Are you awake or upside down ?? books and stories free download online pdf in Gujarati

જાગો છો કે ઉંધો છો??

આપણી મારી તમારી સાચી ઓળખ શું?
નામ ધારી તમારૂ શરીર , રામ લક્ષ્મણ ભરત નકુલ, વીવેક ,આનંદ ,આરતી, રમીલા, સીતા ગીતા...?? આવું કે અલગ નામ સાથે સરનેમ બાપ કે માનું નામ સાથે ધર્મ જાતી દેશ સમુદાય, જોડી કહેશો હું આ છું,
ખોટી વાત, તદન પાયા વીહોણી વાત છે આ ,
ના મનાયું કે ના સમજાણું??

જેને જન્મ કહો છો તે જન્મયા, મનુષ્ય અવતાર મળ્યો છોકરો કે છોકરી ત્યારે કંઈ નામ હતું તમારૂ???? બોલો??
ના ન હતું , નામ આપ્યું ઢીકડું ફલાણું....
પછી આ તારો પીતા, આ માતા ,આ ભાઈ ,આ બહેન , આ નાત આ ધર્મ ...માણસોએ તમારા દીમાગ માં રેકોર્ડ કર્યું, જે પણ રેકોર્ડ થયું જે પણ ભાષા માં, તમે ફક્ત ને ફક્ત તે વગાડો છો રેકોર્ડીંગ..સમજ્યા??
તો ફરી આ વાત પણ ગાંઠ વાળી ને સમજીલો સારી રીતે.....
"તમે શરીર નથી" નામ ધારી શરીર માત્ર તમે તમારા પૃર્વ જન્મના કર્મનું ફળ માત્ર કે પરીણામ માત્ર છે , સમજ્યા??
પૃર્વ જન્મ, ન સમજાય , બીલીવ ન હોય તો મારી આગળની બુકો વાંચજો સમજાઈ જશે, છતા ના સમજાય તો ડીબેટ કરીશું કશું વાંધો નહીં,
પણ અત્યારે સમજીને ચાલો આજ હકીકત છે, તમે માત્ર શરીર ધારણ કર્યું છે, અને તમે માત્ર એક પ્રકાસ તેજ લીંગ માત્ર બીદું માત્ર છો,

કહો છોને રોજ...તમે કે શાભળતા હશે બીજાના મુખે..
મારા હાથ, મારા પગ, મારૂ મો,
આજ મારૂ માથુ દુખે છે, પેટ દુખે, મગજ કામ નથી કરતું ,દીલ કીધું નથી માનતું....
આવા શબ્દો આવે છે ને??
તો કોના હાથ, પગ, દીલ , દીમાગ??
શરીરના ભાગ છે, આ કોણ બોલે છે? શરીર ? ના , બીલકુલ નહીં, એ શરીર ધારી આત્મા બોલે છે,
કારણ ?
ખબર છે કારણ???
કારણ કે તમારા પૃર્વ જન્મ ના પરીણામ થી આ દેહ શરીર ધારણ કરી તમારો આત્મા જ્ઞાન ભુલી ગયો છે, તે સ્મરણ શક્તિ ખોઈ બેઠો છે, આગળનું બધુંય ભુલી ગયો છે, માટે આ શરીરને પોતાનું માની બેઠો છે,
પરંતું વાસ્તવમાં તો આ શરીર ગયા જન્મના કર્મ નું ત્રીજું ફળ કારક મૃત શરીર છે, તો તમે કહો છો મારૂ મારૂ...મારૂ,
કયા શુધી બોલશો આમ??
જયા સુધી અજ્ઞાનતા હશે ત્યાં શુધી,

આત્મા અજર અમર અને અવીનાસી છે, અજન્મો છે, તે ફક્ત શરીર ધારણ કરે છે,
તો શાનો જન્મ , કેવા લગ્ન , કેવું મરણ, ???
દર વખ્તે નવું શરીર ધારણ, શરીરના નવા મા બાપ ભાઈ બહેન સંતાન અને જીવન સાથી, દર વખ્તે જેને તમે જન્મ કહો છો, તો શાની વફાદારી, શાની જાત, શાનો ધર્મ, કઈ જાત કયો ધર્મ કયા સંબંધ???
આ ગાંડી વાતો લાગે છે???
તો જવાબ આપો વિચારીને
તમે ખુદ વીચાર કરી એકલા કોની સાથે વાત કરો છો જયારે સાવ એકલા હો?? ખુદ થી, ખુદથી કોની સાથે ? ખુદથી,
મસ્તીકમાં દીમાગ માં બેઠેલો લાલચી અભીમાની ક્રોધી સ્વાર્થી વીકાર તમો ગુણ બોલો છે ....
બીજી બાજુ રદયમાં બેઠેલ રજો ગુણ જે ભાવના લાગણીમાં તમને બાંધી ને બોલે છે,
એક કહે છે આમ કર , બીજો કહે છે આમ નહીં તેમ કર....
પણ માયલો, કોણ માયલો?? આત્મા બીજું કોણ?
હા આત્મા મુઝાય છે કમ્ફયુઝ થાય છે ,આ કરૂ કે તે ....
પછી જેની પાનસેરી ભારી.... આત્માને જે વસમાં કરે તેનું પ્રભુત્વ , તેમ શરીર પાસે કરવડાવે, સમજ્યા???
પણ જો આત્મા જાગૃત થાય ,તેને તેના આવવાનું કારણ સમજાય, તેનું કર્તવ્ય સમજાય, સાચું ઠેકાણું અને ખુદની સાચી ઓળખ થાય તો ખુદ પ્રકાસીત થાય અને એક દીવસ પર ભ્રમનો ભાગ બની નીર્વાણ પામે,
પણ તે માટે જ્ઞાન થવું જોઈએ, ક્યાંથી થાય જ્ઞાન??
કોઈ જ્ઞાની તત પુરૂષ મળે તેને ગુરૂ બનાવી જ્ઞાન મેળવે, અને પછી એ દીશામાં સતત ચાલે તો આગળ સફળતા નીર્વાણ પમાય...
પણ કોઈ નુગરાનો સંગ થાય તો જીવન અધોગતીએ જાય...
અને કા સદગુરૂ કે સાથી ની વાત ન માની વીકારોને આધીન થઈ રહીએ તો એક દીવસ અધો ગતીએ જવાય...

નુગરો એટલે કોણ? જેને આત્મજ્ઞાન થયું નથી કે લીધું નથી , કે પછી આત્તેમ જ્ઞાન લીધા પછી પણ વીકારોને આધીન રહી કર્મ કરે છે, તે વ્યક્તિ પુરૂષ,
એની ઓળખ કેમ પડે?? 🤔 આપડે શું જોઈએ છીએ વ્યક્તી માં
શારો દેખાવ રંગ રૂપ , ધન દોલત , યુવાની.અને પછી આપણા સ્વાર્થ મને સારી રીતે રાખશે શુખી કરશે કહ્યું માનશે, હક જતાવશે, માન આપશે,વીગેરે વીગેરૈ સ્વાર્થ ભરી વાતો ..કે બીજું?? બોલો??

ના એ કયારેય ન દેખાય❌
તો શું દેખાય ? કેમ કરી ઓળખાય?
કાળ ક્રોધી ન હોય, અભીમાની ન હોય , લાલચી ,લોભી ન હોય, અહેસાન ફરામોસ ન હોય, કટુ વચન વાળો ન હોય, સ્વાર્થી ડગે બાજ ન હોય, વ્યસની ન હોય,
આ બધા લક્ષ્ણો કયારે ન હોય?

ખુદ માસ મટન મદીરા તમાકું સીગારેટ નું વ્યસન ધરાવતો હશે, જે ખુદ વીકારી હશે, જેને ખુદનું ભાન ન હોય શું કરે છે? શું કરવું જોઈએ? ખુદ નહીં જાણતો હોય, ખુદને ન જાળવી શકે તમને શું સાચવવાનો, એનો ભવ વેડફે , તમારો શું સુધારશે?!
મોજ મસ્તી આનંદ માટે જન્મ નથી મળ્યો, નેચરલ બધું બરાબર પણ અઢળક બે ફામ, અતી??
આ છે નુગરા ની ઓળખ, દેહ અભીમાની , માણસાઈ ના લક્ષ્ણો રહીત ચલીત વ્યક્તિ,

જ્ઞાન થશે સત્ય સમજાશે,
બે વાક્યો ભજનોના...
(૧)આત્માને ઓળખ્યા વીના ભવ ભવના ફેરા નહીં રે ટળે રે...
(૨)નુગરા ની હારે વાલા હેડલો ના કરીએ હોજી,
સમજીલો ભાવાર્થ...
૧)આત્મા એટલે તમારા નામ રૂપી શરીર ને ધારણ કરનાર પરમ પ્રકાસીત તેજ આત્મા..જે પરમ શક્તિ શાળી છે, પણ ગયા જન્મના કર્મ ના ફળ કારક શરીર ધારણ કરી સ્મૃતી ખોઈ બેઠો છે, પ્રકાસ ખોઈ બેઠો છે.. કોઈ ગુરૂ મળે તો જ્ઞાન કરાવે ખુદની ઓળખ કરાવે,
તો જ્ઞાની સતો ગુણી કોણ? કોનો સંગ કરવો જોઈએ?

બીજી વસ્તુ સ્ત્રી પુરુષ બન્ને કાયમ માટે એક બીજાને ઓળખી શવીકારી નહીં લે શાંતી નહીં પામે ભટકતા રહેશે ભુતળ માં, પુરૂષ ( ) ઉર્જા છે, સ્ત્રી ( -) ઉર્જા છે, સમન વય વીના નીર્વાણ નથી..
શીવ શક્તી, લક્ષ્મી- વીષ્ણું, ગાયત્રી બ્રહમાજી, ઈન્દ્ર ઈન્દ્રાણી, સમજાય છે...
સ્ત્રી જાતે નીર્વાણ ન પામી શકે પાટે પરમેશ્વર રૂપે પતી કે પ્રેમી રૂપે દેવ મળે..
હવે બીજી પંક્તી , નુગરાની સાથે વાલા...


જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો‌ હોય જ્ઞાન લીધું હોય, સત્વ ગુણી હોય, જન સેવા પ્રભુ સેવા ,જીવો અને જીવવાદો , જેવા વીચારો ધરાવતો હોય, જગત કલ્યાણ નો વિચાર,
દયા કરૂણા પ્રેમ ક્ષમા નિર્વીભીમાન શાંત ચીત ધીર ગંભીર જેનું વ્યક્તીત્વ હોય સમભાવી હોય , ઊંચ નીચ નો જેનામાં ભાવ ન હોય, પરોપકારી દાની હોય , સદાય તેના ચેહરા પર સ્મિત અને વાત્સલ્ય સભર પ્રેમ છલકતો હોય, કે જેણે માણસ ને દેવ ગણી જ્ઞાન મેળવ્યું હોય તેવા ,મોક્ષ ને પંથે ચાલનાર પુરૂષ જે નુગરો નથી,
માર્ગ મળી ગયો...? ના હજું સંસય છે?? ઈશ્વર કોણ ????
શોધવાજ હોય ઈશ્વરને તો શમજો..

આજ રાતનીજ વાત છે, રાત્રે અગાસીમાં સુતોશહતો આકાશમાં નજર નાખી..
ચમકતા તારાઓ પાસે બીજા કેટલાક તારા ઓછા ચમકતા નજરે ચડયા, અને એની પાસે વળી બીજા તારા એથી ઓછા ચમકતા, નજર આવતા વધું ચમકતા તારોથી પ્રકાસો વર્ષ દુર થોડા ઝાંખા તારા, એથી પ્રકાસો વર્ષ એથી ઝાંખા તારા ઓ ન જાણે આમ કેટલાય દુર બ્રહ્માંડમાં આવા કેટલા તારા મંડળો હશે?
પછી વીચાર આવ્યો, અરે આપણો સુર્ય પણ આવો એક તારોજ છે જે મીલ્કી વે ગેલેક્સી માં આવેલ છે, અને બાકીના બધા ગ્રહ પૃથ્વી પણ તેની પાછળ પરી ભ્રમણ કરે છે, સુર્ય આપણી પૃથવી કરતા ૫૦ હજાર ગણો મોટો છે,
આ ટમટમતા તારા પણ આટલા કે આથી વધુ મોટા વીશાળ હશે, અને આપણા સુર્ય મંડળની જેમ તેમને પણ ગ્રહો હશે, પૃથ્વી જેવો ગ્રહ પણ જયા જીવન હશે , તો આકાશમાં આપણે એકલા નથી, આવી કરોડો પૃથ્વી ઓ હશે
નાશા એ તો શોધ કરી છે , આવી નજીકની ગેલેક્શી મંદાકીની અને મીલ્કીવે ની જોડી જ્યા આવું જ તારા મંડળ સુર્ય જેવો બીજો તારો ધરતી (પૃથ્વી) ચંદ્ર મંગળ શની જેવા બીજા ગ્રહો એ સુર્ય પાછળ ભ્રમણ કરતા, આબે હુબ નજારો...

તો આ બ્રહમાડ ને બનાવનારી, તારા ગ્રહ બનાવનારી, આકાશમાં તરતા મુકવા વાળી જળ અગ્ની આકાસ વાયુ પાણી તથા જીવ સૃષ્ટી વનસ્પતિ બનાવવા વાળી શક્તિ કોઈક તો હશે ને? એ કાઈ ઓટોમેટિક તો નહીં બની હોય ને?
તો સમજો એ શક્તી માત્ર પૃથ્વી પર જ હશે, એને જન્મ ધારણ કરવાની જરૂર હશે?? ના બીલકુલ નથી,
તો આ ભગવાન આપણે માનીએ છીએ તે કોણ છે? શ્રી રામ, કૃષ્ણ , શંકર, બ્રહમા ,વીષ્ણું, બૌધ્ધ, મહાવીર, ઈશું, નાનક, કબીર, અલ્લાહ ,પીર , ઓલીયા, સાઈ, કેટલાય ધર્મ કેટલાય સંપ્રદાય કેટલાય ભગવાન....🤔
તો આમા બધાનો પીતા આ બધું બનાવનાર કોણ...
ક્યાં સોધવાથી મળશે,
કે જરૂર નથી આપણે એની, જેમ આયા તેમ જઈશું મોજ મજા આનંદ ,સાથે શુખ દુઃખ પીડા વાદ વીવાદ જગડા ટંટા અને દુઃખી આત્મા શાંતી ની તલાશમાં ભટકતા ભટકતા ઓમ શાંતિ અને ફરી નવો જન્મ નવા સંધર્ષ નવી કહાની નવી વાત નવા મા બાપ ભાઈ પતી પત્ની સંસાર અને ફરી એજ વાત..અંતે શાંતી ની શોધ..ફરી એજ, અને ફરી પણ એજ...
લખચોરાસી ફેરામાં જીવ ભટકયાજ કરવાનો રોતો કકળતો ભવભવના સંસકારો ભેગા કરી ન ઉપડાય એવા કર્મના ભારા માથે બાંધી...કયા શુધી..??

તો જાગો મારા વાલા એક એવો તત પુરૂષ શોધી લો જે તમને સાચો ઉપદેશ આપે જીવનને સાર્થક કરે તે તરે તમને પણ તારે આ લખચોરાસી ના ફેરા માંથી છોડાવી નીર્વાણ પામવા મદદ કરે,
આત્મા કોણ છે? હા ,તમે કોણ છો??
નામ છે સદાશીવ .. હંમેશાં આનંદ અને મનને ચીર શાંતિ આપનાર ૐ કાર
જેમાથી અ કાર એટલેકે આકાર નું નીર્માણ થયું કે સર્જન કર્યું...
ૐ કાર તો પ્રકાસ બીદું તેજ જયોતી સ્વરૂપ છે, મહાન શક્તિ નો સમનવય છે,
હા તમે એ પરમ શક્તીનો અંશ આત્મા છો...
શાંતી પામવા નીર્વાણ પામવા શું કરશો??
પામવું છે નીર્વાણ?? કે ભટકવું છે આ દુઃખ પીડા ભર્યા શરીર ને ધારણ કરી દુઃખ પીડાથી ભરેલા આ મૃત્યુ લોક માં??
ભટકવું હોય તો... વાંધો નહીં ભટકો..બેષ્ટ અપ લક..
પણ તરવુ હોય તો...સમજો
જયારે શુન્ય અવસ્થા ની સ્થીરતા આવશે ત્યારે બધું શક્ય છે,
શરીરને આપેલ ચક્ષુ થી નહી દેખાય પરમાત્મા કે ખુદ તમે પણ ખુદને આ રીતે નહીં પારખી શકો,
પરંતુ સદગુરૂ કે એવા સતોગુણી સાથી ગુરૂ ના જ્ઞાન માર્ગ દર્શન થી અંતર ચક્ષું ખુલશે તોજ ભેદ ખુલશે...
પરમાત્મા નું કોઈ નામ નથી આકાર નથી, કોઈ એવો શ્લોક નથી મંત્ર નથી,
હા તમારે આશ્રીત બનવું હોય દાન ભીખમાં ટેમપરલી જોઈતું હોય તો ખાલી હીંદુ ધર્મમાં જ ૩૩ કરોડ દેવી દેવતા છે...
આપશે સાચી ભક્તિ હશે તો...ધન દોલત શુખ મોજ શોખ વીગેરે વીગેરે....
પણ મુક્તિ નહીં શાંતી નહીં...
એ તમારે અંતર ચક્ષું થી ગુરૂના માર્ગદર્શન થી જાતે મેળવવી પડશે,
અને તમે પણ ૩૩ કરોડ દેવી દેવતા બીજા ધર્મના દેવો ભગવાનો ની જેમ સ્વયં પ્રગટ કરનાર બનવું હોય શક્તિ શાળી તો પણ બની શક્શો પણ તે પણ સ્વ જાતે પ્રકાસીત થઈ, ધ્યાન થી અંતર ચક્ષું થી, સ્વ ને ઓળખી..
ઓમ શાંતિ