Kidnaper Koun - 36 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 36

કિડનેપર કોણ? - 36

(આગળ ના ભાગ માં આપડે જોયું કે અભી ના મનોચિકિત્સક શિક્ષક અભી મોક્ષા ને નુકશાન પહોંચાડે એ વાત નકારી કાઢે છે.શિવ સોના પર ગુસ્સે થઈ ને ઓફીસ ની બહાર નીકળી જાય છે,સોના તેને શોધતી પાછળ જાય છે,ત્યારે તે શિવ ને કોઈ અજાણી વ્યક્તિ સાથે જુએ છે.આ કોયડાથી પરેશાન રાજ જ્યારે પેલા વૃદ્ધ ને ફરી જોયો ત્યારે તે તેની પાછળ પાછળ ગયો,જે અસ્મિતા પાસે આવી ને ઉભો રહ્યો.હવે આગળ...)


પેલો વૃદ્ધ તો અસ્મિતા ના મુખ્યદ્વાર ને બંધ કરી ને અંદર જતો રહે છે.પાછળ થી રાજ અને એક હવાલદાર દીવાલ ઠેકી ને જાય છે.પણ ત્યાં ઘણા ફેરફાર થઈ ગયા હોય છે.
રાજ અને હવાલદાર ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. સીડી પર ચડતી વખતે હવાલદાર નીચે ઉભો હતો, અને રાજ ઉપર ગયો પણ ત્યાં તાળું જ હતું,અને રાજે જોયું ત્યાં સમારકામ પણ થઈ ગયું હતું.હજી તો રાજ વધુ કાઈ વિચારે એ પહેલાં નીચેથી અવાઝ આવ્યો.

ઓ ભાઈ કોણ છો?અને અહીં શું કરો છો?

રાજ એકદમ ચોકયો,એને જોયું તો નીચે એક મજૂર જેવો દેખાતો માણસ હતો,તેને માથે ફાળિયું બાંધ્યું હતું,ઉપર ફાટેલું ગંજી અને નીચે મેલું પેન્ટ પહેર્યું હતું,પગના રબર ના જોડા પર લાગેલી સિમેન્ટ પરથી તે અહીં કામ કરતો હોય એવું દેખાતું હતું.

રાજ સીડી ઉતરી ને નીચે આવ્યો,

હું ઇન્સ્પેકટર છું,એક ચોર આ તરફ ભાગી ને આવ્યો હતો,એટલે તેને શોધવા આવ્યો છું.તું કોણ છે?અને અહીં શુ કરે છે?રાજે જરા કડક અવાઝ માં જવાબ આપ્યો.

અરે સાયબ અયા અમે પાંચ સાત મજૂરો કામ કરી છીએ.અમે કોઈ ચોર ને જોશું તો તમને જાણ કરીશું. તમતમારે ચિંતા ના કરો.
ઓ...ઓ મને મારું કામ ખબર છે,કેટલા લોકો છો અને ક્યાં કામ કરો છો?ચાલ બતાવ મને.રાજે હવે પોતાનો રોફ બતાવ્યો.પેલો માણસ જરા ઘબરાય ગયો,અને તેને સાથે લઈ ગયો,રાજે જોયું કે અસ્મિતા મકાન ના એ ભાગ ની પાછળ જ થોડા કારીગરો દ્વારા મકાન નું સમારકામ થતું હતું.રાજે બધા મજૂરો ને જોયા લગભગ આઠ દસ મજૂરો હતા,બધા જ રેતી અને સિમેન્ટ થી કોઈ દીવાલ નું સમારકામ કરતા હતા. બધું ચકાસી ને જોયા પછી રાજ ત્યાંથી નીકળી ગયો.આ વખતે તે મુખ્યદ્વાર થી બહાર આવ્યો.

બહાર આવી ને તે બધા સાથે ત્યાંથી પોલીસ સ્ટેશન જાવા નીકળી ગયો.આખા રસ્તે રાજ અસ્મિતા,ત્યાં ના મજૂરો અને ત્યાં થયેલા ફેરફાર વિશે વિચારતો હતો.કેમ કે ખૂબ જ ટૂંકા ગાળા માં આવો ફેરફાર કેવી રીતે થઈ શકે!

સોના હજી કેફે ની બહાર શિવ પર નજર રાખી ને ઉભી હતી.ડર ના માર્યા તેને પોતાના ધબકારા નો અવાઝ ચોખ્ખો સંભળાતો હતો,પસીના થી ચેહરો અને વાળ તરબતર થઈ ગયા હતા,તો પણ તે કોશિશ કરતી રહી કે તે શિવ અને પેલા માણસ ની વાત સાંભળી કે સમજી શકે.ખાસ્સી વાત કર્યા બાદ તે બંને ત્યાંથી ઉભા થયા,અને એક સાથે ક્યાંક બહાર જવા નીકળ્યા.સોના ઝડપથી તેની પાછળ ગઈ પણ તે લોકો તેની પહોંચ બહાર નીકળી ગયા હતા.

સોના તરત જ ભાગી ને શિવ ની ઓફીસ માં ગઈ.ત્યાં પહોંચી ને તેને શિવ ના ટેબલ ના ડ્રોઅર ચેક કરવા માંડ્યા,આજ શિવ ઉતાવળ માં ચાવી ત્યાં જ ભૂલી ગયો હતો,અને સોના એ તેને જે રીતે પેલા માણસ સાથે જતા જોયો તેને ખ્યાલ આવી ગયો કે શિવ આજ તેના કામ માં જ વ્યસ્ત છે,અને નક્કી તે કઈ છુપાવી રહ્યો છે.

સોના એ બધા ડ્રોઅર ચેક કર્યા,તેને લગભગ બધા માંથી ઓફીસ ને લાગતા પેપર્સ જ મળ્યા,એક ડ્રોઅર બંધ હતું, જેની ચાવી એ આખા ચાવીઓ ના ગુચ્છા માં નહતી.સોના એ ફરી બધા ડ્રોઅર જોયા,અને તેને સૌથી પહેલા ડ્રોઅર મા જ એક ચાવી મળી,સોના એ તેનાથી બંધ ડ્રોઅર ખોલ્યું.તેમાં અલગ અલગ એનવલ્પ હતા,જેના પર તારીખો લખેલી હતી,પણ બધા ખાલી હતા.સોના આ વાત સમજાતી નહતી.કે તારીખ લખેલા ખાલી એનવલ્પ કેમ ?


(શિવ કોને છુપાય ને મળે છે?અને તેના ડ્રોઅર માં આ અલગ અલગ તારીખ ના એનવલ્પ કેમ છે?શું ખરેખર અસ્મિતા માં સમારકામ ચાલે છે!કે પછી રાજ ને અવળા રસ્તે ભટકાવવાનો પ્રયાસ?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 5 months ago

RS Patel

RS Patel 6 months ago

Navin

Navin 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Nitesh Shah

Nitesh Shah 6 months ago