નહીં દઉં!

તું કહે તો ! પ્રેમથી બધી પળો સજાવી દઉં!
પણ છૂટા પડ્યા પછીય, નફરતનો વાયદો નહીં દઉં!

તું કહે તો ! એમ તો તારો જ છું!
પણ એ સાબિત કરવામાં જિંદગી બરબાદ નહીં થવા દઉં!

તું કહે એ બધું તો મે અનુસરી જોયું!
છતાંય બેમતલબ તમે જતા રહો,
પછી હુંય કેટલું જવા દઉં?


૫. વ્યથા ઠાલવું

વ્યથા ઠાલવું, ને દીવાન-એ-આમ બની જાઉ !
એના કરતા રાખું રહસ્ય, ને ગઝલકાર બની જાઉં!

ઉલઝન સુલજાવીને, જીવન કેટલું સરળ બનાવી લઉં?
એના કરતા જજુમ્યા કરું, ને પથ્થર તણો સખત બની જાઉં!

અકબંધ મારા જીવનની ગાથા રહેશે, એ કેમ જણાવી દઉં?
જણાવી દઉં સહુને, તો ના ! એના કરતા તો મૌન હાસ્ય બની જાઉં !

સફર છે નાની, કેમ એને લંબાવી દઉં?
ચાલ્યા કરું અને એક મુસાફિર બની જાઉં!

જુઠાણા ની બાજી રમી ને, ક્યાં મોહતાજ બની લઉં?
એના કરતા તો સત્ય સાથે, એકલવાયો કડવી હકીકત બની જાઉં!

લગીરે કોઈ કોઈનું નથી, એ સત્ય ઘૂંટ પીતો થઈ જાવ !
વાહન ક્યાં સુધી ચાલશે? ક્યારેક તો એનુ ઇંધણ બની જાઉં!

 

૬. ઝલીલ

મારા મરવા પર કોઈએ ગમ ના જતાવવો !
મારા જીવતે જી કોઈએ સ્નેહના વરસાવવો !

આરજુ માત્ર એટલી જ કે....
ઝલીલ કરીને મને જીવતો ના બાળવો !

છે હકીકત આ દુનિયાની....
કે ખાલી ખોટો મને દિલાસો ના આપવો !

ષડયંત્ર ની રમો બધી બાજીઓ....
પણ મને એમાં પાયદળ ના બનાવો !

વજીર-ઍ-આલમની તો ક્યા કમી જ છે ? અહીંયા...
હકુમત ચલાવો , પણ મને દૂર રાખો!

આંખ માં આવેલા પરપોટા દફનાવ્યા....
તો હવે એને બુજાવવા ન આવો !

બસ એક જ ક્ષણ ના આરે છે જિંદગી...
ભલી-ભાતી કોઈ સર જુકાવવા ન આવો!

મોહમાયા નહીં પરવડે મને....
તમારી દાસ્તાન સુણાવવા ન આવો!

બધા ખેલ રમી લીધા મેં...
ખોટી ચાલ, સમજાવવા ના આવો!

હરતો ફરતો આવ્યો છું બધેથી...
તમે કૃપયા કરીને, મૌન જ પાળો!

કર્યા છે અનુભવો સત્તર મેય...
ને તમે કહો છો, અહીંયા ! તમારો સથવારો?